Nitarato prem - 2 in Gujarati Love Stories by Janki Savaliya books and stories PDF | નીતરતો પ્રેમ - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 169

    ભાગવત રહસ્ય-૧૬૯   ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

Categories
Share

નીતરતો પ્રેમ - 2

પ્રકરણ-2

પાર્થ અને પલક બાલ્કની માં બેસીને છેલ્લા ત્રણ વર્ષ ની જીવેલી જીંદગીનું વર્ણન કરી રહ્યા હતા.એકબીજા ની જીંદગીની કહાની માં પોતે જ ખુદ ને વારંવાર વાગોળી રહ્યા હતા,એકબીજા શબ્દોના સહારે જીવેલું જિંદગી ની કહાની કહી રહ્યા હતા.
પલક તને એક વાત કહું?જો તને ખોટું ન લાગે તો!પાર્થે ધીમા અવાજે કહ્યું,
હા, પાર્થ કેંમ નહિ તારે જે પૂછવું હોય તે પૂછ,સવાલ તારો ગમે તેવો હશે જવાબ તો સો ટકા મળશે મારા તરફ થી તો..
તારી સાથે સીધી રીતે જ વાત કરું છું અને મને એ પણ ખબર છે કે તું મને સમજીસ પલક.
પાર્થ મેં મારા તરફ થી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે તને સમજવાના પણ કદાચ આખી જિંદગી એકબીજા ની સાથે રહી ને એકબીજા ને સમજવું એ આપણા નસીબ માં જ નહીં હોય,થોડા ઉદાસ ચહેરા એ પલક બોલી ગઈ.
તેમ છતાં પણ હું પ્રયત્ન કરીશ તને સમજવાનો.
સાચું કવ પલક ખોટું નય લગાડતી પણ આજે હું નીતિ સાથે ખુશ છું,મારી આ જીંદગીને નવેસર થી ઘડી છે નીતિએ, મને મારી અંદર રહેલી લાગણીઓનું ભાન કરાવ્યું છે, મારી આ એકદમ બિન્દાસ થી ચાલી રહેલી જિંદગીમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે નીતિ એ,નીતિ એ નિયતિ બનીને મારી જીંદગીની ની દિશા બદલી છે,ખરેખર કવ ને તો હું આજે જે સ્થિતિ એ છું એમાં મોટો ફાળો નિયતિ બનીને સાથે ચાલનાર મારી નીતિ નો છે.
તું તો જાણે જ છે પપ્પા ના આડા સબંધો વિશેની જે કહાની છે તેને,તું જાણે છે કે મેં અત્યાર સુધીમાં ક્યારેય મારા પપ્પા ને પપ્પા કહીને નોહતા બોલાવ્યા,
પણ નીતિ એ તો નક્કી જ કરેલું કે મારા અને પપ્પા વચ્ચે જે કડવાશ છે સબંધ ની બાબતમાં તે કડવાશ ને દૂર કરવી.
બીજી રસપ્રદ વાત એ છે જે આજે હું અને પપ્પા એકબીજાની સાથે પ્રેમ થી વાતચીત કરીયે છીએ.પપ્પાની મજબૂરી હતી એટલે તેમણે આડા સબંધો બાંધવા પડ્યા હતા,મમ્મી ના મૃત્યુ પછી મારી સાચવણી માટે પપ્પા શિલ્પા આંટી ના કોન્ટેક માં હતા અને ને એ સબંધ ને મેં જ આડો સબંધ સમજી લીધો.મારી આ ગલતફેમી ને દૂર કરવામાં પલક નીતિએ ત્રણ વર્ષ કાઢી નાખ્યા.આજે હું ને મારા પપ્પા એકબીજા ને સારી રીતે સમજતા થઈ ગયા છીએ.
કોય સ્ત્રી પોતાની સામે થઈ રહેલા બીજી સ્ત્રી ના વખાણ કેવી રીતે સાંભળી શકે?પણ પલક કઈક અલગ હતી એ બધી જ સ્ત્રીઓ થી. પાર્થ ની બધી જ વાતો એ હસતા ચહેરાએ સાંભળી રહી હતી,કોય પણ જાતની ઈર્ષા વગર.
ખરેખર આ નીતિ કમાલ ની છોકરી છે,
પલક જો એ ન હોત ને મારી જિંદગીમાં તો હું આજે હજુ પણ અધુરો જ હોત પ્રેમ ની બાબતમાં.
સાચું કવ પલક તું પણ કમાલ ની છો નીતિ ની સાથે સાથે...કારણ કે હું નીતિ ના વખાણ કર્યે જ જાવ છું ને તું સાંભળતી જ જાય છે,હસતા હસતા પાર્થે એ કહ્યું.
સાચી વાત કહું તને,મને તો એ પણ નથી ખબર કે હું જેના વખાણ કરું છું એ મને ચાહે છે કે નય,પણ હું તો એને મન મૂકી ને મારા દિલમાં રાખી ને ચાહું છું.
પાર્થ ની વાતચીત સાંભળીને પલક નું ખડખડાટ હાસ્ય બાલ્કની માં સંભળાવા લાગ્યું,
પાર્થ તું હજુ પણ બદલ્યો જ નથી જેવો હતો ને એવો જ છો એકદમ....પછીના શબ્દોન બોલવાનું જ નક્કી કર્યું પલકે.
પલક હસતા હસતા ઉભી થઇ ને રૂમ તરફ જતી રહી,અને ત્યારે તેમની આંખોમાં મોતી રૂપી આંસુ ના ટીપા સરી પડ્યા.પાર્થ એ જે પણ કય કહ્યું એ પલક ને ખટક્યું તો હતું, તે પાર્થ ને નીતિ જેટલી પ્રેમ ન આપી શકી એ વાત ની નિરાશા હતી.
પાર્થ પણ રૂમ માં દાખલ થયો ને જોયું તો એકદમ નશીલી એવી અણીદાર અખોમાં મોતી રૂપી આંસુ ગાલ પર સરકી રહ્યા હતા.
કોય નાનકડા બાળ ને જે રીતે શાંત કરી રહ્યું હોય એવા અવાજે પાર્થ પલક ને શાંત કરી રહ્યો હતો પણ તેની કોય અસર દેખાતી ન હતી,
અરે....ઓ...માંય સ્વીટ હાર્ટ....
તને તો ખોટું લાગી ગયું,પ્લીઝ શાંત થઈ જા
પ્લીઝ.. પ્લીઝ....પ્લીઝઝ...
પણ પલક તો શાંત થવાનું નામ જ નય લેતી,
આઈ એમ સોરી પલક પણ મને કોય બીજો વિચાર નથી આવતો તને શાંત કરવાનો,
પાર્થે બોલવાનું બંધ કર્યું ને સીધે સીધું કરી બતાવ્યું
પાર્થે પલક ના ગાલ પર હળવું એવું ચુંબન કર્યું અને જાણે કે કઈ બન્યું જ ન હોય એ રીતે આજુબાજુ જોવા લાગ્યો.
પલકે પાર્થ સામે એકદમ તીરછી અને ગુસ્સા વાળી નજરે જોયું પણ આ નજર માં પણ પ્રેમ હતો જે પાર્થ ને ઘાયલ કરી રહ્યો હતો.
વધારે પડતું ન વિચારતા પલક પાર્થ ને ભેટી પડી ,પાર્થે પણ પલક ને પોતાની બાહુપાશ માં લઇ ને પોતાની પકડ વધારે મજબૂત બનાવી.
એજ સ્થિતિ માં પાર્થે કહ્યું,યાર ખૂબ સમય થયો ને આ નીતિ નું હજુ કોય પણ ઠેકાણું નથી.
અરે એમાં શુ થયું,આવવામાં થોડું વધારે મોડું થયું હશે ને તું સુય ગયો હશે એવું માનીને એ પોતાના ઘરે ચાલી ગઈ હશે.વધારે ઉદાસ નય થા આમ પણ રાતના ત્રણ વાગ્યા છે ચાલ હવે સુય જયે..
⚫⚫⚫

થોડી વાર માટે રસ્તામાં ભીડ વધી ગઈ,નીતિના ફોનની રિંગ નો અવાજ સંભળાતો બંધ થઈ ગયો,અને નીતિની આંખ સામે એકદમ અંધકાર છવાય ગયો અને તેની આંખ મિચાય ગઈ.
નીતિની મિચાયેલી આંખો સવારે ખુલી.આકાશમાં કેસરિયો રંગ પથરાયેલો હતો,ધીમે ધીમે સૂર્ય તેના કિરણો પૃથ્વી પર પાડી રહ્યો હતો,પંખીઓ પોતાનું ઘર મૂકીને કઈક નવી જ દુનિયાની ખોજ માં આકાશ ની સફરે નવી ઉડાન ભરી રહ્યા હતા,આ પંખીઓ આકાશ ની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.
નીતી મુંબઈની સીટી હોસ્પિટલ માં હતી. પલંગ પર સુતેલી નીતી ની આંખ અચાનક થયેલા આ અકસ્માતની યાદ થી ખુલી ગઈ. તેની આંખોની સામે અચાનક એવા આવી ચડેલા દ્રશ્યએ નીતિ ની જિંદગીને એક નવો જ મોડ આપી દીધો હતો.
પોતાની આંખ ખુલતાની સાથે તેને એક જ શબ્દ બોલ્યો..... અને બસ પછી એજ શબ્દ ને વારંવાર બોલવા લગી.
તાન્ય .....તાન્ય....તાન્ય
આ શું થઈ ગયું,નય આવું ન થવું જોઈતું હતું,મેં તાન્ય ને જોયો હતો,એ તાન્ય જ હતો,મારી નજર ખોટું ન બોલી શકે, પાક્કું એ તાન્ય જ હતો.
બસ નીતિના બધાજ વિચારો માં અત્યારે તો તાન્ય નું જ ભૂત સવાર હતું.
નીતિ પલંગ પર થી ઉભી થઇ ને તાન્ય ને શોધવા માટે ચાલતી થઈ.
ડોક્ટરની નજરે આ દ્રશ્ય ચડી ગયું અને ઝડપથી એમણે નીતિનો હાથ પકડીને પલંગ પર બેસાડી.
નીતિ તું પ્લીઝ અહીંયા થોડી વાર માટે બેસ,હું બધું જ તને જણાવીશ અને તાન્ય પાસે પણ લઈ જઈશ.
તમે મને કેવી રીતે ઓળખો?અરે હું તો તમને ઓળખતી પણ નય તો તમારી વાત પર કેમ વિશ્વાસ કરી લવ?તમે મને તાન્ય પાસે અત્યારે જ કેમ નથી લઈ જતા?તમે મને કોય પણ પ્રશ્ન નો જવાબ કેમ નય આપતા ?પ્લીઝ કઈક તો બોલો.
અરે નીતિ તું ક્યાં કઈ પણ બોલવાનો મોકો જ આપે છે.એકપછી એક સવાલ જ કર્યા રાખે છે તો હું જવાબ કઈ રીતે આપી શકું.આમ પણ તાન્ય એ તારા વિશે જે કહ્યું હતું એ સાચું જ છે કે તું લોકો પ્રત્યે ખૂબ ખુબજ સંવેદનશીલ છો.
પ્લીઝ....પ્લીઝ...પ્લીઝ...
ડોક્ટર મને તાન્ય પાસે લઈ જાવ,મારે તેને મળવું છે,ઓકે મારે નય જાણવું કે તમે મને કય રીતે જાણો છો પણ પ્લીઝ મને અત્યારે તાન્ય પાસે લઈ જાવ.
તું તાન્ય ને શા માટે મળવા માંગે છે?એ જાણી શકું હું નીતિ?
આ પૂછાયેલા સવાલ નો કોઇ જવાબ જ ન હતો નીતિ પાસે.સાચું કહું તમને આ સવાલ નો ખુદ જવાબ જ નથી જાણતી તો તમને કઈ રીતે જણાવી શકું.
નીતિ તારી આ વાત ને હું કેવી રીતે માની શકું કે તું મારા સવાલ નો જવાબ જ ન આપી શકે તારી પાસે કોય પણ સવાલ નો જવાબ તો હોય છે બસ ફરક એટલો પડે છે કે એ સવાલ નો જવાબ તું માત્ર તારા દિલને જ આપે છે બીજા કોઈ ને નહિ.
આટલું બધું મારી જિંદગી વીશે કેવી રીતે જાણો છો?
ઓકે નીતિ
ચાલ તને મારો પરિચય આપી જ દવ
આઇ એમ રિયાંશ..
રિયાંશ પટેલ...ડોક્ટર છું અને તાન્ય તારા પછી નો ખાસ એવો મિત્ર.
ઓહહહહહ.....એવું
તો મારા વિશે એ પણ જાણતા જ હશો કે હું જે વાત ની જીદ કરું એ કરી ને જ રહું છુ,પછી એ કોય કાર્ય પૂર્ણ કરવાની જીદ હોય તો પણ ભલે અને કોય ને મળવાની જીદ હોય તો પણ ભલે.
નીતિ હું જાણું છું કે તારી તાન્ય પ્રત્યે ની આ ચિંતા છે એટલે તું આવાં કઠોર વચન બોલે છે.
પ્લીઝ મારી વાત નો વિશ્વાસ કર,હું તને ખુદ લઈ જઈશ બસ...
થોડી શાંતિ રાખ...
એક વાત પૂછું?
હા પૂછ રિયાંશ
તું શા માટે તાન્ય ને મળવા માંગે છે?
શુ હજુ પણ તું ત્રણ વર્ષ પહેલાનું વિચારે છે?

⚫⚫⚫