Shivali - 15 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 15

Featured Books
Categories
Share

શિવાલી ભાગ 15

શિવાલી મહેલમાં આકુળવ્યાકુળ છે. તે ખૂબ થાકી ગઈ છે. તેને બહાર જવાનો કોઈ રસ્તો હવે દેખાતો નથી. તેને ખૂબ ભૂખ લાગી છે. તે ખાવાનું શોધવા લાગે છે. ત્યાં મહેલમાં તેને કોઈ ખોરાક મળતો નથી. કેમકે બધું જ રાજકુમારી ની શક્તિઓ થી ઉતપન્ન થયેલું છે. એટલે તે કઈ ખાઈ શકાય તેવું નથી.

તે મહેલમાં ખાવાનું શોધતા શોધતા મહેલના બગીચામાં આવી જાય છે જ્યાં ઘણા બધા વૃક્ષો છે. જેમાં ફળના પણ વૃક્ષ છે. એ જલ્દી જલ્દી ત્યાં જવા માટે ચાલવા લાગે છે. પણ એ વૃક્ષ પાસે પહોંચે તો છે પણ ફળ તોડી ખાઈ શક્તિ નથી. કેમકે એ બધું મિથ્યા છે. ભૂખના કારણે તેનું શરીર અશક્ત થવા લાગ્યું છે. તે બગીચાના નાનકડા તળાવ પાસે જઈ પાણી પીવા હાથ લંબાવે છે. પણ પછી તે હાથ પાછો ખેંચી લે છે રખે ને તે પણ એક ભ્રમ હોય. પણ તેનું ગળું સુકાય ગયું છે. તેની પાસે એવું કશું નથી કે તે પોતાની જાત ને બચાવી શકે. તે પાણી માટે હાથ લંબાવે છે ને તે પાણી ને અડી શકે છે. તે ખુશ થઈ જાય છે ને ખોબે ખોબે પાણી પીવા લાગે છે. પાણી પી ને તેને થોડી શાતા વળે છે.

એ ભગવાનનો આભાર માનતી ત્યાં જ બેસે છે. ત્યાં એની નજર બગીચાના ખૂણામાં આવેલ મંદિર તરફ જાય છે. મંદિર માં શિવલિંગ છે પણ મંદિર ખૂબ કચરા થી ભરેલું હોય છે. શિવાલી તે મંદિર ને સાફ કરવા લાગે છે. તે અશક્ત છે પણ છતાં તે મંદિરને સાફ કરે છે. ઝાળીઝાંખરા તોડી સાવરણો બનાવે છે ને તેના થી બધો કચરો સાફ કરે છે. આજુબાજુમાં પડેલ કાછલી થી પાણી ભરી લાવી શિવલિંગ ને ધોઈ નાંખે છે. મંદિર એકદમ ચોખ્ખું કરી દે છે. તે ભગવાન શિવ ની આરાધના કરે છે પણ એ એટલી અશક્ત થઈ ગઈ હોય છે કે તે ફરી ત્યાં જ બેભાન થઈ જાય છે.

રાજકુમારી કોઈ પણ ભોગે શિવાલી ને મારવા માંગે છે પણ તે એનું કઈ બગાડી શક્તિ નથી એટલે ગુસ્સામાં એ પોતાના ઇષ્ટ દેવ ને આરાધે છે. પણ તેનું મન ત્યાં લાગતું નથી. એ વિચારે છે એવું શુ છે જે તેને શિવાલી ની નજીક જવા દેતું નથી.

ત્યાં એને કોલાહલ સંભળાય છે તે જોવા માટે આવે છે. મહેલની બહાર લોકો ભેગા થયા છે ને મહેલ ને જોઈ ને કેમ આવું થયું તેની વાતો કરે છે. આ અવાજો થી ક્રોધિત રાજકુમારી લોકો પર પથ્થરો નો વરસાદ વરસાવે છે. લોકો ભયભીત થઈ ને આમતેમ ભાગવા લાગે છે. રાજકુમારી ગુસ્સામાં ત્યાં થી ચાલી જાય છે.

ગૌરીબા ખૂબ ચિંતામાં છે. એ વારે વારે ભગવાન ને શિવાલી માટે પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ મારી શિવાલી ને સાચવજે.
શિવ ની હાલત વધારે ખરાબ છે. એનું મન એને ક્યાંય ઝપવા દેતું નથી. એ વારે વારે મહેલ તરફ જોઈ ને પરેશાન થયા કરે છે. એ કેટલીવાર ત્યાં જવાની જીદ કરી ચુક્યો છે પણ ફકીરબાબા ના કહેવા થી કોઈ એને ત્યાં જવા દેતું નથી.

ફકીરબાબા ત્યાં હવેલીમાં જ છે. તેઓ પોતાની સાધના કર્યા કરે છે.

ઘરમાં બધા ચિંતામાં છે. પણ કોઈ કઈ કરી શકે તેમ નથી. હવે માત્ર રાઘવભાઈ ની રાહ જોવાઇ રહી છે. જે પણ થશે તે શિવાલી ની કુંડળી જોઈ ને થશે.

બા બા રાઘવભાઈ આવી ગયા, પુની એ સમાચાર આપ્યા. બધા જ લોકો ખુશ થઈ ને દરવાજા તરફ દોડ્યા.

રાઘવભાઈ ને જોતાજ ગૌરીબા ની આખોમાં થી આંસુ વહેવા લાગે છે. રાઘવ તું આવી ગયો. દીકરા શિવાલી...

શિવાલી શુ થયું શિવાલી ને? રમાબેન બોલ્યા.

કઈ નહિ ભાભી તમે બધા પહેલા અંદર આવો, રમણભાઈ બોલ્યા.

આવ રાઘવ. રમાવહુ આવો. પુની બધા માટે પાણી લાવ.

પંડિતજી આવો રાઘવભાઈ બોલ્યા. બધા અંદર ગયા. ત્યાં ફકીરબાબા પણ ત્યાં આવી ગયા.

બા હવે તો બોલો શુ થયું છે? ને શિવાલી ક્યાં છે? કેમ દેખાતી નથી?

ચારુબેન જે પણ બન્યું હતું તે રાઘવભાઈ ને કહે છે. ને શિવાલી ક્યાં છે તે પણ જણાવે છે.

તો તમે લોકો એને લઈ કેમ નથી આવતા. એ ત્યાં કેમ હશે? રાઘવભાઈ બોલ્યા.

બા તમે શિવાલી ને જવા કેમ દીધી એટલું બોલતા રમાબેન રડવા લાગે છે. ચાલો બા હમણાં જ એને લઈ આવીએ. ચાલો બા....રમાબેન ગૌરીબા ને પકડી ને બોલે છે.

શાંત રમાવહુ. મને પણ ચિંતા છે પણ આપણા હાથમાં કઈ નથી.

ત્યાં અત્યાર સુધી શાંત બેસેલા પંડિતજી બોલ્યા, રમાબેન શાંત થાવ. ભોળાનાથ સૌ સારાવાના કરશે.

ત્યાં એકદમ રાઘવભાઈ પંડિતજી તરફ ધસ્યા, પંડિતજી તમે તો જાણો છો ને કે આ વર્ષ શિવાલી માટે કેવું છે? તો હવે તમે જ કોઈ રસ્તો દેખાડો.

કેમ રાઘવ આ શુ બોલે છે? શુ થવાનું હતું શિવાલી ને? ગૌરીબા બોલ્યા.

બા શિવાલી ની કુંડળી પ્રમાણે શિવાલી ના જીવનમાં એનું સોળમુ વર્ષ સંકટ લાવશે એવું લખ્યું છે.

પંડિતજી રાઘવ શુ કહે છે?

હા ગૌરીબા તે સાચું કહે છે. આ વર્ષ શિવાલી માટે ભારે છે. ને એટલે હું અહીં આવ્યો છું. તમે લોકો હવે મારી વાત શાંતિ થી સાંભળો. પંડિતજી એ એમની અને અઘોરી ની સોળ વર્ષ પહેલા જે વાત થઈ હતી તે બધી વાત કહી. જે સાંભળી ને બધા જ અચરજ પામી જાય છે.

તો પંડિતજી તમે આ બધું પહેલાં થી જ જાણતા હતા? તમને આ બધી વાત કેવી રીતે ખબર? રાઘવભાઈ એ પૂછ્યું.

હા રાઘવભાઈ મને આ બધી ખબર હતી. શિવાલી ની આ વાત મને અઘોરીબાબા એ કરી હતી.

તો હવે શુ થશે? શિવાલી ના જીવ ને જોખમ છે?

જુઓ રાઘવભાઈ, આ જોખમ સામે શિવાલી એ તો લડવાનું જ હતું. એ પોતાના ભાગ્ય થી ભાગી નહિ શકે. જે ભાગ્યમાં લખ્યું છે તે તો થઈ ને જ રહેશે.

પણ પંડિતજી મારી શિવાલી જ કેમ? એનો શુ વાંક છે? એ આત્મા મારી દીકરી ને મારી નાખશે તો? રમાબેન રડતા રડતા બોલ્યા.

રમાબેન વાંક તો શિવાલી ની કિસ્મત નો છે. એમાં કોઈ કઈ કરી ના શકે. આપણે તો એને એમાં થી નીકળવા માટે મદદ કરવાની છે.

તો હવે આપણે શુ કરી શકીએ? એ આત્મા પોતાનો બદલો લેવા શિવાલી ને મારી નાખશે તો? ચારુબેન બોલ્યા.

હવે આપણે શિવાલી ને આ મુશ્કેલીમાં થી બહાર લાવવાની છે. ને ફકીરબાબા એ કહ્યું તેમ હજુ શિવાલી સહીસલામત છે. તેને કશું થયું નથી. કદાચ એ આત્મા શિવાલી ને મારી ના શક્તિ હોય? તેની કોઈ મજબૂરી હોય?

हा अम्मा बच्ची अभीतक सलामत है। कोई है जो उसकी रक्षा कर रहा है।

ગોમતી રત્ન. શિવાલીના ગળામાં જે ગોમતી રત્ન છે તે એની રક્ષા કરી રહ્યું છે. ગૌરીબા તમે તો જાણો છો ને એ રત્ન ગુરુમાં એ શિવાલી ના જન્મ સમયે મોકલ્યું હતું? એ ગુરુમાં એ પોતાની સિદ્ધિઓ થી સિદ્ધ કરી ને મોકલ્યું હતું. જ્યાં સુધી એ રત્ન શિવાલીના ગળામાં છે ત્યાં સુધી એને કંઈજ નહિ થાય.

હા પંડિતજી યાદ આવ્યું. ગુરુમાં એ જ એ શિવાલીના જન્મ સમયે મોકલ્યું હતું.

अब आप चिन्ता मत करो हमे शिवाली की सच्चाई का पता चल गया है। अब हम उसे बचा लेगे। पंडितजी आईए आप मुजे आपसे बात करनी हैं। બન્ને સાથે જાય છે.

રાઘવ, રમાવહુ તમે ચાલો થોડો આરામ કરો. હવે બધું બરાબર થઈ જશે, ચારુબેન બોલ્યા.

પણ માસી મારી શિવાલી, પુનઃજન્મ, રાજકુમારી, આત્મા આ બધું શુ થઈ ગયું? રમાબેન રડતા રડતા બોલે છે.

જુઓ રમાવહુ તમે ચિંતા ના કરો. હવે પંડિતજી અને ફકીરબાબા કોઈ રસ્તો શોધશે. તમે આવો આરામ કરો. જા પુની તું આ લોકો ને રૂમમાં લઈ જા.

હા માસી. એ લોકો રૂમમાં જાય છે. ગૌરીબા અને ચારુબેન મંદિર તરફ જાય છે. ને રમણભાઈ બહાર જાય છે.

આ બધામાં શિવ હજુ ત્યાં જ ઉભો છે. તે તો હજુ શુ થયું, કેમ થયું તે જ જોયા કરે છે. જાણે કે શરીર થી હાજર છે પણ મન થી એ ત્યાં હાજર નથી. ત્યાં પુની બૂમ પાડે છે,

શિવ શિવ ક્યાં ખોવાય ગયો?

ક્યાંય નહિ પુનીમાસી. હું રૂમમાં જાવ છું. એટલું બોલી તે રૂમ તરફ જાય છે. રૂમનો દરવાજો એ બંધ કરી દે છે. એ ખુલ્લા મને રડી પડે છે. હવે શુ થશે? એનું મન શિવાલી ના પુનઃજન્મ ને માનવ તૈયાર થતું નથી.

શુ સમરસેન નો પણ પુનઃજન્મ થયો હશે?

હા થયો જ હશે, જો કનકસુંદરી નો પુનઃજન્મ થયો છે તો સમરસેન નો પણ પુનઃજન્મ થયો જ હશે.
શિવાલીને એનો પુનઃજન્મ યાદ આવી જશે તો?

તો તો એ મને ભૂલી જશે. એ સમરસેન પાસે જતી રહેશે. તો હું શુ કરીશ?

આવા કેટલાય સવાલજવાબો થી શિવ નું મન ઘેરાય ગયું. જાતે જ પ્રશ્ન પૂછી જાતે જ જવાબ આપવા લાગ્યો. એને કઈ સૂઝ પડતી નહોતી. શિવાલી એના થી દૂર થઈ જશે એ દુઃખ એને સતાવવા લાગે છે. એનું મન ઉદાસીના ઊંડા કૂવામાં ગરકાવ થવા લાગ્યું છે. હે ભગવાન હવે શુ થશે?

બધાના મન ઉદ્ધવેગમાં છે કોઈ ને ચેન નથી. શિવાલી નો પુનઃજન્મ? સમરસેન? શિવાલી શુ કરતી હશે? એ સલામત તો હશે ને? રાજકુમારીની આત્મા તેને કઈ નુકસાન તો નહિ કરે ને? આજ પ્રશ્નો બધાના મનમાં ઘેરાયા કરે છે.

ક્રમશ..............