Be Pagal - 9 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૯

Featured Books
Categories
Share

બે પાગલ - ભાગ ૯

બે પાગલ ભાગ ૯

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
એ રાતે રુહાન અને જીજ્ઞાનુ પ્રેમ પ્રકરણ જરૂર અટકી ગયુ હતું પરંતું હજુ પણ તેમની મિત્રતા પહેલા જેટલી ગાઢ હતી. ત્રણ દિવસ પસાર થાય છે.
મનીષભાઈના કહ્યા મુજબ જીજ્ઞાએ પોતાની વાર્તાને વધુ વિસ્તારથી અને સારી રીતે લખવાની શરૂઆત કરી દીધી હતી. જીજ્ઞા દરેક જગ્યાએ વધુમાં વધુ સમય પોતાના લેખનને જ આપતી. હોસ્ટેલરૂમ હોય, રાત્રીનો વરસાદ હોય અથવા કોઈ પણ જાતની મુશ્કેલી હોય પરંતુ જીજ્ઞા પોતાના લેખન સમયને કોઈ વાતે પોસ્પોન ન કરતી. કોલેજના ચાલતા લેક્ચરમા પણ જીજ્ઞા પોતાની સ્ટોરીનુ જ કાર્ય કરતી. જીજ્ઞાને ભણાવનાર પ્રોફેસર જીજ્ઞાની પકડી ના લે એની જવાબદારી તેના દોસ્તો એટલે કે રુહાન,પુર્વી, મહાવીર અને રવી પર હતી. જીજ્ઞાને પણ પોતાના દોસ્તો પર પુરો ભરોસો હતો એટલે જ જીજ્ઞા ઉપર જોયા વગર જ પોતાનુ લેખન કાર્ય કરતી રહે છે. રોજ આ મુજબ જ ક્લાસનો કાર્યક્રમ ચાલતો રહે છે અને સ્વભાવીક છે કે તમે રોજ તો ન બચી શકો. રુહાન જીજ્ઞા શુ લખી રહી હતી એ બે બેન્ચો વચ્ચે ઓવરબ્રિજ જેવો પોતાના શરીરનો આકાર બનાવીને જોઈ રહ્યો હતો. મહાવીર મજાક કરતા કોલેજના પહેલા દિવસે રુહાને મહાવીરને નહોતો જગાડ્યો એનો બદલો એક નિર્દોષ મજાકના રૂપમાં લેતા ત્યા ક્લાસરૂમમાં ભણાવતા પ્રોફેસરને ધીમેથી ઈસારા દ્વારા રુહાન તરફ જોવા પ્રોફેસરને કહે છે. અને પછી તો શુ રુહાનને કેમ્પસમાં બધા વચ્ચે મુર્ઘો બનાવીને ઉભો રાખી દેવામાં આવે છે. આમ જીજ્ઞાની વાર્તાનુ લખાણ પણ ચાલતુ અને સાથે સાથે બધા મિત્રોની કેમ્પસ, કેન્ટીન દરેક જગ્યાએ મજાક મસ્તી ચાલતી. ક્યારેક કેમ્પસમાં બેસીને જો જીજ્ઞા લખતી હોય અને આજુ બાજુમાં છોકરાઓ અવાજ કરતા હોય તો પહેલા મહાવીર અને રુહાન silent please ના બોર્ડ લગાવે અને તો પણ અવાજ બંદ ન થાય તો કેમ્પસમાના બધા વિદ્યાર્થીઓને ધાક ધમકી દ્વારા બહાર કાઢે. આમ જીજ્ઞાના લખવામા કોઈ પરેશાની ન થાય એના માટે રુહાન અને તેના મિત્રો કઈ પણ કરતા.
શનિ રવી આવવાથી જીજ્ઞા રજા લઈને મહીના દરમિયાન પોતાના ઘરે અમદાવાદ પોતાની મમ્મીને મળવા માટે જાય છે. બહાર બેઠેલા ચંપાબાને જીજ્ઞા મળે છે અને થોડીવાર તેમની સાથે મજાક મસ્તી કરીને પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં જ સામે ગીરધનભાઈ દેખાય છે. જીજ્ઞા ગીરધનભાઈ તરફ આગળ ચાલીને પગે લાગે છે. ગીરધનભાઈ જીજ્ઞાને ખુશ રહે એવા આશીર્વાદ પણ આપે છે છતા જીજ્ઞા પોતાના પિતાથી ખુશ નહોતી કેમકે પિતાના ચહેરા પર દિકરીના ધણા દિવસે ઘરે આવવાની કોઈ ખુશી દેખાતી જ નહોતી. જીજ્ઞા પોતાની મમ્મીને મળે છે બંને ખુબજ એકબીજાને વહાલ કરે છે. જીજ્ઞા પોતાની વાર્તા વિશેની વાત તેની મમ્મીને જણાવે છે અને આ ખુશ ખબર સાંભળી જીજ્ઞાની મમ્મી ખુબ જ ખુશ થાય છે અને એમની આખમાં જીજ્ઞા માટે ખુશીના આંસુ આવી જાય છે.
શની રવીની રજા પૂર્ણ થતા જીજ્ઞા વડોદરા પરત પહોચે છે. આખા સમય દરમિયાન રુહાન જીજ્ઞાની ખુબ જ સંભાળ રાખતો. જીજ્ઞા અને રુહાન બંને એકબીજાના ખુબ જ નજીક આવી ગયા હતા પરંતુ સમય અને સંજોગ બંનેને એક થવા દેવામાં રાજી નહોતા. એકલા પડે ત્યારે બંને અલગ અલગ જગ્યાએ એકબીજાને ખોવાના ડરથી રડી પણ લેતા. બંનેનો એકબીજા પ્રત્યેનો સ્વભાવ જોઈને પુર્વી, મહાવીર અને રવી સમજી ગયા હતા કે બંનેમા એકબીજા માટે ફીલિંગ છે. આમ મજા મસ્તી સાથે એક મહિનો વીતી જાય છે. જીજ્ઞાની કહાની પપ્પાની પરીનુ પણ વિસ્તાર સાથે લખાણ પુર્ણ થાય છે. પપ્પાની પરીની વાર્તા પુર્ણ થયા બાદ જીજ્ઞા અને રુહાન બુક મનીષભાઈને સોપી દે છે અને મનીષભાઈ જીજ્ઞા અને રુહાનને બાહેધરી આપે છે કે એ આ વાર્તા જીજ્ઞાના નામે રજીસ્ટાર કરાવી અને જીજ્ઞાને એનુ પહેલુ પેમેન્ટ આપી આ વાર્તા પ્રોડ્યુસર પાસે પહોચાડશે અને જલ્દીથી એના પર ફિલ્મ બનાવવા માટેનુ કાર્ય શરૂ કરી દેશે.
જીજ્ઞા અત્યારે એના સ્વપ્નની ખુબ જ નજીક હતી અને જીજ્ઞા એના માટે વધારે ખુશ હતી કે છોકરીઓથી કઈ ન થઈ શકે એવી એના પપ્પાની ગલતફેમી ખુબ જ જલ્દી દુર થવાની હતી. પરંતુ જીજ્ઞા એ નહોતી જાણતી કે એ એના સ્વપ્નની નજીક નહીં પરંતુ જીવનના એક ભયંકર અનુભવની નજીક ઉભી હતી.
જીજ્ઞાની વાર્તા પર ફિલ્મ બનવાની ખુશીમાં આપણી કહાનીના મેઈન પાત્રો એટલે કે રુહાન, જીજ્ઞા, પુર્વી, રવી અને મહાવીર દરેક લોકોએ એક નાનકડી પાર્ટી એટલે કે હોટેલમાં જમવા જવાનુ નક્કી કર્યું. દરેક મિત્રો બપોરના સમયે કોલેજ છુટ્યા બાદ વડોદરાની એક સારી હોટલમાં જમવા માટે જાય છે.
બધા હોટલમાં ડાઇનિંગ ટેબલ પર બેઠા છે અને જમવાનુ દરેકને પોતાની પસંદગી અનુસાદ પીરસી દેવામાં આવ્યુ છે. દરેક મિત્રો વચ્ચે સંવાદની શરૂઆત થાય છે.
આ જીવનમાં ભોજન ન હોત તો શુ થાત આ દુનિયાનુ...મહાવીરે કહ્યું.
અમારૂ તો કંઈક ને કંઈક થઈ જ જાત પરંતુ તારૂ કઈ ન થાત...રવીએ મહાવીરને
ચાલો હવે જીજ્ઞા તો સ્ટાર થઈ ગઈ છે. ક્યારેક સમય મળે તો બોલાવજો મેડમજી...જીજ્ઞાની ખેચતા પુર્વીએ કહ્યું.
પુર્વી તને તો તોપણ યાદ રાખશે કેમ કે તુ તો એના મામાની છોકરી છે. પરંતું અમારા જેવા ગરીબ માણસને કોણ યાદ રાખશે ...રુહાને પણ પુર્વીનો સાથ દેતા જીજ્ઞાને કહ્યું.
પહેલા તો હુ હજુ પ્રોફેશનલ લેખક બની નથી અને હા એવડુ મોટુ મારે થાવુ જ નથી કે હુ મારા એ દોસ્તને ભુલી જાવ જેણે મને મારા સ્વપ્ન સુધી પહોચાડી હોય...જીજ્ઞાએ રુહાન તરફ ઈશારો કરતા કહ્યું. સ્વપ્ન સુધી પહોંચાડવામાં આપણે મનીષભાઈનો આભાર માનવો જોઈએ કેમકે આજે આપણે જે પોજીસનમાં છીએ એ પોજીસનમાં આવવા માટે લોકો ઘણો બધો સંઘર્ષ કરતા હોય છે. આપણને ડાયરેકટ મંજીલ મળી ગઈ અને લોકોને આ મંજીલ માટે કેટલો સંઘર્ષ કરતા હોય છે...રુહાને જીજ્ઞાને કહ્યુ.
સાચી વાત છે તારી જો મનીષભાઈ ન હોત તો કદાચ મારૂ આ સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ બનીને રહી જાત. કેમ કે મારી પાસે એટલો સમય જ નથી કે હુ જાતમહેનતથી કોઈની પણ ઓળખાણ વગર આ જગ્યાએ પહોચી શકુ...જીજ્ઞાએ કહ્યું.
તુ ચિંતા ના કર તારો આ દોસ્ત લાઈફટાઈમ તારી સાથે છે કોઈની ઓળખાણ હોય કે ન હોય તારો આ દોસ્ત આખી દુનિયાથી લડી જશે તારા માટે બાકી તારા સ્વપ્નાઓ જરૂર
પુરા થશે મધરપ્રોમીસ જીજ્ઞા. લખવુ હોય તો લખી લે
...રુહાને જીજ્ઞા અને બાકીના મીત્રો માટે કહ્યું.
વાહ રુહાન વાહ યાર મારૂ પણ એક સ્વપ્ન છે કે તુ આ પંજાબી શાક મગાવી દે અને મારે એક આર.વન. ફાઈવનુ પણ સ્વપ્ન છે હવે મારે જોવુ છે તુ કેવી રીતે સ્વપ્ન પુરા કરે છે અમારા...રુહાનની ખેચતા મહાવીરે કહ્યું.
થોડિવાર રુહાન શાંત રહે છે અને એકી નજરે મહાવીર સામે જોઈ રહે છે. મહાવીરની આ વાતથી રુહાન સિવાયના દરેક લોકો હસવા માંડે છે.
સ્વપ્નાઓ છેને ફુલના પુરા કરાય ભમરાઓના નહીં કેમકે ફુલ લોકોને ખુશબુ આપે અને તમારા જેવા ભમરાઓ નોઈસ પોલ્યુશન શિવાય બીજુ કશું ના કરી શકે ખાવુ હોય તો ઓર્ડર કરી લે તારી માટે પણ બધુ કરીશ તુ ખોટી મગજમારી ના કર...રુહાને સામે જવાબ આપતા કહ્યુ.
આમ બધા મિત્રોએ મસ્તી મજાક સાથે જમવાનુ અને સંવાદ બંને પુર્ણ કર્યુ. જમીને બધા હોટેલની બહાર નીકળે છે અને રુહાન કાઉન્ટર પર જમવાનુ બીલ ચુકવવા માટે જાય છે. બધા જ જીજ્ઞા માટે ખુબ જ ખુશ હતા. રુહાન પોતાની પોકેટમાંથી પોતાનુ પર્સ કાઢીને ઉપર ટીવીમા ચાલતા બ્રોકિંગ ન્યૂઝ જોતા જોતા બીલ ચુકવે છે. અને બીલ ચુકવ્યા બાદ રુહાન કઈક એવા સમાચાર જુએ છે જેથી રુહાનના રૂવાળા ઉભા થઈ જાય છે અને ગભરાહટ સાથે હોટલની બહાર દોડીને જાય છે અને જીજ્ઞા કહે છે.
જજજીજ્ઞા. જલ્દી અંદર આવો બધા...હકલાતા અને ગભરાયેલા અવાજ સાથે રુહાને કહ્યું.
શુ થયુ રુહાન... રુહાનને ગભરાયેલો જોઈને જીજ્ઞાએ કહ્યું.
બધા મિત્રો દોડીને અંદર એ કાઉન્ટર પર પહોચે છે જ્યા રુહાને એ ન્યુઝ જોયા જે જોઈને તે ગભરાઈ ગયો. ન્યુઝ જોતાજ દરેકની આખો ફાટી જાય છે અને જીજ્ઞાની આખમા આસુ આવી જાય છે.
ઓહ નો આ નહોતુ થવુ જોઈતુ...i am sorry જીજ્ઞા મને માફ કરી દેજે...રુહાને કહ્યું.
સીટ યાર આ શુ છે ?...આશ્ચર્ય સાથે મહાવીરે કહ્યું.
હે ભગવાન શુ ધાર્યુ છે તે હવે... પુર્વી પણ થોડાક દુઃખ સાથે બોલી.
સાલી આજે ખબર પડી કે લોકો કેમ કહે છે કે આ કિસ્મત ખુબ જ કુત્તી ચીજ છે...રુહાને કહ્યુ.
તમે બધા એટલે કે વાચનાર વ્યક્તિઓ પણ મને માફ કરી દેજો પરંતુ વધારે લાંબો ભાગ ન થઈ જાય અને તમે બોર ન થઈ જાવ એટલા માટે આપણી વાર્તાનો આ સૌથી મોટો વણાંક જાણો આગલા ભાગમાં. એવુ તે શુ થયુ કે જે જોઈ બધા લોકો ગભરાઇ ગયા ? આ વણાંક મનીષભાઈ બાબતે હશે ? જીજ્ઞાની મમ્મી બાબતે કે પછી તેના પિતા બાબતે ? જરૂર વિચારજો તમે બધા કે તમને શુ લાગે છે શુ થયુ હશે. મને પુરો વિશ્વાસ છે કે તમે વિચારશો તેના કરતા કઈક અલગ જ હશે. જરૂર વાચજો આગલો ભાગ કેમકે આ ન્યુઝથી જીજ્ઞા અને રુહાનના જીવનમાં ઘણો બધો ફર્ક આવી જવાનો છે.
ખુબ ખુબ ધન્યવાદ આ ભાગ અને આગલા ભાગો વાચવા બદલ.

। જય શ્રી કૃષ્ણ। । કષ્ટભંજન દાદા સત્ય છે।

NEXT PART -> NEXT WEEK
BY:- VARUN SHAHNTILAL PATEL