Mahtvakanksha Na Mayavi Motiyo in Gujarati Motivational Stories by Ridhsy Dharod books and stories PDF | મહત્વકાન્ક્ષા ના માયાવી મોતીઓ

Featured Books
Categories
Share

મહત્વકાન્ક્ષા ના માયાવી મોતીઓ

એક પ્રસિદ્ધ ADVOCATE Co ની ત્યાં આજે સિનિયર ADVOCATE પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતું.

આ ADVOCATE co હાલ માં જ ઘણા મોટા કૅસેસ જીત્યા હતા. અને સફળતા ના એક અનોખા મુકામે હતી. એવોર્ડ્સ પણ લઇ રહી હતી. એટલે એની સાથે જોડાઈ ને કામ કરવું એ Law ઇન્ડુસટ્રી માં લોકો નું સપનું બન્યું હતું. LAW student’s પણ ત્યાં ARTICLESHIP કરવા ખુબ જ ઝંખતા.

આ કંપની ની ખાસિયત એ હતી કે આ કંપની એક પરિણીત જુગલ ચલાવતું હતું. જેમની ઉંમર હજી અંદાજેક ૩૪ ૩૫ વર્ષ ની જ હતી. આ કંપની ટેલેન્ટ, Practicality અને Most Importantly એમના સિદ્ધાંતો થી ચાલતી હતી. એમનું MOTIVE અઢળક પૈસા કમાવાનો નહીં પણ લોકો ને સાચો ન્યાય અપાવવો હતો. આ કંપની ની એક અનોખી POLICY પણ હતી. જે POLICY ને હેઠળ કોઈ પણ ગરીબ RAPE પીડિત દીકરી પાસે થી કોઈ પણ જાત ની ફી લેવામાં નહોતી આવતી પણ એને જરૂરત ની હિસાબે સામેથી પૈસા ની મદત કરવા માં આવતી. જેની માટે એમને કંપની ની અંદર એક ફંડ નું નિર્માણ કર્યું હતું જ્યાં ત્યાંના worker પણ પોતાની હેસિયત થી કોન્ટ્રીબ્યુટ કરતા.

ઇન્ટરવ્યૂ ના દિવસે ત્યાં સારી એવી સંખ્યા માં લોકો આવ્યા હતા. તેમાંના કેટલાક લોકો પાસે તો Multiple ડિગ્રી ઓ પણ હતી. એક અનોખી Competition નું વાતાવરણ માં ભાસ થતો હતો.લોકો એકબીજા ને બીજાઓ ઓ થી શ્રેષ્ઠ સાબિત કરવા મથી રહ્યા હતા અથવા એમ પણ કહી શકાય બીજાઓને પોતાની શ્રેષ્ઠતા હેઠળ નીચા પાડવામાં મથી રહ્યા હતા. પોતાની ડિગ્રીઝ થી, વર્ક એક્સપેરિએન્સ થી, તો કેટલાક પોતાની સાથે રહેલા કંપની ના ડિરેક્ટર ના પર્સનલ રિલેશન થી.

mrs સિયા પારેખ કે જે કંપની ની ડિરેક્ટર અને founder છે અને Mr રિતેશ પારેખ ની પત્ની છે. એ Inteviewee’s ની મુલાકાતે આવે છે અને પોતાની જાત ને Introduce કરે છે. અને એમને જણાવે છે કે એમના ઇન્ટરવ્યુસ એજ લેવાની છે જેની પ્રક્રિયા હવે કેટલીક ક્ષણો માં જ શરુ થવાની છે. લોકો ને Required Candidate માટે ની જરૂરત અને ખાસિયત વિષે જણાવે છે. અને બધા Inteviewee’s ને અહીં આવવા બદલ ધન્યવાદ અને શુભેચ્છા ઓ આપે છે. અને એમને ALL THE BEST કહી પોતાની કેબિન તરફ જાય છે. અને એની સેક્રેટરી ને Inteviewee’s ના curriculum vitae ભેગા કરી ને કેબિન માં આવવાનું આદેશ આપે છે.

અહીં આવેલા Interviewee’s ને mrs સિયા નું આવું અનોખું Approach જોઈને આષ્ચર્ય થાય છે. ઘણા એવા ઓછા લોકો હશે નહીં? જેમને Interviewee’s સાથે આવી રીતે ઇન્ટરવ્યૂ ની પહેલા વાત કરી હશે. એના ચહેરા પર સતત હાસ્ય વેખરાયેલું હતું. અને એની Speeach થી મોટિવેશન મળી રહ્યું હતું. અને કોણ Interviewee’s ને આજ કલ THANK YOU કહે છે ઇન્ટરવ્યૂ આપ્યા બદલ એ પણ ઇન્ટરવ્યૂ આપવાથી પહેલા.આજ કલ તો કંપની ઈંટરવ્યુ પ્રોસેસ માં કંપની ને નહીં પણ લોકો ને કંપની ની જરૂરત છે એ અહેસાસ સતત કરiવા માં આવે છે, જ્યાં આ પ્રતિષ્ઠિત કંપની ની માલકીન એને candidate ની જરૂર છે એ અહેસાસ કરાવી ને ગઈ. જ્યાં જોડાવા માટે લોકો પોતાનીમેળે પડી રહ્યા હતા. mrs સિયા ની secreatary એ બધા ના curriculum vitae Collect કર્યા અને સૂચના આપી કે જયારે તમારું નામ બોલવા માં આવશે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે કેબિન માં જવાનું. ઇન્ટરવ્યૂ પ્રોસેસ ને કદાચિત વાર લાગે એટલે જેમને પણ ભોજન કરવું હોય એ અમાંરી કંપની ની canteen માં જઈને ભોજન કરી શકે છે. કંપની ની canteen માં ઇન્ટરવ્યૂ માટે આવેલા વ્યક્તિ પાસે થી કોઈ ચાર્જ લેવા માં આવતો નથી એમ કહી એ કેબિન તરફ ગઈ.

mrs સિયા એ ઇન્ટરવ્યૂ લેવાના શરુ કર્યા. એક પછી એક બધાને અંદર બોલાવા માં આવ્યા.અંદાજેક આ પ્રોસેસ ને ૫ થી ૬ કલાક લાગ્યા. છેવટે curriculum vitae નું છેલ્લું પાનું જોઈ સિયા ને પણ મન માં હાશકારો થયો. છેલ્લી Interviwee નું નામ હતું Miss રિયા સોની. સેક્રેટરી એ ૩ થી ૪ વાર એનું નામ પોકાર્યું .પણ કોઈ આવ્યું નહીં. એટલે એ બહાર જોવા ગઈ. તો ત્યાં કોઈ જ નહોતું.

"કદાચ એના થી રાહ નહીં જોવાઈ હોય, patience નામ ની વસ્તુ જ નથી લોકો માં આજ કલ, આટલી canteen ની ફેસિલિટી આપ્યા પછી પણ આવું Unprofessional Behaviour" સેક્રેટરી બડબડવા લાગી એ પણ કદાચ થાકી ગઈ હતી.

સિયા ખુબ જ પ્રેમ થી, “Dear હશે કોઈ બીજું કારણ આટલું જલ્દી કોઈની પ્રત્યે Judgemental થવું એ સારું ના કહેવાય. મને ખબર છે તું ખુબ થાકી ગઈ છે. મને તારા પર પ્રોઉંડ ફીલ થાય છે તે એટલું સરસ ઇન્ટરવ્યૂ arrange કર્યા. અને Interviewee’s પણ કેટલા ખુશ હતા. તે એમનું એટલું ધ્યાન રાખ્યું. અને તારા એમના પ્રત્યે સહકાર કાબિલે તારીફ નો છે."

સેક્રેટરી, "આ તો હું તમારા જ પગલે ચાલુ છું, તમારા સિદ્ધાંતો ની છાંટ છે, પણ લોકો ને કદાચ એની કદર નથી થતી જાણે આપણે એમના માટે અહીં ફ્રી બેઠા છીએ. Responsibility નામ ની વસ્તુ હોય કે નહીં?"

સિયા," આજે તું ઘરે જલ્દી જા અને આરામ કર, થાક ના કારણે તું નકામું ચીડ ચીડ કરે છે."

અને હા સાંભળ આ Interviewee ને કોલ કરીને કાલ માટે ની મિટિંગ ફિક્સ કર અને એને બાજુ માં રહેલા CCD માં આવાનું કહેજે. સવારે ૯ વાગ્યે."

સેક્રેટરી થોડુંક ચીડાતા," એને નથી પડી તો તમે કેમ એને સામે થી બોલાવો છો? આપણા પાસે યોગ્ય કેન્ડિડેટસ ની ખામી છે? જોયું નહીં આજે કેટલા લોકો આવેલા એનાથી પણ વધારે શ્રેષ્ઠ અને experienced અને હા Professional ખાસ."

સિયા," એ ઇન્ટરવ્યૂ માટે અહીં આવેલી એટલે ચોક્કસ થી એને જોબ ની જરૂરત તો છે જ. એટલેજ મારા ટેબલ પર એનું curriculum vitae છે.કદાચ વાર લાગતા એ કોઈ ચોક્કસ કારણ થી અહીં થી ઇન્ટરવ્યૂ આપ્યા વગર ચાલી ગઈ હશે બની શકે એની કોઈ મજબૂરી પણ હોય? કે કદાચ ......." આમ બોલતા એ અટકી ગઈ.

સેક્રેટરી, "ok Mam, I will do as u Say. તમે હંમેશા બધા માટે સારું જ વિચારો છો. પણ બધા એ લાયક નથી હોતા." એમ બબડતા એ ત્યાંથી ચાલી ગઈ.

સિયા એ ટેબલ પર રહેલું curriculum vitae ધ્યાનથી વાંચ્યું.

નામ હતું RIYA સોની, Qualification સારું હતું એના year ની Topper હતી.પણ મેર્રિટલ Status Divorcee હતું અને રહેઠાણ નું એડ્રેસ કોઈ સામાન્ય જગ્યા નું હતું. QUALIFICATION આટલું સારું હોવા છતાં Work experience જરાય નહોતું. ફકત આર્ટિકલશીપ જ કરેલી એ પણ ૧૫ વર્ષ પહેલા એની ઉંમર પણ ૩૫ વર્ષ જ હતી. ફોટા પરથી લાગી રહ્યું હતું કે એને ક્યાંક પૈસા ની કઠિનાઈ હોઈ શકે.ચહેરા પર રોનક જરાય દેખાતી નહોતી. એમાં પાસપોર્ટ size ફોટો એટલે હજીય વધારે દુઃખ જેવું દેખાય. સિયા એ ફોટા ને ઝીણી ઝીણી આંખો થી તાકી તાકી ને જોવા લાગી અને સહેજ આંખો ભીની થઇ ગઈ.

રાત પણ થઇ ચુકી હતી.ઓફિસ બંદ કરવાનો સમય થઇ ગયો હતો એટલે રોજ ની જેમ રિતેશ સિયા ની કેબિન માં એને લેવા આવ્યો. અને હંમેશ ની જેમ મઝાક માં,

રિતેશ, "May I Come in Madam?”

રિતેશ ને આવતા જોઈ સિયા એ એની તરફ પીઠ કરીને ઉભી રહી ગઈ

અને કહ્યું યસ

આજે એનું યસ બેહદ ફીકુ હતું અને આ રોજ ની જેમ નહોતું

એટલે રિતેશ કેબિન માં પ્રવેશયો, "શું થયું? ડાર્લિંગ આજે તો તારો ઇન્ટરવ્યૂ સેકશન હતો ને મને તો એમ તું આજે ખુબ ખુશ હોઈશ, કોઈ એ તારા સાથે ગેરવર્તન તો......?" આમ કહેતા એ સિયા પાસે પહોંચ્યો અને એની ભીની આંખો જોઈ.

સિયા પણ રિતેશ ને જોઈ પોતાનો દજ દબાવી ના શકી અને RIYA નું circulative રિતેશ ના હાથ માં આપ્યું.

રિતેશે માં રિયા નો ફોટો જોતા જ સિયા ને બાહો માં લઇ લીધી. આગળ ના સિયા ને કઈ બોલવા ની જરૂર પડી અને ના રિતેશ ને સાંભળવાની.

રિતેશ અને સિયા ના સબં-ધ ની આ એક મોટી ખાસિયત હતી. આ ખાસિયત એમની પ્રોફેશનલ વર્ક માં પણ લોકો ને જોવા મળતી. એમના પ્રેમ અને UNDERSTANDING ને શબ્દો ની જરૂર નહોતી પડતી. એમ તો એમના ARRAING MARRAIGE હતા. પણ એમનું આપસ નું PREM KOI PREM LAGNA KARVA VALA પ્રેમી ઓને પાછળ મૂકી દે એવું હતું.

સિયા ને રાત ના સરખી ઊંઘ નહોતી આવી રહી. એ આજે ભૂતકાળ ની યાદો માં અટવાઈ ગઈ. જ્યાં એ અને રિયા સાથે ભણતા હતા. રિયા સોની એની ખાસ BEST ફ્રેન્ડ. એ ભણવામાં અતિશય હોશિયાર હતી. ખુબજ AMBITIOUS અને TOPPER હતી. દેખાવ માં કોઈ FILM હેરોઇનો ને પણ પાછળ મૂકી દે અને સ્વભાવ માં સખત CONFIDENCE અને વટ.ATTITUDE એનું લોકો ને આકર્ષે એવું હતું. માતા પિતા ની લાડકી હતી. પણ આજે ફોટો પર થી એની સુંદરતા હાસ્ય અને કોન્ફિડેન્સ એ કશું એ દેખાઈ નહોતું રહ્યું.

એ વાત સિયા ને વ્યથિત કરી રહી હતી. એના મન ને એના મન ને દુઃખી કરી રહ્યું હતું. અને રિયા ને ગળે મળવા મથી રહ્યું હતું. પણ કેમ શક્ય છે? રિયા ને મળતા છેલ્લા ૧૫ વર્ષ થયા હતા. એમની છેલ્લી મુલાકાત માં એ બંનેવ વચ્ચે ઝગડો થયો હતો અને મન ભેદ થયા હતા. તે પછી ક્યારેય એમને વાત કરી નહોતી. પણ સિયા ના મન માં એની આ ફ્રેન્ડ માટે ખુબ જ વ્હાલ હતું. એ તેને ખુબ જ યાદ કરતી. ઘણી એ વખત એને રિયા ને સંપર્ક કરવાની કોશિશ કરી પણ એ બન્યું નહિ.અને આજે પણ રિયા ઇન્ટરવ્યૂ માટે આવી પણ એના કારણે જ એ ત્યાંથી જતી રહી એવું એને લાગી રહ્યું હતું. એ વિચારી રહી હતી કે રિયા એને નફરત તો નથી કરતી ને ? પણ એની અત્યાર ની પરિસ્થિતિ નો અંદેશો પણ સારો નહોતો એ શું કરે એ એને સમજાઈ નહોતું રહ્યું.

સવાર પડી રિતેશ સિયા ની વ્યથા ને સારી રીતે સમજી રહ્યો હતો. એને સિયા ને રિયા ની મિત્રતા અને ઝગડા વિષે ના વાત ની જાણ હતી. સિયા ના મન માં રહેલા રિયા પ્રત્યે પ્રેમ નું પણ એને ખ્યાલ હતો. સિયા નો આ નરમ SENSTITIVE અને પ્રેમાળ સ્વભાવ તો એ ખુબ સરસ રીતે જાણતો હતો. રિતેશ એ સિયા ને દિલાસો આપતા કહ્યું,"

રિતેશ, "સિયા, Dear Don’t Take any Tension everything will be fine & my gutssence says today you both will Reunite”.

સિયા, " Thank you Love, I Hope for the same, પણ મને શંકા છે કદાચ એ મારા જોડે વાત કરતા અચકાય. જો મારા ઓબેઝર્વેશન થી એને હમણાં JOB ની સખત જરૂરત હશે તોય કદાચ એવું બને કે એ ના કરે. એનું કારણ હું રહું."

રિતેશ," Don’t worry about this, I have a plan I will take her Interview ok?, એટલે કદાચ એને એવું ના થાય કે આપણે એના પર તારા ફ્રેન્ડ શિપ ના કારણે આવું કરી રહ્યા છીએ."

સિયા, " Sounds Good Idea, I Love you Ritesh, thanks for understanding me.” કહેતા એ રિતેશ ને વળગી પડી.

સિયા અને રિતેશ CCD માં રિયા સાથે ઇન્ટરવ્યૂ લેવા જાય છે. નક્કી કાર્ય મુજબ સિયા અલગ ટેબલ પર બેસે છે જ્યાંથી રિયા એને જોઈ ના શકે. રિતેશ પોતાના ફોને થી સિયા ને વાત સાંભળવાનું નક્કી કરે છે. રિયા ને ૯ વાગ્યા નો સમય આપેલો હોય છે. એ exact એ જ સમયે આવે છે. જે એનામાં Punctuality ની Quality દર્શાવે છે.

રિયા ને આવતા જોઈ સિયા થોડીક આષ્ચર્ય થઇ. એનો અંદાજો ક્યાંક સાચો પણ પડ્યો. રિયા એ એકદમ સિમ્પલ પંજાબી ડ્રેસ પહેરેલો. STYLISH રિયા આજે એકદમ SIMPLE લાગી રહી હતી. એના ચહેરા પર નું નૂર ઓછું થઇ ગયું હતું. ATTITUDE અને કોન્ફિડેન્સ તો ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. એની ચપલ પણ સીવેલી દેખાઈ રહી હતી. એ રિયા દિવસ માં ૩ જોડી બ્રાન્ડેડ જોડા પહેરતી એના પગ માં સીવેલી ચપલ જોતા સિયા ને એની પરિસ્થિતિ ના અંદાજ નો ખ્યાલ પાકો થયો.

ટેબલ પાસે આવતા એ રિતેશ ને

રિયા' " Good Morning Sir, I am Riya Soni, મને અહીં ઇન્ટરવ્યૂ માટે બોલવા માં આવી હતી તમે……?.”

રિતેશ,"હા હું એજ ADVISORY Co નો CO મલિક છું."

રિયા આષ્ચર્ય થી," કો મલિક?".

રિતેશ હસતા," કો મલિક જ કહેવાય ને મારી પત્ની જોડે હું આ કંપની ની માલિકી share કરું છું એટલે."

સાંભળતા જ રિયા હસી પડી.

રિતેશ એ રિયા નું ફોર્મલ ઇન્ટરવ્યૂ શરુ કર્યું . એને law related questions કર્યા. એને એના સારી ડિગ્રી અને topper હોવા છતાં Work experience ના હોવા બદલ પણ પૂછ્યું. અને પછી એને રિયા ને સવાલ કર્યો,

રિતેશ," મને લાગે છે કે તમે મને ઠીક થી ઓળખી નથી? હું SIYA પારેખ નો One and only Husband છું."

રિયા, "એ તો સર આખા શહેર ને ખબર છે. તમારા અને સિયા mam વિષે નુ Business ICON મેગઝીન માં છપાયું હતું. તમારી સફળતા ના ચર્ચાઓ તો ચારે કોર ગુંજે છે. તમારી જોડી PROFESSIONALLY પણ HIT છે."

રિતેશ," તમારી રિસેર્ચ અબિલિટી ને દાદ દઉં કે તમારી યાદશક્તિ ને કમજોર માનું?"

રિયા," એટલે?"

રિતેશ," હું એ જ સિયા પારેખ નો પતિ છું જે તમારી બાળપણ ની પ્રિય સખી છે. જે તમારા COLLEGE માં પણ તમારા સાથે જ ભણતી હતી."

રિયા," OH તો તમે એ સબંધ વિષે વાત કરવા માંગો છો. એ સબંધ ના અંત ને તો દાયકો થઇ ગયો છે. અને હવે એ BUSINESS CELEBRITY બની ગયી છે. હવે અમે ક્યાં સખી રેવાનાં?"

રિતેશ, "સબંધો માં STATUS નહિ LAGANI હોય છે madam, By the way તમે કાલે INTERVIEW આપ્યા વગર જ નીકળી ગયા હતા? એનું કારણ?”

રિયા અચકાતા, "એ એમ હતું કે હમ્મ ......."

સિયા આ વાર્તાલાપ સાંભળી રહી હતી. એનાથી હવે રહેવાયું નહિ.એટલે એ તરત જ ઉભી થઇ ને ત્યાં આવી અને બોલી પડી.

સિયા ગુસ્સા માં," એનું કારણ હું છું એમ ને? રિયા તને મને ઇન્ટરવ્યૂ આપતા શરમ આવી હશે કે એક COLLEGE ડ્રોપ OUT આજે EK TOPPER નો ઇન્ટરવ્યૂ લેશે."

રિયા થોડુંક શરમાતા, "ના સિયા વાત એમ નથી તું ખોટું સમજી રહી છે. મને તારી સફળતા જોઈને અત્યંત ખુશી છે. તું આવું કેમ વિચારે છે? એ તો, એ તો હું ......."

સિયા હવે પોતાની જાત ને રોકી ના શકી અને રડવા લાગી. આટલા વર્ષો નું દુઃખ આજે જાણે બહાર આવ્યું. રાત ની વ્યથા નો અંત થયો. સિયા ની આંખો માં હજીય પોતાની માટે રહેલો પ્રેમ જોઈ રિયા ને પણ આંશુ આવી ગયા. આટલી મોટી હસ્તી બન્યા પછી પણ સિયા એ રિયા ના આગળ દિવસ ના UNPROFESSIONAL BEHAVIOUR ને IGNORE કર્યો અને એને અહીં બોલાવ્યો. એ જોઈ ને રિયા થોડુંક હવે ખુલી ને વાત કરવા લાગી.

રિયા," મને માફ કરજે સિયા, મને તને દુઃખી કરવાનો કોઈ ઈરાદો નહોતો. કે ના કોઈ તારી સફળતા પ્રત્યે ઈર્ષ્યા ભાવ. મને જોબ ની સખત જરૂરત છે. એટલે જ હું ઇન્ટરવ્યૂ માટે આવી પણ, ત્યાં તને જોઈને હું ખુબ જ અચરજ પામી. તું તો ખુબ બદલાયી ગઈ છે. એકદમ હેરોઇન તારૉ કોન્ફિડેન્સ ભર્યો એ Introduction જોઈને એક વખત તો હું Confuse થઇ ગઈ કે આ પાકું તુજ છે ને? તારૉ આ MAKEOVER ખુબ જ સરસ છે. બસ એક વાત નહિ બદલાયી એ છે તારૉ સ્વભાવ અને તારા સિદ્ધાંતો.એ જ સિદ્ધાંતો જેનું હું હંમેશા હાસ્ય ઉડાડતી. અને મને થયું કે કદાચ હું તારી કો માં જોબ કરવાને લાયક નથી રહી. તારા સિદ્ધાંતો ને મેં મઝાક બનવ્યા એને જ તને અહીં પહોંચાડી છે અને મને હું જ્યાં છું ત્યાં."

સિયા," મેં તારા curriculum vitae વાંચ્યું મને જાણ થઇ કે તારા DIVORCE થયા છે. પણ તે મને એક પણ વખત યાદ ના કરી. તે મને તારી તકલીફો ને સમજવાને લાયક ના સમજી?"

રિયા," ના ના એવું કેમ બોલે છે લાયક અને તું? હું તને કયા મોઢે મળવા આવું? મેં તને જે રીતે અપમાનિત કરી હતી એ પછી મારા માં હિમ્મત નહોતી કે હું તારા પાસે થી મદત માગું. તને નઈ ખબર હોય પણ મેં તને ખુબ જ યાદ કર્યો છે." રિયા ની લાગણીઓ પણ હવે વહેવા લાગી.

આ અશ્રુઓ ઓ ના ઝરણાં ઓને રોકવા રિતેશ એ વચ્ચે વાત રાખી.

રિતેશ થોડુંક મઝાક માં ખાસ્તા," ઉહ ઉહ, તમે બને કદાચ ભૂલી ગયા કે હું હજી અહીં જ છું. અને આપણે અહીં ઇન્ટરવ્યૂ માટે મળ્યા છીએ."

રિયા," તમે હજી મને નોકરી આપવા માંગો છો?"

રિતેશ," હા ".

રિયા, "પણ SENIOR ADVOCATE ની POST માટે તો કાલે મારા કરતા પણ શ્રેષ્ઠ CANDIDATE ત્યાં આવેલા. એમને છોડી ને તમે મને શું કામ HIRE કરવા માંગો છો? કદાચ એટલે જ ને કે હું SIYA ની સહેલી છું? "

રિતેશ," હું તમને ના તો એટલે HIRE કરું છું કે તમે સિયા ના સહેલી છો અને ના હું તમને સિનિયર એડવોકેટે માટે HIRE કરું છું. SENIOR એડવોકેટે નું સિલેકશન તો કાલે જ SIYA એ કરી લીધું છે."

એમ એને હાસ્ય ની સાથે પ્રેમ પૂર્વક સિયા ને જોવા લાગ્યો.

રિયા આશ્ચર્ય સાથે," તો?"

રિતેશ એ સિયા ને આંખ મારતા અને હસતા.

રિતેશ," એટલે એમ કે અમારી કંપની માં હજી એક પોસ્ટ ખાલી છે. મારી પર્સનલ Advisor ની. વાત એમ છે કે હવે અમારું કામ વધવા લાગ્યું છે. હું દરેક CASE ને ઉડાન રૂપે રિસેર્ચ કરી શકું એટલો સમય મળતો નથી. અને સિયા પણ એના કામ માં busy હોય છે. એ ઓફિસે સંભાળ સંભાળવા માથી ફ્રી નથી થતી. તમે એક TOPPER રહી ચુક્યા છો. તમારું INTELLECTUAL ખુબ જ સરસ છે. તમારા પાસે EXPERIENCE નથી એમ તમને experience પણ મળી જશે અને મને તમારું INTELLECTUAL"

એમ કહેતા એને રિયા ના હાથ માં JOB OFFER LETTER આપ્યો.

રિયા એ પણ જોબ સ્વીકારી.

રિતેશ," I take a Leave Now I have Important Meeting to Attend. તમે બંનેવ સહેલી ઘણા વર્ષો પછી મળ્યા છો. તમે વાતો કરો.”

એમ કહેતા એ ત્યાંથી જવા નીકળ્યો. અને બે પગ આગળ જઈ એને રિયા ને કહ્યું,

રિતેશ," Can I Expect you at Dinner tonight? at my Home? And Luckly today is My Turn of Cooking. સિયા ની સહેલી ના સબંધે?"

આ સાંભળતા જ સિયા ના હરખ નો પાર નહોતો. એ મનોમન પોતાને નસીબદાર ગણાવા લાગી કે રિતેશ કેમ બધું સમજી લે છે કેટલું આસાન કરી દીધું એને સિયા માટે રિયા સાથે ના સબંધો સુધારવા.અને એની આ ચશ્માં ના ઉપર થી જોઈ ને પૂછવાની style પર એ એના ઉપર હજીયે ફિદા થઇ ગઈ.

રિયા ને પણ રિતેશ ના વ્યવહાર થી આનંદ થયો. સિયા ની દોસ્તી ને એ પણ ઝંખતી હતી એટલે જવાબ માં એને હા માટે માથું હલાવ્યું.

રિતેશ," Oh Great See You soon then.”

એમ કહેતા એને રિયા અને સિયા ની વિદાય લીધી.અને સિયા ને Flykiss કરી એ ત્યાંથી નીકળી ગયો.

રિયા," Dear Siya, You are Lucky to have Husband like Him or I am Confused to Conclude who is more lucky to have you both”.

સિયા હસવા લાગી અને રિયા ને કહ્યું,

સિયા," આ એજ ગરીબ છછૂંદર છે."

રિયા પોતાની જાત પર શરમ અનુભવવા લાગી અને પોતાના કહેલા આ શબ્દો પર ખેદ વર્તાવ્યો.

સિયા,"અરે રે રિયા મને તને શરમ માં મુકવાનો ઈરાદો નહોતો હું તો એમ જ મઝાક કરી રહી હતી. શું આપણે પેલા ની જેમ મઝાક ના કરી શકીએ? એ બધું ભૂલી જા હવે, why don’t we order our favourite choko lava? and have a ગપશપ like before. જો તને વાંધો ના હોય તો?"

રિયા, "ના ના મને શેનો વાંધો? સિયા હું તને કેટલું યાદ કરતી હતી એ હું જ જાણું છું. આજે તારા સાથે મળીને મને અતિશય આનંદ થાય છે. મારા હરખ ને હું વર્ણવી શક્તિ નથી."

સિયા એ વેઈટર ને ઓર્ડર આપ્યો. અને રિયા ને પ્રેમ થી.

સિયા, "રિયા તું પણ બહુજ બદલાઈ ગઈ છે. તારા ડિવોર્સ કેમ થયા? અને તારી આવી હાલત મને માનવા માં નથી આવતી. તું મને જણાવીશ તો સારું રહેશે. તારી આ પરિસ્થિતિ ની ભાપ મને કાલે લાગી ગઈ હતી અને એની વ્યથા એ મને સુવા નથી દીધી."

રિયા," તને વિશાલ સંઘવી તો યાદ જ હશે. જે COLLEGE DAYS માં આપણી સાથે જ હતો. He proposed me on convocation Day. And I thought it will be a Good to say yes. He was rich smart & handsome. & I deserve best. Even he appreciated my Career as I Topped. પણ મેં જે રીતે વિચાર્યું હતું એવું ના બન્યું. લગ્ન પછી મને ખબર પડી કે એ જૂઠો હતો. એમની Reputed Company Bank Corrupt. હતી. મને મારી મરજી થી કઈ કરવા નહોતું મળતું. Even he didn’t Allow me to countinue my career.

ગરીબી મને ફાવતી ના હતી. મારી ક્યારેય આદત જ નહોતી સાદગી માં જીવન વિચારવાની. અને મારા એડવોકેટે બનવાના સપના ઓ પણ વિખરાઈ ગયા. રોજ BMW કાર માં ફરવા વળી આ રિયા BUS માં ફરવા લાગી. મારા કામ કરવાથી એને નાનમ લાગતી કે મોટા ઘર ની વહુ આ રીતે બહાર કામ કરવા ના જાય. મોટા ઘર ની વહુ બસ માં જાય એ ચાલે. લગ્ન પહેલા નો એનો વર્તાવ અને પછી ના વર્તાવ માં જમીન આસમાન નો ફરક હતો. જગડા વધતા ગયા એક દિવસ જયારે એને મારા ઉપર હાથ ઉપાડ્યો ત્યારે આ જગડા ઓનો Permanent અંત મેં લાવી દીધો એને ડિવોર્સ દઈ ને.

અમારા લગ્ન થી મારા પેરેન્ટ્સ ની ના હતી. એટલે હું એમની પાસે પાછી કયા મોઢે ફરું એટલે હવે હું એકલી જ રહુ છું. અને સારી નૌકરી ની તલાશ કરું છું. મારા પાસે વર્ક એક્સપેરિએન્સ નથી એટલે JOB મેળવી મુશ્કિલ બની ગઈ. એક topper આજે એક જોબ માટે આમ તેમ ફરે છે. તું કહે whats your Journey from bahenji to bab? અને તે તું college ડ્રોપ કરી હતી. તે ડિગ્રી ક્યારે લીધી? “

સિયા, "મારા લગ્ન નક્કી થઇ ગયેલા એ તને ખબર છે. તે મને ના પડી હતી લગ્ન મા.ટે ડિગ્રી complete કરવાનું કહ્યું હતું. પણ સાચી વાત એમ હતી કે એ વખત ના સંજોગ માં મારે મારા પિતાજી ની ચિંતા નું કારણ નહોતું બનવું.છોકરો ગરીબ હતો પણ સ્વભાવ સરસ હતો. રિતેશ ની માં પણ ખુબ જ સરસ હતા.લગ્ન ની પહેલા જ રિતેશ એ મને જણાવ્યું હતું કે એમની માં ને કેન્સર છે. એટલે એ વખતે હું ભણી શકું એમ નહોતું. મારા પાપા ની પણ તબિયત ખરાબ રહેતી. એમને મારા લગ્ન એમના જીવતે જીવંત જ થઇ જાય એવી આશા હતી. પાપા એ જ મને ઉછેરી છે. અને માં વગર ની દીકરી ને એ એમજ એકલી મૂકી ને ચાલ્યા જશે એનો ડર એમને સતાવતો રહેતો. અને મને પણ એમ થયું કે રિતેશ ની માં નો પ્રેમ અને સેવા કરવાનો મને અનેરો લ્હાવો મળ્યો છે. ભગવાને મને ક્યાંક માં આપી. મને ખબર છે તને આ વાત ની જ નારાજગી હતી કે એ ગરીબ હતો અને મારુ એડયુકેશન પણ છૂટી ગયું. પણ હું તને એ સેવા ની ખુશી વર્ણવી નથી સકતી.લગ્ન ના એકાદ વર્ષ પછી માં નું દુઃખદ મ્રીત્યું નીપજ્યું. જે આખી જિંદગી હું માં ના વહાલ ને કોશતી એ મને એક વર્ષ માં મળી. રિતેશ ની માં એ મને ખુબ પ્રેમ આપ્યો. માં ના ગુજર્યા પછી હું ઘર માં એકલતા અનુભવવા લાગી.એ હતા ત્યારે એમની સેવા માં સમય ક્યાં પસાર થતો એ ખબર જ ના પડતી. અને એમની સાથે ખુબ જ attachment પણ થઇ ગયું હતું. અમારી financial કન્ડિશન પણ નબળી હતી. કેન્સર ના ઈલાજ માં સારા એવા ખર્ચ થયો હતો.એટલે મેં રિતેશ ને એના કામ માં મદત કરવાનું શરુ કર્યું. મારી career પ્રત્યે ની Dedication જોઈને રિતેશ એ મને correnspondence course thi degree complete કરવા કહ્યું. એને મારા પ્રત્યે ખુબ જ માન હતું, મેં એની માં ની સેવા પોતાના career ને બાજુ એ મૂકી ને કરી હતી એની જાણ થતા એને ક્યાંક દુઃખ પણ થતું. હવે મારા પાસે સમય પણ હતો. એમ મેં મારી ડિગ્રી complete કરી અને અમે એક બીજા ને સાથ આપતા આપતા એડવોકેટે કંપની ના મલિક થઇ ગયા. અને રિતેશ મને ઘર કામ માં પણ મદત કરે છે.”

રિયા," કદાચિત મારી મહ્ત્વકાંશાઓ ને લીધે જ હું દુઃખી છું. તે ક્યારેય મહત્વકાંક્ષાઓ ઓ માં નથી રહી એટલે આજે તારી પાસે બધું જ છે."

સિયા," ના રિયા તારી પાછી ભૂલ થાય છે. મહત્વાકાંક્ષાઓ રાખવી એ ખોટી વાત નથી. પણ મહ્ત્વકાંશાઓ ની પૂરતી ની ઈચ્છા બીજા પાસે થી રાખવી એ ખોટી વાત છે. Everybody have Right to Live Luxurious Life, but for fulfiling it he or she only have to Work. U can not expect from others that he will fulfill your luxurious life. મહ્ત્વકાંશાઓ ના મોતીઓ માયાવી હોય છે એને વીણવાની જવાબદારી તમારી પોતાની જ હોય છે. તમારા Life Partner કે Parents ની નહિ. અને સમય ને અનુરૂપ તમે રહો તું એ ચોક્કસ થી શક્ય છે.


સાર:

મહત્વાકાંક્ષા એટલે એક મનોઇચ્છા, એક એવી મનોઇચ્છા જેમાં પામવાનું ફિલ્ટર સૌથી પ્રબળ હોય છે.

જો તમે પામવા ની આશા ને પરીબળ બનાવશો

તો મન દુઃખ સિવાય કશું એ હાથ માં નઈ આવે

અને જો મેળવાની ની આશા ને પરીબળ બનાવશો

તો કદાચ સમય સાથ ના આપે પણ સાચા સિદ્ધાંતો

એક ના એક દિવસે જરૂર સિદ્ધ કરશે.