Hasto chahero in Gujarati Love Stories by Richa Modi books and stories PDF | હસતો ચહેરો

Featured Books
Categories
Share

હસતો ચહેરો

હસતો ચહેરો

શહેર ની એ ભાગદોડ માં જુઓ ત્યા એક ઉત્સાહ જોવા મળે છે અને લોકો માં એ ઉત્સાહ પણ જોવા મળે છે કે બઘા પોતાની જીંદગી માં કેટલા વધુ વ્યસ્ત છે પણ જે જગ્યાએ ઉત્સાહ હોય ત્યારે થોડે અંશે એક ઉદાસી પણ હોય છે. અને હમણાં તો વેલેન્ટાઈન ડે આવવા નો છે એટલે ઘણા બધા વ્યસ્ત હોય અને ઘણા એકલા પણ હોય છે .કેટલાક ની લવ સ્ટોરી શરૂ થાય આ વેલેન્ટાઈન ડે ના રોજ તો ઘણી વાર દિલ તુટી પણ જાય. અને એટલે આ દીલો ની ભીડ બજારમાં અને શહેરો ની જગ્યા જગ્યા વ્યસ્ત જોવા મળે છે.

જયાં જુઓ ત્યા ફૂલો ,કાડૅ, શોપીંગ મોલ માં સેલ,,, સેલ,, જોવા મળે છે. કોઈ એક બીજા સાથે ચાલતા ચાલતા હસતા લડતા શોપીંગ કરે છે ત્યારે કોઈ એકબીજા ને મનાવે છે. તેવુ કંઇક આ બજાર માં આવી ને લાગે છે , અરે મને ખબર નથી પડતી કે વેલેન્ટાઈન ડે છે કે બીજુ કંઈક અને એમાં બઘા ના ચહેરા પરથી ખુશી તો ઉતરતી નથી અને તેની વચ્ચે એક શો રૂમ જે શહેર નુ ખૂબ લોકપ્રિય શો રૂમ છે. અને નંબર વન શો રૂમ છે અને લોકો અહીં આવવા માટે ખૂબ મહેનત કરે છે અને તે શો રૂમ માં વેલેન્ટાઈન ડે ની ખૂબ સરસ શરૂઆત થઇ ચૂકી છે અને તેમાં શો રૂમ ના માલિકે એક એવો મૂલ્યવાન લેડીઝ નો ડિઝાઇનર ડ્રેસ એ તે શો રૂમ ની બહાર એક કાચ ની પેટી માં મુકે છે અને કહે છે આ ડ્રેસ એ આખા શેહેર નો સૌથી મોંઘો છે અને તેમાં પણ તે ફક્ત પાંચ નંગ જ છે અને તેની કિંમત અંદાજે એક લાખ રૂપિયા હતી .

અા ડ્રેસ એ બઘી રત્રી નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આમ આંખ ને ગમે એવુ હતુ આ ડ્રેસ અને ચોક્કસ આ ડ્રેસ પહેરીને કોઈ પણ રત્રી પરી થી ઓછી ન લાગે .અને બસ તે શો રૂમ ની સામે એક બાગ આવેલો છે ત્યા એક ભાઈ એ ખુબ આશ્ચય થી બેઠા હતા અને બરાબર તેમની નજર એ ડિઝાઇનર ડ્રેસ પર હતી. પછી કંઇક વિચાર કરવા લાગ્યા અને પછી થોડી વાર પછી તેમની આંખ માંથી આંસુ આવવા લાગ્યા અને પછી ઊભા થયા અને તે ડ્રેસ ની તરફ જોતા જોતા આગળ નીકળી ગયા પરંતુ હમણાં પણ તેઓ ની આંખ આંસુ હતા .

તેઓ ઘરે પરત ફર્યા અને પછી તરત હાથ ધોઈ ને જમવા બેઠા ત્યારે પણ તેઓ ખૂબ દુઃખી હતા .જમતી વખતે તેમણા પત્ની પુછે છે કે કેમ મનન જમતા નથી કંઈ સમસ્યા છે. આમ દુઃખી છો !મનન જવાબ આપે છે અરે ના કંઈ નથી પાયલ, અને હા આ વેલેન્ટાઈન ડે પર શું જોઈએ છે તને ?
પાયલ કહે છે ના કંઈ નહીં બસ તમારો આ હસતો ચહેરો!!

આ જવાબ સાંભળીને મનન મન માં વિચારે છે કે આ રત્રી માટે તો હું મારી જાન પણ આપુ તો પણ ઓછી છે, તો પેલો એક લાખ નો ડ્રેસ શું છે, પણ રુપિયા કયાં થી લાવવા??

ત્યારે પાયલ બોલે છે, શું વિચારો છો મારે કંઈ પણ નથી જોઈતું ,બસ ખાલી આપણે રાતે ઠંડા પવન માં રાત્રે આઈસકીમ ખાવા જઈશું, ઓકે,, અને મને એક ગુલાબ આપજો તમારા હસતા ચેહરા સાથે,,,,

મનન તરત બોલે છે અરે હા પણ આપણી એનિવર્સરી પણ છે વેલેન્ટાઈન ડે પહેલા એટલે કંઈક તો ભેટ લેવુ પડશે.

પાયલ = પણ મારે કંઈ પણ જોઈતું નથી,

પછી ખાય ને પછી મનન થોડી વાર વોક માટે જાય છે. ત્યારે પાછો એજ શો રૂમ ની સામે આવી ને બેસે છે અને ત્યારે પાકીટ ખોલે છે માંડ માંડ એકાદ હજાર જેટલા જેટલા હતા અને તે જોઈ ને તેની આંખો ભીની થઈ જાય છે અને વિચાર કરે છે હવે આ ડ્રેસ કંઈ રીતે આપુ અને મારી ખુશી જોઈએ છેને પાયલ ને અને મારી ખુશી આજ ગિફત માં છે હે ભગવાન મદદ કરો અને અંદરોઅંદર લડવા લાગે છે કે હું પાયલ ને આટલુ ગિફત આપી નથી શકતો.

થોડા દિવસો પછી તેમની એનિવર્સરી પણ આવી રહી હતી એટલે પાયલ બહાર ખાવા જવા નો પ્લાન બનાવ્યો અને મનન ને સરપ્રાઇઝ આપવા માટે તેને એક હોટેલમાં બોલાવે છે અને તેને ગિફત માટે તે એક સોના ની વીટી વેચી નાખે છે અને થોડા રુપિયા તેની પાસે હતા જેથી તે એક બાઈક ખરીદે છે અને વિચાર કરે છે કે હવે મનન ને કંપની જવાનુ અઘરું નહી પડે હવે તે આરામ થી જાઈ તો ચાલે ,અને પછી તે હોટલ માં જાય છે અને ત્યા મનન ની રાહ જોઇ છે.

બીજી બાજુ તે કંપની માં ઓવરટાઈમ કરે છે અને તે જયાર થી તે ડ્રેસ આપવા નું વિચાર કર્યો છે તે ઓવરટાઈમ કરે છે તે દિવસે પણ ઓવરટાઈમ કરે છે અને તેની એનિવર્સરી પણ ભૂલી જાય છે .

બીજી બાજું પાયલ ખૂબ રાહ જોઈ છે રાહ જોતા જોતા દસ વાગી જાય છે અને પછી ફોન પર ફોન કરે છે પણ મનન કોઈ ફોન ઉચકતો નથી અને તે ઉપરાંત તે મેસેજ કરે છે કે પાયલ ને અને તેમાં લખે છે મને ખૂબ કામ છે ફોન ના કર આ વાચી ને પાયલ ખૂબ રડે છે પણ એકબીજા પર નો વિશ્વાસ તે સાચવે છે અને વિચાર કરે છે કે કંઈક તો છે જેથી આજે મનન આવ્યો નહી બાકી આજે લગ્ન ને પાંચ વર્ષ થઈ ગયા છે અને દર વર્ષે પહેલા તો એજ યાદ રાખે છે અને આજે તો સવાર નો ગયો છે ખબર પડી નહીં પરંતુ તેને આજે એનિવર્સરી ની શુભેચ્છા પણ પાઠવી નથી અને તેની આંખો ભીની થઈ જાય છે અને હોટલ બંધ થયા બાદ તે બહાર રાહ જોય છે અને જયારે મનન ઘરે પરત ફરે છે ત્યારે પાયલ ને હોટલ પાસે જોય છે તો મનન ખુબ જ ખરાબ લાગે છે અને મનન ને તેની ભુલ સમજાઈ જાય છે અને તે રસ્તા પર માફી માંગે છે, પાયલ થોડો ગુસ્સો કરે છે પણ તરત માફ કરે છે પરંતુ એક શરત પર કાલે વેલેન્ટાઈન ડે છે એટલે કાલે હોટલ માં લઇ જવુ અને મનન હસતા હસતાં હા પાડી દીધી પણ તે વિચારે છે કે આ ડ્રેસ માટે એક મહિના થી ઓવરટાઈમ કરુ છું પણ કંઈ પણ થશે નહીં પણ મારે હવે કંઈ પણ બીજુ આપવુ પડશે .અને બીજી તરફ પાયલ વિચાર કરે છે કે બાઈક અને તેનુ બીજુ ગિફત હવે કાલે જ આપા. બસ આમ કરતા કરતા રાત ના અંધારા બંને એકબીજા ને મનાવે છે અને ઠંડા પવનો ની સાથે ચાલતા ચાલતા કુલ્ફી ખાઈ ને આનંદ માને છે એક બાજુ પાયલ ગિફત આપવા ઉત્સાહ માં હોય છે અને બીજી તરફ મનન દુઃખ પણ છે કે તે પેલો ડ્રેસ આપી નથી શકતો, પણ બંને આ પળ ને માને છે અને એક બીજા ના ખભા ઉપર હાથ મુકે ને ઠંડા પવનો ની લહેરો ને માને છે ત્યારે અચાનક એક ગુલાબ નું વેચાણ કરતા કાકા દેખાય છે અને ત્યારે મનન અને પાયલ બંને ખરીદે છે અને એક બીજા ને આ લવ યુ કહી નેે ગુલાબ આપે છે

બીજા દિવસે વેલેન્ટાઈન ડે પર મનન પાયલ ના માથા માં ગુલાબ નાખી આપે છે અને કહે છે કે આજે હું ચોક્કસ હોટલ માં આવીશ, અને મારી રાહ જોજે અને સાંજ પડે છે અને મનન હોટલ પર પહોંચે છે અને પાયલ આવી નથી અને તે જોઈ ને ખૂબ ખુશ થઈ જાય છે કે હાશ આજે હું વહેલો આવી ગયો અને ખુબ રાહ જોય છે અને પછી અચાનક તેની આંખો પહોળી થઈ જાય છે અને તે કંઈ પણ બોલે તે હાલમાં હોતો નથી અને તે જોઈ છે કે પાયલ આવી ગઈ છે અને તે પણ બાઈક પર અને સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ખુબ જ મજા પરી જેવી દેખાતી હતી, તેના સુંદર વાળ જે હવા માં આગળ ગાલ પર આવતા હતા અને તેનુ પરફ્યુમ તે હવા માં એક તાજગી ફેલાવતુ હતું અને પછી અચાનક મનન ની નજર ડ્રેસ પર પડે છે તે એજ લાખો રૂપિયાનો ડિઝાઈનર ડ્રેસ હતો અને તે આમા ખૂબ સરસ લાગતી તે મનન પાસે આવે છે અને બાઈક ની ચાવી આપે છે કહે છે આ છે તમારુ એનિવર્સરી અને વેલેન્ટાઈન ડે નું ગિફત પણ આ ડ્રેસ કોને આપ્યો છે

પાયલ = કેમ ભૂલી ગયા તમે તો આપ્યો

મનન =.અરે ના મે નથી આપ્યો,

પાયલ = કેમ હજાર રૂપિયા મંને પૂછ્યા વિના કોને મૂકેલા મારા પાકીટ માં,

મનન = એ તો તારુ પાકીટ ભુલ માં પડી ગયુ હતું અને તેમાં ફક્ત સો રૂપિયા જ હતા એટલે મે હજાર રૂપિયા મુક્યા, પણ આ ડ્રેસ તો લાખ રૂપિયા નો છે

પાયલ = હા પણ જે વસ્તુ લાખ માં મળે તે હજાર માં પણ મળે.

મનન = મતલબ???

પાયલ = મતલબ એ થયો કે તમે જે નંબર વન શો રૂમ ના ડ્રેસ ની વાત કરો છો એ શો રૂમ ની નજીક એક દુકાન છે જેમાં આવા લાખો વાળા ડ્રેસ સસ્તા ભાવે મળે છે. અને તમે જે દિવસે જમતા નહોતા અને ચાલવા ને બહાને અહી આવેલા ત્યારે હું તમારી પાછળ જ હતી એટલે મને ખબર પડી અને પછી આ દુકાન નો કાડૅ અને આ ડ્રેસ ના ફોટા જોયા એટલે મને ખબર પડી કે ખુબ મહેનત કરે છે ગિફત માટે અને પછી એક મહીના સુધી ઓવરટાઈમ કરો છો, પણ તમને કહ્યુ હતું કે મારા માટે હજુ પણ આ તમારા ચહેરાની ખુશી જ મહત્વ ની છે, આ ડ્રેસ કે કંઈક બીજું નહીં, અને મને તમે દિલ થી જે આપશો તે મારા માટે અનમોલ છે. અને મને તો તમારો આ હસતો ચહેરો જ જોઈએ છે અને એટલે હું આ બાઈક લાવી છું અને મારુ ગિફ્ટ,,, આપો ચાલો હસો!

મનન = હસતા ચેહરા સાથે પણ બાઈક ક્યા થી લાવી ?

પાયલ = માફ કરજો પણ લગ્ન, વખત નુ થોડુ સોનું વેચી દેતા આ રુપિયા આવી ગયા,

મનન = પણ આવુ કેમ કર્યુ,

પાયલ = અરે તમારા બસ ના ધક્કા મારા થી જોવાતા નથી,

મનન = અરે પાગલ આની શી જરુર હતી અને લે આ તારુ ગિફ્ટ આ તારી માટે આ એક સોના ની વીટી મારા ઓવરટાઈમ ના રુપિયા માંથી લાવ્યો છું.

તે જોઈ ને પાયલ ખૂબ ખુશ થઈ જાય છે અને તેનો હસતો ચહેરો મનન ને ખૂબ ખુશ કરે છે અને મનન અને પાયલ એક બીજા ના હાથ પકડી ને કહે છે, હેપી વેલેન્ટાઈન ડે અને હેપી એનિવર્સરી અને love you ❤