Loveghela - 1 in Gujarati Love Stories by Vora Anandbabu books and stories PDF | Loveઘેલા... - ભાગ 1

Featured Books
Categories
Share

Loveઘેલા... - ભાગ 1

વ્યાપતિ આજે નિરાશ બેઠી હતી.ટેબલ પર રહેલી કોફી સાવ ઠંડી થઈ ગયેલી.કૈક વિચારો માં સાવ સૂનમૂન થઈ ગયેલી.સવારની એના પોતાના આલીશાન મકાન ની બાલ્કની મા ક્યારની સુનમુન બેઠી હતી.ગઈકાલે સોયાયટી ના ફંકશનમાં ફરીથી એણે વ્યોમને જોયેલો.આ એજ વ્યોમ જેને એ કોલેજ ના દિવસો માં જીવથીય વધુ ચાહતી હતી.વ્યાપતિ આજે ત્રીસી માં પ્રવેશી ચુકી છે.ખૂબ સફળ ટ્રાવેલ ઓપરેટર થઈ ગઈ છે.જીવન ના અમૂલ્ય દસ વર્ષો કારકિર્દીને સોંપી ચુકી હતી.આ દસ વરસ એટલે વસંત ના વરસ,સંઘર્ષ ના વરસ.

આ દસ વર્ષો માં એને એટલું મેળવ્યું છે કે શું ગુમાવ્યું છે એ ભૂલી ગઈ હતી.પણ ગઈકાલ ની વ્યોમ સાથે ની મુલાકાત બાદ એને એનો ભૂતકાળ યાદ આવી ગયેલો.ફરી એ દસ વર્ષો ની સુંવાળી યાદ ની ગલીઓમાં એ સરી પડી.વ્યાપતિ નોકરિયાત માતા પિતા નું એક નું એક સંતાન.પેહલે થી જ પોતાનું ધાર્યું કરવાની છૂટ.ને માતા પિતા એ પણ ક્યારેય એને કોઈ વાતે ટોકેલી નહીં.માતા પિતા એને સ્વાતંત્ર અને આત્મનિર્ભર બનાવા માંગતા હતા.


ઘણા વર્ષો પછી અચાનક વ્યોમ ને જોઈ એ સાવ મૂંઝાઈ ગયેલી.સુ બોલવું ,સુ કેહવું કેમ વાત કરવી એને કાઈ સમજાયું નહીં.વ્યાપતિ ના મન માં રહેલી લાગણીઓ હોઠો સુધી આવી ગયેલી પણ કેમેય કરીને પોતાના પર કાબુ રાખ્યો.કેટલાય સવાલો એના મન માં રમવા લાગ્યા.વ્યોમ કેમ કાઈ બોલ્યો નહીં? વ્યોમ કેમ મને જોઈ ખુશ ના થયો? વ્યોમ ના ચેહરા ની સ્થિતિપ્રજ્ઞતા જોઈ એ થોડી અકળાઈ ગયેલી. કેમ કોઈ ઉત્સાહ નહીં? કેમ કોઈ ઉમળકો નહીં?શુ વ્યોમ મને ભૂલી ગયો ?ગઈકાલ ની મુલાકાત ના આ વિચારો ને વિચારો માં ઓફિસે જવાનું મોડું થઈ ગયું.ઠંડી થયેલી કોફી વ્યાપતિ ની રાહ જોતી રહી.પણ વ્યાપતિ આવી નહીં.આજે પોતાનું ટિફિન બનાવ્યા વિના જ વ્યાપતિ ઓફિસે ચાલી ગઈ.

.ઓફીસ ગયા બાદ પણ એજ પરિસ્થિતિ, કામ માં મન લાગ્યું નહીં.દિવસ આખો આકુલ વ્યાકુળ રહી.કંઈ સમજાતું નહોતું કે એની સાથે આવું કેમ થાય છે.પહેલે થી જ પોતાનું ધાર્યું કરવાનું ને ક્યારેક કોઈ વાતે વધુ પડતા લાગણીશીલ નહીં થવાનું.પણ કોણ જાણે કેમ આજે એનું મન એના સ્વભાવ થી વિપરીત વર્તન કરતું હતું.મન માં એક અજીબોગરીબ અકળામણ હતી.જેમ તેમ કરીને દિવસ પૂરો કર્યો.ઓફીસથી આવી વિચારવા લાગી.આ વ્યોમ મારી સોસાયટી માં શુ કરે છે,કેમ અહીં આવ્યો છે ,મને મળવા આવ્યો છે,જૂની ફ્રેન્ડશીપ અને જૂના સંબંધો ને ફરી યાદ દેવડાવવા આવ્યો છે?..પ્રશ્નો ની વણઝાર?..મન માં મૂંઝવણ..
સોસાયટીમાં રાતે બધા ઘરનું કામ પતાવી બગીચામાં બેસવા આવે..એને થયું લાવ ઘરનું કામ પતાવી આજે બગીચામાં વહેલી જાઉં.કદાચ વ્યોમ આવે તો તેની સાથે થોડી વાત થાય.

ઉતાવળે ઉતાવળે જમવાનું બનાવી ,ખાધું ના ખાધું કરી,નાઈટ ડ્રેસ પેહરી એ બગીચામાં જઈ પોહચી..બગીચામાં એની આંખો સતત વ્યોમ ને શોધતી હતી.પણ વ્યોમ ક્યાંય દેખાયો નહીં..એ રાહ જોતી બેસી રહી કે કદાચ વ્યોમ આવશે,પણ વ્યોમ આવેલો નહીં.થોડીવાર એને સોસાયટી ના અન્ય લોકો સાથે વાતચીત કરી.પણ ધ્યાન તો એનું સતત વ્યોમ ની રાહ માં જ હતું.આમેય કોઈ રાહ ક્ષણો સદીઓ બની જાય છે,એને એ સાથે હોય ત્યારે પલકારો.

. કલાકેક ની રાહ બાદ વ્યોમ ત્યાં આવ્યો.વ્યોમ ને જોઈ એની આંખોમાં ચમક ને મન માં મલકાટ આવી ગયો.એને હતું વ્યોમ સીધો તેની પાસે આવશે અને હમણાં ભેટી પડશે.પણ એમાંનું કાંઈ થયું નહીં.વ્યોમ સીધો અન્ય પાડોશીઓ ને મળવા ગયો.જેમાંથી કેટલાક તેના સહકર્મચારીઓ હતા. તેને એક પણ વખત વ્યાપતિ સામે જોયું પણ નહીં.વ્યાપતિ ને વ્યોમ ના ચેહરાની ગઈકાલ ના સોસાયટી ના ફંકશન વખતની જડતા યાદ આવી ગઈ.એનું મન વધુ અકળાયું. આટલા વરસોની દોસ્તી અને આવો સંબંધ, તોય આવી અવગણના.. એનો ચહેરો હમેંશ ની જેમ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો..પણ વ્યોમ ના ચેહરા પણ તો જાણે કઇ હતું જ નહીં,એક સાવ સહજતા,એક સ્થિરતા... વ્યોમ નું વર્તન જોઈ વ્યાપતિ એ પણ નક્કી કરી લીધું હતું. હવે તો હું પણ એને નહીં બોલવું..આટલું અભિમાન..આટલો ઘમંડ..ફરી એક વાર પેહલા જીવીજ પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું હતું........બધું આવતા ભાગમાં....