kathaputli - 9 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 9

Featured Books
Categories
Share

કઠપૂતલી - 9

ખટપટિયા કરણદાસની યુવાન વિઘવા વાઈફને સાંત્વના દઈ હોસ્પિટલ તરફ રવાના થયો.
ત્યારે ખટપટિયાના દિમાગમાં કંઈક ખટકી રહ્યુ હતુ.
કરણદાસની યુવાન વિધવાનુ રૂદન એને પૂર્વનિયોજિત ડ્રામા જ લાગ્યુ.
એ જરૂર કરતાં વધારે ચાલાક અને હોશિયાર લાગી એને..!
પતિના મૃત્યુનો જે શોક એની પરણેતરને હોવો જોઈએ એ લગીરે જોવા ન મળ્યો.
જે જોયુ એ એક્ટિંગ હતી.
જેમાં રેશમી બદનની માલિક કરણની વાઇફનુ પર્ફોમન્સ કાબિલેદાદ હતુ.
બંગલાની બહાર સાદા ડ્રેસમાં નારંગે પાણીપૂરી વાળા જોડે ગપ્પાં મારતો જોયો.
પોપટસરના બુલેટને જોતાં જ એણે સેલ્યુટ ઠોકી.
ખટપટિયા એક રહસ્યમય સ્માઈલ સાથે આગળ વધી ગયો.
જગદિશને સમજાઈ ગયુ કે કરણદાસની વાઈફ પર નજર રાખવા પોપટ સરે નારંગને ગોઠવી દિધો છે..!
બન્નેએ હજુ એકાદ કીમીનુ અંતર કાપ્યુ હશે કે પોપટસરનો મોબાઈલ રણક્યો.
નારંગનો નંબર ડીસ્પ્લે પર સ્પાર્ક થતો હતો.
કોલ રીસિવ કરી ખટપટિયા ઘૂવાંપૂવાં થતાં બોલ્યો.
"હવે શુ છે..?"
સર..! બંગલામાં મેડમને મળવા કોઈ યુવાન પ્રવેશ્યો છે..!
ઓ કે તુ નજર રાખ એના પર.. બની શકે તો તારા મોબાઈલથી છૂપાઇને એક ફોટો લઈ લેજે.. પણ સાવધાની રાખજે..!
"ઓકે સર..!"
"ગુડ..!"
કહી ખટપટિયાએ કોલ ઙીસ્કનેક્ટ કરી એક રેશ્ટોરંન્ટ આગળ બુલેટ પાર્ક કર્યુ.
જગદિશને ખટપટિયાનુ વર્તન સમજમાં ન આવ્યુ.
"શુ થયુ સર.. એની પ્રોબ્લમ..?"
"કોઈ પ્રોબ્લેમ નથી ખણખોદીયા ..!"
કેમ સર ખણખોદિયો કહ્યો..?"
"તો શુ.. તારા સરનો મૂડ કોફી પિવાનો છે નાઉ..!"
નો નો સર.. આઈ નો..
તમારા ભેજાનો તાગ મેળવવો મારા બસની વાત નથી..!
ગોળ ચોપડવાનુ રહેવા દે..હવે..!
ખટબટિયાએ રેસ્ટોરન્ટના લાસ્ટ ટેબલ પર બેસતાં જ વેઈટરને બે આંગળીથી ઈશારો કર્યો.
સરના ટેસ્ટથી સૂપેરે જ્ઞાત વેઈટર ઓર્ડરનો ઈશારો સમજી ચાલ્યો ગયો.
ખટપટિયા સરે તરત જ સેમસંગનો ન્યૂ મોડેલનો 6 ઈન્ચનુ સ્ક્રીન ધરાવતો મોબાઈલ હાથમાં લીધો.
જગદિશને અનહદ આશ્ચર્ય એ જોઈ થયુ કે સર ઓનલાઇન સીસીટીવી કેમરો ઓન કર્યો.
જેમાં જીલાયેલુ દ્રશ્ય નજરે પડતાંજ જગદિશની આંખો પહોળી થઈ ગઈ.
"સર.. આતો..?"
કરણદાસની વાઈફ છે એમજ ને..?
જગદિશની મજા લેતાં ખટપટિયાએ પ્રશ્નાર્થમાં ઉત્તર દઈ
દિધો.
પછી હોઠ પર આંગળી મૂકી ખટપટિયાએ મૂંગો ઈશારો કર્યો.
જગદિશ ખટપટિયાની તેજ તર્રાર તીક્ષ્ણ બુઘ્ઘી અને સમયસૂચકતા પર વારી ગયો.
બન્ને ધ્યાનથી સ્ક્રિનપર ભજવાતા દ્શ્યોને નજરચૂક વિના જોવા લાગ્યા.
લંબગોળ ગોરો ચહેરો અને મજબૂત બાંધો ધરાવતા ફાંકડા યુવાને કરણના બેડરૂમમાં એની વાઈફને જોતાં જ એણે ગાઢ આલિંગનમાં ભીંસી લીધી.
"મીરાં ! મેં વિચાર્યુ પણ નહોતુ કે તારૂ દાંપત્ય જીવન અકાળે પડી ભાંગશે..!
પણ હું છું ને.. ડોન્ટ વરી યાર...! બધુ ટેન્શન મારા પર છોડી દે ..! ફ્રી માઈન્ડ થઈ જા તુ..!
મીરાંએ એણે બેઘડક ગળે એવી રીતે દબાવી રાખ્યો હતો.
જાણે હવે એને એક પળ પણ એ ગુમાવવા માગતી નહોતી..
આઈ એમ રીયલી સોરી સમિર.. હું પ્હેલાં પણ તને ક્યારેય છોડવા માગતી નહોતી..
પણ પપ્પા મમ્મીની નારાજગી વહોરી શકુ એટલી હિમ્મત નહોતી મારામાં..!
ઓકે ડોન્ટ વરી.. એ આપણો પાસ્ટ છે.. ભૂલી જા બધુ..!
"આ બધુ કેવી રીતે આમ અચાનક બની ગયુ મારે ડીટેલમાં જાણવુ છે..?"
"આઈ નો યાર બટ પેલો અફસર હોસ્પિટલમાં મારી વેઈટ કરે છે..!
કરણની ડેડબોડી જોવી છે મારે..!"
જાણી જોઈને મીરાં એ કરણનુ મોં જોવુ છે એમ કહેવાનુ ટાળ્યુ.
હું આવુ ત્યાં સુધી તુ ન્યૂજ જો.. બે દિવસથી મર્ડરના સમાચારોએ ન્યૂજ ચેનલો પર હંગામો ઉભો કરી દીધો છે..
સૌ કોઈ ખૂનીના કઠપૂતલી વાળા લખાણ પર સવાલ ઉઠાવી રહ્યુ છે..
આજે બીજુ મર્ડર થયુ છે ત્યાં પણ કઠપૂતલીનુ દિવાર પર લખાણ..
જાણે કોઈ ખુલ્લી ચેલેન્જ નાખી મર્ડર કરી રહ્યુ છે..!"
તુ ન્યૂજ જોઈ લે ધણી ખરી માહિતી મળી જશે..!
બાકીની વાતો આવીને કરુ..!
હંસા માસીને કહેતી જાઉ છું કંઈ જોઈએ તો મંગાવી લેજે..
કોણ હંસા માસી..?
આયા છે મારા પુત્રની દેખભાળ માટે..!
ઓકે ગો નાઉ..!"
સમિરના આગમનથી મીંરામાં પ્રાણનો પુન: સંચાર થયો જાણે..!!"
અને સમિરનુ જાસૂસી દિમાગ સક્રિય થઈ ગયુ હતુ.

(ક્રમશ:)
આપના અભિપ્રાયો આવકાર્ય..