અભિનંદન:એક પ્રેમ કહાની-22
હોસ્પિટલનો સ્ટાફ દોડતો વોર્ડ નંબર2 માં no.1 માં ગયા. જ્યાં હૃદય ની બાજુમાં ગોળી વાગેલ સૈનિક સૂતેલો છે.
અભિનંદન દોડીને આવ્યો અને એ સૈનિક કરણસિંહ નો હાથ પકડ્યો અને બોલ્યો શું થાય તમને ? કેમ છે ?
ત્યારે સૈનિક બોલ્યો અભિનંદન સર
અભિનંદન બોલ્યો હા.
સૈનિક બોલ્યો અભિનંદન સર હું તમને મારી જિંદગીની એક હકીકત કહેવા માંગુ છું.
ત્યારે અભિનંદન બોલ્યો કરણ સિંહજી તમે અત્યારે બોલી શકો એવી કોઈ પરિસ્થિતિમાં નથી .
ત્યારે કરણસિંહ બોલ્યો સર કોઈ પણ પરિસ્થિતિમાં બોલવા માંગુ છું તમે મને હા પાડશો તો એ અને ના પાડશો તો એ
અભિનંદને બીજા ડૉક્ટર અને નર્સ ને કરણસિંહજીને વ્યવસ્થિત કરવા માટે કહ્યું. અને વધારે તબિયત ખરાબ થાય તો અવેજીમાં એક નર્સ અને ડોક્ટર ની બાજુમાં ઊભા રાખ્યા.
અભિનંદન બોલ્યો તમે બોલી શકો છો. પણ એકદમ ધીમેથી જોરથી અને એકદમ ઝડપથી બોલશો નહીં
ત્યારે કરણસિંહે કહ્યું સર મારી જિંદગીમાં જોરથી બોલાય એટલા દિવસો જ નથી રહ્યા.
અભિનંદન તેનો હાથ પકડીને કહ્યું "એવું ન બોલો" તમે સાજા થઈ જશો.
ત્યારે કરણસિંહજી બોલ્યા તમારા વિશે ખૂબ સાંભળ્યું છે તમે મેજર સા'બના સંતાન છો. તમે ઘણા સૈનિકોને ખૂબ મદદ કરી છે અને હું આશા રાખું છું કે તમે પણ મારી મદદ કરશો.
ત્યારે અભિનંદન બોલ્યો કરણસિંહજી તમારા દિલની વાત તમે મને કહી શકો છો.
ત્યારે કરણસિંહ બોલ્યા અભિનંદન સર મારા લવ મેરેજ છે મારે સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. બીજું કોઈ સંતાન નથી મારા માતા-પિતા અને મારી પત્ની મારા ઘેર છે. મારી દીકરી ધ્રુવા પણ ઘેર છે એ લોકોને તો મારા વિશે કશી ખબર નહીં
અભિનંદન બોલ્યો તમે ના બોલો તો વધારે સારું તમે ઠીક થઈ જશો.
ત્યારે કિરણસિંહ બોલ્યા હૃદય ની બાજુમાં ગોળી વાગે અને એ વ્યક્તિ સાજી થઈ જાય એવો એક પણ દાખલો નથી.
ત્યારે અભિનંદન બોલ્યો પણ મારા જોડે જેટલા સૈનિકો એ સારવાર લીધી હજુ સુધી કોઈ મર્યું નથી. એવા દાખલા મારા જોડે છે.
ત્યારે કરણસિંહ બોલ્યા કે સર એક સૈનિકને હિંમત આપો છો કે મનાવો.?અગર એવું થાય તો મારા નસીબ હશે બીજું કશું નહીં.
મેં અને મારી પત્ની પાયલે ભાગી ને લગ્ન કર્યા. ત્યારે મારી પત્ની એ શંકર ભગવાન ની સાક્ષી મને કહેલું "તારી જિંદગીનો કોઈ ભરોસો નથી" "પણ હું શંકર ભગવાનની સાક્ષીએ તને વચન આપું છું કે તું મારી જિંદગીમાં નહીં હોય તો હું ક્યારેય બીજા લગ્ન નહીં કરું" મારા બચવાના ચાન્સ ખૂબ ઓછા છે સર.
પણ હું તમને એટલું જ કહીશ કે મારી પત્ની આવું મને વચન આપેલું છે અને મારી બાળકી નાની થઇ ત્યારે ફરી વખત એને મને વચન આપ્યું કે આજથી એક વર્ષ પહેલા મેં મારી પતિને વચન આપ્યું છે એ વચન હું આખી જિંદગીભર પાલન કરીશ હવે તમે જ કહો એ બીજા લગ્ન નહીં કરે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ
હું નહિ હોવ તો એનું શું થશે?મારો મોટો ભાઈ મારાથી અલગ રહે છે. મારા વતનમાં મારા મમ્મી-પપ્પા પાયલને સાચવતા તો મારા ભાભી જગડ્યા. તમે એને બહુ સાચવો છો.
ત્યારે મારાં માતા-પિતાએ કહ્યું કે મારો દીકરો નથી અને પાયલની બધી જવાબદારી અમારી છે. બેટા તમે આમ કરો એ સારી વાત નથી. પણ એ બંનેમાંથી એક પણ ન સમજ્યા.
પાયલ ના મમ્મી પપ્પા બંને જોબ કરે છે. તેની દીકરીને તેને ફૂલની જેમ રાખી છે.ને હું ભગાવી લાવ્યો. મેં પણ તેને ફૂલથી વધારે સાચવી છે. મારી ગેરહાજરીમાં એનું કોણ? સર હું તમને રિક્વેસ્ટ કરું છું. પાયલને મારા ગયા પછી મારું પેન્શન મળે એવી વ્યવસ્થા કરી આપજો.
કેમ કે પેન્શનમાં ઘણી વખત બહુ તકલીફ પડે છે અને આ કામ ટલ્લે ચડી જાય છે પછી કોઈ સામે નથી જોતું.તો પાયલ નું શું થશે? મારી દીકરીનું શું થશે?આ વિચાર જ છે .મને મારા મૃત્યુનો ડર નથી. બસ એટલી જ આશા રાખું કે તમે બીજા સૈનિકોને મદદ કરી એમ મારી પણ મદદ કરો અને પાયલ ને મારું પેન્શન મળે એવી વ્યવસ્થા કરી આપજો
અભિનંદન બોલ્યો કરણ સિંહજી હું તમને વચન આપું છું તમારી પત્નીને તમારું પેન્શન મળશે એની હું પૂરી વ્યવસ્થા કરીશ.પણ તમને કશું નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું. એક ઊંડો નિસાસો નાખતા, શ્વાસ લેતા,આંખોને નરમાશ આપતા, અભિનંદન બોલ્યો.
અભિનંદનને પોતાને પણ વિશ્વાસ નથી.જ્યાં કરમસિંહ નું શું થશે? કેમ કે ડોક્ટર ઓલ સ્ટાફ કરણસિંહજી માટે કશું બોલી શકતા નથી. એ માત્ર એટલું જ વિચારે છે કે જેના નસીબમાં હશે તે બચી શકશે. પણ બધા જ ત્યારે કરણસિંહજીના દિલને ટાઢક આપવાનો પ્રયત્ન કરે છે. એ ખુદ કરણસિંહજી પણ જાણે છે તેમ છતાં કોઈ પણ નેગેટિવ વિચાર કર્યા વગર બધા વાતો જ કરે છે
નર્સ રીમાં બોલી કરણસિંહજી તમે ચિંતા ન કરો તમે ઠીક થઈ જશો
ડોક્ટર નીહારી બોલે છે કરણસિંહજી તમને કશું નહીં થાય.
કરણસિંહજી પોતાના ચહેરા પર હાસ્ય આપતા બોલ્યા પોઝિટિવ વિચારો તમારા નિદાનમાં છે.અભિનંદન સર તમે એક મેજર સા'બ ના દીકરા હોવા છતાં એક સારું કામ કરો છો. તમને લાખો કરોડોમાં દુઆ મળશે. કેમ કે આજકાલ તો અધિકારીઓ ઉંચા હોદ્દા ઉપર હોય તો પૈસા બનાવવાના ધંધા કરે છે. જ્યારે તમે કોઇ પણ લાલચ વગર એક નેક કામ કરો છો. સૈનિકના ઘર સુધી તેની પૈસાની રાશી મળે એ માટે પૂરી મહેનત કરો છો.
અભિનંદન બોલ્યો કરણસિંહજી દરેક મનુષ્યના લેખ ઈશ્વર લખે છે.અને કહેવાય છે કે કોઈ માણસ ખરાબ છે અને કોઈ સારો છે. હકીકત તો આપણા બધાના લેખ ઈશ્વર લખીને મોકલે છે. અને તેમ છતાં આપણે મનુષ્યને લેબલ લગાવી દઈએ છીએ કે કોઈ સારો તો ખરાબ.ઈશ્વરે મારા નસીબમાં સારા કર્મ કરવાનું લખ્યું છે ને માટે જ હું કામ કરું છું.
ત્યાં જ મિતાલી આવી અને બોલી એમના હૃદયને પંપિંગ કરવાનો સમય થઈ ગયો છે.
નર્સ અને ડૉક્ટરે પોતાનું કામ કર્યું. આટલી વાત પૂરી થતા કરણસિંહજી બેહોશ જેવા થઈ ગયા. અને ફરી વખત મહેનત શરૂ કરી. તેના હૃદય ઉપર ઈલેક્ટ્રીક પંપિંગ આપી અને હૃદયને ફરીથી ધબકતું કરવા માટે પ્રયત્ન કર્યા.ડૉક્ટરોએ પોતાની મહેનત કરી પોતાની ઓફિસમાં જતા રહ્યા બધા જ.....
અભિનંદન ઓફિસમાં આવીને બોલ્યો કેટલું જૂઠ બોલવું પડે છે મારે. કરણસિંહજી જોડે. મેં મારા મોં એથી મારા પોતાના મોંએથી કહેલું છે આ સૈનિક નું હૃદય બંધ થઈ ગયું છે.He is dead. આવું આવું ચાર પાંચ સૈનિકોને કહેલું છે. અને હું કરણસિંહજી જોડે વાત કરું છું કે હું જેને પણ સારવાર કરું છું એ સૈનિક બચી જાય છે.મારા નસીબ તો જુઓ કેવા છે?કેવું ખોટું બોલવું પડે છે! દેશના સેવકની સામે મારે..?
મિતાલી બોલી અભિનંદન તું તારા પર કંટ્રોલ રાખ. તારે હજુ ઘણાં કામ કરવાના બાકી છે. ત્યારે રીમાં અને ડોક્ટર નીહારી પણ બોલ્યા હા, અભિનંદન સર આપણે બધી મહેનત કરી અને કરણસિંહજી ને બચાવવાના છે.એમને એમને આપણી કહેવાનું છે કે જુઓ અમે તમને બચાવી લીધા.
અભિનંદન બોલ્યો i hope રીમા હું પણ એવું ઈચ્છું છું કે કરણસિંહજી બચી જાય એમના પત્ની માટે તેમની દીકરી માટે તેમના પરિવાર માટે પણ ખબર નથી તેમનું...........