The ring - 13 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ રીંગ - 13

The ring

( 13 )

ગંભીર હાલતમાં ઘવાયેલી આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની વાત ગોપાલ સાંભળી જતાં પોતાનું લોહી આપી આલિયા ને બચાવવામાં એ મદદ કરે છે. ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે પાડવાનું આયોજન કરે છે.. અપૂર્વ ની પ્રેમિકા આલિયા નાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરવાની હોય છે ત્યાં ગોપાલ રૂમમાં આવી ચડે છે.

ગોપાલ પોતાની સામે ઉભેલો હોવાં છતાં અપૂર્વની જે પ્રેમિકા હતી એ ગભરાયાં વગર એક ગીત ગાવાનું શરૂ કરે છે.. એનાં આમ કરતાં ગોપાલ ને ઘણી નવાઈ લાગે છે.

"તું જે કોઈપણ હોય.. પોતાનાં ચહેરા પરનો માસ્ક દૂર કરીને પોતાની જાતને મારાં હવાલે કરી દે.. મને ખબર છે તું અહીં કોઈ બીજાં જ મકસદ થી આવી છો.. "ગોપાલ કડકાઈભર્યા સુરમાં બોલ્યો.

ગોપાલ ની વાત સાંભળી એ યુવતી થોડો સમય તો ચુપચાપ એમજ ઉભી રહી.. પણ ગોપાલે પોતાની વાત પુનઃ રિપીટ કરતાં એ યુવતી હરકતમાં આવી અને પોતાનો ચહેરા પર મોજુદ માસ્ક દૂર કરવાં પોતાનાં બંને હાથને ચહેરાની તરફ આગળ વધાર્યા.

હજુ એ યુવતી પોતાનાં ચહેરા પરથી માસ્ક દૂર કરે એ પહેલાં તો હોસ્પિટલની વીજળી ગુલ થઈ ગઈ.. હોસ્પિટલમાં બેકઅપ જનરેટર મોજુદ હતું જે શરૂ થવામાં અડધી મિનિટ લાગી જાય.. આ જ સમયગાળામાં અપૂર્વની પ્રેમિકા એ આલિયા ની બેડ ની નજીક મેડિકલ ટ્રે માં પડેલી સિઝર હાથમાં લીધી અને ખુબજ તીવ્રતા થી ગોપાલનાં ખભામાં હુલાવી દીધી.

ગોપાલ ને પોતાની ઉપર થયેલાં હુમલાની કળ વળે અને આખી હોસ્પિટલમાં વીજળી પુનઃ કાર્યરત થાય એ પહેલાં તો એ યુવતી ત્યાંથી ભાગી છૂટી.. ગોપાલ એનો પીછો કરી એની સુધી પહોંચે એ પહેલાં તો એ યુવતી ફટાફટ દોડીને અપૂર્વની ગાડીમાં બેસી ગઈ.. અને એ સાથે જ અપૂર્વએ પુરપાટ વેગે પોતાની કાર ને ત્યાંથી ભગાવી મુકી.

"તું ઠીક તો છે ને..? "હોસ્પિટલથી થોડે દુર સુરક્ષિત રસ્તે પહોંચ્યા બાદ અપૂર્વએ એ યુવતીને સવાલ કર્યો.

"હા હું ઠીક છું.. પણ ત્યાં ગોપાલ ઠાકરે ખુદ મોજુદ હશે એની તો તારે જાણકારી મેળવવી જોઈએ કે નહીં.. "એ યુવતી હજુપણ હાંફી રહી હતી.. એનાં અવાજમાં ભારોભાર ગુસ્સો વર્તાતો હતો.

"Sorry.. જાનુ.. મને હનીફે કહ્યું નહોતું કે અહીં ઈન્સ્પેકટર ગોપાલ સ્વયં મોજુદ હશે.. "દિલગીરી વ્યક્ત કરતાં અપૂર્વ બોલ્યો.

"તું અને તારાં ઘટિયા માણસો.. "મોં ફુલાવતાં એ યુવતી બોલી.

"હવે મુક એ બધું.. પહેલાં એ બોલ આપણી યોજના તો પુરી થઈ ગઈ ને..? "સવાલ કરતાં અપૂર્વ બોલ્યો.

"ના.. હું આલિયાનાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરું એ પહેલાં એ હરામી ઓફિસર ત્યાં આવી ગયો અને હું એ સાયનાઈડ આલિયા નાં શરીરમાં ઈન્જેકટ કરવામાં અસફળ રહી.. "નિરાશા સાથે એ યુવતી બોલી.

આલિયા બચી ગઈ છે એ સાંભળતાં જ અપૂર્વને ઝાટકો જરૂર લાગ્યો હતો.. પણ હાલ એ વિશે વિચારવાનો કોઈ અર્થ નહોતો.. અત્યારે તો પોતાની ભૂલનાં લીધે પોતાની પ્રેમિકાની જીંદગી પર બની આવી હતી માટે એને થોડી રાહત થાય એ હેતુથી અપૂર્વ બોલ્યો.

"સારું થયું આપણે બેકઅપ પ્લાન બનાવી રાખ્યો હતો.. અને એ મુજબ જ તે આપણો કોલ ચાલુ જ રાખ્યો. છેલ્લી ઘડીએ ગીત ગાઈને મને ચેતવી દીધો.. મેં મેઈન ફ્યુઝ નીકાળી હોસ્પિટલનો પાવર સપ્લાય બંધ કર્યો અને તું અંધકાર નો લાભ લઈને ત્યાંથી ભાગવામાં સફળ રહી.. "અપૂર્વ ની આ વાતથી એ યુવતી કેમ ગીત ગાઈ રહી હતી અને હોસ્પિટલમાં વીજળી કેમ ગુલ થઈ હતી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી.

"પણ મેં ભાગવાની કોશિશમાં ઈન્સ્પેકટર ગોપાલની ઉપર સિઝર વડે હુમલો કરી દીધો... એટલે નક્કી એ ઈન્સ્પેકટર આપણી સુધી પહોંચવાની ભરચક કોશિશ જરૂર કરશે.. "અપૂર્વની તરફ જોઈ દબાયેલાં સ્વરે એ યુવતી બોલી.

એની વાત સાંભળી અપૂર્વ ને પણ થોડો ડરનો અહેસાસ જરૂર થયો પણ હવે ડરીને કોઈ ફાયદો નથી એ વાત સમજતાં અપૂર્વએ એ યુવતીનાં હાથ ઉપર પોતાનો હાથ મૂકી એને સ્પર્શ થકી ધીરજ બાંધવાનું કહ્યું.

હોસ્પિટલમાંથી નીકળી અપૂર્વએ પોતાની કાર એ યુવતીનાં ઘર નાં જોડે લાવીને ઉભી રાખી.. કાર ને થોભાવી અપૂર્વએ એ યુવતીને એક લિપકીસ આપી અને ત્યાંથી વિદાય લેતાં કહ્યું.

"સારું, તો હું હવે નીકળું.. તું તારું ધ્યાન રાખજે.. હવે જે થઈ ગયું એ વિશે વિચારી ડિપ્રેશનમાં ના આવી જતી.. આગળ શું કરવું એ વિશે હું શાંતિથી વિચારું.. "

"સારું હની.. તું છે તો મારે ફિકર કેવી..? એક મોટી તકલીફ હતી એ તો દૂર થઈ ગઈ હવે આવી નાની-નાની તકલીફોથી શું ડરવાનું.. "આટલું કહી એ યુવતી પાછી અપૂર્વને ગળે વળગી ગઈ.

પાંચેક મિનિટ સુધી બંને એ એકબીજાનાં અધરોનું રસપાન કર્યું અને પછી અપૂર્વ એ ત્યાંથી વિદાય લીધી.. અપૂર્વનાં જતાં જ એ યુવતી પોતાનાં ઘરમાં પ્રવેશી અને પોતાનાં રૂમમાં જઈને સુઈ ગઈ.

***

અચાનક હોસ્પિટલમાં મચેલી અફરાતફરી થી ગોપાલ નું દિમાગ ચકરાવે ચડી ગયું.. સિઝરથી ધવાયેલાં પોતાનાં હાથ પર થઈ રહેલી પીડા ની પરવાહ કર્યાં વગર ગોપાલ પોતાની આલિયાને મોત ને ઘાટ ઉતારનારી યુવતીની પાછળ તો ભાગ્યો પણ દાદરા જોડે પહોંચી ગોપાલને ઝબકારો થયો કે આલિયા રૂમમાં એકલી છે અને શક્યવત એ હુમલો કરનાર યુવતીનો કોઈ સાથી પણ હોસ્પિટલમાં હોવો જોઈએ.. માટે એ યુવતીનો પીછો કરવાનું પડતું મૂકી ગોપાલ પાછો આલિયા એડમિટ હતી એ રૂમમાં આવી પહોંચ્યો.

ગોપાલ નો અવાજ સાંભળી ફરજ પરનાં ડોકટર પોતાનાં સ્ટાફનાં બે લોકોની સાથે ફટાફટ આલિયા ની રૂમમાં આવી પહોંચ્યા.. ગોપાલ નાં હાથ પરથી નીકળતું લોહી હવે નીચે ફર્શ પર પડી રહ્યું હતું અને એનો પોલીસ યુનિફોર્મ પણ હવે એ લોહી વડે નિતરી રહ્યો હતો એ જોઈ ડોક્ટરે ગોપાલ ને જલ્દીથી શર્ટ ઉતારી દેવાં કહ્યું.

"આ બધું કઈ રીતે થયું..? "ગોપાલનાં ઘા ને એન્ટીસેપ્ટિક વડે સાફ કરતાં ડોક્ટરે પૂછ્યું.

ડોક્ટરે પુછેલાં સવાલનાં જવાબમાં ગોપાલે ત્યાં જે કંઈપણ ઘટિત થયું હતું એ વિશે ટૂંકમાં જણાવી દીધું.. આ સાંભળી ડોકટર ની આંખો તો ફાટી ને ફાટી રહી ગઈ.. ગોપાલનાં કહ્યાં મુજબ એ યુવતી જોડે એક ઈન્જેકશન હતું જે જમીન ઉપર પડ્યું હતું.. ગોપાલ નાં ઘા પર યોગ્ય મલમપટ્ટી કરી ડોકટરે એ ઈન્જેકશન શોધી કાઢ્યું.

"ઓહ માય ગોડ, આ તો સાયનાઈડ છે.. "ઈન્જેકશનમાં રહેલું પ્રવાહી કાચની સ્લાઈસ ઉપર મૂકી એમાં ટેસ્ટિંગ લિકવિડ નાંખી ચેક કરતાં ડોક્ટરે કહ્યું.

"સાયનાઈડ..? "ગોપાલે આશ્ચર્ય સાથે કહ્યું.

"હા ઓફિસર, આ ઈન્જેકશનમાં ઘાતક સાયનાઈડ જ છે.. જેની થોડી-ઘણી માત્રા પણ આ બેડ પર બેહોશ પડેલી યુવતીનાં શરીરમાં ગઈ હોત તો ચાર-પાંચ સેકન્ડમાં તો એનું પ્રાણ પંખેરુ ઉડી જાત. "ચિંતિત વદને ડોકટર બોલ્યો.

"આટલાં ઘાતક ઝેરનો ઉપયોગ કરી આલિયા ને મારી નાંખવાની કોશિશ નો મતલબ છે કે આલિયા જોડે કોઈકને જૂની દુશ્મની છે અથવા તો આલિયા કંઈક એવું જાણે છે જે કોઈક માટે મુસીબત પેદા કરનારું છે.. "ડોક્ટરની વાત સાંભળી ગોપાલ મનોમન બોલ્યો.

"સારું તો હવે હું નીકળું.. તમે થોડો સમય ત્યાં ખૂણામાં ખાલી પડેલાં બેડ પર આડા પડો એટલે તમને આ મેડમ ધનુર નું ઈન્જેકશન આપી દે.. "પોતાનાં જોડે આવેલ એક નર્સ ની તરફ ઈશારો કરતાં ડોક્ટરે ગોપાલને ઉદ્દેશીને કહ્યું.

ડોકટરનો આદેશ માની અર્જુન શાંતિથી આલિયા જે રૂમમાં હતી એ રૂમનાં કોર્નરમાં પડેલાં બેડ ઉપર સુઈ ગયો.. ગોપાલને ઈન્જેકશન આપી નર્સ પણ ત્યાંથી નીકળી ગઈ એટલે ગોપાલ બેડ ઉપરથી ઉભો થયો અને રૂમનો દરવાજો અને બારીઓ વ્યવસ્થિત બંધ કરી આલિયા ની બાજુમાં ખુરશી રાખી ગોઠવાયો.

"આલિયા, તારી સાથે શું થયું છે એ મારે જાણવું છે.. તું જલ્દી ભાનમાં આવી જા પછી હું તારી ઉપર જે કંઈપણ મુસીબત હશે એ બધી જ દૂર કરી દઈશ.. "બેહોશ પડેલી આલિયા નો ચહેરો એક ધ્યાને જોતાં ગોપાલ બોલ્યો.

આ બધી ધમાચકડીમાં રાતનાં બાર વાગવા આવ્યાં હતાં... ગોપાલને જોરદાર ઊંઘ આવી રહી હતી છતાં આલિયા ની ચિંતા એને સતાવી રહી હોવાથી એ મહાપરાણે અઢી વાગ્યાં સુધી આલિયાનાં ચાંદ જેવાં ચહેરા ને જોઈને જાગતો રહ્યો.. પણ પછી વાતાવરણમાં રહેલી ઠંડક અને થાકનાં લીધે આલિયાનાં બેડ ઉપર માથું રાખી એનાં હાથમાં પોતાનો હાથ મૂકી ગોપાલ સુઈ ગયો.

સવારનાં લગભગ સાત વાગવા આવ્યાં હતાં ત્યાં ગોપાલે મહેસુસ કર્યું કે આલિયાનો પોતાનાં હાથમાં રહેલો જે હાથ હતો એ થોડો હરકતમાં આવ્યો.. આમ થતાં જ ગોપાલ ઉંઘમાંથી અચાનક બેઠો થઈ ગયો.. ગોપાલે જોયું તો આલિયા નો સમગ્ર દેહ હવે ધીરે-ધીરે હલનચલન કરી રહ્યો હતો.. આ જોઈ ગોપાલનાં ચહેરા પર આનંદની રેખાઓ ઉભરી આવી.

"અમન, મારી રિંગ પાછી આપી દે.. એ મારી મમ્મી ની રિંગ છે.. "બેહોશીની હાલતમાં જ આલિયા જોરજોરથી ચિલ્લાવા લાગી.

આ જોઈ ગોપાલ દોડીને એક ડોક્ટરને બોલાવી લાવ્યો.. ડોક્ટરે આવીને આલિયાનાં ધબકારા અને બ્લડપ્રેશર ચેક કર્યું અને પછી એક ઈન્જેકશન આલિયા ને આપી ઉભાં થતાં ગોપાલની તરફ જોઈને કહ્યું.

"આ હવે ભાનમાં આવી ગઈ છે.. છતાં કોઈ તણાવ નાં લીધે એનાં શરીરનું બ્લડપ્રેશર હાઈ બતાવે છે.. તો હાલપુરતું તો મેં એને ઘેનનું ઈન્જેકશન આપી દીધું છે જેથી હવે એ આઠ-દસ કલાક સુધી ઊંઘમાં જ રહેશે.. "

"Thanks ડોકટર.. "ડોકટરનો આભાર માની ગોપાલ બોલ્યો.

હવે જ્યાં સુધી આલિયા ભાનમાં ના આવી જાય ત્યાં સુધી એની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી હતી.. પોતાને થોડુંક કામ હોવાથી બપોર બે વાગ્યાં સુધી કોઈક જવાબદાર વ્યક્તિ આલિયા ની જવાબદારી સંભાળે એ હેતુથી ગોપાલે દાદર પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ રઘુ હેગડે ને કોલ કરી ગઈકાલે જે બે લેડી ઓફિસર હોસ્પિટલમાં હતી એમને લઈને સીટી કેર હોસ્પિટલ આવી જવાં જણાવ્યું.

કલાકમાં તો કોન્સ્ટેબલ રઘુ બે લેડીઝ કોન્સ્ટેબલ સાથે ત્યાં આવી પહોંચ્યાં.. પોતે આવે નહીં ત્યાં સુધી એક સેકંડ પણ આલિયા જોડે થી ખસવાનું નથી એવી હિદાયત એ લોકોને આપી ગોપાલ પોતાનાં ઘરે જવાં નીકળી પડ્યો.

રસ્તામાં ગોપાલનાં મગજમાં આલિયા દ્વારા ભાનમાં આવતાં ની સાથે જ જે કહેવામાં આવ્યું હતું એ ચાલી રહ્યું હતું.

"અમન, મારી રિંગ પાછી આપી દે... એ મારી મમ્મી ની રિંગ છે.. "

આલિયા દ્વારા કહેવામાં આવેલાં આ શબ્દોમાં ગોપાલ સતત એક શબ્દ પર અટકી રહ્યો હતો.. જે હતો 'અમન'. પોતે હમણાં જ આ નામ ક્યાંક વાંચ્યું હતું એવું ગોપાલને યાદ આવી રહ્યું હતું.. પણ ક્યાં વાંચ્યું હતું એ ગોપાલને ઘણી કોશિશ કરવાં છતાં યાદ નહોતું આવી રહ્યું.

આ વિચારોમાં ને વિચારોમાં ગોપાલ પોતાનાં ઘરે આવી પહોંચ્યો.. ઘરે આવીને ફટાફટ ગોપાલ બાથરૂમમાં ઘૂસ્યો અને શાવર ચાલુ કર્યું.. શાવર ની ઠંડી બુંદો નો શરીર પર સ્પર્શ થતાં જ ગોપાલને યાદ આવી ગયું કે એને એ નામ ક્યાં વાંચ્યું હતું.

"હા ત્યાં અમન જ લખેલું હતું.. "યાદ આવતાં જ અમન બોલ્યો.

★★★

વધુ આવતાં ભાગમાં.

ગોપાલે અમન લખેલું ક્યાં વાંચ્યું હતું..? એ યુવતી કોણ હતી..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***