મર્ડર@રિવરફ્રન્ટ 36
રાજલની લાખ કોશિશો છતાં એ સિરિયલ કિલર ડીસીપી રાણા પર હુમલો કરવામાં સફળ રહ્યો..પણ રાજલની ચાલાકીથી હત્યારા નું નિશાન ચુકી ગયું અને ડીસીપી રાણા બચી ગયાં.. ડીસીપી રાણા એ સિરિયલ કિલર નું રહસ્ય જાણતાં હોવાની જાણ થયાં બાદ રાજલ કોઈપણ ભોગે ડીસીપી રાણા ને બચાવવા માંગતી હતી..ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ એ હત્યારો નીકળી પડ્યો હતો ડીસીપી રાણા ની હત્યા કરવાં.
VS હોસ્પિટલમાં માં અત્યારે ડીસીપી રાણા ને રખાયાં હતાં એ ત્રીજા માળ પર વીસ-પચ્ચીસ પોલીસ કર્મીઓ હાજર હતાં.આ ઉપરાંત હોસ્પિટલનાં દરેક એન્ટ્રન્સ પોઈન્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો..રાજલ ની સાથે બીજાં બે ઇન્સ્પેકટર પણ એની મદદ માટે ત્યાં હાજર હતાં.
કોઈ વ્યક્તિ ને અત્યારે ચેક કર્યાં વગર હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં નહોતો આવી રહ્યો..હાલ તો માણસ તો શું કોઈ નાનકડાં પક્ષીનું પણ હોસ્પિટલની અંદર આવવું અશક્ય જ હતું..રાજલ વારંવાર ડીસીપી રાણા ને જ્યાં રાખવામાં આવ્યાં હતાં એ રૂમ ની અંદર જોઈ આવતી.. રાજલ થોડી પણ ચૂક રહી જાય એવાં મૂડમાં નહોતી એટલે ડીસીપી રાણા નાં દર કલાકે રેગ્યુલર ચેકઅપ માટે જે ડોકટર અને નર્સ આવતાં એમની પણ રાજલ પૂરતી તપાસ કરતી અને પછી જ એમને રૂમની અંદર જવા દેતી.
રાજલ આગળનાં દિવસે એક મિનિટ પણ સૂતી નહોતી અને આજે રાત પણ એને ખડેપગે ત્યાં હાજર રહેવું પડયું હતું..જે ખરેખર તો થકવી નાંખનારું હતું..પણ રાજલ માટે એનાં કાર્ય અને ફરજ થી વિશેષ કંઈપણ નહોતું..પોતાની ફરજ માટે તો રાજલ ઊંઘવાનું અને જમવાનું પણ ના મળે તો પણ ફરજથી સહેજ પણ ચુકે એમ નહોતી.
રાતનાં બાર વગવામાં પાંચ મિનિટ વાર હતી..અને હોસ્પિટલમાં હાલ તો નીરવ શાંતિ પ્રસરી ચુકી હતી..રાજલે ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીઓ માટે ચા-નાસ્તો ઓર્ડર કર્યો..કેમકે રાજલ જાણતી હતી કે ત્યાં હાજર પોલીસકર્મીઓને સાંજે જમવાનો પણ સમય નહોતો મળ્યો..પોતાનાં હાથ નીચે કામ કરનારાં દરેક પોલીસકર્મીનું ધ્યાન રાખવું એ પણ રાજલ ની ફરજ નો હિસ્સો હોય એવું રાજલ સ્પષ્ટ પણે માનતી હતી.
ચા-નાસ્તો કર્યાં બાદ હોસ્પિટલમાં હાજર બધાં પોલીસકર્મીઓ પુનઃ ઉત્સાહમાં આવી પોતાનાં કાર્ય પર લાગી પડ્યાં..રાજલ ત્યાં હાજર બંને પોલીસ ઇન્સ્પેકટર ને થોડો સમય ધ્યાન રાખવાનું કહી વોશરૂમ ગઈ..રાજલ ની આંખો અત્યારે સતત જાગવાનાં લીધે બળી રહી હતી..એટલે આંખોને રાહત મળે એ હેતુથી રાજલે વોશબેઝિનનો નળ ખોલી એમાંથી આવતાં ઠંડા પાણી વડે પોતાની આંખો ધોઈ..ઠંડા પાણી થી આંખો ધોતાં રાજલને ઘણીખરી રાહત પ્રાપ્ત થઈ રહી હતી.
રાજલે પાણી થી ભીંજાયેલો પોતાનો ચહેરો હાથરૂમાલ વડે લૂછતાં લૂછતાં વોશબેઝિન ની ઉપર રહેલાં મિરર તરફ નજર કરી..રાજલ ને પોતાનો થાકેલો અને તણાવગ્રસ્ત ચહેરો જોઈને હસવું આવી ગયું અને એ મનોમન બોલી.
"અત્યારે તો નકુલ પણ મને જોઈ જાય તો ડરી જાય.."
નકુલ ની યાદ આવતાં રાજલે નકુલ ને કોલ કરવાનું વિચાર્યું..પહેલાં તો આટલી મોડી રાતે કોલ કરવો ઉચિત નહીં રહે એમ માની રાજલે એકવાર તો નકુલ ને કોલ કરવાનો વિચાર પડતો મુક્યો..પણ દિલ કહી રહ્યું કે રાજલ તું નકુલ ને કોલ કર..એ પણ તને ખૂબ યાદ કરતો હશે..આખરે દિલનું માની રાજલે નકુલ ને કોલ કરી જ દીધો.
"હેલ્લો મહોતરમા..આટલી મોડી રાતે આમ અચાનક કોલ..?"રાજલનો કોલ રિસીવ કરતાં જ નકુલ એનાં આગવા અંદાજમાં બોલ્યો.
"હા યાર..તને યાદ કરતી હતી તો થયું લાવ કોલ કરી જ લઉં.."રાજલ હસીને બોલી.
"સારું કર્યું..હું પણ તને ખૂબ યાદ કરતો હતો..પણ તું અત્યારે પેલાં રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં લીધે પરેશાન હશો..અને વ્યસ્ત પણ હોઈશ માટે મેં તને કોલ ના કર્યો બકુ.."નકુલ બોલ્યો.
"ઓહો..જનાબ અમને યાદ પણ કરે છે..?"રાજલે નકુલ ને ચીડવવા કહ્યું.
"હા બહુ જ..મન થાય છે કે ત્યાં આવી જાઉં.."નકુલ બોલ્યો.
"હા હો..હવે થોડો કંટ્રોલ...બસ એ સિરિયલ કિલર પકડાઈ જાય પછી તરત જ ઘરે આવું છું મહેસાણા.."રાજલ બોલી.
"અરે હવે કેમ છે ડીસીપી સાહેબને..?"નકુલે સવાલ કર્યો.
"હાલ તો એમની હાલત સુધારા પર છે..હું એમની સુરક્ષા માટે હોસ્પિટલમાં જ છું.."રાજલ બોલી.
"સારું તો હવે તું તારાં કામમાં ધ્યાન આપ..પણ મારી એક સલાહ ધ્યાનમાં રાખજે..કે ઘણીવાર કોઈ તમને છેતરતું હોય તો એને મૃગજળ બતાવવું પડે.."નકુલે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
રાજલ બે ઘડી તો નકુલ દ્વારા કહેવામાં આવેલી વાતનું મનોમંથન કરતી રહી..અચાનક એને સમજાયું કે નકુલ જે કહી રહ્યો હતો એને અમલમાં મૂકવું જોઈએ.
"હા રાજલ..એમ જ કર.."અરીસામાં પોતાનાં પ્રતિબિંબ તરફ જોતાં બોલી.
મનમાં અચાનક પ્રગટ થયેલાં વિચારને રાજલે ત્યાં હાજર બે પોલીસ ઇન્સ્પેકટર અને ફરજ પર હાજર ડોકટર મુકુંદ ની સહાયતાથી અમલમાં મુક્યો.આ બધી માથાકૂટ માં રાતનાં બે વાગી ચુક્યાં હતાં..બધાં પોલીસકર્મીઓ હવે ઝોકે ચડી રહ્યાં તો હતાં પણ મહાપરાણે પોતાની જાતને ભુલથી પણ એમાંથી કોઈ સુઈ ના જાય એ બાબતથી રોકી રહ્યાં હતાં.રાજલ વારંવાર બધાં જ પોલીસકર્મીઓ ને ફરજ નિભાવવા માટે ઉત્સાહ આપી રહી હતી.
************
એકતરફ એસીપી રાજલ ડીસીપી રાણા ની સુરક્ષા માં લાગેલી હતી તો બીજી તરફ ડીસીપી રાણા ને પોતાની માં ની મોત માટે જવાબદાર માનતો રિવરફ્રન્ટ સિરિયલ કિલર ડીસીપી નાં બચી જવાથી ગુસ્સે ભરાઈને જડબેસલાક પોલીસ સુરક્ષા હોવાં છતાં ડીસીપી ને મોત ને ઘાટ ઉતારવા નીકળી પડ્યો હતો.
એ હત્યારાને ખબર હતી કે હોસ્પિટલમાં સરળતાથી પ્રવેશ કરવો તો શક્ય નહીં જ હોય કેમકે ડીસીપી રાણા સિરિયલ કિલરની અસલી ઓળખ જાણી ગયાં છે એ વાતથી વાકેફ અમદાવાદ પોલીસ કોઈપણ ભોગે ડીસીપી રાણા ને ઉની આંચ આવવાં દે એ શક્ય નહોતું..આટલી સઘન સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં પ્રવેશ કરવો એ મોત ને નિમંત્રણ આપવાં બરાબર હતું..આમ છતાં પોતાનાં જીવ ની પરવાહ કર્યાં વગર એ ખૂંખાર હત્યારો નીકળી પડ્યો હતો પોતાનાં અધૂરાં મૂકેલાં કાર્ય ને અંજામ આપવાં.
હોસ્પિટલમાં પ્રવેશવાનાં દરેક રસ્તા ઉપર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત હોવાથી એ હત્યારા એ હોસ્પિટલમાં પ્રવેશવા માટે એક જોરદાર યુક્તિ આજમાવી..રાતનાં બે વાગી ગયાં હોવાથી રિવરફ્રન્ટ રોડ ઉપર સાધનો ની અવરજવર નહીંવત હતી..અને ત્યાં કોઈ વધુ લોકો મોજુદ નહોતાં.. હવે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી એ હત્યારા એ VS હોસ્પિટલમાં પ્રવેશવાનો નુસખો આજમાવ્યો.
સૌપ્રથમ તો એ હત્યારો VS હોસ્પિટલનાં પાછળનાં ભાગમાં પોતાની બાઈક ને વ્યવસ્થિત મૂકી આવ્યો..જેથી જરૂર પડે ત્યારે ભાગવામાં સરળતા રહે..બાઈક ને વ્યવસ્થિત પાર્ક કરી એ હત્યારો પંદર મિનિટ જેટલું ચાલીને રિવરફ્રન્ટ આવી ગયો.
એ શાંતિથી થોડો સમય ત્યાં બેસી રહ્યો..પોતે આગળ શું કરવાનો હતો એ વાતથી વાકેફ એ હત્યારો બિલકુલ શાંત બની બેઠો હતો..એવામાં કોઈ વ્યક્તિ બાઈક લઈને ત્યાંથી પસાર થતો એને માલુમ પડ્યો..જેવો એ બાઈક સવાર એ હત્યારા ની રેન્જ માં આવ્યો એ સાથે જ એ હત્યારા એ પોતાનાં જોડે રહેલી સાયલેન્સર લગાડેલી રિવોલ્વરમાંથી એક બુલેટ બાઈક નાં ટાયર પર ચલાવી દીધી..આમ થતાં એ બાઈકસવાર નું બેલેન્સ બગડ્યું અને એનું બાઈક વીસેક મીટર સુધી સ્લીપ થતાં થતાં રોડ ની જોડે રહેલાં ફૂટપાથ ને અથડાયું.
એ અજાણ્યો બાઈક સવાર દર્દથી પીડાતો રોડ ઉપર પડ્યો હતો..એનાં હાથ-પગ ઘણાં છોલાઈ ગયાં હતાં..અને માથે પણ ફૂટપાથ ની કિનારી વાગતાં ઊંડો ઘા પડ્યો હતો જેમાંથી દડદડ કરતું લોહી વહી રહ્યું હતું..આ જોઈ એ હત્યારો ફટાફટ એ ઇજાગ્રસ્ત બાઈકસવાર જોડે આવ્યો..હજુ એ બાઈકસવાર ભાનમાં હતો એ જોઈ એ હત્યારા એ પોતાનાં હાથ નું દબાણ એ ઇજાગ્રસ્ત બાઈકસવાર નાં કાનની પાછળની નસ ઉપર આપી એને બેભાન કરી દીધો.
બાઈકસવાર ને બેહોશ એ હત્યારા એ પોતાનાં શરીર પર પણ એ બાઈકસવાર નું થોડું લોહી લગાડી લીધું..ત્યારબાદ એને પોતાનાં પેન્ટ ને પણ ઘૂંટણથી એક નાનકડાં કિચન માં લગાવેલાં ચાકુ ની મદદથી ફાડી નાંખ્યું..એને પોતાની હાલત એવી બનાવી દીધી હતી કે જોનારને લાગે કે એ પણ બાઇકની પાછળ બેઠો હતો.
આટલું કર્યાં બાદ એ સિરિયલ કિલરે ઇજાગ્રસ્ત બાઈકસવાર નાં ખિસ્સા ફંફોસી એનું વોલેટ અને મોબાઈલ બહાર નિકાળ્યાં.. વોલેટ માં રહેલાં એ વ્યક્તિનું આધાર કાર્ડ હાથમાં લઈ એની ઉપર રહેલું એ વ્યક્તિનું નામ વાંચી વોલેટને પુનઃ એ બાઈકસવાર નાં ખિસ્સામાં મૂકી એ હત્યારા એ મોબાઈલમાંથી 108 નંબર ડાયલ કર્યો અને અહીં એમનું એક્સિડન્ટ થયું છે અને એનો મિત્ર રોનક પરમાર ગંભીર ઇજાગ્રસ્ત થયો હોવાની વાત કરી.
સિરિયલ કિલર જાણતો હતો કે અહીંથી VS હોસ્પિટલ માત્ર બે કિલોમીટરથી પણ ઓછાં અંતરે આવેલી હોવાથી અહીં પડેલાં ઇજાગ્રસ્ત બાઈકસવાર ને લઈને એમ્બ્યુલન્સ સીધી VS હોસ્પિટલ જ જશે..સંજોગો ને કઈ રીતે પોતાની તરફ કરવાં એનું એ સિરિયલ કિલરને જોરદાર જ્ઞાન હતું એ આજે આ ઘટના એ પુરવાર કરી દીધું હતું.
એ વ્યક્તિ નું સાચું નામ માલુમ કરવું,પોતાનાં મોબાઈલની જગ્યાએ એ બાઈકસવાર નો મોબાઈલ વાપરવો આ બધી વસ્તુઓ એ સિરિયલ કિલર માનસિક રીતે વિપરીત સંજોગોમાં પણ કેટલું ગહન વિચારે છે એ દર્શાવતાં હતાં.. થોડું વિચારી એ સિરિયલ કિલરે પોતાની સાયલેન્સર યુક્ત રિવોલ્વર ને ઇજાગ્રસ્ત બાઈકસવાર નાં અંડરવિયરમાં રાખી દીધી..આ પાછળનું કારણ હતું કે ક્યાંક એવું બને કે પોતાનું ચેકીંગ થાય પણ એ જાણતો હતી કે ઈજા પામેલાં રોનક પરમાર નામનાં એ બાઈકસવાર નું ચેકીંગ કોઈ નહીં કરે.
પાંચ મિનિટમાં તો 108 સર્વિસ ની એમ્બ્યુલન્સ VS હોસ્પિટલનાં રસ્તેથી આવતી જોઈ..આ જોઈ એ શાતીર દિમાગ કાતીલે ચહેરા પર દર્દ નાં ભાવ લાવી દીધાં.. અને રોનક નામનાં એ બાઈકસવાર ની નજીક લમણે હાથ દઈને બેસી ગયો.જેવી એમ્બ્યુલન્સ ત્યાં ઉભી રહી અને એમાંથી સ્ટાફ નાં માણસો નીચે આવ્યાં એટલે એ કાતીલ હાથ જોડીને કરગરતાં બોલ્યો.
"મેં જ તમને કોલ કર્યો હતો..મારુ નામ અનુજ છે અને આ મારો મિત્ર રોનક છે..અમારાં બાઈકનું ટાયર ફાટતાં અમે નીચે પડી ગયાં અને રોનકને ગંભીર ઈજાઓ પહોંચી છે..તમે જલ્દી આને નજીકમાં આવેલી કોઈ હોસ્પિટલમાં લઈ ચલો.."
"તમે ચિંતા ના કરશો..તમારાં દોસ્ત ને કંઈ નહીં થાય.."આટલું કહી 108 માં આવેલા સ્ટાફ મિત્રોએ રોનક પરમારને સ્ટ્રેચર ઉપર રાખી એમ્બ્યુલન્સ માં સુવડાવ્યો.
"તમે આગળ ડ્રાઈવર જોડે બેસી જાઓ..આપણે પાંચ મિનિટમાં તો VS પહોંચી જઈશું.."એક સ્ટાફ કર્મચારીએ સિરિયલ કિલરને ઉદ્દેશીને કહ્યું.
"સારું સાહેબ.."આટલું કહી લંગડાતા લંગડાતા એ હત્યારો એમ્બ્યુલન્સ ની આગળ નાં કેબિનમાં જઈને બેસી ગયો..એની એક્ટિંગ એટલી જોરદાર હતી કે આ માટે એને ઓસ્કાર એવોર્ડ આપવો ઘટે.
પાંચ મિનિટની અંદર તો એમ્બ્યુલન્સ VS હોસ્પિટલમાં પ્રવેશી ચુકી હતી..રાજલનાં આદેશ નાં લીધે હોસ્પિટલનાં એન્ટ્રન્સ પર હાજર પોલીસકર્મીઓ એ એમ્બ્યુલન્સ રોકી અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ને પૂછ્યું.
"શું થયું છે..કોણ છે અંદર..?"
"સાહેબ અંદર આ અનુજભાઈ નાં મિત્ર રોનકભાઈ છે..આ બંને નું હમણાં જ રિવરફ્રન્ટ રોડ પર અકસ્માત થયું જેમાં રોનક ભાઈ ને ગંભીર ઈજા પહોંચી છે..તો તાત્કાલિક એમને સારવાર માટે ખસેડવા પડે એમ છે.."108 નો ડ્રાઇવર ઉતાવળમાં બોલ્યો.
"વાંધો નહીં તમે પેશન્ટ ને સત્વરે અંદર લઈ જાઓ..હું ત્યાં સુધી એમનાં આ મિત્ર નું ચેકીંગ કરી લઉં.. ખોટું ના લગાડતાં પણ આ ઓર્ડર છે જેનું પાલન કરવું રહ્યું.."પોલીસ કર્મચારી બોલ્યો.
"અરે સાહેબ વાંધો નહીં.. તમે તમારી ફરજ નિભાવો..હું એમાં મારાથી બનતો સહકાર આપીશ.."આટલું કહી વેશ બદલીને આવેલો એ સિરિયલ કિલર એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરીને પોલીસ અધિકારી જોડે આવીને ઉભો રહ્યો.
એન્ટ્રન્સ પોઈન્ટ પાસે ઉભેલાં પોલીસકર્મીઓએ સિરિયલ કિલર ની તપાસ કરી પણ કંઈ હોય તો મળે ને.
"સાહેબ હવે હું જઈ શકું.."પોતાની તપાસ પૂર્ણ થતાં એ સિરિયલ કિલર બોલ્યો.
"હા તમે જઈ શકો છો..and thanks for co opreting.."એ પોલીસ અધિકારી વિનય સાથે બોલ્યો.
આ સાથે જ એ હત્યારો લંગડાતો લંગડાતો રોનક ને લિફ્ટ મારફતે સ્ટ્રેચર માં સુવડાવી ઉપર લઈ જતાં હતાં ત્યાં પહોંચી ગયો..હવે લિફ્ટમાં વધુ જગ્યા ન હોવાથી હોસ્પિટલ સ્ટાફ નાં લોકોએ સ્ટ્રેચર સાથે સિરિયલ કિલર ને બીજાં માળે જવાનું જણાવ્યું..કેમકે બીજી પ્રોસેસ પૂર્ણ થયાં બાદ 108 માં મોજુદ સ્ટાફ નું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું..આગળ બીજાં માળે આવેલાં ડોકટર અને હોસ્પિટલ સ્ટાફ રોનક ની સારવાર કરશે એ અંગે વાતચીત થઈ ગઈ હતી.
લિફ્ટનો દરવાજો બંધ થતાં જ એ સિરિયલ કિલરે રોનકનાં અંડરવીયર માં છુપાવેલી રિવોલ્વર ફટાફટ બહાર કાઢી પોતાનાં જેકેટમાં છુપાવી દીધી.નીચેથી મળેલાં ડોક્યુમેન્ટ બીજાં માળે રહેલી રીસેપ્શન કેબિનમાં આપતાં જ રોનક પરમાર નામનાં એ કમનસીબ બાઈકસવાર ને હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
રોનકને અંદર લઈ જતાં એ શાતીર દિમાગ ધરાવતાં સિરિયલ કિલરે મનોમન કહ્યું.
"Sorry, દોસ્ત..વગર કારણે તને નુકશાન પહોંચાડવું પડ્યું.."
ત્યારબાદ એ હત્યારો બીજાં માળે આવેલી એ લોબીમાં ચક્કર લગાવતો આવ્યો..અહીં એને જોયું કે સાત-આઠ કોન્સ્ટેબલ ત્યાં મોજુદ હતાં.. હવે ત્રીજા માળે જો લિફ્ટ કે દાદર ચડીને જાય તો એનું ચેકીંગ થશે એ નક્કી હતું..પણ ગમે તે કરી ત્રીજા માળે ડીસીપી રાણા ને જ્યાં રખાયાં હતાં ત્યાં સુધી પહોંચવું જરૂરી હતું..પણ કઈ રીતે..?આ સવાલનો જવાબ શોધતો શોધતો એ હત્યારો બીજાં માળે આવેલાં જેન્ટ્સ ટોઈલેટ માં પ્રવેશ્યો..!
**********
વઘુ આવતાં ભાગમાં.
કઈ રીતે એ સિરિયલ કિલર ત્રીજા માળે પહોંચશે..?રાજલ રોકી શકશે એ સિરિયલ કિલરને ડીસીપી રાણા ની હત્યા કરતાં.?ડીસીપી રાણા કઈ રીતે એ હત્યારાની માં ની મોત નું કારણ હતાં..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન.આર.પટેલ (શિવાય)