princess _143 - 4 in Gujarati Love Stories by vasani vasudha books and stories PDF | princess _143 (ભાગ 4)

Featured Books
Categories
Share

princess _143 (ભાગ 4)










( ગયા ભાગમા તમે જોયું કે..અવનીને વિવેક માટે કોઈ ફિલિંગ છે પરંતુંએ કેવી ફિલિંગએ અવની પોતે પણ નથી જાણતી. વિવેક જિજ્ઞાશાવશ જ તેની સામે જોવાનું ચાલુ કરે છે.* ભૂતકાળ. - અવની તેની મમ્મી સાથે રાજવીનાં મેરેજ માટે શોપિંગ કરવા જાય છે. રાજવી રાતે ફરીથી પોતાના 11thનાં દિવસો યાદ કરે છે જેમ તેં રાજવીથી નારાજ છે રોહનનાં લીધે.....હવે આગળ)


***

હુ રાજવીથી ખુબ નારાજ હતી. એને કર્યું હતુ પણ એવું મારી સાથે. રોહનનો no. મે લાવી આપ્યો અને એ રોહનને મળવા ગઇ એ પણ માયાને લઇને. મને દુખએ વાતનું થયુ કે, રોહનનો no મે લાવી આપ્યો અને એને મળવા ગઇ એ પણ મને કિધા વગર અને મને લીધાં વગર. તેં એકલી ગય હોત તો પણ મને દુખ ન થાત. દુખ તો એ વાત નું હતુ કે, એ માયાને લઇને ગઇ હતી.

કેટલું દુખ થાયએ વાત નું જ્યારે બેસ્ટ ફ્રેન્ડ જ આવુ કરે. એ પછી તો આખો દિવસ એનાંથી નારાજ હતી. મે એની સાથે વાત પણ ન કરી. એણે મને વધારે મનવાની કોશીષ પણ ન કરી. બસએ દિવસથી અમારાં અબોલા ચાલતા.

રોહન રાજવી સાથે હોય તો હુ રોહન સામે જોતી પણ નય. એ સિવાય રોહન મને આમ જ બ્રેક મા સામે મળી જાય તો પણ હુ નીચી નજર રાખીને જતી રહેતી અથવા તેની સામે આંખ ન મેળવતી. એક દિવસ રોહને મને બ્રેક મા ઊભી રાખીને મને પુછ્યું કે,

" અવની તુમ્હે મુજશે કોઈ પ્રોબ્લેમ હે....? તુમ મેરે સાથ એશા ક્યુ કર રહી હો...? "

મે એને કિધુ ,

" રોહન તુમસે મુજે કોઈ શિકાયત નહીં હે. મેરી નારાજગી રાજવી કે સાથ હે. "

રોહન બોલ્યો ,

" રાજવી સે નારાજગી મેરી વજહ સે હે..?"

હુ એને કાઈ કહી ન શકી. અને ત્યાં થી જતી રહી.

મારે હજી રાજવી જોડે અબોલા જ હતાં. મને હજી પણ એ જ થતુ હતુ કે, તેં આવુ કેમ કરી શકે મારી સાથે....? પછી તો માયા સાથે તેની ફ્રેન્ડશીપ વધી હતી અને મારી સાથે સંબંધો ઘટયા હતાં. છતા મારુ દ્રઢપણે માનવું હતુ કે રાજવી મારી પાસે પાછી આવશે જ. આજે નહીં તો કાલે એને માયા સાથે વધારે બનશે નય.

***

6 વાગ્યા નું એલાર્મ વાગ્યુંને હુ જાગી. રાજવી સાથે ફ્રેન્ડશીપમા થોડો સમયનો વિરામ આવ્યો એ વાત જ મારા મનને પરેશાન કરી દેતી હતી. છતા રોજનું કામ પુરુ કરીને હુ ઓફિસે ગઇ.

પહેલું જ કામ બધાં જ મેઈલ ચેક કરવાનું કર્યું. એમા મારી રાજવીનો " princess_143 " પરથી મેઈલ હતો મે ખોલ્યો. ગુસ્સાનાં ભાવ સાથે એણે લખ્યું હતુ કે,

હરામિ તુ બે દિવસ પેલા આવીશ તો હુ તને મેરેજ મા જ નય આવા દવ તારે પૂરા છ દિવસ પેલા આવા નું છે. જો તુ નઇ આવીને તો યાદ રાખજે હુ તને પુરી કરી દઈશ.

એણે સાફ સાફ શબ્દોમા મને ધમકી જ આપી હતી. એ જ્યારે વધારે પ્રેમ કરતી હોયને ત્યારે આમ જ ગુસ્સો કરતી એ વાત મને હજી યાદ છે. એ વાત તો મે 11th મા જ જોય હતી. મને એ ઘટના યાદ આવી ગય.

***

એક દિવસ મને એક અજાણ્યા no. પર થી વોટસ અપમા hii નો મેસેજ આવ્યો.મે પણ લખીને મોકલ્યું કે,

" who are you ? "

તો સામેથી જવાબ આવ્યો કે ,

" I'm vivek "

મને આશ્ચર્ય થયુ આની પાસે મારો no. ક્યાંથી એટલે મે પાછું પુછ્યું,

" તને મારો no. ક્યાંથી મળ્યો ? "

તો વિકીએ જવાબ આપ્યો કે ,

" રાજવી પાસે થી "

મારો પીતો ગ્યો હુ મન મા બોલી કે, કાલે રાજવી ગય હવે.

મે વિકીને કિધુ ,

" શુ કામ હતુ બોલ ને..? જો તેં મારો no. લીધો. "

તો એણે મને સીધું જ પુછી લીધુ કે,

વિકી - તુ મારી સામે કેમ જોયા કરે છે..? do you like me..?

અવની - ના એવું કાઈ નથી આ તો તને ક્યાંક જોયો હોય ને એવું લાગે છે એટલે તારી સામે જોવ છું બીજુ કાઈ નય..

વિકી - સાચે બીજુ કાઈ નય...?

me - seriously I don't know what I feel for you but તને જોઇ રહેવું મને ગમે છે...વધારે તો કાઈ નય..

વિકી - oh I see

me - now it's your turn..તુ શા માટે મને તાકતો રહે છે....? do you love me..?

વિકી - No , I don't love you..but..i like you....મારે તો બસ એ જ જાણવું છે કે , તુ એ દિવસે રડતી રડતી કેમ જતી રહી હતી...?

me - અરે એ દિવસ યાદ ન દેવરાવ તો જ સારુ છે..

વિકી - ok જેવી તારી મરજી...now we are a friend..?

me - હા દોસ્ત બનવામાં શુ વાંધો હોય..?!

બસએ દિવસથી અમે ફ્રેન્ડ બની ગયા.

**

બીજે દિવસે મે બ્રેકમા રાજવીને લઇ લીધી..

" રાજવી તુ કોઈને મારો no. મને પુછ્યા વગર કેવી રીતે આપી શકે..? "

તો રાજવીએ મને કિધુ ,

" હુ એને સામે થી તારો no. દેવા નોતી ગય. એણે માગ્યો એટલે મે આપ્યો અને આમે ય મે તારા માટે થઇને એને no. આપ્યો..."

મે પુછ્યું કે ,

" મારા માટે થઇને...? "

તો રાજવીએ જવાબ આપ્યો કે ,

" હા, તારા માટે થઇને. મને લાગ્યું કે તુ જે એનાં વિશે વિચારે છે એ એને ખબર હોવી જોઈએ. તારા મનનો ભાર હળવો કરવા માટે જ મે એને તારો no. આપ્યો હતો. તારા માટે ભલું વિચારીને મે કાઈ ગુનો કર્યો...? "

હુ એને કાઈ વધારે ન બોલી શકી અને ત્યાંથી જતી રહી.ત્યાર પછી અમારાં સંબંધો સુધર્યા હતાં. અમે પહેલાની જેમ દોસ્ત બન્યાં હતાં.

***

મે એ princessને તરત જ મેઈલ કર્યો કે,

ok મેડમ જેવી તમારી મરજી. હુ તમારાં મેરેજમા 6 દિવસ પેલા પહોચી જઈશ બસ. આમ પણ મારે મારા ફ્યુચરનાં જીજુની ટાંગ ખેંચવાની છે. એ ઉપરાંત તુ તારા મેરેજનું કામ અને શોપિંગ પણ મારા પર જ નાખવાની છે એ ખબર છે મને માટે હુ વહેલા જ પોચી જઈશ બસ....

મને હજી યાદ છે એને જ્યારે પણ શોપિંગ કરવી હોય એ મને જ સાથે લઇ જતી. અમે સ્કૂલ બંક કરીને શોપિંગ કરવા જતા હતાં. રાજવીનાં મેરેજમાં છ દિવસની લિવ લેવી પડે એમ હોવાથી મે ઓફીસનું બધુ જ કામ જડપ થી ખતમ કરવા માંડ્યું હતુ. અને ફ્રી થાવ ત્યારે એ જુની યાદોને વગોળતિ હતી.જેમ કે....


***

મારે સ્કૂલમા લેવાતી ટેસ્ટ મા physicsમા ઓછા માર્ક આવતાં. બાકી બધાં મા મસ્ત માર્ક હોય. એક physics કોણ જાણે કેમ પલ્લે જ ન પડતું.

એક વાર લંચબ્રેંક સમયે આ વાત નીકળી. મે સિધ્ધી દિ ને કહ્યુ પણ ખરું કે ,

" આ physics મને નય ફાવતું..."

તો દિ એ કિધેલૂ કે ,

" અમારાં ક્લાસ મા તો વિકી first છે physics મા..."

મે આશ્ચર્ય થતા પુછ્યું ,

" સાચે..? "

દિ એ હા પાડી..

એ દિવસે મે વિકીને physicsમા હેલ્પ કરવા જણાવ્યું. પછી તો તેં રોજે સ્કૂલથી છૂટીને મને physics કરાવતો. મને સમજાય પણ જતું ખુબ સરળતા થી.

મને વિકી એક ફ્રેન્ડની રીતે ગમતો પણ એનાંથી વિશેષ કાઈ નય. એનાં પ્રત્યે મને કેવી લાગણી હતીએ મને હજુ ખબર નોતી પડતી. હા હવે અમે એક બીજા ની સામે ઘુરી ઘુરીને જોવાનું બંધ કર્યું હતુ. એક બીજાની સામે મળીએ તો એક સ્મિતની આપલે જરૂરથી થતી.

અને વિકીને લીધે જ next ટેસ્ટમા મારે physicsમા માર્ક સારા હતાં. તેં ઘણી વાર મારા ઘરે આવીને પણ મને અમુક અઘરા ચેપ્ટર શીખવી જતો. મારા ઘરમા બધાં સાથે તેં ખુબ હળીમળી ગયો હતો.
મારુ ફેમિલી ઓપન માઇન્ડેડ હતુ એટલે કાઈ વાંધો ન થતો.

બીજી બાજુ રાજવી હવે સાવ જ બેધ્યાન બની હતી. ચાલુ ક્લાસ પર ફોન ચાલુ કરવો, વારે વારે ક્લાસ બંક કરવા, ટેસ્ટમાં સારા માર્ક ન આવવા એ તેનાં માટે સામાન્ય બાબત હતી. હુ નથી માનતી કે એ રોહનનાં લીધે હતુ. રાજવીની આવી બેફિકરાઈ પાછળ માયા જવાબદાર હતી.

એક દિવસ રાજવી બ્રેકનાં સમયે મારી પાસે આવી અને રડવા મંડી.
અને રડતા રડતા જ બોલી કે,

" મારુ રોહન સાથે બ્રેક અપ થય ગ્યું...."

(ક્રમશ:**)

**************************************


રાજવી નું રોહન સાથે બ્રેકઅપ કેમ કર્તા થયુ...? અવની અને વિકી પોતપોતાના મન ની વાત સમજી ને એક બીજા ને કહી શકસે કે નહીં તે હુ મારા આવતાં ભાગમા જણાવીશ...


તમને આ ભાગ કેવો લાગ્યો એ જરૂર થી જણાવજો.. મને તમારાં અભિપ્રાયો વાંચવા ગમશે..