ટૂંકી વાર્તા :- પ્રેમ કે આંસુ?
ગડગડાટ.. આહા..
લ્યા બહાર આવ..
જો તો વાતાવરણ તો જો આજે બહુ જ મસ્ત છે.. આજે તો ચોક્કસ વરસાદ પડશે..
ના લ્યા નઈ આવે.. ખબર નહીં તને આ રોજ આમ જ કરે છે.. આવે તો નઈ પણ અત્તર છાંટે એમ બધા ઉપર છાંટી ને જતો રહે છે.. તેનો મિત્ર બોલ્યો..
ના ના આજે મારું દિલ કહે છે કે આજે પહેલો વરસાદ આવશે..
આજે આ માટીની સુગંધ કહે છે કે વરસાદ આવશે..
તને નથી દેખાતું બાઈક પર બેઠેલુ પેલું કપલ જાય છે એ લોકોના ચહેરા પરથી અને એમના હાવભાવ પરથી એવું લાગે છે કે જાણે તે અને તેમનો પ્રેમ વરસાદને આવવાં માટે મજબુર કરતાં હોય..
પેલા કાકા પોતાના ધાબે પતરાં પર વાછરોટના આવે એના કારણે પ્લાસ્ટિક ઢાંકે છે એના પરથી તને નથી લાગતું કે આજે વરસાદ આવશે..
જો જે આજે મોરના પીંછા પણ તેની કળાને મ્હાલશે.. આજે વરસાદ આવશે..
શ્યામે તેના કવિઅંદાજમાં જવાબ વાળ્યો..
બસ બસ હો તું બવ રોમેન્ટિક ના થા.. બધું આવશે પણ તારી રાધિકા તો નઈ જ આવશે.. (મજાક માં)
જો હું તો ચાલ્યો ધાબે તારે આવું હોય તો ચાલ.. આવાં વરસાદમાં કદાચ વીજળી આવવાનું ચુકી જાય પણ રાધિકાના ચુકે... શ્યામ તેટલું બોલતાં બોલતાં પગથિયાં ચઢવા લાગ્યો..
હે.. હે.. એ પણ તારી એક વીજળી જ છે ને.. તેનો મિત્ર હસતાં હસતાં બોલ્યો..
શ્યામ ધાબા પર જાય છે અને બસ એકલો એકલો વાતો કરે છે... જાણે કે તે રાધિકાની યાદોમાં ઘરકાવ થઈ ગયો હોય..
ચાલને.. આવને.. મારી પાસે ના આવ મારી સામે તો આવ..
દર વખતેની જેમ બહાના ના કાઢીશ કે શરદી અને ઉધરસ થઈ જશે.. જેમ પહેલા પ્રેમની કોઇ આડઅસર નથી હોતી તેમ પહેલા વરસાદની પણ આડઅસર નથી હોતી..
પ્રેમ બહુ બધું કહી જાય.. અને વરસાદમાં બસ યાદ રહી જાય છે..
ચલ ને આવને.. તારા વગર મારો પહેલો વરસાદ અધૂરો છે..
મારાં જીવનમાં આવવાનું તો તું ના કહી ગઈ.. પણ પહેલા વરસાદમાં તો ના ના કહે..
એટલામાં જ પાછળથી અવાજ આવે છે..
હું ના આવી શકી તારી જીવનમાં જરૂર કંઈક મજબૂરી હશે.. તને પ્રેમ કરવાની મારી નહીં માત્ર મારાં દિલની ઈચ્છા હશે..
દિલમાં આજે પણ તું છે અને હમેશા રહેશે..
મને તારા પર પૂરો વિશ્વાસ હતો કે પહેલો વરસાદ હોય અને તું ના આવે એવું કયારેય બને જ ના.. પણ આજે પણ હું તને એ જ સવાલ કરીશ જે દર વખતે કરું છું અને આજે તો મારે જવાબ જોઈએ જ..
શ્યામ એ રાધિકાના આવતાંની સાથે જ એક ફરિયાદ કરી..
જાણે કેમ વર્ષોથી ફરિયાદ અને પ્રશ્નોની એક યાદી લઈને બેઠો હોય..
કેમ બીજા કોઈ સમયે ના મળતાં અને માત્ર પહેલા વરસાદમાં જ મને મળવાનું..
કારણ તો મને કહે.. કેમ પ્રેમમાં આવી અધૂરાઈ?
પ્રેમમાં આવી મજબૂરી હોય રાધે? શ્યામ બોલ્યો...
તને માત્ર પહેલા વરસાદમાં મળવાનું મારું કયારેય કોઇ કારણ રહ્યું જ નથી.. રાધિકા બોલી..
તો મને સમજાવ કે કેમ આપણે જીવનમાં ના મળી શક્યા અને માત્ર બસ વરસાદમાં જ મળીયે છીએ..
મે મારાં પ્રેમનો ઈઝહાર તને મેળવવાં માટે કર્યો હતો..
પહેલા વરસાદ માટે નહિ.. શ્યામ એ ફરી પ્રશ્ન વાળ્યો..
તને કદાચ યાદ હશે જયારે તે મને ઈઝહાર કર્યો ત્યારે પણ એ સમયનો વરસાદ જ હતો અને એ સમયે તારો ઈઝહાર મેં ઠુકરાવ્યો હતો અને એ દિવસનાં તારા આંસુ આ વરસાદ ના ટીપાં ના કારણે ખબર નહીં કઈ દિશા માં વહેવા લાગ્યાં અને એ વહેલા આંસુને હું ના તો તારા ચેહરા પર શોધી શકી કે ના તો હું તારી આંખોમાં જોયી શકી.. અને કદાચ એટલે જ તારો પ્રેમ અને તારી લાગણી સમજી ના શકી..
બસ આ એક જ કારણ છે કે હું તને રડતો અને આંસુ સાથે હવે કયારેય જોઈ શકીશ નહી અને માત્ર એજ કારણે હું તને વરસાદમાં મળવા આવું છું.. જેથી તારી આંખમાંથી કદાચ આજે આંસુ પણ વહે તો એને હું નહીં સહન કરી શકું અને માટે જ હું વરસાદમાં જ તને મળું છું.. રાધિકાએ એક અનોખો ઉત્તર વાળ્યો..
આવું પ્રેમમાં હોય રાધિકા?
સમજ્યો.. કે તું એ કારણે વરસાદમાં મળવા આવે છે..
પણ માત્ર પહેલા વરસાદમાં જ એનું શું?
કેમ તું મને ચોમાસામાં તો મળી શકે ને?
શ્યામે ફરી જવાબનો પ્રશ્ન વાળ્યો..
રાધિકા હસતાં હસતાં બોલી " તે જ તો હમણાં કીધું પહેલા પ્રેમની અને પહેલા વરસાદની કોઇ આડઅસર નથી હોતી બસ એટલે જ.. રાધિકાએ ટૂંકમાં સાચો કે ખોટો ખબર નહીં પણ ઉત્તર વાળ્યો..
આ સાંભળીને શ્યામે પણ પોતાની ફરિયાદ યાદી બાજુમાં સમેટી અને જીવનભર તેના દિલમાં રહેલી યાદને વરસાદની સાથે સાથે નિહાળવા લાગ્યો..
આટલું કહીને રાધિકા અને શ્યામ થોડી વાર વરસાદમાં પલળતા રહ્યાં અને બસ એકબીજાને જોતા જ રહ્યાં..
હવે આ લવસ્ટોરી માં પ્રેમ જીત્યો કે આંસુ?
એતો શ્યામ અને રાધિકા જ જાણે પણ આ પહેલો વરસાદ આજે પણ પ્રેમને મળાવે તો છે જ.. દુઆ છે કે આ વર્ષે એટલો બધો વરસાદ પડે કે છત્રીમાં આવવાનાં બહાને અધૂરાં બે દિલ પણ પ્રેમથી મળે..
સાર્થક પારેખ sp "દબદબો"
લુણાવાડા