Wonder women - Dr. Seema Rao in Gujarati Biography by Krupali Kapadiya books and stories PDF | વૉન્ડર વુમન - ડો. સીમા રાવ

Featured Books
Categories
Share

વૉન્ડર વુમન - ડો. સીમા રાવ

ડો. સીમા રાવ નો જન્મ મુંબઈ ના પોન્દ્રા થયેલો છે.તેના પિતા પ્રોફેસરે રામકાંત સીનારી સ્વાતંત્ર્ય સેનાની હતા. ડો. સીમા રાવ ત્રણ બહેનો માં સૌથી નાની બહેન છે. ડો.સીમા રાવ ને નાનપણથી જ શૂટિંગ નો શોખ હતો.ડો.સીમા રાવ આજે ભારતની wonder women તરીકે ઓળખાય છે.

તેણે જી.એસ મેડિકલ કૉલેજમાં એડમિશન લય મેડિકલ ની ડિગ્રી મેળવી એમ.ડી.કર્યું .ડો.સીમા રાવે નોકરી અને દેશ સેવામાંથી દેશ સેવાને પ્રાથમિકતા આપી. 19 વર્ષ ની ઉંમરે તેમની મુલાકત મેજર દીપક રાવ સાથે થઈ, જે માસ્ટર આર્ટસમાં રસ ધરાવતા હતા. ડૉ. સીમા રાવે માસ્ટર આર્ટસ માં બ્લેક બ્લેટ હાંસલ કરી આજે ભારતની એકલોતી અને પહેલી કમાન્ડો ટ્રેનર તરીકે જાણીતી છે.
ડૉ. સીમા રાવ અને મેજર દિપક રાવે એકબીજાને જીવનસથી તરીકે પસંદ કર્યા.મેજર દિપક રાવ ઇન્ડિયન આર્મી ટ્રેનર,સાયન્ટિસ્ટ,રાઈટર,અને ફિઝિશિયન છે.1996 બંને એ સાથે મળીને ઇન્ડિયન સ્પેશિયલ ફોર્સસીને ફ્રી માં તાલીમ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જે સ્વીકાર કરાયો.
રાવ અને મેં.દીપક રાવે ટીમ બનાવી તાલીમ આપવાનું શરૂ કર્યું.છેલ્લા 20 વર્ષથી 1500 થી પણ વધુ સૈનિક ને પ્રશિક્ષિત કર્યા છે. Indian special forces વિંગ કામાન્ડો, કોપર્સ બેટલ સ્કૂલ અકાદમી,નેવી માર્કોસ મરીન કમાન્ડો,એનએસજી બ્લેક કેટ,એર ફોર્સ ગરુડ કામાન્ડો,પેરાકમાન્ડો,આઈટીબીપી,બીએસએફ વગેરે સૈનિક ને પ્રશિક્ષિત કર્યા છે.ક્રોસ ક્વોટર બેટલ ટ્રેનિંગ તેનું ફૂલ ટાઇમ પ્રોફેશનલ વર્ક છે.
ભારતીય સેના ને ફ્રી માં ટ્રેન કરે છે.એક સમય એવો હતો જયારે તેને ઘર ચાલવા માટે પૈસા ન હતા.ત્યારે પોતાનું મંગળસૂત્ર અને દાગીના ગીરવે રાખ્યા છતાં પણ તેને ફ્રી માં ટ્રેનિંગ આપવાનું છોડ્યું ન હતું.દેશ ભક્તિ એને વારસામાં અને ખૂન માં જ મળેલા હતા.

કોલકત્તા માં ટ્રેનીંગ શરૂ હતી, ત્યારે તેના પિતા નું મૃત્યુ થયું.તે વચ્ચે ટ્રેનીંગ છોડી ને જશે તો પોતાની જાત ને કયારેય માફ નહીં કરી શકે એવું વિચારી ત્રણ દિવસની ટ્રેનિંગ પુરી કરી. તેઓએ ક્યારેય પોતાની નિજી જીંદગી વિશે વિચાર્યું જ નથી.તે બંને ટ્રેનિંગ દરમિયાન એક-એક વર્ષ સુધી દૂર રહી પોતાનું કામ કરે છે.તેણે પોતાની પર્સનલ જિંદગી કરતા પોતાની દેશ સેવા ને પ્રધાન્ય આપ્યું છે.પોતાની નિજી જિન્દગી વિશે ન વિચારીને એક દિકરી ગોદ લીધી.તે પોતાનું જીવન માત્ર માં ભારતી ના સપૂતોને તાલીમ આપીને જ વ્યતીત કરી રહ્યા છે.

ડૉ. સીમા રાવે ઇન્ડિયન એરફોર્સ માં સ્કાયડાઈવિંગ દ્વારા તેમના પેરા વિંગ્સ મેળવ્યા છે.તે લડાઈ શૂટિંગ પ્રશિક્ષક,આર્મી પર્વતારોહણ સંસ્થા એચએમાંઆઈ અને લશ્કરી માર્શલ આર્ટસ માં 8 મી ડીગ્રી બ્લેક બેલ્ટ ધરાવે છે.તેણીની જીતે કૂન ડુ શીખવવા માટે વિશ્વની અધિકૃત 10 માહિલા માંથી એક છે.

ડૉ. સીમા રાવ શૂટર પણ છે.યુદ્ધની શૂટિંગ ને આધુનિક બનાવામાં રાવ નું મહત્વપૂર્ણ યોગદાન છે.તેણે લડાકુ શૂટિંગ પર શોધ કરી The Rao System Of Reflex Fire શૂટિંગની એક નવી મેથડ ઉમેરી.તે ક્લોઝ ક્વાર્ટરમાં શૂટિંંગ કરવા માટેની ઈનોવેટિવ મેથડ છે.કેટલાક વિશ્લેષણ બાદ પારંપરિક શૂટિંગ ની તુલનામાં આ એક બેહતર મેથડ છે.આ મેથડ ને ઇન્ડિયન આર્મી માં પણ સામેલ કરવામાં આવી છે.

ડૉ. સીમા રાવ એક લેખિકા છે.રાવે ક્લોઝ કોમ્બેટ ઓપ્સની પ્રથમ જ્ઞાનકોષનું લેખન કર્યું છે.જે સંપુર્ણપણે ભારતીય દળો માટે તેમ જ વિશ્વ આંતકવાદ ની પ્રથમ ભારતીય પુસ્તક માટે તૈયાર કરેલ છે.
તેણી એક ઉત્કૃષ્ટ લેખક છે. જેના આઠ શીર્ષક બલિદાન,હેન્ડબુક ઓફ વર્લ્ડ ટેરીઝમ, સકસેસ ઓફ આર્ટ,માઈન્ડ રેન્જ,આંતકવાદ,કિંગ સ્પર્મ,તમે આ શું કરો છો?.

ડૉ. સીમા રાવને વર્લ્ડ પીસ ,ફેમિના,બ્રેવલી, પ્રેસિડેન્ટ વોલિયન્ટર સર્વિસ એવોર્ડ તથા 2018 માં રામનાથ કોવિંદના હસ્તે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરાયો.

તેણી ની લેખક,શૂટર,ભારતની પહેલી સ્ત્રી કામાન્ડો ટ્રેનર ની સાથે ફિલ્મ નિર્માતા અને વર્લ્ડ બ્યુટી પેજેન્ટની ફીનાલિસ્ટ રહી ચુકેલી છે.

તેની ખાસ વાત એ છે કે આજે 50 વર્ષની વયે પણ એટલી જ હિટ અને ફિટ છે.
વૉ હમેશા કહેતી હૈ "ના કભી આસન થા,ના કભી આસન હોગા,લેકિન જો ઉસે કરને કિ ઠાન લે વો ઇસે હર હાલ મેં આસન બના દેતે હૈ ".