Pardarshi - 9 in Gujarati Short Stories by bharat maru books and stories PDF | પારદર્શી - 9

Featured Books
Categories
Share

પારદર્શી - 9

પારદર્શી-9
ટોનીનાં ફલેટમાં એક બેડરૂમમાં અંદર બંધ પડેલી મોહિની, ખતરનાક ટોની, સમીર અને પરીસ્થિતી પામી ગયેલો અદ્રશ્ય સમ્યક.હવે સમ્યકને સૌથી પહેલા મોહિનીને બચાવવા એને જોવી જરૂરી હતી.એટલે એણે એ દરવાજાની આરપાર નીકળવા પ્રયત્ન કર્યોં.એણે પોતાનો જમણો હાથ દરવાજા તરફ લંબાવ્યોં.ખુબ જ અચરજ સાથે એ હાથ દરવાજાની આરપાર નીકળી ગયો.સમ્યક હળવેથી પોતાના અદ્રશ્ય શરીર સાથે આરપાર થઇ બેડરૂમની અંદર હતો.અંદર મોહિનીને બેડ પર બાંધેલી હાલતમાં સુતેલી જોઇ.આ દ્રશ્ય જોઇ સમ્યકથી એક નિશાસો નીકળી ગયો અને સાથે બે શબ્દો પણ સરી પડયા “ઓહ! મોહિની.”
મોહિનીને ટોનીએ નશાનું ઇન્જેકશન આપેલું.એ અર્ધબેભાન અને માદક અવસ્થામાં હતી.છતા સમ્યકનો અવાજ એ સાંભળી ગઇ.અને ખુબ મોટા અવાજે બોલી
“અરે સર, તમે આવી ગયા.” મોહિની એવી અવસ્થામાં હતી જયાં મનનો અમુક હિસ્સો જ કામ કરતો હતો.એણે માત્ર અવાજ સાંભળી અંદાજ માર્યો કે સમ્યક આવી ગયો છે.એની આંખો તો જાણે સાતમા આસમાને હોય એવી નશીલી, બેફીકરી અને લગભગ બીડાયેલી જ હતી.એનું સમ્યક પ્રત્યેનું આકર્ષણ પણ આ અવસ્થાએ વિવેકહીન થઇ ગયુ હતુ.એટલે એ ફરી બોલી
“સર, હું તમારી જ રાહ જોતી હતી.ચાલો તમે પણ મને પ્રેમ કરો, હું તો તમને ખુબ પ્રેમ કરું છું.તમે મારા પતિ બની જાવ.” મોહિનીનાં આવા શબ્દો સમ્યકને કાને અથડાયા ત્યાંરે જે તોફાની હતા પણ સમ્યકનાં મનને એ તરંગીત ન કરી શકયા.સમ્યક જાણતો હતો કે મોહિની અત્યાંરે હોશમાં નથી પણ ઉલ્ટાનું આ નશાને લીધે એક વિવેકહિન માદક અવસ્થામાં છે.એટલે એની માંગ આવી જ રહેવાની.આ નશાયુકત ઇન્જેકશનને લીધે મોહિનીનો પ્રેમ એના એક આવશ્યક સ્વરૂપ ‘કામ’ ને તાબે થયો છે.પણ મોહિનીને એનું બીલકુલ ભાન નથી.એનું ધ્યાન હવે સમ્યકે જ રાખવાનું હતુ.એક સ્ત્રીની આ નાજુક અવસ્થા કેટલી ખતરનાક છે એ સમ્યકને અનુભવાયું જયાંરે બેડ પર તરફડીયા મારતી મોહિનીને એણે જોઇ.પણ સમ્યકે ગજબનું સંતુલન જાળવ્યું.કારણ કે સમ્યક જયાંરે પણ અદ્રશ્ય હોય છે ત્યાંરે એ મનની અત્યંત શાંત અવસ્થાએ હોય છે.એ શાંત અવસ્થા જ સમ્યકને આગળ શું કરવું એનુ પ્રેરણા બળ પુરુ પાડે છે.પણ બહાર બેઠેલા ટોનીને અંદરથી મોહિનીનો અવાજ સંભળાયો.એણે સમીરને કહ્યું અંદર જોઇ આવ તો જરા.શું બકવાસ કરે છે?” સમીર હાથમાં ઇન્જેકશન લઇને જ ઉભો થયો.દરવાજો ખોલી અંદર આવ્યોં.સમ્યકે સમય સુચકતા વાપરી એને દરવાજા તરફ દબાવ્યોં.એના ધકકાથી દરવાજો બંધ થયો.સમ્યકે એક હાથથી એનું મો અવાજ ન નીકળી શકે એ માટે દબાવીને બંધ કર્યું.ઝડપથી અને આપમેળે બનતી ઘટનાઓથી અવાક થઇ ગયેલો સમીર કંઇ સમજે એ પહેલા જ એના હાથમાંથી સમ્યકે ઇન્જેકશન આંચકી લીધુ અને સમીરનાં હાથમાં આપી દીધુ.એકદમ જ ગભરાઇ ગયેલા સમીરે અરધી મીનીટ સુધી હવામાં હાથ વીંઝયા પણ સમ્યક તો એનાથી દુર થઇ ગયેલો.સમ્યકે બીજી હોશીયારી એ વાપરી કે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને દરવાજા પાસે ઉભો રહ્યોં.સમીરને નશાની અસર વર્તાવા લાગી છતા આ ભયંકર ઘટનાથી ડરી એણે રૂમની બહાર નીકળવા બે ત્રણ પ્રયત્નો કર્યાં પણ દર વખતે સમ્યકે એને અદ્રશ્ય થપાટો મારી પાછો ધકેલ્યોં.ખુબ જ ડરી ગયેલો સમીર રૂમનાં એક ખુણે બેડની બાજુમાં અને મોહિનીનાં માથા તરફ નીચે લપાઇને બેસી ગયો.
અંદર ઘમાસાણ થયું એનો અવાજ ટોનીને આવતા એણે પણ દરાવાજો ખટખટાવ્યોં.સમીર...સમીર એવા સાદ પણ પાડયા.પણ સમીરનાં ફકત હોઠ ફફડયાં, અવાજ ન નીકળી શકયો.કોઇની અદ્રશ્ય હાજરીથી ભયંકર ગભરાઇ ગયેલા સમીરને ઇન્જેકશનનાં રસાયણે એના લોહીમાં ભળી એના મગજનો કબજો લઇ લીધો.એના મનમાં રહેલી વિકૃતિ અને લાલસાએ જોર પકડયું.સમ્યક એ નીરખી રહ્યોં હતો.ટોનીએ બેડરૂમનાં દરવાજાને ધકકો માર્યો પણ એ તો અંદરથી બંધ હતો.ટોનીને તરત જ જે વિચાર આવ્યોં એ બોલીને એણે રજુ કર્યોં
“અરે, નાલાયક....સમીર, ઉભો રહે.દરવાજો બંધ કરીને કંઇ કારસ્તાન કરતો નહિં.મારે મોબાઇલમાં શુટિંગ કરવાનું છે.” ટોનીએ દરવાજા પર ગુસ્સાથી બંને હાથ પછાડ્યા.પણ સમીર હવે નશાની ચરમ સીમાએ પહોચી ગયો.એણે મોહિની તરફ જોઇ પોતાનો શર્ટ દુર કર્યોં પણ એ બીજુ કોઇ પગલુ ભરે એ પહેલા સમ્યકે એને જમીન પર પછાડયો.એને માથામાં માર લાગ્યોં.એ ફરી ઉભો ન થઇ શકયો.ટોની હવે દરવાજાને જોરથી ધકકા મારવા લાગ્યોં જાણે દરવાજો તોડી અંદર ઘુસવું હોય એમ.સમ્યકે સમીરને દરવાજા પાસે બેસાડી દરવાજો અંદરથી ખોલી નાંખ્યોં.ટોનીએ છેલ્લો ધકકો માર્યોં ત્યાંરે દરવાજો ખુલ્યો અને એણે સમીરને અર્ધબેભાન હાલતમાં જોયો.ખાલી પડેલું ઇન્જેકશન પણ જોયું.સમીરનાં કપડાની હાલત જોઇ ટોનીને ગેરસમજ થઇ એટલે એ ગુસ્સે ભરાયો.એણે સમીરના ખુલ્લા પેટમાં એક લાત મારી.લાતમાં ટોનીનાં ગુસ્સાની આગ એવી ભળેલી હતી કે સમીર ઉભો જ ન થઇ શકયો.પણ ટોનીએ એને ફરસ પર જ ઢસડીને બેડરૂમની બહાર લીધો.એ અર્ધબેહોશી, માદકતા અને ખુબ ખાધેલા મારનાં મિશ્ર આઘાતથી તરફડીયા મારતો નીચે પડયો હતો.
હવે ટોની વિચાર કરતો હતો કે આગળ શું કરવું? વળી વિચાર આવ્યોં કે સમીરને જ બેડ પર મોહિની સાથે ગોઠવી દઉં.પણ એના માટે થોડી રાહ જોવી પડશે.થોડીવારે સમીર કંઇક બબડયો.ટોનીએ બુમ પાડીને કહ્યું
“શું? મોટેથી બોલ? તે અંદર શું કર્યું?”
સમીર લથડીયા ખાતી જીભે બોલ્યોં “અંદર કોઇ છે.અંદર રૂમમાં કોઇ છે.એણે મને માર્યોં.એ બહાર નીકળે એટલે એને પતાવી નાંખુ.”
સમ્યકને હવે મામલો બગડે એવું લાગ્યું એટલે એ બેડરૂમમાં મોહિની પાસે બેઠો.મોહિનીનાં હોઠ હજુ ફફડતા હતા પણ અવાજ સંભળાતો ન હતો.આ બાજુ ટોનીનું ધ્યાન સમીર તરફ હતુ.એ સમીરની વાત સાંભળવા એની બાજુમાં નીચે બેઠો.સમીરને જગાડવાની સતત કોશીષ કરી રહ્યોં હતો.કારણ કે સમીર થોડો હોશમાં આવે તો કંઇ થાય.સમ્યક પણ ત્યાં ગયો.સમીરનાં ડાબા હાથ તરફ ટોની બેઠો હતો.સમ્યક સમીરનાં જમણા હાથ તરફ બેઠો.થોડી ક્ષણ માટે ટોનીનું ધ્યાન બેડરૂમ તરફ હતુ ત્યાંરે સમ્યકે બાજુમાં જ ટેબલ પર પડેલુ અને ભરેલુ ઇન્જેકશન સમીરનાં જમણા હાથમાં આંગળીઓ વચ્ચે ગોઠવી દીધુ.પછી એક હાથે સમીરનું માથુ સહેજ ઉંચકયું અને બીજા હાથે સમીરનો હાથ પકડી ટોનીનાં હાથમાં ઇન્જેકશન મારી દીધુ.આમ કરવું એટલે સહેલું બન્યું કેમ કે સમીરનું શરીર બેભાન અવસ્થામાં ઠીલુ હતુ.એના હાથ પણ જેમ વાળવા હોય એમ વળી શકે એમ હતા.હવે જયાંરે સમ્યકે સમીરનું માથુ ઉંચકયું તો એને કંઇક સ્વપ્નની અવસ્થાને લીધે હસવું આવ્યું.પણ એનાથી ટોનીને ખાત્રી થઇ કે આ કૃત્ય સમીરે જ કર્યું છે.સમીર બેહોશીનું નાટક કરી રહ્યોં હતો એવું ટોનીને પાકકુ થયું.એટલે એણે ફરી સમીરને એક જોરમાં લાત મારી,એક ભયંકર ગાળ પર આપી પછી આગળ બોલ્યોં “તું મારી સાથે ગેમ રમે છે? ઉભો રહે, તને તો હું દેખાડું છું.....”
સમ્યકે ફરી સમીરને પાછળ ટેકો આપી બેઠો કર્યોં.ટોનીને એવું લાગ્યું કે સમીર એના તરફ હવે હુમલો કરશે એટલે એણે પોતાની પાસે જે ચાકુ હતુ એનો ઉપયોગ કરવાનું એક ક્ષણે નકકી કરી નાંખ્યું.આમપણ હવે પેલુ ઇન્જેકશનનું રસાયણ એના મગજ પર સવાર થઇ ચુકયું હતુ.ટોની મોટુ ચાકુ હાથમાં રાખી સમીર તરફ ધસ્યો.સમ્યકે ફરી સમીરને થોડો દુર ખસેડયો.છતા પણ ટોનીએ વિંઝેલા ચાકુથી સમીરનાં સાથળમાં એક ઉઝરડો પડી ગયો.લોહી વહેવા માંડયું.સમીરને નશામાં દુખાવાની તીવ્રતા ન અનુભવાઇ.પણ થોડી ક્ષણ પછી એની પીડા વધવા લાગી.એનો કણસાટ વધી ગયો.આ જોઇ ટોનીને અફસોસ થયો કે મે આ શું કર્યું? ત્યાં સુધીમાં તો નશાએ ટોનીનો સંપુર્ણ કબજો લઇ લીધો.એ દિવાલનાં ટેકે બેસી ગયો.અફસોસની તીવ્ર લાગણીએ એને ડામાડોળ કર્યોં.નશો થતા પહેલાની જે તાજી લાગણી મગજમાં જન્મેલી હોય એ આવી માદકતામાં, આવા ઉન્માદમાં વારંવાર ટકરાયા કરે છે અને માનવીને થોડો સમય પુરતો વિચલીત કરી નાંખે છે.એક તો સમ્યક આવ્યોં નહિં, બીજુ સમીરે આખો પ્લાન બગાડી નાંખ્યો અને આ ન બનવાની ઘટના સામે આવી પડી એટલે ટોની પણ આવો જ વિચલીત થયો.એણે પોતાના બે હાથ વચ્ચે માથુ નમાવ્યું.એને હવે શું કરવું એ નકકી કરવા એને થોડો સમય જોઇતો હતો.
આ બાજુ સમ્યકે સમીરનાં ઘાવમાં ખાલી થયેલા ઇન્જેકશન ઘુસાડીને એની પીડા વધારી.પીડાએ સમીરને થોડો સભાનાવાસ્થામાં લાવી દીધો.એ એક ચીસ પાડી ઉભો થયો.પોતાના પગમાં લાગેલો ઘા, એમાંથી નીકળતું લોહી અને ટોનીનાં હાથમાં રહેલું ચાકુ એણે જોયું.એ લંગડાતા પગે ઉભો થયો.સમીરને પોતાના તરફ આવતા જોઇ ટોની માદકતામાં બોલ્યોં
“તે ઉતાવળ કરી યાર.એટલે જ તને ઘાયલ કરવો પડયો.” પણ સમીર તો ગુસ્સામાં લંગડાતા પગલે આગળ વધતો હતો.એ રોકાઇ શકે એમ ન હતો.એટલે ટોનીએ વિવેકભાન ગુમાવીને કહ્યું
“સારુ....લે આ ચાકુ.મને માર એટલે હિસાબ બરાબર.” સમ્યક આ જોઇ રહ્યોં અને વચ્ચે કયાંક મોકો મળી જાય એની રાહ પણ જોઇ રહ્યોં.
સમીરે કહ્યું “તને ખબર નથી, ટોની.અંદર બેડરૂમમાં શું થઇ ગયું?”
સમીરની વાત અધવચ્ચે કાપી ટોની બોલ્યોં “એ જ તો વાત છે.તું એ બેડરૂમની લાલચમાં આવી ગયો.મને જાણ કર્યાં વિના તે .....” ટોનીની વાત સાંભળી સમીર એની એકદમ નજીક આવ્યોં.એને પેલો અદ્રશ્ય માર યાદ આવ્યોં.એ અદ્રશ્ય શકિત જે હોય તે સાંભળી ન જાય એ માટે ટીનીનાં કાનમાં કંઇક કહેવા સમીર નીચે તરફ નમ્યોં.ટોનીનાં હાથમાં હજુ ચાકુ એમ જ હતુ.સમ્યકને આ જ યોગ્ય સમય જણાતા એણે ટોનીનો ચાકુ સહિતનો હાથ પકડી સમીરનાં ગળા તરફ ઉંચકયોં.એક તો સમીરનું નીચે નમવાનું બળ અને સમ્યકનાં હાથનું બળ, બંને ભેગા થઇ સમીરનાં ગળામાં એક બાજુ તરફ ચાકુ ઘસાયું.ચાકુ એવી રીતે ઘસાયું કે સમીરનાં ગળામાં એક કાપો પડયો.ત્યાંથી લોહીની ધાર વહી.ચાકુ હજુ ટોનીના હાથમાં રહ્યું.સમીરે એક હાથ ઘાવ પર દબાવ્યોં.સમ્યક ત્યાંથી દુર ખસી ગયો.સમીરે બરાબર ટોનીનાં માથામાં એક લાત મારી.એનું માથુ પાછળ દિવાલમાં અથડાયું.એ ચકકર ખાઇ ગયો.થોડી વાર એને કંઇ દેખાયું નહિં.ત્યાં સુધીમાં તો સમીરનો એક હાથ ટોનીનાં ગળા પર હતો.એ એનું ગળુ દબાવતો હતો.ટોનીને જાણે સામે મોત નાંચ્યું.એ પોતાના હાથ હવામાં હલાવવા લાગ્યોં.હવે જો થડી ક્ષણ આવી સ્થિતી રહી તો પોતે મરી જશે એવો છેલ્લો વિચાર એના મનમાં ઝબુકયોં.એણે બધુ જોર એકઠું કરી ચાકુ સીધુ સમીરનાં પેટમાં મારી દીધું.આ ચાકુનો ત્રીજો વાર સમીર માટે મરણતોલ ફટકો હતો.સાથળમાંથી વહેતુ લોહી, ગળામાંથી વહેતુ લોહી અને હવે પેટમાંથી વહેતુ લોહી આમ આ ત્રણ જગ્યાએથી વહી ગયેલા લોહીથી એ બેભાન થયો.અને જમીન પર ધડામ અવાજ સાથે પડી ગયો.ટોની પણ સમીરે કરેલા હુમલાથી નીચે પડી ગયો.એક પછી એક બંને તરફડીયા મારતા પડેલા હતા.
સમ્યક હવે સીધો જ બેડરૂમમાં ગયો.મોહિની થોડી ભાનમાં આવી હતી.એણે મોહિનીનાં હાથ છોડાવ્યાં.મોહિની બેડ પરથી નીચે ઉતરી.આજુ બાજુ બધુ નિરીક્ષણ કરતી હતી.ત્યાં જ સમ્યકે દરવાજો સહેજ ખોલ્યોં.એ સહેજ જગ્યામાંથી મોહિનીને બહારનું ભયંકર દ્રશ્ય દેખાયું.એ ગભરાઇને ફરી બેડ ઉપર બેસવા જતી હતી ત્યાં અદ્રશ્ય સમ્યકે બુમ પાડી “નહિં મોહિની, જલ્દી ભાગ અહિંથી.તારા બોસ પાસે જા.” મોહિનીને ફકત અવાજ સંભળાયો.પણ અત્યારે ભાગવું જરૂરી હતુ.એટલે કંઇ સમજવાની કોશીષ કર્યાં વિના મોહિની ફલેટની બહાર નીકળી ગઇ.બપોરનાં 2.00 વાગી ગયા હતા.બધા ફલેટનાં દરવાજા બંધ હતા.મોહિનીએ ઘરે જવાને બદલે સીધી જ ફેકટરીની રીક્ષા પકડી.આ તરફ સમ્યક પણ ફલેટનો દરવાજો બહારથી બંધ કરી,કોઇ જોઇ નથી રહ્યું એની કાળજી લઇ બહાર નીકળી ગયો.એક ભયંકર ઘટનામાંથી અદ્રશ્ય સમ્યક પણ બહાર નીકળી ગયો.
સમ્યક પણ હવે દ્રશ્યમાન બની ઓફીસે પહોચ્યોં.મોહિની કોન્ફરન્સ રૂમમાં એકલી બેસી, દરવાજો બંધ કરી રડતી હતી.સમ્યકે પણ એને થોડો સમય એકાંત આપ્યું.પછી મોહિની પાસે ગયો.મોહિનીએ રડતા રડતા આપવીતી સંભળાવી.સમ્યકે ફરી એજ ઘટના એવી રીતે સાંભળી જાણે પહેલી વાર સાંભળતો હોય.પણ આખરે મોહિનીએ પોતાની શંકા રજુ કરી
“સર, મને બહું યાદ નથી આવતું.સવારે મારા ફલેટનો દરવાજો ખટખટાવ્યોં એટલે મને એમ કે દુધવાળો હશે.પણ આ સમીરે મને બળજબરીથી નશાનું ઇન્જેકશન મારી દીધુ.પછીનું મને કંઇ યાદ નથી આવતું.પણ કોણ જાણે કેમ એવું લાગ્યા કરે છે કે તમે ટોનીનાં ફલેટ પર હતા!! છેલ્લે મને તમારો અવાજ પણ સંભળાયો હતો, પણ મે કયાય જોવાની તસ્દી ન લીધી અને ભાગી આવી.”
“ના મોહિની, હું ત્યાં કયાથી? મને કેમ ખબર કે એ લોકો તને ઉપાડી ગયા? પણ તને નશામાં મારો ભ્રમ થયો હશે.અને એ બંને પણ નશામાં અંદર અંદર ઝગડયા હશે એટલે તું બચી ગઇ.થેંકસ ગોડ મોહિની !!”
સમ્યક પાસે આવીને અને સમ્યકની વાતોથી મોહિની હવે શાંત હતી.એનો ગભરાટ,એનો શ્વાસ પણ હવે નીચે બેઠો.સમ્યકે જયાંરે એના આંસુ લુછી એને પાણી પીવડાવ્યું ત્યાંરે એને પહેલા જેવી જ સલામતી અને શાંતિ અનુભવાય.એ શાંતિ એનાં મનમાંથી સમ્યકનાં આકર્ષણને લીધે જ ઉત્પન્ન થતી.એ શાંત મનમાં બનેલી દુર્ઘટનાનાં અમુક અંશ એનાં સ્મૃતિપટલ પર આવવા લાગ્યાં.નશાની અસરને લીધે એ અંશો કોઇ ઘસાય ગયેલી જુની ઓડિયોકેસેટ જેવા હતા.સંભળાય પણ ખરા અને પુરા ઉકેલી પણ ન શકાય.આ એકધારા બે માનસીક સ્તરને લીધે એણે એક હાથે માથુ પકડયું, જાણે માથામાં એને ભયંકર દુખાવો થતો હોય એમ.પછી એ ભુતકાળમાંથી બહાર નીકળવા એણે બુમ પાડીને કહ્યું
“સર તમે ત્યાં હતા જ.જો મને ભ્રમ થયો તો તમારો જ કેમ થયો? બીજા કોઇ પુરુષનો કેમ નહિં?” મોહિનીએ પુછેલા સવાલનો જવાબ અઘરો લાગતા સમ્યક મૌન રહ્યોં.જો મોહિનીને સાચી કહે તો પોતે ત્યાં હતો એની સાબીતી આપવી પડે.જો મોહિનીનો ભ્રમ સાચો કહે તો એ ભ્રમમાં સમ્યક જ કેમ આવ્યોં એ બાબતનો ખુલાસો આપવામાં મોહિનીનું એના તરફેનું આકર્ષણ પણ સામે ચાલીને સ્વીકાર કરવું પડે.સમ્યક તો અસમંજસમાં ચુપ રહ્યોં.ત્યાં એનો મોબાઇલ ફોન આવ્યોં.એને વાત કરતા કરતા જ બહાર નીકળી જવું વધુ સારુ લાગ્યું.પણ એના મૌનથી મોહિનીનાં મનને પોતાની તરફેણમાં વિચારવાની છુટ મળી ગઇ.મોહિનીએ ખુબ મગજ પર જોર આપ્યું તો પણ એ ઘટના વખતે સમ્યકની હાજરીનો ઉંડો અહેસાસ થતો જ રહ્યોં.મોહિનીએ ટોનીનાં ફલેટમાં સાંભળેલો છેલ્લો અવાજ અને સમ્યકનું અત્યારનું મૌન, એ બંનેની એનાં મનમાં સરખામણી થઇ તો બંને એક જ સાબીત થયા.



ક્રમશઃ
--ભરત મારૂ