i Am Nothing Without You. in Gujarati Love Stories by Bimal Thakkar books and stories PDF | તું છે તો જ હું.

Featured Books
Categories
Share

તું છે તો જ હું.

તું છે તો જ હું.

હેલ્લો!!! બોલ ને યાર મુંજાલ( હલકા)

બે ક્યાં છે લા તું ? મુંજાલ( હલકા)

અવાજ પર થી ખબર નથી પડતી કે હું ઊંઘ માં છું ચિંતન (ગુરખો)બોલ્યો.

બે જલ્દી કોલેજ માં આવ તારા માટે કોઈ રાહ જુવે છે. તું જાને હવે મારા માટે કોઈ રાહ જોવા નવરું નથી મારું દિમાગ ના બગાડ અને ઊંઘ પણ ના બગાડ મુક ફોન, ચિંતને ફોન ગુસ્સા માં મુક્યો.

પણ હું જાગતો પડી રહી અને વિચારતો થઇ ગયો કે કોણ હશે કે જે મારી રાહ જુવે છે? પથારી માં થી ઉઠી ને બ્રશ કરતા એજ વિચારતો હતો કે કોણ હશે ! ફટાફટ બ્રશ કરી ને ચા પીતા મેં હલકા ને ફોન કર્યો. એક રીંગ વાગી હલકા એ ફોન ના ઉપાડ્યો. મેં ચિન્ટુ (ચંદ્રશેખર) ને ફોન કર્યો એને પણ ના ઉપાડ્યો. એટલે મને લાગ્યું કે કોઈ ગરબડ થઇ રહી છે. અને સવારે કોઈ ચોક્કસ કામ ને લીધે જ ફોન કર્યો હશે.

હું મારું રૂટીન પતાવીને કોલેજ જવા નીકળ્યો જ ને મમ્મી એ કીધું કે પાડોશના શારદામાસી હોસ્પિટલ માં છે તો મને ત્યાં છોડી દે. હું અકળાઈ ને બોલ્યો મારે કોલેજ જવાનું હોય ને ત્યારે જ લોકો ને હોસ્પિટલ માં દાખલ થઇ જાય છે.

બેટા ૫ મિનીટ ઉભો રહે હું ચા અને ખાખરા લઇ લઉ. મમ્મી એટલું બોલી ને અંદર જતી રહી.

મને મનોમન બહુજ ગુસ્સો આવતો હતો અને સાથે એવું પણ થયું કે પપ્પા સવારે ૬.૦૦ ની Train માં જતા રહે તો મમ્મી ને લઇ પણ કોણ જાય!. જેમ તેમ કરી ને મેં મારી જાત ને સમજાવી. આ બધું દિમાગ માં ચાલતું હતું અને મમ્મી બાઇક પર આવી ને બેસી ગઈ.

બોલ ક્યાં હોસ્પિટલ જવાનું છે? તારી કોલેજ પાસે છે ને ઠક્કરાલ હોસ્પિટલ ત્યાં જ જવાનું છે. સારું મમ્મી હું અંદર નહિ આવું તને બહાર થી જ છોડી ને જતો રહીશ. કેમ બેટા એવું કરે છે તું ૨ મિનીટ માટે આવી જઈશ તો શું ફર્ક પડવાનો છે.

હું ચિડાઈ ને બોલ્યો મમ્મી તું કાયમ એવું કહી ને મને છેતરે છે તું મારી ઉતાવળ ને તો સમજ.

બેટા તને સમજુ જ છું એટલે જ કહું છું કે બે મિનીટ અંદર આવી ને જજે.

હા મમ્મી હા આવી જઈશ અંદર હવે આ હોસ્પિટલ પ્રકરણ બંધ કરી ને ફટાફટ પહોચી જઈએ.

હું ક્યાં કશું બોલું જ છું. તું કચકચ કરે છે. તને મારી લાગણી ની ક્યાં કઈ ચિંતા છે.

મમ્મી પકડી ને બેસજે હું થોડું ફાસ્ટ ચલાવું છું નહીતો તો તું એટલું બોલીશ કે મારે હોસ્પિટલ માં દાખલ થવું પડશે. મમ્મી ટપલી મારતા બોલી ચુપ રહે હવે એવું ના બોલ, હસતા હસતા ત્યાં પહોચી ગયા.

હું બાઈક પાર્ક કરી ને રીસેપ્શન પર પહોચયો. શારદામાસી ક્યાં વોર્ડ માં છે. રીસેપ્શન પરથી જવાબ મળ્યો કે બીજા માળે ICU ની બાજુ નો વોર્ડ. હું અને મમ્મી બીજા મળે પહોચ્યા અને હું ત્યાં પહોચીને જ હબક થઇ ગયો. હું કોઈ પણ વાત સમજી કે વિચારીને કરવાની સ્થિતિ માં નથી કેમ કે રીદ્ધીમાં મારી સામે એવી હાલત માં હતી કે હું કઈ પણ કરી શકવાની સ્થિતિ માં હતો જ નહિ.

રીદ્ધીમાં મારો પેહલો પ્રેમ હું સ્કુલ માં હતો ત્યારથી જ એ મને ખૂબજ ગમતી હતી ,એ કબ્બડી માં ચેમ્પિયન હતી અને ભરાવદાર શરીર અને મસ્ત મોટા વાળ. ખુબજ સુંદર દેખાતી હતી. પણ એની સુંદરતા અને શોખ કોઈ પણ વાર મેચ થાત જ નહિ. જયારે બધીજ છોકરીઓ તૈયાર થઇ ને વ્રત માં આવે ત્યારે એ ટ્રેક અને ટી-શર્ટ પેહરી ને આવતી.

જયારે લોકો મેકઅપ માં વ્યસ્ત રહેતા હોય ત્યારે તે કબ્બડી ની પ્રેક્ટીસ કરતી. અને ધણીવાર તો છોકરાઓની ટીમ માં પણ રમવા આવી જતી પણ તેની મર્યાદા અને હિમતની પર હું ફિદા હતો.

જયારે અમે સ્કુલ માં સાથે હતા ત્યારે મારા અને એના વચ્ચે એવી કોઈ કોમન વાત હતી જ નહિ કે જે હું એની સાથે ચર્ચા કરી શકું. હું એની સામે જોઈ ને સ્મિત કરી લઉ અને એ પણ એનો એવોજ જવાબ આપે. નોર્મલી એવું કરવાની કોઈ ની પણ હિમત થતી નહતી કેમ કે તરતજ ગુસ્સે થઇ જતી. હું મારું ભણતર માં વ્યસ્ત અને એ એની કબ્બડીમાં મસ્ત.

હું સ્કુલ માં ૧૨ સાયન્સ સ્કુલ ફસ્ટ હતો અને એ ૫૬% પાસ થઇ હતી. અમે એક જ કોલેજ માં હતા, હું એન્જીનારીંગ ભણતો હતો. એતો બી.એસ.સી. કરીને ખુશ હતી.

અમે કોલેજ માં એકબીજા સાથે વાત કરી લેતા, પણ ઘણીવાર એમ જ બેસી ને એકબીજાનો સાથ માણી લેતા. કોઈ પણ જાત ની એકબીજા સાથે લાગણી ની વાત કર્યા વગર પણ અમે બંને એક બીજા સાથે જ બંધાયેલ હતા. હું મારું બધુજ એની સાથે શેર કરતો હતો. એ પણ મને એના ઘર ની તથા કબ્બડી ની વાત કરતી. હું રોજ એને ચોક્કસ સમયે કેન્ટીન માં મળતો અને જો હું ન જાઉ તો એ મને પુસ્તકાલય માં મને લેવા આવી જ જતી.

આમ ને આમ અમે ૩ વર્ષ થી સાથે જિંદગી પસાર કરી ને યાદો ની માળા બનાવતા હતા. કોઈ ખુલાસો નહિ પણ સાથે રહયા નો વાયદો ખરો, કોઈ લાગણી નો ખુલાસો નહિ પણ એકબીજા નો દિલાસો તો ખરો, કોઈ અપેક્ષા નહિ પણ સાપેક્ષતા તો કરી જ. એવો અનેરો અમારો સંબંધ.

જયારે હોસ્પિટલમાં માથા માંથી હાથ-પગ કપડા વગેરે ને લોહીમાં લથ-પથ જોઈ ને હું માનસિક રીતે કોમા માં જતો રહ્યો હતો. હું સ્ટેચર પર પડેલી રીદ્ધીમાં છે એ માનવા તૈયાર જ નહતો. એટલા માં મુંજાલે બુમ પાડી ચિંતન ક્યાં છે યાર તું સવારે પણ તને કોલ કર્યો તો તને મજાક જ લાગે છે. ચિન્ટુ (ગાળ) બોલીને આજ પછી તું મને તારો ફ્રેન્ડ ના કેહતો. તને ખબર છે કે હું અને હલકો કેટલા ગભરાય ગયા હતા. તને એવું ભાન નથી પડતું કે તારે કોલેજ માં આવું જોયતું હતું..

પાછો તને ફોન કરીએ તો તને અમે લાગે છે કે અમે મસ્તી કરીએ છે. ચિન્ટુ અને હલ્કો સાથે બોલ્યા

હું તમને તરત જ ફોન કર્યો અને પછી હું ઊંઘ માંથી ઉઠી ને તરત જ કોલેજ આવા જ નીકળ્યો. પણ ... મમ્મી એ

શું મમ્મી એ ? તું હોસ્પિટલ ક્યાંથી? તને કોણે કીધું કે રીદ્ધીમાં એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો?

ચિન્ટુ બોલ્યો

શું ? આત્મહત્યા? રીદ્ધીમાં ?

ચિન્ટુ એક લાફો મારી દઈશ. જો રીદ્ધીમાં વિષે તું કઈ પણ ઊંધું છતું બોલ્યો છે તો... ગડગાળા અવાજે તને ખબર છે એ કબ્બડી ની પ્લેયર છે અને એ હમેશા કેહતી જીદંગી હોય કે કબ્બડી પણ હાર તો મનાય જ નહિ.

ખબર નથી પણ ચિન્ટુ ત્યાં જ હતો અને મને ચિન્ટુ નો ફોન આવ્યો ત્યારે આ બધું થઇ ચુક્યું હતું. હલકો બોલ્યો

મોટે થી બુમ પાડી ને હું બોલી પડ્યો કે મને બધું વિગતવાર જણાવ કે સવારે થયું શું હતું?

ચિન્ટુ બોલને શું થયું હતું?

મમ્મી શારદામાસી ના વોર્ડ માંથી દોડી ને બહાર આવી શું થયુ દીકરા? કેમ બુમો પાડે છે.? મુંજાલ, ચિન્ટુ શું થયું મારા દીકરા ને !

મમ્મી ને જોઈ ને હું રડી જ પડ્યો. હું મમ્મી ને hug કરી ને ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો એ જોઈ ને મમ્મી પણ રડવા લાગી. રડતા રડતા બોલી બેટા હું કંઈપણ કરીશ તારા માટે બોલને બેટા તને શું થયું.!

ચિન્ટુ એ માહોલ માંથી બધા ને બહાર લાવવા બોલ્યો માસી આમારી કોલેજ ના ગર્લ્સહોસ્ટેલ માં એક છોકરી ૪થા માળ થી નીચે પડી ગઈ અને એને હોસ્પિટલ લઇ ને આવ્યા છે.

હા બેટા સારું થઇ જશે એને. તું ચિંતન ચિંતા ના કરીશ? બહુ વાગ્યું છે એને? ક્યાં છે? એના મમ્મી પપ્પા ને જાણ કરી છે?

એને બહુજ વાગ્યું છે અને ડોક્ટર ઓપરેશન કરવું પડશે એવું કહે છે. અને એના ઘરનો નંબર એના મોબઈલ માં નંબર હશે? અમારી પાસે નથી. હલકો બોલ્યો.

હું કઈ પણ બોલવાની હાલત માં હતો જ નહિ, સારું થયું મમ્મી તું અહિયાં છે નહિતો હું શું કરત ખબર નહિ!

રીદ્ધીમાં એવું કરે એ મને માનવામાં નથી આવતું. મમ્મી બોલી.

હું, હલકો અને ચિન્ટુ એકબીજા ની સામે જોઈ ને ચકિત થઇ ગયા કે મમ્મી ને કોઇએ નામ કીધું નથી તો મમ્મી ને ખબર કેમ પડી ગઈ?

ચિંતન તારા મોબઈલમાં નંબર છે ને એના મામીનો. મમ્મી ફરી બોલી ને અમને આશ્ચય માં મૂકી દીધા.

હા મમ્મી મારી પાસે છે. હું કરી દઉ ફોન,

મમ્મી તરતજ બોલી પડી કે ના બેટા તને વાત કરવાની સુઝ નહિ પડે તું નંબર લગાવી આપ ફોન પર વાત હું કરીશ.

હું એ ફોન લગાવી ને મમ્મી ને આપ્યો. મમ્મી જાણે વર્ષો થી ઓળખતી હોય તેમ મમ્મીએ વાત કરવાનું ચાલુ કર્યું. જય શ્રી કૃષ્ણ કહીને મમ્મીએ કીધું કે કેમ છો તમે?

હું ચિંતન ની મમ્મી બોલું છું હું હમેશા માટે રીદ્ધીમાં ના મોઢે તમારા તો વખાણ જ સાંભળ્યા છે. પણ આજે આપણે એક એવી પરિસ્થિતિ માં છે, તમારી દીકરી ને તમારી જરૂર છે તમે બંને એટલા વેહલા અહિયાં આવી જાવ.

મામી થોડા ગભરાય ને; શું થયું ચકુ ને ? ના જ પડું છું. કે આ બધી પુરુષોની રમતો માં ભાગ લેવાની આપને ક્યાં જરૂર છે? પણ એ છોકરી કોઈ નું સાંભળતી જ નહિ.

શું થયું હાથ ભાગ્યો કે પગ?

મમ્મી વાત સંભાળતા બોલી કે એવું કશું પણ કબ્બડી ને લીધે નથી થયું. તમે ભાઈ ને લઇ ને જેટલું જલ્દી અવાય તેટલું આવી જાવ. એક એકસીડન્ટ થયો છે અને રીદ્ધીમાં હોસ્પિટલ માં છે.

મામીનો સુર બદલાયો. શું ? હોસ્પિટલ માં દાખલ કરી છે. એકસીડન્ટ થયો? કેવી રીતે ?

તમે ચિંતા ના કરો હું અને ચિંતન અહિયાં જ છે તમે ભાઈ ને લઇ ને અહિયાં આવી જાવ. તમને આવતા ૪-૫ કલાક થાય એમ છે ને? તમે ચિંતા ના કરો જ્યાં સુધી તમે નહિ આવો ત્યાં સુધી અમે અહિયાં જ છે.

હા અને ચિંતા ના કરો બધું સારું જ છે તમે સાચવી ને અહિયાં આવી જજો અને આ ચિંતન નો નંબર છે કોઈ પણ કામ હોય તરત જ તમે આની પર ફોન કરજો.

હું મમ્મી ને ગળે વળગી ને બોલ્યો મમ્મી તું બહુજ સારી છે તારા વગર આજે કદાચ હું આ કશુંયે સંભાળીના શકત. હલકા તું પણ જોડે જ રહેજે ચિન્ટુ તમારી બેનને સ્કુલે મૂકીને તું પાછો આવી જજે.

ચિન્ટુ, ચિંતન તું શાંતિથી બેસ. હું અને હલકો અહિયાં જ છે પપ્પાને મેં કોલ કરી ને કહી દીધું છે એ જાતે જોઈ લેશે.

અમે બાકડા પર બેસી ને પાણી ની બોટલ માંથી પાણી પીતા હતા અને એટલા માં સિસ્ટર આવી ને કહ્યું કે પેશન્ટ નું નામ, એડ્રસ અને બાકી ની વિગત આપો. અને ઓપરેશન માટે સહી કરવાની છે. તો એમના ફેમિલી માંથી કોઈ આવ્યું છે? અને બીજું ૫૦૦૦૦/- રૂપિયા કાઉંન્ટર પર જમા કરવા પડશે.

ચિન્ટુ અને મુંજાલ સિસ્ટર સાથે રીદ્ધીમાં ની વિગત આપવા માટે ગયા. અને હું અને મમ્મી એ વિચારતા હતા કે રૂપિયા ક્યાંથી લાવીશું? અને ફોર્મ પર ફેમિલીની જ સહી જોઈએ. તો સહી કોણ કરશે.

હું મમ્મી ને કઈ પૂછું તે પહેલા મમ્મી બોલી કે ચિન્ટુ અને મુંજાલ આવે એટલે તું મને ઘરે લઇ જા આપને રૂપિયા લેવા ઘરે જવું જ પડશે. મમ્મીને મારા મન ની વાત ક્યાંથી ખબર પડી જતી હશે ખબર નહિ. હું એને એમ કહી ના શક્યો કે મમ્મી જે હોસ્પિટલ માં છે એ તારા છોકરા નો જીવ છે એના વગર કદાચ મારું જીવન અધૂરું છે મને કદાચ એ પણ આજે જ ખબર પડી છે. એટલે તું મમ્મી કઈ પણ કર પણ રીદ્ધીમાં ને સાજી કરવા કઈ પણ કર. પણ મારે એવું કશું પણ કેહવાની જરૂર ના પડી. મમ્મી બહુજ સમજે છે મને. સાથે સાથે પસ્તાવો પણ થયો કે સવારે હોસ્પિટલ આવા માટે હું એને કેટલું બધું બોલી ગયો.

હોસ્પિટલ ના ફોર્મ પર મમ્મી એ સહી કરી ને કીધું કે મારી દીકરી જેવી છે એના માતાપિતા અહિયાં નથી માટે હું જ એની જવાબદારી લઉ છું.

હું મમ્મી ને લઇ ને ઘરે ગયો. મમ્મી એના રૂમમાંથી એક પોટલી લઈને આવી અને કીધું કે ૫ મિનીટ માં આવું છુ. તું ત્યાં સુધી હોસ્પિટલ લઇ જવાનું બધું તૈયાર કર. હું રૂમાલ, પાણી નો જગ, નાસ્તો, મોબાઈલ ચાર્જર વગેરે એક થેલી માં ભેગું કરતો હતો.

મમ્મી ૫ મિનીટમાં જ આવી ગઈ. ખબર નહિ એ ક્યાં ગઈ હતી પણ હાથ માં પ્લાસ્ટિક ની થેલી હતી અને એમાં ૫૦૦૦૦/- થી તો ઘણા વધારે રૂપિયા મમ્મીની પાસે હતા. મને કહે છે કે બધું જે જરૂરી છે એ બધું લઇ લીધું છે ને? હા મમ્મી હું ખાલી એટલુજ બોલ્યો.

અમે ફટાફટ હોસ્પિટલ પહોચી ગયા. કાઉન્ટર પર રૂપિયા આપી ને હું મમ્મી બેઠા ને મારા બે જીગરી મિત્રો કેહવા આવ્યા કે ડોક્ટર બોલાવે છે. રીદ્ધીમાં કયા છે ?

ઓપરેશન થીયેટર માં જ છે કે બહાર લઇ આવ્યા? ના અંદર જ છે હલકો બોલ્યો

હું જેવો અંદર પહોચીયો ને ડૉ. એક જ વાક્ય માં મને જીવતો મારી નાખ્યો. He just asked me. Patient is in comma. And situation is more critical for her life.

હું મમ્મી ને આવી ને એટલું જ કીધું કે મમ્મી રીદ્ધીમાં કોમા માં છે ડોક્ટર ખાલી એ જાણ કરવા બોલાવ્યો હતો. મમ્મી તરત બોલી પડી કશું નહિ થઇ બેટા. ભગવાન આપણી સાથે છે.

ર કલાક પછી રિદ્ધિમાં નું ઓપરેશન પૂરું થયું. અને વોડ માં એને લાવતા હતા અને મામી નો ફોન આવ્યો. અમે આજે નહિ પરંતુ કાલે વહેલી સવારે ત્યાં પહોચીશું. હું તો માત્ર એટલુજ બોલ્યો સારું. પણ મામી સમજીગયા કે મને ના ગમ્યું એટલે તરત એવું કીધું કે મમ્મી ને ફોન આપ. મેં મમ્મી ને ફોન આપ્યો અને હું બહાર જતો રહ્યો.

આ લોકો કેવા માણસ છે.? ખબર નથી પડતી કે શું હાલત છે રીદ્ધીમાં ની! હજી એના મમ્મી પપ્પા ને તો આ લોકો ફોન નથી કરતા. એમણે જાણતો કરવી જોઈએ ને શું થયું ત્યાં રાત છે તો! બુદ્ધી છે કે નહિ કોઈ ને કોઈ ફર્ક નથી પડતો કે શું ????

ભાઈ તું શાંત થા અને બબળવાનું બંધ કર. હલકો બોલ્યો

ચિન્ટુ મારા ખભા પર હાથ મૂકી ને બોલ્યો આપને બહાર એક ચક્કર મારી ને આવીયે.

હું અને ચિન્ટુ બહાર ગયા અને ચિન્ટુ એકજ વાક્ય બોલ્યો તારા મમ્મી સાથે છે અને ચિંતન તું તારા જીવ માટે કરી રહ્યો છે તો તું એની ચિંતા કર. આપણે બધા સાથે જ છે. તો ભાભી ને કશું નહિ થવા દઈએ. હું થોડો સ્મિત સાથે બોલ્યો. thanks yaar.

અમે રૂમ માં એમજ બેઠા હતા અને મમ્મી ત્યાં બધા માટે ચા અને બિસ્કીટ લઇ આવી અને ત્રણેય ને આપીને કીધું બેટા તમે બધાજ સવારથી દોડાદોડ કરો છો. થોડું ખાશો તો મને દોડવામાં સંકોચ નહિ થાય. મમ્મી રીદ્ધીમાં ના બેડ પાસે જઈ ને બેઠી અને તે બેભાન અવસ્થા માં પણ મારા જીવ નો ધબકારો હતી.

મમ્મી એ પપ્પા ને પણ ફોન કરીને બોલાવી લીધા હતા અને પપ્પા આવ્યા અને મારી બાજુમાં બેસીને કઈ કેહવાની ઈચ્છા હતી પણ બોલી ના શક્યા. હું પણ એમને hug કરીને રડવા અને લડવા માંગતો હતો કે તમે મારી સાથે કે વાત નથી કરતા આમ તો તમે હમેશા મારી સાથે રહેશો એવું કહેતા હતા પણ છેલ્લા અઠવાડિયે હલકા નો જન્મદિવસ હતો અને એને વિસ્કી ની પાર્ટી રાખી હતી હું પણ થોડી પી લીધી હતી અને પપ્પાને ખાલી ખબર પડી હતી ત્યારેથી મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુછે. છતાં પણ થોડી વાર માં બોલ્યા શું કીધું ડોકટરે?

Patient is in comma. And situation is more critical for her life. બોલતા બોલતા મારી આંખોમાં આંસુ આવી ગયા

પપ્પા ગળે વળગીને બોલ્યા. અલ્યા ડોક્ટર તો એવું કહ્યા કરે તારી મમ્મીના હાથ માં રૂપિયા વધારે લાવ્યા છે એ જોઈ લીધા હશે. એટલે તને બીવડાવ એવું કીધું હશે. મમ્મી તરત પપ્પા નો હાથ દાબીને બોલી કે મજાક સુઝે છે તમને. અલા હું તો મારા વાઘને હસાવાનો પ્રયત્ન કરતો હતો.

મમ્મી બોલી મજાક છોડો તમે અને ચિંતન હોસ્પિટલ બેસો. ચિન્ટુ તું મને ઘરે મૂકીજા અને મુંજાલ તું પણ સવાર નો અહિયાં છે તું પણ ઘરે જઈ આવ. ચિન્ટુ બોલ્યો ના માસી મારે ઘરે નથી જવું તમે કહો તો હું તમને ઘરે લઇ જઉ.

પણ મમ્મી કઈ પણ બોલે તે પેહલા હું બોલી પડ્યોકે મમ્મી તું અને પપ્પા બંને ઘરે જાવ હું આ બંને સાથે અહિયાં છું. હલકો અને ચિન્ટુ પણ બોલ્યા હા માસી તમે જાવ. અમે અહિયાં જ છે.

થોડીવાર પછી મમ્મી બધુ સમેટી અને રૂપિયા ની થેલી મારી બેગ માં મુકવા આપી અને કીધું કે ૨૫૦૦૦૦/- છે સાચવીને રાખ જે. હું ફરીથી અચંબોપામી ગયો ૩૦૦૦૦૦/- મમ્મી લાવી ક્યાંથી?

એલોકો રૂમની બહાર ગયા અને હલકો બોલ્યો તારા મમ્મી પપ્પા ને તારા વિષે બધું ખબર છે કે તને રીદ્ધીમાં બહુજ ગમે છે. તમે રાત્રે વાતો કરો છો. પણ કોઇપણ અપેક્ષા વગર.

ના એમને કાઈ પણ ખબર નથી. હું રિદ્ધિમાં વિષે કોઈ પણ દિવસ કશું શેર પણ નથી કરતો. તો આલોકો ને કેમ ખબર પડે છે કે તું રિદ્ધિમાં ને ખૂબજ પ્રેમ કરેછે.

ખબર નથી પરતું કદાચ ભગવાન માંબાપ ને આવી કોઈ સ્પેશિયલ આવડત આપતોજ હશે.

આવી ચર્ચા ચાલતી હતી અને રીદ્ધીમાં નો અવાજ આવ્યો. ચિન્ટુ ડૉ પાસે દોડ્યો અને હું રીદ્ધીમાં પાસે.

રિદ્ધિમાં ખૂબજ પીડામાં છે એની આંખમાં આંસુ છે. બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતી નથી હું એમજ બોલતો રહ્યો તું ચુપ રહે અમે બધાજ અહિયાં છે તું આરામ કર ડોકટરે કીધું છે કે બધું સારું થઇ જશે. ડોક્ટર આવ્યા ચેક કરી ને કીધું કે એક પેઈન કિલર નું ઈન્જેકશન આપ્યું છે એને થોડી રાહત રેહશે. અને સારી બાબત એ છે કે એ જાતેજ ભાન માં આવી ગઈ છે. હું એની પાસે બેઠો હતો અને ચિન્ટુએ મમ્મીને ફોન કર્યો પણ પપ્પાએ ફોન ઉપડ્યો. બસ મેસેજ આપ્યો કે રીદ્ધીમાં ભાન માં આવી ગઈ છે.

થોડીવાર માં રિદ્ધિમાં પાછી સુઈ ગઈ. પણ મારા જીવ માં જીવ આવ્યો કે હવે એને કશું પણ નહિ થાય.

હું થોડો સામેના બેડ પર પગ લાંબા કરી ને બેઠો હલકો હવે બહુજ થાક્યો હતો એ નીચે જ બેસી ગયો અને એટલા માં એક ફોન આવ્યો કે અમે હોસ્પિટલ આવીએ છે બેટા તારે ઘરે થી કાઈ પણ જોઈએ છે? ફોન સાઈડ પર મૂકી ને આખો ક્યાં મીચાઈ ગઈ ખબરજ ના પડી.

મમ્મી અને પપ્પા થોડી વારમાં હોસ્પિટલ આવી ગયા અને હું અને હલકો,ચિન્ટુ જમવા બેઠા મારો મૂડ ઓછો હતો જમવાનો પણ મમ્મી મને ક્યાં છોડે એમ હતી. મમ્મી એ મામી ને પણ ફોન કર્યો કે રીદ્ધીમાં ને સારું છે તમે શાંતિથી નીકળજો. ત્યારે પપ્પા ને મેં ઘરે મોકલી દીધા અને મમ્મી અને હું અને ચિન્ટુ હોસ્પિટલ માં હતા. મમ્મી વારેવારે ઉઠી ને જોતી કે રીદ્ધીમાં ઠીક છે ને? ઘણીવાર એવું પણ થતું કે રીદ્ધીમાં કઈ કહે અને મમ્મી પણ કઈ જવાબ આપે. પણ મમ્મીના ચહેરા પર એક સ્મિત હતું.

હું અને ચિન્ટુ ક્યારે સુઈ ગયા ખબરજ ના પડી સવારે મામા મામી ૫.૨૭ વાગે આવી ગયા ત્યાં સુધી અમે પુરા દિવસનો થાક ના કારણે સુતા રહયા.

રીદ્ધીમાં ને પણ સારું હતું ધીમે ધીમે અમને બધેજ થી ખુશીના સમાચાર મળતા હતા. પણ મામા એ આવીને એક એવો પ્રશ્ન પૂછ્યું કે રીધ્ધીમાં ને જે પણ થયું તેનું કારણ શું અથવા કોણ? અને જયારે કોણ બોલ્યા ત્યારે મારી સામે થોડું ગુસ્સાથી જોયું?

મામી મમ્મી પાસે જઈને બધીજ વિગતો પૂછી. અને મમ્મી બધી વિગતો આપતા આપતા મમ્મી ગડગળી થઇ ગઈ. મને એમ થયું કે ગઈકાલે સવારે મમ્મી કોઈ પણ પરિસ્થતિને પહોચી વળવા તૈયાર મમ્મી અત્યારે કેમ આવી? પણ મમ્મી તરતજ બોલી પડી કે ગઈકાલે પરિસ્થિતિ ખુબજ વિકટ હતી. તમે આવ્યા છો તો મને થોડી રાહત છે. થોડી વાર પરિસ્થિતિ ની વિગત આપ્યા પછી મમ્મી તરત બોલી ચિંતન તું મામા-મામી ને ઘરે મૂકી આવ. આખી રાત કાર ચલાવીને થાક્યા હશે. ના ના એવી કોઈ જરૂર નથી મામા તડુકીને બોલ્યા. થોડી વારમાં મમ્મી અને મામી ઘરે જવા માટે નીકળતા હતા અને મામા ની કારમાં જ ગયા.

૮.૦૦ વાગે હું હોસ્પિટલમાં હતો અને મામા આવ્યા અને બોલ્યા જાબેટા તું હવે આરામ કર ગઈકાલેથી તું અહિયાં જ છે. મામાનો અવાજ જુદો હતો. પણ આ પણ મમ્મીનો જ જાદુ હશે. હું ઘરે આવ્યો અને મમ્મી મારા માટે ચા-નાસ્તો લઈને બેઠી હું મમ્મી સાથે વાત કરવી હતી ને મમ્મી બોલી બહુજ થાકી ગઈ છું પણ તારે વાત કરવી હોય તો આપણે કરી શકીએ. મમ્મી મારે તને રીદ્ધીમાં વિષે વાત કરવી છે. શું છે બેટા?

મને રીદ્ધીમાં બહુજ ગમે છે, હું એને કોઈ દિવસ કહી નથી શક્યો પણ અમારે એવી કોઈ વાત પણ થતી નથી મને નથી ખબર કે રીદ્ધીમાં મારા વિષે શું વિચારે છે. પણ આ દિવસોમાં મને એવું લાગે છે કે મને એના વગર નહિ ચાલે. મમ્મી તું આ દરેક પરિસ્થિતિથી મારી સાથે હતી. એ માટે તને હું કઈ પણ કહું તો ઓછુ છે.

બેટા,મને તારા મનની પરિસ્થિતિ ખબર છે. મને કોલેજ ના પહેલા વર્ષથી ખબર છેકે તને રીદ્ધીમાં ગમે છે. તારા અને રીદ્ધીમાં વચ્ચે જયારે જયારે પણ સારી વાતો થતી તો તારા ચહેરા પર એ દેખાતી જ. અને તું એને ખૂબજ પ્રેમ કરે છે એવું પણ રીદ્ધીમાં ને પણ ખબર છે. કેમ કે રીદ્ધીમાં પણ તને એટલોજ પ્રેમ કરે છે કેમ કે રીદ્ધીમાં મારી સામે તો બોલીજ છે કે મમ્મી લગ્ન પછી તમે સાસુના બની જતા.

હું એને ચીડવતી પણ કે ચિંતનને બીજી કોઈ ગમી ગઈ તો?

તો એ બોલતી કે એ દિવસ મારા છેલ્લો દિવસ હશે. કેમ કે ચિંતન જ વ્યક્તિ છે જે મને સમજે છે મારા મમ્મી-પપ્પા પણ મને છોડીને કેનેડા જતા રહ્યા એટલે મારો સહારો તો ચિંતન જ છે અને એ નથી તો હું પણ નથી જ.

ચિંતન ફરીથી ચુપ થઇ ગયો અને એને સમજાય ગયું કે શું થયું હશે અને કેમ રીદ્ધીમાં હોસ્પિટલમાં છે.

મમ્મી જલ્દી તું તૈયાર થઇ જા હું પણ નાહીને ફટાફટ તૈયાર થઇ ને આવ્યો. પ્લીઝ મમ્મી તું થાકીછે પણ તારે આજે મારી સાથે આવું પડશે કેમક કદાચ રીદ્ધીમાં ની આવી હાલતનો જવાબદાર હું છું.

હું અને મમ્મી હોસ્પિટલ પહોચી ગયા. રીદ્ધીમાં સુતી હતી. હું એના ઉઠવાની રાહ જોતો હતો પણ મારા અને એના વચ્ચે કઈક તો એવું હતું કે હું રૂમ માં બેઠો અને એ બોલી ચિંતન આવી ગયો. હું એની પાસે જઈને બેઠો અને ખાલી એટલું જ બોલ્યો. તું ગાંડી છે એવું કરતા પહેલા મને એક વાર ફોન કરીને પૂછી તો લેવું હતું કે મેં શું કર્યું હતું! હું એમજ બધી બાબત ને લઇ ને ગુસ્સે હતો અને તને મારા મનની વાત કહી નહતો શકતો અને તું બધું જ જાણતી હતી તો પણ તું મને કહેતી નહતી. મમ્મીને તું શેર કરે છે પણ તું મને.

આઈ લવ યુ રીદ્ધીમાં હું તારા વગર રહી નથી શકતો. જો તને કશું થઇ જાત તો હું મારી જાતને ખતમ કરી નાખત. પ્લીઝ હવે કોઈ દિવસ મને છોડી ને તું જઇશ નહિ.

સારું હતું રૂમ માં કોઈ નથી કેમ કે જો હોત તો તું આજે પણ ના બોલી શકત. રીદ્ધીમાં બોલી.

હું એને એ હસતા હસતા રડી પડ્યા પણ આજે આ રુદન અમારી જીંદગી નું કદાચ છેલ્લું રુદન છે.

(૨૨ દિવસ બાદ)

આજે રીદ્ધીમાં ને હોસ્પિટલમાં થી રાજા આપી છે અને આજે જ મારી અને રીદ્ધીમાં ની સગાઇ છે અને ચિન્ટુ અને હલકો ખુશીના માર્યા કાબુમાં નથી. કદાચ મારી જિંદગીનો આજ નો દિવસ યાદગર દિવસ છે.

Bimal Thakkar

(Managing Director of Theta One School Of Science & Founder of Human Wings & CEO of VIPO)