Sang rahe saajan no - 5 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સંગ રહે સાજન નો - 5

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

સંગ રહે સાજન નો - 5

લગ્નના મહિનો વીતી જાય છે. પણ હજુ પ્રેમા વિશાખા ને બોલાવવાનો વ્યવહાર પણ રાખતી નથી. હજુ સુધી તેને એકવાર વિશાખા સાથે વાત પણ કરી નથી. પણ નિવેશ એનુ બહુ ધ્યાન રાખે છે.

વિરાટે તો વિશાખા ને તેના પ્રેમ માં તરબોળ કરી દીધી છે. તે તેનુ બહુ જ ધ્યાન રાખે છે અને હવે તે પોતાનો વિડીયો સોન્ગસ નો આલ્બમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે વિશાખા ને સાથે લઈને તેની સલાહ પ્રમાણે કામ કરે છે.અને  આલ્બમમાં બધા જ ગીતો વિશાખા એ લખ્યા છે અને સિલેક્ટ પણ થાય છે બધા.

હવે ઘરમાં શ્રુતિ આવી ગઈ છે તેના પિયરથી પાછી. તેને અને વિશાખા ને બહુ સારૂ બને છે. બંને બહેનો ની જેમ રહે છે પણ આ વસ્તુ નંદિની ને જરા પણ ગમતી નથી. સાથે ઈશાન પણ વિશાખા ને બહુ સારૂ રાખે છે.

વિશાખા એ ઘરમાં બધાના દિલ જીતી લીધા છે. નોકરચાકરથી માડીને બધા સભ્યો સુધી . સૌ તેના વખાણ કરતાં. સવારે ઉઠીને તે આરતી કરે એટલે બધા પ્રસાદ લેવા હાજર હોય. ફકત વાધો હતો તો પ્રેમલતા અને નંદિની ને.

ઘરમાં  તે નિર્વાણ સાથે બહુ સારી રીતે વાત કરે છે અને તે પણ વિશાખા ને નાની બહેન ની જેમ સારી રીતે વાત કરે છે. આ વાત નંદિની ને જરા પણ નથી ગમતુ.

વિશાખા બધા સાથે હળીમળી ગઈ છે.પ્રેમાને પણ વિશાખા વ્યવસ્થિત લાગવા લાગી છે પણ તેનો અહમ તેને આ સ્વીકારવા નથી દેતો.એટલે તેના માં તેનામાં તે કંઈ ના કંઈ ખામીઓ જ શોધી રહે છે.

લગ્ન ના ચાર વર્ષ થયાં છતાં નંદિની ને કોઈ સંતાન નથી. છતાં તે કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા પણ તૈયાર નથી.અને એક દિવસ તેને ખબર પડે છે કે તે પ્રેગનેન્ટ છે. પણ તે તો જરા પણ ખુશ નથી થતી.તેને લાગે છે કે છોકરાઓ લાવવા એ મોટી જફામારી જ કહેવાય.

ઉલટાનું તે નિર્વાણ ને પણ આ વાત જણાવતી નથી અને બીજા દિવસે હોસ્પિટલ જઈને ડોક્ટર પાસે અબોર્શન માટે કહે છે. ડોક્ટર જાણીતા હોવાથી તેને સમજાવે છે પણ તે માનતી નથી .અને કોઈને ના કહેવા કહે છે અને સાથે તેની ફ્રેન્ડ આવી હોય છે તેની કન્સેન્ટ પેપરમાં સહી કરાવી લે છે.

આ બાજુ વિશાખા પણ હોસ્પિટલ આવી હતી તેને તાવ હતો બે દિવસથી તો વિરાટ સાથે ચેકઅપ કરાવવા માટે. વિશાખા નંદિની ને ગાયનેક વિભાગમાં જતાં જુએ છે. તે ત્યાં પાછળ જાય છે ચિંતામા કે તેમને શુ થયુ હશે.

ત્યાં પહોંચે છે પાછળ તો એ જલ્દીથી ઓપરેશન થિએટરમા જતી રહે છે એટલે એ રિશેપ્શન પર પુછતા ખબર પડે છે કે તે અબોર્શન કરાવવા ગઈ છે.

વિશાખા ફટાફટ ત્યાં ડોક્ટર હજુ ગયા નહોતા અંદર  વિનંતી કરીને ડોક્ટર ને તેની ઓળખાણ આપે છે.એટલે તેમને નંદિની ને એકવાર મળવાની હા પાડે છે. કારણ કે ડોક્ટર પણ એવુ જ ઈચ્છતા હતા પણ આ તો તેમના ઘરના બધા ના સંબંધો એવા હતા કે તે ના પાડી શકે તેમ નહોતા.

અંદર જઈને વિશાખા નંદિની ને અબોર્શન ના કરવા સમજાવે છે. પણ તે માનતી નથી અને ગુસ્સે થઈ ને તેને બહાર જવા કહે છે અને આખરે અબોર્શન કરાવી દે છે.

આ બાજુ આ વાતની જાણ પ્રેમલતાને નંદિની ની ફ્રેન્ડ કરે છે જે તેની સાથે આવી હતી. તેને લોકોના ઘરમાં ઝગડા કરાવવામાં બહુ રસ રહેતો.

તેને એમ લાગે છે આ બધુ એને વિશાખા એ કહ્યું છે. આ બાજુ પ્રેમા ગુસ્સામાં નંદિની ને કહે છે, હજુ તારે કેટલુ ફરવુ છે કેટલા જલસા બાકી છે લગ્ન ના ચાર વર્ષ પછી પણ  તારે બાળક નથી જોઈતું. દરેક વસ્તુ નો એક સમય હોય છે. પછી તુ આના માટે તડપીશ તો પણ આ નહી મળે.

મા બનવુ એ એક અમુલ્ય અવસર છે. એ નસીબથી મળે છે. તને કંઈ ભાન છે કે નહી ?? અને તને નિર્વાણે રજા કેવી રીતે આપી.  એની પણ વાત છે આજે.

તે નિર્વાણ ને ફોન લગાવવા જતી હોય છે ત્યાં જ નંદિની કહે છે મમ્મીજી તમે એને કંઈ ના કહેતા એને તો આ કંઈ ખબર જ નથી.

એટલે પ્રેમલતા વધારે ગુસ્સે થાય છે, કે વાહ આ બાળક તારા પતિનુ પણ છે છતાં એને તો કંઈ ખબર જ નથી. તુ અહીંથી જતી રહે એમ ગુસ્સામાં કહે છે.

પ્રેમાને તેનુ આવનાર વ્યાજનુ નંદિની આવુ કરે છે એટલે તે તેના નજરમાંથી સાવ ઉતરી જાય છે.

આ બાજુ  મોડા પ્રેમા અને નિવેશને બહાર જતાં જ નંદિની વિશાખા સાથે આવીને ઝઘડે છે કે તારા કારણે જ મમ્મીજીને ખબર પડી.અને એ મને બોલ્યા.

સામે વિશાખા માત્ર એટલું કહે છે કે મે કોઈને કંઈ જ કહ્યું નથી ભાભી.

અને નંદિની તેને જેમ તેમ કહે છે અને તેનુ અપમાન કરે છે એટલામાં વિરાટ ઘરે આવે છે અને આ બધુ સાભળે છે. તે કહે છે, ભાભી બસ બહુ થયુ. હજુ આ વાત તેને મને પણ નહોતી કહી પણ તમારા કરતુતો છુપાવવા માટે એને શું કામ અપમાનિત કરો છો . હવે આ ઘરમાં અમે એક દિવસ પણ નહી રહીએ.

નંદિની : વિશાખા એ તો શુ જાદુ કર્યો છે કે મા નો પાલવ ના છોડનાર વિરાટભાઈ આજે તેના માટે આ ઘર છોડવા તૈયાર થઈ ગયા છે .

વિરાટ (ગુસ્સામાં ) : હુ એને પરણીને લાવ્યો છુ. તમને ના ફાવે.તો એની સાથે ના બોલતા પણ એનુ અપમાન તો હુ ક્યારેય નહી ચલાવી લઉ.

વિરાટ વિશાખા ને હાથ પકડીને તેના રૂમમાં લઈ જાય છે અને સામાન પેક કરવા કહે છે. વિશાખા સમજાવે છે પણ તે માનતો નથી. અને આખરે તે વિશાખાને લઈ ઘર છોડી નીકળી જાય છે....

વિરાટ ના આમ ઘર છોડવાથી શુ અસર થશે ?? ખાસ કરીને તેની મમ્મી જેનો સૌથી લાડકો દિકરો વિરાટ છે.

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો -6

next part................ come soon......................