Muhurta - 23 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત - (પ્રકરણ 23)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મુહૂર્ત - (પ્રકરણ 23)

હું હજુ કઈ સમજ્યો નહી. મેં વિવેક તરફ જોયું પણ વિવેક ત્યાં ન હતો.. મેં આમ તેમ જોયું.. મને વિવેક દેખાયો એના હાથમાં એ જ છરી હતી જે વિહાને તેના પેટમાં ઉતારી દીધી હતી.. એના પેટ પર એ છરીનો કોઈ જખમ કે નિશાન ન હતું.. વિવેક એ છરી વડે રેયાંસના બે સાથીઓ સાથે લડી રહ્યો હતો. એમની સાથે લડી રહ્યો હતો કહેવા કરતા એમને મારી રહ્યો હતો કહેવું સારું રહેશે કેમકે એ બેમાંથી એકેયને પ્રતિકાર કરવાનો મોકો જ મળ્યો ન હતો. શું ચાલી રહ્યું છે એ સમજાય એ પહેલા જ એ બંને વિવેકની છરીનો ભોગ બની ચુક્યા હતા.

“કપિલ, તારી પાસે હવે મણી છે. તું અમારા કરતા સારું લડી શકીશ..” મને શ્લોકનો આવાજ સંભળાયો. એ નંબર સેવન ચોકલેટી બોય. મેં એ અવાજની દિશામાં જોયું. વિહાનનો ચહેરો બદલાઈ રહ્યો હતો એ શ્લોક બની રહ્યો હતો.

મેં દાયુશ તરફ જોયું એનો પણ ચહેરો બદલાઈ રહ્યો હતો. એ નીકુલ હતો. નંબર ફોર.. રાજસ્થાનના રણનો ભોમિયો.

“હું તમને ઓળખી કેમ ન શક્યો..?” મેં કહ્યું. હું સમજી ગયો કે જંગલમાં અમને પકડવા આવનાર દાયુશ અને વિહાન બંને શિકારીઓને નીકુલ અને શ્લોકે મારી નાખ્યા હતા અને એમના રૂપ લઇ તેઓ અમને અહી બંદી બનાવી લઇ આવ્યા તેમણે એક રમત રમી કદંબ પાસેથી મારું મણી પણ પાછું મેળવી લીધું હતું.

“મારા પપ્પાના જાદુના લીધે. એ જાદુના લીધે તું એમને ઓળખી ન શક્યો. કદંબ અને એના શિકારીઓ પણ એ જાદુના લીધે જ નીકુલ અને શ્લોકને ઓળખી ન શક્યા. બધાએ મને મરતા જોયો એ પણ જાદુની જ એક ભ્રમણા હતી. એ એક માયાઝાળ હતી. એ ઈલ્યુશન હતું.” વિવેકે મારા તરફ જોયા વિના જ કહ્યું.

કદંબ પાસે હજુ ત્રણ ચાર માણસો હતા. સવાલ જવાબ કરવાનો એ સમય ન હતો. અમે કદંબ અને એના માણસો તરફ દોડવાનું શરુ કર્યું. એ પણ શિકારીઓ હતા. એ પણ મદારીઓ હતા અને એ પણ જાદુગરો હતા. એ ડરીને નાશી જાય એમાંના ન હતા. એ લોકો અમારી તરફ ધસ્યા.

કદંબ દોડતા જ જાદુની પ્રેક્ટીસ કરી. એણે પોતાના એક હાથમાં તાસની આખી બાજી રાખેલી હતી અને બીજા હાથ વડે એ પાનાઓને બુલેટની ગતિએ અમારા તરફ ફેકવા લાગ્યો. જોકે એનું એક પણ પાનું અમારા સુધી પહોચવામાં સફળ રહ્યું નહી કેમકે સામે વિવેકે એ જ રમત શરુ કરી દીધી હતી.

રાતના અંધકારમાં એ પાનાઓ જ્યાં ભેગા થતા હતા ત્યાં હવામાં જાણે આગ ઉદભવતી હોય એવા લીશોટા થતા હતા. જાણે આકાશની વીજળી જમીન પર ઉતરી આવી હોય અને એ વીજળી વચ્ચે કોઈ દ્રંદયુદ્ધ જામ્યું હોય તેવું વાતાવરણ જંગલના એ વિસ્તારમાં જામ્યું હતું. વિવેકે સાચુ જ કહ્યું હતું અમારી આંખો સામે દુનિયાનો સૌથી મોટો શો ચાલી રહ્યો હતો. કદંબ અને વિવેક બંને પોત-પોતાને આવડતી કળાનો પૂરે પુરો ઉપયોગ કરી રહ્યા હતા.

જ્યાં સુધી અમે બધા ભેગા થયા ત્યાં સુધીમાં બંનેના પાનાઓ પુરા થઇ ગયા હતા. કદંબ અને વિવેક જયારે ભેગા થયા ત્યારે બંનેના હાથ ખાલી હતા પણ જયારે તેઓ એકબીજા સાથે અથડાયા ત્યારે એક મેટલ જેવો રણકાર થયો કેમકે એ બંનેના ખાલી હાથમાં તલવારો આવી ગઈ હતી અને એ બંને અથડાયા એ પહેલા એ બંનેની તલવારો અથડાઈ હતી.

વિવેકના હાથમાં જે સ્વોર્ડ હતી એ સ્ટીલની એકદમ ટૂંકા વ્યાપવાળી અને પહોળા પનાની હતી. એ સહેજ વક્ર બ્લેડ હતી. એનું ક્રોસગાર્ડ બંને તરફ ફેલાયેલ હતું જે બ્લેડને સમતુલિત બનાવતું હતું જેથી એને હવામાં વિંઝવામાં સરળતા રહે. દુશ્મન જાણી પણ શકે કે શું થઇ રહ્યું છે એ પહેલા એને હજારો ટુકડાઓમાં વહેચી નાખવાની ક્ષમતા એ તલવારમાં હતી. એની રેઝર શાર્પ ટીપ જેબીંગ માટે અને એની ધાર સ્લાઈસિંગ માટે ખાસ બનેલી હતી. ક્રોસ ગાર્ડ પણ કોઈ દેખાવના હેતુથી ન બનેલ હોય એમ તેની બંને તરફ માત્ર બેઝીક રક્ષક લાગેલ હતા જે આંગળીઓને તલવારોની એકબીજા સાથેની અથડામણ દરમિયાન બચાવવા માટે અને જેરીંગ ઈફેક્ટ ખાળવા માટે ખાસ બનેલ હતા. એ હથિયાર કોઈ પ્રાચીન મ્યુજીયમમાંથી વિવેકે પોતાના જાદુઈ સ્પેલથી ત્યાં સમન કર્યું હતું. વિવેક સમનર હતો.

કદંબ પણ સમનર હતો. એ વિવેકનો ગુરુ હતો. એ વિવેક કરતા પણ વધુ જાદુ જાણતો હતો. એણે પણ કોઈ રેર મેટલમાંથી બનેલ એક જેગ્ડ બ્લેડ સમન કરી હતી. એ ડ્યુઅલ એઝ અને રેઝર શાર્પ સ્વોર્ડ હતી જે સ્લાઈસ, ડાઈસ, સ્ટેબિંગ અને જેબીંગ દરેક માટે આદર્શ દેખાતી હતી. એની તલવારને ટ્વીસ્ટેડ ક્રોસ ગાર્ડ હતા. એ બંને ક્રોસ ગાર્ડ જયારે વિવેકની તલવાર કદંબની તલવાર સાથે અથડાય એ સમયે કદંબના આંગળાનું રક્ષણ કરવા પૂરતા હતા. એ બ્લેડ પર કોઈ સિમ્બોલિક ચિહ્નો હતા જે દર્શાવતા હતા કે એ બ્લેડ ડીઆબોલીક કાર્યો માટે વપરાતી મેજિકલ બ્લેડ હતી. કદાચ ખાસ જાદુગરો - દુષ્ટ જાદુગરો દ્વારા વપરાતી એ તલવાર કદંબે સમન કરી હતી.

વિવેક અને કદંબ એકબીજાને દુર હડસેલી એકબીજાથી અલગ થયા અને બીજી જ પળે કદંબની તલવાર વિવેકની તલવાર સાથે અથડાઈ. બંને કોઈ પ્રાચીન યોદ્ધાઓની માફક લડતા રહ્યા.

મારું ધ્યાન એમના તરફ હતું મને ખયાલ પણ ન હતો કે એક શિકારી ટ્રાયડેંટ સાથે મારા તરફ કુધો હતો.

દીપડાના ભયાનક ઘુરકાટે મારું ધ્યાન એ તરફ ખેચ્યું. મેં મારા પર કુદીને આવેલ શિકારીથી બચવા ડોડગ કરવાનું વિચાર્યું પણ મારે એમ કરવાની જરૂર ન પડી કેમકે એક દીપડાએ કુદીને શિકારીને હવામાં જ જીલી લીધો અને એને લઈને જમીન પર પછડાયો. જયારે દીપડો અને એ શિકારી નીચે આવ્યા ત્યારે શિકારી ફરી ઉભો થઇ શકવાની હાલતમાં ન હતો. એ પોતાની જાતને જમીન પરથી ઉઠાવે એ પહેલા દીપડાના ભયાનક દાંત એની ગરદન આસપાસ ભેગા થયા અને ત્યાની માસપેસીઓ અને નાના હાડકા તૂટવાનો આવાજ મેં સાંભળ્યો. હું જીણામાં જીણો અવાજ પણ સાંભળી શકતો હતો.

દીપડો ફર્યો અને મારા તરફ એક નજર કરી અને ફરી એ બાજુની ઝાડીમાં કુદીને અદશ્ય થઇ ગયો. હું એને ઓળખી ગયો. એ બાલુંનો મિત્ર હતો. અમે ગયા જન્મે આ જંગલમાં ખુબ રખડ્યા હતા. ઘણીવાર હું એના પર સવારી પણ કરતો. બાલુ જયારે એના પર સવારી કરીને ચિલમ પીતો ત્યારે ગર્વથી કહેતો જો વરુણ મારા શિવ વાઘામ્બર પર બેસીને ચિલમ પીવે છે અને હું દીપડા પર બેસીને ચિલમની મજા લઉં છું.

વિવેક અને કદંબ હજુ એકબીજા સાથે ભીડેલા હતા બંને ગ્રંટીગ, ગુસ્સેલ, થાકેલ, પરસેવો વળેલ અને લોહીથી રંગાયેલ હતા.

કદંબ ખૂંખાર ભેડીયાની જેમ એક પછી એક લોંગ બ્લેડના વાર કર્યે જતો હતો. વિવેક ક્યારેક ડોડગ કરીને તો ક્યારેક એકાદ સ્ટેપ પાછળ ખસીને, ક્યારેક જંપ કરીને તો ક્યારેક ક્રોચ કરીને પોતાની જાતને બચાવી રહ્યો હતો. કદંબના વારની તીવ્રતા કોઈ રાક્ષસી હથોડા જેવી હતી. મેટલ સાથે મેટલના અથડાવાના અવાજથી જંગલ ગરજી રહ્યું હતું.

શ્લોક ભલે દેખાવમાં ચોકલેટી બોય લાગતો હતો પણ એ લડવામાં એવો જ કાબિલ હતો. સાચે જ જાણે જેસલમેરમાં શુટિંગ પર નથી જઇ રહ્યા એ વાક્ય એના અભિમાની મન ઉપર અસર કરી ગયું હોય અને અમને બતાવી દેવા માંગતો હોય કે ના એ માત્ર શુટિંગ કરવા કે ગર્લફ્રેન્ડ બનાવવામાં જ નહિ પણ લડવામાં પણ આગળ છે. કદાચ મેં એના લેધર જેકેટ અને સાઈડ પોકેટવાળી જીન્સમાં એને પહેલી વાર જોયો ત્યારે મેં એને અંડરએસટીમેન્ટ કર્યો હતો. એ મણી વિનાનો નાગ હતો છતાં એવી રીતે લડી રહ્યો હતો જાણે એ કોઈ મણીધારી નાગ હોય. એ તેના સામે લડી રહેલ શિકારી પર ભારી પડી રહ્યો હતો.

વિવેકની તલવાર હવાને ચીરતી વીંઝાઇ રહી હતી પણ કદંબ એનો ગુરુ હતો. કદાચ કદંબ પાસેથી એણે હજુ પુરા પેતરા ન શીખેલ હોય એમ કદંબના ઘા ખાળવામાં એ પાછો પડી રહ્યો હતો. એક બાદ એક ઘા સાથે એ પાછો હટી રહ્યો હતો. વિવેકની શોર્ટ બ્લેડના ઘાની કદંબ પર કોઈ અસર થતી ન હતી કેમકે તેણે મેજિક આર્મર સમન કર્યું હતું. લડાઈ દરમિયાન એકાએક એના શરીર પર એક બખતર આવી ગયું હતું જે એને દરેક ઘાથી સલામત રાખતું હતું.

કદંબે લડવામાં છળનો ઉપયોગ કર્યો હતો. તે જાણતો હતો કે વિવેક આર્મર સમન કરતા શીખેલ નથી એ આર્મર સમન નહી કરી શકે માટે એણે પોતાની રક્ષા માટે આર્મર સમન કર્યું હતું જે તેના ચહેરાને રાઉન્ડ હેલ્મ સાથે સાપના ચહેરા આકારના ફેસ ગાર્ડ વડે સલામતી આપી રહ્યું હતું જયારે ખભાના ભાગે ચેન મેઈલ અને પ્લેટનો ઉપયોગ થયેલ હતો. એ ચેઈન મેઈલ સાથે અથડાઈ વિવેકના દરેક ઘા નકામા થઇ જતા હતા. તેના અપર આર્મ મજબુત સોલ્ડર પ્લેટથી સુરક્ષિત હતા જયારે કદંબની છાતીનો ભાગ લેયર્ડ મેટલ રેરબ્રસીસ વડે સલામત હતો. રેરબ્રસીસ તેના શોલ્ડર પ્લેટ સાથે જોડાયેલ હતા.

બ્રેસ્ટ પ્લેટ જે નાના લોખંડના પીસથી બનેલ હતી એ ભેદવી અશકય હતી. વિવેકે તેના પેટના ભાગ પર વાર કરવાનો પ્રયાસ કરી જોયો પણ એ નિષ્ફળ રહ્યો કેમકે મજબુત ચેઈન મેઈલ એના એબડોમેનને સેફ કરતી હતી. એકંદરે કદંબ એ આર્મરમાં કોઈ મેટલથી બનાવેલ ટાવર જેવો લાગી રહ્યો હતો અને એ આર્મર એને એક લોખંડી ટાવર જેટલી મજબૂતાઈ આપી રહ્યું હતું. વિવેક પાસે એની પર વાર કરવાનો કે એના શરીર પર જખમ કરી શકાવનો કોઈ ચાન્સ ન હતો.

એકાએક કદંબે એક સર્કલમાં તલવાર વીંઝી અને એનાથી બચવાના પ્રયાસમાં મેં વિવેકને જમીન પર ફસડાઈ પડતા જોયો. કદંબ એ જ ક્ષણની રાહ જોઈ રહ્યો હોય એમ પોતાની લોંગ બ્લેડ ઊંચકી અને વિવેક પર ઘા કરવાની તૈયારી કરી પણ એ જ ક્ષણે વિવેક ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો. કદંબ જો એક મદારી હોત તો એને એ ટ્રીકમાં ફસાવી ન શકાયો હોત પણ કદંબ સાચો મદારી હતો જ નહિ. એ ક્યારેય મદારી બની જીવવા ઈચ્છતો જ ન હતો એને ભગવાન બનવું હતું અને કદાચ એની એ લાલશા જ એને ભારે પડી. એ વિવેક અને સેજલે ભેગા મળી રમેલી એ ટ્રીક સમજી ન શક્યો. એ પોતાની સ્વોર્ડ હવામાં જ રોકી રાખી એને એમ જ ઉગામી રાખી વિવેકને શોધવા આમ તેમ જોવા લાગ્યો.

હું સમજી ગયો વિવેક ત્યાજ હશે. કદંબ જાદુગર હતો અને લડવા માટે છળનો પ્રયોગ કરી રહ્યો હતો. પિતાજીએ કહ્યું હતું એ મુજબ ઝેરનો તોડ ઝેર જ છે એ હકીકત મુજબ વિવેક પણ જાદુગર હતો એણે ચેઈન મેઈલ સાથેના આર્મરમાં સુરક્ષિત કદંબને માત કરવા માટે છળનો જ પ્રયોગ કર્યો. વિવેક ત્યાં જ જમીન પર હતો માત્ર સેજલે એને અદ્રશ્ય બનાવી નાખ્યો હતો. સેજલ - નંબર સિક્સ એમાં એ હુનર હતું એ પોતે અદ્રશ્ય થઇ શકતી હતી અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને પણ અદ્રશ્ય બનાવી શકતી હતી.

કદંબની આંખો વિવેકને શોધી શકે એ પહેલા એણે પોતાના ગળા પર અદશ્ય રસ્સી વીંટળાઈને ટાઈટ થતી અનુભવી. વિવેકે અદશ્ય રહીને જ ગોલ્ડન યાર્નનો ઉપયોગ કરી લીધો હતો.

વિવેક ફરી અમારી આંખો સામે દ્રશ્ય થયો ત્યાં સુધીમાં એની ગોલ્ડન યાર્ને કદંબના ગળા પર એક અજગરની જેમ ભરડો લઇ ચુકી હતી એ શ્વાસ લેવા માટે સ્ટ્રગલ કરવા લાગ્યો પણ વિવેક એટલો દયાળુ ન હતો. એ રસ્સીને વધુને વધુ ટાઈટ બનાવ્યે જ ગયો.

“નંબર નાઇન હજુ મળ્યો નથી, એને મારીશ નહિ વિવેક..” કોઈ ફેઈરી એના એર પોર્ટલમાંથી બહાર નીકળી આવે તેમ સેજલે અમારી સામે મટીરીયાલાઈઝ થઈ.

“નંબર નાઈન ક્યાં છે?” વિવેકે ગોલ્ડન યાર્ન પરની પોતાની પકડ ઢીલી કરતા પૂછ્યું.

“ભેડાઘાટ પરની વુડ કેબીનમાં... એ ત્યાં લાકડાની કેબીનમાં છે.” કદંબે માંડ શ્વાસ મેળવતા કહ્યું.

“એ જ કેબીનને જ્યાં તારા શિકારીઓ નયનાને બરબાદ કરવા ઇચ્છતા હતા?” વિવેકે કહ્યું અને કદંબ કઈ જવાબ આપે એ પહેલા વિવેકની આંખોની લાલાશ વધી. હું એના મનને મહેસુસ કરી શકતો હતો એને ગઈ વખતે ભેડાઘાટ પર શું થયું એ યાદ આવી રહ્યું હતું એના મનમાં તપન અને મોનિકાના મૃત્યુના દ્રશ્યો ધુમરી લઇ રહ્યા હતા. વિવેકની ગોલ્ડન યાર્ન પરની પકડ મજબુત થઇ અને કદંબની ગરદન વધુ દબાણ સહન કરવા ન માંગતી હોય એમ એક તરફ નમીને ઢળી ગઈ.

વિવેકે પોતાની ગોલ્ડન યાર્ન વાળીને જીન્સ પોકેટમાં મૂકી. કદંબ નામનો દુષ્ટ મદારી એ જંગલ માટે ભૂતકાળ બની ગયો હતો. એનું શબ એ જ જંગલમાં પડ્યું હતું જે જંગલમાં એણે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા હતા.

“નયના ક્યા છે..?” વિવેકે સેજલ તરફ જોઈ પૂછ્યું.

“એ તારા પપ્પા સાથે સલામત છે.. તારા પપ્પા મારા સાથે જ હતા. શ્લોક અને નીકુલ જયારે કદંબને ઉલજાવી રહ્યા હતા ત્યારે અમે નયના પાસે પહોચી ગયા હતા.” સેજલે જવાબ આપ્યો.

“કિંજલ અને તેની મમ્મી.. એ બંને દુષ્ટ નાગિનો તારા રસ્તામાં ન આવી..?” વિવેકે ફરી સવાલ કર્યો.

“આવી હતી પણ એમને હું કે મારુ હથિયાર કઈ પણ દેખાયુ નહિ. અફસોસ એમને કોણે માર્યા અને ક્યાં હથિયારથી માર્યા એ જાણવાનો પણ એમને મોકો ન મળ્યો..” તે ખભા ઉછાળીને એ રીતે બ ઓલી જાણે ખરેખર તેણીએ કિંજલ અને તેની માને અજાણતા જ ન માર્યા હોય?

“એમનો એ જ અંજામ થવો જોઈતો હતો..” વિવેક હસ્યો.

“ટ્રેનનો સમય થઇ ગયો છે.. આપણે ફરી એ જ સ્થળે પહોચવું જોઈએ જ્યાંથી આપણે જંગલમાં દાખલ થયા હતા.” શ્લોકે કહ્યું.

“શ્લોક, સેજલ, નીકુલ તમે ત્યાં પહોચી જાઓ, હું અને કપિલ નંબર નાઈનને શોધવા ભેડા પર જઈએ છીએ..” વિવેક સૂચનાઓ આપવા લાગ્યો.

“તને કેમ એવું લાગે છે કે તું જ બોસ છે?” શ્લોક ચોકલેટી બોય હતો એ હીરોની સ્ટાઈલ બતાવ્યા વિના રહી ન શક્યો.

“ત્યાં કોઈ જોખમ હોઈ શકે.” વિવેકે કહ્યું.

“હા, તો હું પણ કઈ જેશલમેરમાં શુટિંગ કરવા નથી આવ્યો. હું લડવા આવ્યો છું.”

“દેખ શ્લોક, મારા માટે દરેક નાગની રક્ષા કરવી એ મારો ધર્મ છે જે કોઈ પણ નંબર નાઈનને કેદ રાખી શકતું હશે એની સામે તું કે નીકુલ બેમાંથી એક પણ લડવા કાબીલ નથી કેમકે તમારા બંનેની ભેગી મળીને જે શક્તિઓ છે એનાથી પણ વધુ શક્તિ એકલા નબર નાઈનમાં છે છતાં જો એને કોઈએ બંદી બનાવીને એક વુડન કેબીનમાં રાખ્યો હોય તો એ કોઈ સામાન્ય વ્યક્તિ નહિ જ હોય.” વિવેકે શ્લોકને સમજાવવા લાગ્યો.

“હા, શ્લોક વિવેકની વાત સાચી છે.” સેજલે વિવેકની તરફેણ કરી.

“પણ એના સામે લડવું તારા અને કપિલ માટે પણ મુશ્કેલ હશે ને? આપણે બધા ભેગા મળીને જઈએ તો..?” શ્લોક હજુ પણ જીદ છોડતો નહોતો.

“હું જાણું છું તું મદદ કરવા માંગે છે પણ આપણે પ્લાન ન બદલી શકીએ.. ત્યાં જે પણ વ્યક્તિ હશે જે બધા નાગને ત્યાં ઝાળમાં ફસાવવા માંગતો હશે એમ મને લાગી રહ્યું છે કેમકે એણે કદંબથી દુર ભેડાઘાટ પર એકલા નંબર નાઈન સાથે રહેવાની કોઈ જરૂર હોય એમ મને નથી લાગી રહ્યું. આપણે પ્લાન મુજબ ચાલવાનું છે ભલે અમે આવીએ કે ન આવીએ તમારે એ ટ્રેનમાં નીકળી જવાનું છે કેમકે મુખ્ય ચહેરો કોણ છે એ ખબર નથી પણ એ એના ગંદા ઈરાદામાં સફળ ન જ થવો જોઈએ. બધા નાગ અને નયનાને અહીંથી સલામત લઇ જવાની જવાબદારી હું તને સોપું છું.”

આખરે વિવેકની સમજુતી શ્લોક અને સેજલ બંનેને યોગ્ય લાગી. નીકુલ, શ્લોક અને સેજલ નક્કી કરેલ સ્થળ તરફ ગયા અને અમે એમને અલવિદા કહી ભેડા ઘાટ તરફ આગળ વધ્યા.

*

“આપણે કોઈ પ્લાનની જરૂર પડશે. દુશ્મન કોણ છે એનો આપણને અંદાજ નથી.” વિવેકે ભેડા ઘાટ તરફ જવાના રસ્તે ચાલતા કહ્યું.

“કોઈ પ્લાન છે તારી પાસે.?” મેં પૂછ્યું કેમકે પ્લાન બનાવવામાં એનું મગજ માહિર હતું. વિવેકે જે પ્લાન બનાવી મણી પાછું મેળવ્યું હતું એ પ્લાન બનાવવો કોઈ ખાવાના ખેલ જેટલું આસાન કામ ન હતું. એ પરફેક્ટ પ્લાન હતો જેને સમજવામાં કદંબ જેવો અવલ્લ નંબરનો જાદુગર પણ થાપ ખાઈ ગયો હતો.

“હા, છે આપણે ભેડા પર એ રસ્તેથી જઈએ જે રસ્તેથી કોઈના આવવાની કલ્પના પણ દુશ્મને નહિ કરી હોય.”

“ખીણ ના રસ્તે..?”

“હા..”

અમે દુશ્મને ધાર્યું પણ ન હોય એ કરવા જઇ રહ્યા હતા. કદાચ દુનિયામાં કોઈએ એ કારનામું કરવાની કલ્પના પણ નહી કરી હોય.

***