Kariyavar - 1 in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | કરિયાવર - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કરિયાવર - 1

' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! '

' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે ખાલી હાથ કઈ રીતે વિદાય કરાય ? ' તેના આંતર મનમાં સવાલ જાગે છે . અનોખીની અરજ સુણી તેની આંખોના ખુણા ભીના થઈ આવે છે . તેના લગ્નનું સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં હતું . માનવ આજ દિવસની કાગડોળે રાહ જોતો આવ્યો હતો . પણ તેના હાથ ખાલી હતા ! આ વાતે તેની આંખોમાં લાચારીના ભાવ સ્ફુટ થાય છે . અનોખીનો મંગેતર મૌલિક તેની પરેશાની કળી જાય છે . તે માનવની નિકટ સરી તેના ખભા પર હાથ મૂકી અત્યંત ભાવુક અદામાં અપીલ કરે છે :

' અંકલ ! આઇ નો . તમારી તબિયત સારી રહેતી નથી . પણ અનોખી તમારી દીકરી છે . તમારી અંદર સદાય તેણે સદૈવ પોતાના ડેડીને નિહાળ્યા છે . તેની લાગણી ખાતર પણ તમારે આ મેરેજમાં હાજરી આપવી જ પડશે ! હું તમારા માટે ખાસ અલગ કારનો બંદોબસ્ત કરીશ ! અને હા તમારી ચિનુર
ચીનુને જરૂર સાથે લાવજો ! '

મૌલિકની વાત સાંભળી માનવ ગર્વની લાગણી અનુભવે છે . તે પોતાની આદત પ્રમાણે અનોખીના માથે હાથ પ્રસારી કહે છે :

' માય ગર્લ ! હું નિઃશંક તારા મેરેજમાં હાજરી આપીશ . મારો શ્વાસ તારા લગ્ન જોવા માટે તો ચાલી રહ્યો છે . હું કોઈ પણ ભોગે તારા મેરેજમાં આવીશ ! ચીનુને પણ જરૂર સાથે લાવીશ ! '

' થેન્ક્સ પૉપ ! ' તેના મોઢે આ સંબોધન સુણી માનવને કંઇક યાદ આવી જાય છે !

અનોખીનું આ સંબોધન માનવને સુખ સાગરમાં ડુબાડી દે છે ! ' પૉપ શબ્દ મૌલિકની આંખોમાં ખુશીના આંસૂ આણે છે . તે જોઈ અનોખી પણ ભાવ વિભોર બની જાય છે . તે પોતાના હાથ રૂમાલ વડે પોતાના મંગેતરના આંસુ લૂછે છે . અને આંખો આંખોમાં જ મૌલિકને સંકેત આપે છે . તેના અનુસંધાનમાં મૌલિક માનવ ભણી પ્રયાણ કરે છે .

' અંકલ ! તમારા માટે ગ્રેટ ન્યૂઝ છે ! તમારા પૈસાની રિકવરી થઈ ગઈ છે !! '

પૈસા મળી ગયાની જાણ થતાં માનવના માથેથી મોટો બોજો ઉતરી જાય છે . ભગવાને પોતાની દીકરીનું પોતાના પૈસે જ કરિયાવર કરવા માટે તેને સમર્થ બનાવ્યો હતો . તે વિચારે તેના હૈયે આનંદની હેલી જાગે છે . તે મૌલિકને ગળે લગાડી અંતઃ કરણ પૂર્વક તેનો આભાર માને છે .

તે જ વખતે માનવની પત્ની અર્ચના ચા નાસ્તાની ટ્રે લઈ બેઠક ખંડમાં દાખલ થાય છે . તે હાથનો અભિનય કરી અનોખીને લાગણી પૂર્વક આગ્રહ કરે છે !

' આજે તો તમને જમ્યા વગર નહીં જાવા દઉં ! '

' નહીં ! આંટી આજે તો તેનો કોઈ અવકાશ નથી . પણ મેરેજ બાદ સૌથી પહેલાં અમે તમારા ઘરે જ જમીશું . મને મારા પોપે કહ્યું છે . તમે રસોઈ ઘણી જ સારી બનાવો છો ! '

અનોખીની વાત સાંભળી માનવની પત્નિનો ચહેરો ખીલી ઉઠે છે .

ચા નાસ્તો પતાવી બંને વિદાય થાય છે .

અને માનવ અતીતની ગર્તામાં સરી પડે છે .

અનોખી સીધી , સરળ પ્રકૃતિ ધરાવતી નિખાલસ ટાઈપ છોકરી હતી . તે પોતાના નામને અનુરૂપ અનોખી , એક્સકલુસીવ હતી . સૌ કોઈને પોતાના જેવા ગણીને ચાલતી હતી . સદાય કાંઈને કાંઈ શીખવા ઉત્સુક રહેતી હતી . આ બદલ માનવ સદાય તેને પોરસ ચઢાવતો હતો .

' અનોખી ! આ દુનિયામાં આપણે ઘણું બધું શીખવાનું છે . તેને માટે આપણી જીંદગીનો પનો ખૂબ જ ટૂંકો છે . બધું તો શીખી શકાય તેમ નથી . આપણે જેટલું શીખી શકીએ તેટલું શીખી લેવું જોઈએ .

અનોખી વયમાં ઘણી જ નાની હતી . છતાં તેણે માનવને ઘણું બધું શીખવાડ્યું હતું . તેણે જ માનવને કમ્પ્યૂટર વિશે ઘણી બધી જાણકારી આપી હતી . આ જ કારણે તે પાછલી વયે પોતાના પગ પર ઉભા રહેવા માટે સમર્થ બન્યો હતો . માનવ તેની પાસેથી કાંઈ ને કાંઈ શીખતો રહેતો હતો . આ બદલ તે નાનમ અનુભવતો નહોતો . અનોખી પણ શીખવાની ધગશ ધરાવતી હતી . માનવે એક વાર અત્યંત સહજ ભાવે કહ્યું હતું :

' અનોખી ! આપણે એક જ બેન્ચ પર બેસતા સ્ટુડન્ટસ જેવા છીએ . '

રુચિ કોઈ ગેરસમજણનો ભોગ બની તેની જિંદગીમાંથી વોક આઉટ કરી ગઈ હતી . તે જ ઘડીએ માનવે મનમાં ગાંઠ વાળી હતી .

' આજ પછી હું કોઈ પણ સ્ત્રી જોડે લાગણીનું ઇનવોલ્વમેન્ટ નહીં રાખું . પણ અનોખીના આગમને , તેના સમર્પિત સ્વભાવે સત્યમને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પાડી હતી .

' આગ સે નાતા નારી સે રિશ્તા ,
કાહે મન સમજ ના પાયા ,

નારી એક આગ જેવી હોય છે . રુચિએ આ વાતનો માનવને પરચો દેખાડ્યો હતો . તેણે બેબુનિયાદી આક્ષેપોની ઝડી વરસાવી માનવની પ્રતિભાને ડાઘ લગાડવાની ગંદી રમત ખેલી હતી . તેની લાગણી જોડે ગંદો ખિલવાડ કરી તેને લોહીના આંસુની લહાણી કરી હતી .

માનવ એક સંવેદનશીલ , નાજુક તેમ જ ભાવુક ઇન્સાન હતો . નારીને સદાય મમતાની , કરુણાની મુરત ગણીને ચાલતો હતો . તે દરેક નારીને દેવી માનતો હતો . પણ રુચિ એક અપવાદ સાબિત થઈ હતી . તેણે પોતાના નાદાન , મતલબી સ્વભાવ થકી માનવના હૈયાને ઊંડી ચોટ પહોંચાડી હતી . તેના ગણતરી ભર્યા વ્યવહારે માનવના હૈયામાં નફરતની લાગણી જગાડી હતી .

અનોખી સાથે તેને શું નાતો હતો ? માનવ કંઈજ સમજી શકતો નહોતો . તેનો નિર્ણય અનોખી પર છોડતા માનવે તેને સવાલ કર્યો હતો .

' અનોખી ! તું આ સ્પર્શને ઓળખે છે ? '

તેના માથા પર હાથ ફેલાવતા કે બી સી ના અમિતાબ બચ્ચનની માફક માનવે તેને સવાલ કર્યા હતા !

' તને કોની યાદ અપાવે છે ? '

' એક ઓફિસ કલીગની ? '

' એક દોસ્તની ? '

' એક ભાઈની ? '

' કે પછી એક પિતાની ? જે સદાય તારી ચિંતા કર્યા કરે છે ? '

એક દોસ્ત , એક ભાઈ , એક પિતા . આ બધા સંબંધો આજની દુનિયામાં કોઈ જ વજૂદ ધરાવતા નથી ! પોતાની દીકરીના અકાળે થયેલા અવસાને તેને પુરી રીતે તોડી નાંખ્યો હતો .

તેની દીકરી મુસ્કાન એક છોકરાને ચાહતી હતી . તે બીજી કોમનો હતો . આ હાલતમાં આ લગ્ન માટે માનવે ઈન્કાર કર્યો હતો . છતાં તે લાચાર હતો . પૈસે ટકે બિલકુલ ઘસાઈ ગયો હતો . મુસ્કાન પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હતી . તેના લગ્ન અન્ય જગાએ થઈ શકે તેમ નહોતા . આ હાલતમાં તે પરિસ્થિતિનો સ્વીકાર કરી તેણે ભાગી જઇ તેના પ્રેમી જોડે લગ્ન કરી લીધા હતા . તેના આ પગલાંથી માનવને તીવ્ર આંચકો લાગ્યો હતો . તેને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો .
તેના મોતે માનવની જિંદગીમાં અંધકારના ઓળા પથરાઈ ગયા હતા . આ હાલતમાં ચીનુની હયાતી, તેનો નિર્દોષ ચહેરો તેને માટે ઓક્સિજનનું કામ કરી રહ્યો હતો . પતિ પત્નીના જીવનનો મકસદ બની ગઈ હતી . મુસ્કાને જે છોકરા પર વિશ્વાસ કરી ઘર સંસાર માંડયો હતો . તે એક નંબરનો ફ્રોડ નીકળ્યો હતો . તે ઓલરેડી પરણેલો હતો . તેણે મુસ્કાન જોડે વિશ્વાસઘાત કર્યો હતો . જેને કારણે તે ઘાતક બીમારીનો ભોગ બની ગઈ હતી . અને નાનકડી ચીનુ પોતાના માતા પિતાને સોંપી આ દુનિયામાંથી વિદાય થઇ ગઇ હતી .

અનોખી એક ગરીબ પરિવારની દીકરી હતી . તેના પિતા શહેરમાં ફાટી નીકળેલા કોમી રમખાણમાં ખપી ગયા હતા . તે માનવની નિર્ધનતા તેમજ તકલીફો , પરેશાનીથી સંપૂર્ણ રીતે વાકેફ હતી . તેણે માનવને પોતાના હૃદયમાં એક પિતાની જગ્યા આપી હતી . તે પોતાના પિતાની નિર્ધનતાથી પણ વાકેફ હતી . તેણે લાગણી તેમજ પ્રેમ સિવાય તેની પાસે કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખી નહોતી . ઓફિસના અન્ય સભ્યો તેનું ધ્યાન રાખતા હતા . તેને વારે તહેવારે ભેટ સોગાદ આપતા હતા , ટ્રીટ પણ આપતા હતા . આ બધું તેને કાળજે વાગતું હતું . તે પોતાની દીકરી માટે કંઈ જ કરી શકતો નહોતો . આ વાતનો તેને વસવસો થતો હતો . તેને ઓફિસના અમુક માણસોની નિયત બદલ શંકા થતી હતી . તે પોતાની જાતને અસલામત ફીલ કરી રહ્યો હતો .
એક વાર અનોખીએ સહજ ભાવે પીઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી . આ વાતની માનવને જાણ થઈ હતી .

તે પોતાની દીકરીની ફરમાયેશ પુરી કરવા માંગતો હતો . પણ પૈસાના અભાવે લાચાર બની ગયો હતો . તેના હાથ ખાલી હતા .

ઓફિસના અન્ય સભ્યે તેની ડિમાન્ડ પુરી કરી હતી , તે જોઈ માનવને તેની ગરીબી પર દાઝ ચઢી હતી તેના દિમાગમાં સંદેહ જાગ્યો હતો .

' શું અનોખી તેની દરિદ્રતા નિહાળી તેને છોડી દેશે ? .
આ સવાલ તેને જંપીને બેસવા દેતો નહોતો !

તે પોતાની દીકરી મુસ્કાન માટે કંઈ જ કરી શક્યો નહોતો . તેની ગરીબી આડે આવી ગઈ હતી . તેને કારણે જ માનવ તેની દીકરીને ગુમાવી દીધી હતી . તેની પાસે પૈસા હોત તો ? મુસ્કાન આજે જીવતી હોત . પણ ભગવાનની કાર્યવાહી સામે ભલા કોઈનું ક્યારે ચાલ્યું છે ભલા ? મુસ્કાનને ખોઈ દીધાં બાદ માનવને સતત એક જ ભય લાગતો હતો . શું તેની ગરીબી મુસ્કાનની માફક અનોખીને પણ છીનવી લેશે ? તેના પ્રત્યેક વર્તનમાં દરેક શબ્દમાં તેને મુસ્કાનની ઝલક નજર આવતી હતી ! એક તરફ માનવ ' અનોખી મારી દીકરી છે ' તે વાતને સતત વાગોળી રહ્યો હતો , પણ બીજી તરફ તેની કંગાલિયત ઓફિસમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી . તેની પીઠ પાછળ ઓફિસનો સ્ટાફ તેના અનોખી પ્રત્યેના લાગણીના સંબંધની ટીકા કરી રહ્યો હશે તે વાતની કલ્પના પણ માનવ કરી શકતો નહોતો !

તેઓ અનોખી અને તેના સંબંધને લઇ કેવી ગૉસિપ કરતા હશે . તે ખ્યાલ પણ માનવના મંનની શાંતિ હણી લેતો હતો . અનોખીએ ના તો કદી માનવ પાસે કોઈ ચીજની માંગણી કરી હતી ના તો કોઇ ફરિયાદ કરી હતી . તે સદાય માનવની તબિયતને લઈને ચિંતીત રહેતી હતી . સતત માનવને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ આપતી હતી .

' તમારી તબિયતનું ધ્યાન રાખજો ! '

આ શબ્દો સતત તેના કાનોમાં પડઘાતા હતા !

તેની આટલી અમથી સીખ માનવને વૈશાખી બપોરની બળબળતી લું માં શીતળ છાંયડી આપવાનું કામ કરી રહી હતી .

અનોખીની દરેક વાતમાં તેને લાગણીનો રણકાર સંભળાતો હતો . માનવે તેના મૃત પિતાની જગ્યા લીધી હતી . તેના પર એક સગા બાપથી પણ વિશેષ હેત રેલાવ્યું હતું .

તે એકલપેટી નહોતી . ખાવાની દરેક ચીજ તે સ્ટાફ સભ્યો વચ્ચે શેયર કરતી હતી . તેના આ સંસ્કાર તેના સાસરિયામાં તેના માન પાન વધારશે . આ વાતની માનવને ગળા સુધી ખાતરી હતી .

અનોખી વીસમી સદીની પેદાશ હતી . એકવીસમી સદીના પ્રારંભથી ઘણું બધું બદલાઈ ગયું હતું . તેવો ઊહાપોહ મચી રહ્યો હતો . અનોખી બહુ જ જલ્દી નવી સદીના રંગમાં રંગાઈ ગઈ હતી . છતાં તે બધાથી ઘણી જ અલગ હતી . આ વાત માનવને રાજીપો બક્ષતી હતી .

તે વિજાતીય પાત્રો સાથે ખૂબ જ આસાનીથી હળી મળી જતી હતી . આ વાત માનવના દિમાગમાં ચિંતા જગાડતી હતી . તેને ભય લાગતો હતો .

તે ખૂબ જ ભોળી તેમજ સાલસ હતી . સૌ કોઈનો સરળતાથી વિશ્વાસ કરી લેતી હતી .

કોઈ તેને લાલચ આપી ફસાવી જશે તો ?

આ સવાલ એક ભય બની સતત તેનો પીછો કરતી હતી !

તેનું મુક્ત માનસ ક્યારેક માનવને અકળાવી દેતું હતું ! તે એક હિન્દી ફિલ્મની નાયિકની હૂબહૂ કાર્બન કોપી સમાન હતી . તે પણ અનોખીની માફક ભોળી , સરળ હ્રદયી તેમજ સંવેદનશીલ હતી . પોતાની જેમ હર કોઈને પોતાના જેવા ભોળા સરળ માનીને ચાલતી હતી . તે કોઈનું જરા જેટલું દુઃખ પણ બરદાસ્ત કરી શકતી નહોતી . કોઈ વિજાતીય હસ્તીને જરા જેટલી પણ ચોટ પહોંચે કે ઘસરકો પડે તો તેની મદદમાં દોડી જતી હતી . તેના આવા સ્વભાવથી કંટાળી જઈને તેનો માં જાણ્યો ભાઈ ક્યાંક ભાગી ગયો હતો .

નાયિકાને પોતાના પરગજુ તેમ જ ભલમનસાઈ ભર્યા સ્વભાવને કારણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો . તે બધું જ ચૂપચાપ સહન કરી લેતી હતી . તેના મુક્ત વર્તાવે તેની જિંદગીમાં અનેક અંતરાયો ખડા કર્યા હતા . તેના મોટાભાઈનું ચોંકાવનારું નિવેદન ' તે આઉટ લાઈન ની છે , સ્વચ્છંદી છે ' , તેના વિવાહ ફોકનું કારણ બની ગયું હતું . તેના જનક પિતા પણ પોતાની દીકરીને બદચલન માંડવા લાગ્યા હતા . આ હાલતમાં નાયિકા પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો .

તે નેકદિલ , પાક દામન હતી . તેની નિર્દોષતા રંગ લાવી હતી . અને આખરે ઘીના ઠામમાં ઘી ઠલવાયું હતું .

અનોખીના દિલમાં કોઈ મેલ નહોતો . તે અત્યંત સંવેદનશીલ તેમ જ ભાવુક હતી . તેના હૈયામાં માનવની જેમ સમગ્ર માનવ જાતિ પ્રત્યે કરુણાનો મહાસાગર ઉમટી રહ્યો હતો . તે એક હમદર્દ હતી , કરુણાની મુરત હતી . તેનો કોઈ પણ શખ્સ લાભ ઉઠાવી શકે તેમ હતો . આ ખ્યાલ માનવને સતત પીડા આપી રહ્યો હતો . મોઢે મીઠા ઓફિસના લોકો પીઠ પાછળ બંનેના સંબંધ વિશે એલફેલ વાતો કરતા હતા . આ વાત માનવને સતત તકલીફ આપતી હતી .

ઑફિસના એક ફંકશનમાં અનોખીએ માનવનો વાંકા વળી ચરણ સ્પર્શ કર્યો હતો . આ વાતે માનવ ખૂબ જ પ્રભાવિત થયો હતો . તેને હરખઘેલા બની અનોખીના માથે હાથ રાખી આશીર્વાદ દીધા હતા . અને જોગાનુજોગ એક મહત્તમ ઘટના બની હતી .

બીજે દિવસે રવિવાર હતો . માનવે તેને ફોન કર્યો હતો . તે જ વખતે એક છોકરો તેને જોવા આવ્યો હતો . ફોન પર તો કોઇ વાત થઈ શકે તેમ નહોતી . પણ બીજે દિવસે ઓફિસમાં પગ મૂકતા સમાચાર આપ્યા હતા !
' પૉપ ! તમારા આશીર્વાદ યથાર્થ સાબિત થયાં છે . ગઈ કાલે તમે મને ફોન કર્યો હતો ત્યારે એક છોકરો મને જોવા આવ્યો હતો . તેના માતા પિતા અને મૌલિક ઘરમાં મોજૂદ હતા . બધાને હું ગમી ગઈ છું . આ મહીંનાની ૨૦ તારીખે અમારા એંગેજમેન્ટ થવાના છે ! '
' આ તો માઈન્ડ બ્લૉઇંગ ન્યૂઝ છે !
' કહી માનવે પુનઃ તેના માથે હાથ રાખી આશીર્વાદ દીધા હતા !

તેની સગાઇના શુભ પ્રસંગે , અનોખીના હાથમાં કવર થમાવતા એક કાપલી દ્વારા પોતાના હૈયાના ભાવોને વ્યક્ત કર્યા હતા .

ખુશી ખુશી કર દો બીદા હમારી બેટી રાજ કરેગી ,
મહલો કા રાજા મિલા કે રાની બેટી રાજ કરેગી ,

' અનોખી ! ઉપર બેઠા તારા ડેડીનો એક મેસેજ, તમારા પરિવારના નામે મોકલ્યો છે ' !

માનવની વાત સાંભળી અનોખીની આંખો ભીની થઇ આવી હતી .

બુફે બાદ માનવે વાયદા પ્રમાણે મૌલિકને ગળે લગાડ્યો હતો . અને ફોટોગ્રાફરે આ સિનારિયો પોતાના કેમેરામાં મઢી લીધો હતો .

વિવાહ બાદ અનોખી તેના સાસરે મુંબઇ બહાર ચાલી જશે તે ખ્યાલે માનવ સૂનમૂન બની ગયો હતો . અનોખીની વિદાયના ખ્યાલે તે બેબાકળો બની ગયો હતો . તેના ચહેરાને જ નહીં પણ તેના મન , હૃદય તેમજ આત્મા પણ ગ્રહણ લાગ્યાની સ્થિતિમાં મુકાઈ ગયા હતા !

અનોખી ઓફિસમાં તેની પડખે જ બેસતી હતી . બંને સાથે હળી મળીને બધા કામ એક ભાગીદારની માફક કરતા હતા ! તેઓ લંચ પણ બાજુ બાજુમાં બેસીને કરતા હતા . સાંજના સ્ટેશન સુધી અનોખીની કંપની માનવ માટે એક ડિવિડન્ડ સમાન હતી . છતાં એક વાત સાફ હતી . એકાદ અપવાદ સિવાય તેઓ કદી એકલા સાથે નહોતા . છતાં ઓફિસમાં ધીમો ગણગણાટ જારી હતો .

રુચિ પ્રત્યે તેને નિષ્પાપ , નિર્વ્યાજ લાગણી હતી . બદલામાં તેની લાગણીની અપેક્ષા રાખી હતી . પણ તેને નાકામી હાથ લાગી હતી .રુચિએ પોતાના સ્વાર્થ ખાતર પતિ પત્ની વચ્ચે ગેર સમજણની દીવાલ ચણી દીધી હતી . આ જ કારણે માનવ અનોખી પ્રત્યેની સંનિષ્ઠ લાગણીનો એકરાર કરી શક્યો નહોતો , તે અનોખીએ બિન માંગે મોતી મિલે ' તે કહેતીને સાર્થક કરી હતી . રુચિએ તેની પત્ની અર્ચનાને પણ તકલીફ આપી હતી . તેણે પોતાનું ધાર્યું ના થતા માનવ પર ગુસ્સો કાઢી તેની વગોવણી કરવામા કોઈ જ કસર છોડી નહોતી .
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશ : )