હસીના - the killer
chapter 3 - બીજું ખૂન
આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજને ચેલેન્જ આપે છે કે એ એને રોકી બતાવે, આ બાજુ કિલર એના નવા શિકાર ની દરેક વસ્તુ પર નિગરાની રાખી રહી હોય છે હવે આગળ,
બપોરના 1 વાગતા રાહુલ પોલીસ સ્ટેશનએ આવે છે,
જયરાજ : આવ રાહુલ બેસ ખુરશીમાં,
રાહુલ : આપણું કામ તો બેઠા બેઠા જ હોય છે એટલે થોડી વાર ઉભા રહેવા દો (આમ કહીને હસે છે)
જયરાજ પણ હસે છે.....
જયરાજ : તને દિલીપે કીધું કે તને શા માટે બોલાવ્યો છે???
રાહુલ : હા એમણે મને કીધું સાહેબ પણ આટલા મોટા અમદાવાદમાં એક વ્યક્તિ ના લખાણ વિશે જાણવું, બહુજ અઘરું કામ છે જો તમે મને કોઈ ચોક્કસ માહિતી આપો તો હું કાંઈ કરી શકીશ....
જયરાજએ ખાનામાંથી હસીના વાળો લેટર કાઢ્યો અને રાહુલ ને જોવા માટે આપ્યો...
રાહુલ એ લેટર વાંચી ને પાછો આપ્યો....
રાહુલ : તો આનો મતલબ એમ કે એણે જે હિન્ટ આપી છે એના પરથી આપણે એને પકડવાની છે....
જયરાજ : એણે લખ્યું છે કે સુનિતા પરથી બાકી ની માહિતી મળશે,, સુનિતા એક મોડેલ હતી તો કદાચ કિલર નો નવો ટાર્ગેટ પણ કોઈ મોડેલ હોઈ શકે ?? !!!
રાહુલ : હા હોઈ શકે છે કદાચ સુનિતાની કોઈ ફ્રેન્ડ હોય...
જયરાજ : તું તારી રીતે ચેક કર કોઈ મોડેલ જે સુનિતાની ફ્રેન્ડ હોય.. !
રાહુલ : સારુ તો હું અહીંયા જ બેસીને કામ કરું છું મારા લેપટોપમાંથી, કાંઈ ખબર પડે એટલે કહું તમને....ઓલો લેટર જરાં આપજો ને એટલે હું ચેક કરી શકું મારી રીતે....
જયરાજ : હા લે,, અને હા બને એટલું જલ્દી કરજે....
(રાહુલ ત્યાંથી નીકળી ને એક બીજી કેબિન માં બેસે છે અને એનું કામ ચાલુ કરે છે.)
જયરાજ સુનિતા ના હાથ પર 'N' માર્ક કર્યું હતું એના વિશે વિચારે છે....
જયરાજને એમ લાગે છે કે કિલર નું નામ 'N' પરથી ચાલુ થતું હશે એટલે એણે એના નામ ની સાઈન મૂકી લાગે છે, એટલામાં દિલીપ આવે છે જમવાનું લઇને,
દિલીપ : સાહેબ બપોર ના 2 વાગી ગયા તમે કાંઈ નાસ્તો પણ નથી કર્યો કંઈક જમી લો એટલે મગજ પણ બરાબર કામ કરે....
જયરાજ : હા સાચું કીધું તે બહુજ માથું દુખે છે, કંઈક ખાવુંજ પડશે....
જયરાજ જમીને થોડી વાર ખુરશીમાંજ આડો પડે છે, અને એની આંખ લાગી જાય છે
5 વાગતા રાહુલ કેબિનમાં આવતા પહેલા ખખડાવે છે...
જયરાજ ની આંખ ખુલી જાય છે અને રાહુલ ને જોઈ ને તો એની ઊંઘ એકદમ ઉડી જાય છે.. એ રાહુલ ને અંદર આવવા માટે કહે છે,
રાહુલ: એક ગુડ ન્યૂઝ છે સાહેબ...
જયરાજ : ફટાફટ કહે એમ પણ હવે ટાઈમ બહુ ઓછો રહ્યો છે, 3 કલાક જ છે કોઈ છોકરી ને બચાવવાં માટે....
રાહુલ : સાહેબ તમે કહ્યું એમ મેં સુનિતા ના ફ્રેન્ડ્સમાં કોઈ જે મોડેલિંગ કરતી હોય એ પ્રમાણે મેં સુનિતાનું ફેસબુક આઇડી હેક કર્યું અને એમાં ચેક કર્યું કે કોઈ એવી છોકરી છે કે નહિ જેમાં મને સ્વીટી સોલંકી અને રિચા શાહ કરીને આ બે છોકરીઓ મળી છે જે સુનિતા સાથેજ મોડેલિંગ કરતી હતી અને તેઓ 5-6 વર્ષ થી સાથેજ કામ કરતા હતા.... અને એમના હેન્ડરાઈટિંગ થોડા થોડા મેચ પણ કરે છે....
જયરાજ : સરસ તો આપણે હવે એ 2 છોકરીઓને સાવધાન કરવી પડશે.....(બેલ મારીને કોન્સ્ટેબલ ને બોલાવે છે.)
દિલીપ : બોલો સાહેબ
જયરાજ : દિલીપ ફટાફટ સ્વીટી સોલંકી અને રિચા શાહ ને કોલ કરીને કહી દો કે તેઓ એકલા ના રહે અને બીજા 2 કોન્સ્ટેબલ ને એમની સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવે...
દિલીપ : જી સાહેબ ચિંતા ના કરો હમણાં જ હું કહેવડાઈ દઉં છું...
( આટલું કહીને દિલીપ નીકળી જાય છે એના કામ માટે )
જયરાજ : સારુ રાહુલ તું હવે જઈ શકે છે, કાંઈ કામ પડશે તો કહીશ તને, અને થૅન્ક યુ સો મચ....
રાહુલ : શું સાહેબ તમે પણ, મારું તો કામજ આ છે, મને વિશ્વાસ છે તમે એ કાતિલ ને પકડીને રહેશો... હું નીકળું ત્યારે મળીએ... જય હિન્દ
(6 વાગતા દિલીપ કેબિન માં આવે છે.)
દિલીપ : સાહેબ તમે કીધું એમ બધું થઇ ગયું છે બસ હવે તો એ કાતિલ ને પકડીએ એટલીજ વાર છે....
જયરાજ : ખબર નહિ દિલીપ મને અંદર થી કંઈક બેચેની લાગે છે.....
દિલીપ : સાહેબ તમે ખોટું ટેન્શન લો છો, હું ચા મંગાવું, એ પીવો એટલે બધું ઠીક થઇ જશે....
જયરાજ : હા મંગાવ.... હવે તો કાતિલ સામે ચાલીને આવે એટલે પકડવાની વાર રહી.....
***************
આ બાજુ કાતિલ એસજી હાઇવે પર એના શિકાર ની રાહ જોવે છે....
લગભગ 7.45 વાગતા એક xuv કાર થલતેજ ચોકડી પાસે ઉભી રહે છે...
કાતિલ કાર પાસે આવીને પૂછે છે ' આર યુ નિશિકા પટેલ???
નિશિકા : હા હુંજ છું આવો અંદર બેસો.... કહીને દરવાજો ખોલે છે.....
કાતિલ : આપણે જે વાત કરી હતી એ ડીલ તમને મંજુર છે?..
નિશિકા : હા હા તમે જે ડીલ કરી એ કોઈ પાગલ જ હશે જેને ના ગમે...મારે બસ એક વાર મળવું હતું કેમ કે યુ નો આજકાલ પ્રેન્ક કોલ્સ બહુજ આવે અને તમારી ડીલ સાંભળીને મને વિશ્વાસ નોહતો કે આ સાચી છે કે નહિ... સો...
ક્યારથી ચાલુ કરશું આપણે આ શૂટ???
કાતિલ : તમે કહો તો અત્યારથીજ ચાલુ કરી દઈએ ( હસવા લાગે છે...)
નિશિકા : સોરી હું સમજી નહિ....
કાતિલ : જુઓ તમે આ શૂટ માટે મને બહુજ ગમ્યા પણ મારી એક 'શરત' છે તમને ગમે તો આપણે વાત વધારીએ નહિ તો હું કોઈ બીજી શોધી લઉં....
નિશિકા : ઓક્કે હું સમજી ગઈ, તો ક્યાં જવું છે એના માટે??
કાતિલ : ઓહહ યુ આર સો ટેલેન્ટેડ.... મારા ફ્લેટ એ જઈએ....
નિશિકા : ઓક્કે ગીવ મી યોર એડ્રેસ??
**************
(જયરાજ બેલ મારે છે )
દિલીપ : બોલો સાહેબ
જયરાજ : હજુ સુધી આપણા કોન્સ્ટેબલ ને કાતિલ મળ્યો કેમ નહિ???
દિલીપ : મારે હમણાં જ વાત થઇ પણ એવું કોઈ જ ત્યાં નથી આવ્યું, મને લાગે છે કાતિલ ડરીને ભાગી ગઈ હશે... હાહા
જયરાજ : ના દિલીપ મને એવું નથી લાગતું.... કંઈક બીજું ના વિચાર્યું હોય એણે?? !!
દિલીપ : સાહેબ તમે ઘરે જાઓ... કાતિલ વિશે કાંઈ જાણવા મળશે તો હું તમને ફોન કરીશ....એ કોન્સ્ટેબલોને આજ રાત ત્યાંજ રહેવા દઉં છું....
જયરાજ : સારુ 10 વાગી ગયા, મારી પત્ની પણ રાહ જોતી હશે.... હું નીકળું....મળીએ કાલે... ગુડ નાઈટ
દિલીપ : ગુડ નાઈટ સાહેબ જય હિન્દ
***************
આ બાજુ એ કાતિલ નિશિકાની લાશ ને એક સુમસામ જગ્યાએ જઈને નાખી દે છે.....
અને પછી ગીત ગણગણવા લાગે છે
ઢલ ગયા દિન હો ગઈ શામ,
જાને દો જાના હૈ...
અભી અભી તો આઈ થી ઓર અભી અભી ચલ બસી.... બહુ દુઃખ થયું જાનેમન.... હાહાહા
****************
કોણ હતી નિશિકા?? કાતિલ કોણ હશે?? એણે નિશિકા નું ખૂન શા માટે કર્યું હશે?? શું જયરાજ પકડી શકશે કાતિલ ને ??
જાણવા માટે વાંચતા રહો
હસીના - the lady killer
next પાર્ટ જલ્દી મૂકીશ....
તમારા પ્રતિભાવ મને msgbox માં મોકલી શકો છો, અને like એન્ડ comments પણ કરજો જેથી હું વધુ સારુ લખી શકું..