( આપણે આગળ ના ભાગ માં જોયું કેે મિહીકા અનેે એના મિત્રો એમના પ્રોજેક્ટ માટે આદિત્યના ઘરે જવાનું નક્કી કરેે છેે. હવેે જોઈશું આગળ શું થાય છે.)
ઘરે આવી મિહીકા ફ્રેશ થઈ મમ્મીને રસોડામાં મદદ કરે છે. અને એના પપ્પા આવે ત્યાં સુધી ટી.વી. જોઈ ટાઈમ પાસ કરે છે. એના પપ્પાના આવતા તે ડીનર કરી પોતાના રૂમમાં જાય છે અને પ્રોજેક્ટનું કામ શરૂ કરે છે. આમ તો સૂરજે જે પણ જણાવ્યું હતું તે એણે ડાયરીમાં તો નોંધ્યું જ હતું. બસ એણે એને વ્યવસ્થિત રીતે શબ્દોમાં ગોઠવવાના જ હતાં. લગભગ અગિયાર વાગે તે ડ્રાફ્ટ તૈયાર કરે છે. અને પછી સૂઈ જાય છે.
સવારે મિહીકા વહેલી ઊઠીને એની મમ્મીને ઘરના કામકાજમાં મદદ કરે છે. અને નાસ્તો કરી તૈયાર થઈ કૉલેજ જાય છે. આજે ઈશિતા કૉલેજ નહી આવવાની હોવાથી મિહીકા એકલી જ કૉલેજ જાય છે.
આજે પણ આદિત્ય અને મિહીકા સાથે જ ગેટમા એન્ટર થાય છે. પણ આજે આદિત્યની બાઈક ધીમી હોય છે. તે મિહીકાને ગુડ મોર્નિંગ કહે છે. મિહીકા પણ સામે સ્માઈલ આપીને ગુડ મોર્નિંગ કહે છે. બંને જણા ગાડી પાર્ક કરીને ક્લાસ તરફ જતાં જ હોય છે કે પાછળથી સમીર એમને અવાજ આપે છે. બંને જણા ઊભાં રહે છે અને પાછળ જુએ છે. સમીર હાથ હલાવતો તેમની તરફ જ આવતો હોય છે.
સમીર : hiii... guys, good morning...
આદિત્ય અને મિહીકા એક સાથે જ ગુડ મોર્નિંગ કહે છે.
સમીર : guy's આજે ધરા કૉલેજ નથી આવવાની આજે સવારે જ એનો ફોન આવેલો.
મિહીકા : કેમ નથી આવવાની ? એની તબિયત તો સારી છે ને ?
સમીર : હા એની તબિયત તો સારી છે પણ એની મમ્મીની તબિયત નથી સારી. એ એમને લઈને હોસ્પિટલ જવાની છે.
આદિત્ય : તો આજનો આપણો પ્રોગ્રામ કેન્સલ.. ?
સમીર : ના, એણે સવારની જ એપોઈન્ટમેન્ટ લીધી છે. તો બપોરે એ તારા ઘરે આવી જશે.
મિહીકા : સમીર, મને ધરાનો નંબર આપ તો હું જરા એની સાથે વાત કરી લવ.
સમીર એને ધરાનો નંંબર આપે છે. અને મિહીકા એને ફોન કરે છે. ધરા ફોન ઉપાડે છે.
મિહીકા : hii... Dhara good morning.. how was your mom...
મિહીકા : hii.. Mihika good morning... મમ્મીને અત્યારે તો સારું છે. બસ હોસ્પિટલ જવા માટે જ તૈયાર થાવ છું.
મિહીકા : ધરા... કાંઈ સિરિયસ તો નથી ને અમારી હેલ્પ જોઈએ તો કેહજે અમે તરત આવી જઈશું.
ધરા : ના ના એવું કંઈ સીરિયસ નથી આ તો મમ્મીને બી.પી.નો પ્રોબ્લેમ છે. આજે સવારથી એમને ચક્કર આવતા હતા તો મે જ મમ્મીને કહ્યું કે ડૉક્ટરને બતાવી દઈએ.
મિહીકા : અમારી જરૂર પડે તો જરૂરથી કેહજે અને આજે ના અવાય તો વાંધો નઈ આપણે કાલે કામ કરીશું.
ધરા : ના ના મિહીકા મે કહ્યુ ને કે એવું કંઈ સિરિયસ નથી. અને બપોર પછી તો પપ્પા અને દી આવી જશે.તો હું બપોરે આવી જઈશ. આમ પણ હવે બે જ દિવસ રહ્યા છીએ. પરમદિવસે તો પ્રોજેક્ટ સબમીટ કરવાનું છે. તો આજે આપણે ભેગાં થઈને આપણું કામ પુરું કરી નાખીએ. પછી ભલે સમીર અને આદિત્ય એમનું કામ કાલે કરતાં.
મિહીકા : સારુ તો બપોરે મળીએ. by... by...
ધરા : by... by...
સમીર : શું કહ્યું ધરાએ આવવાની છે એ ?
મિહીકા : હા એ આવવાની છે. ચાલો આપણે ક્લાસમાં જઈએ.
અને ત્રણેય જણા ક્લાસમાં જાય છે અને એમની જગ્યા પર બેસી જાય છે.
આદિત્ય : આજે તો સમીરને એકલા બેસવું પડશે. ભાઈને તો ગમતું પણ ના હશે.
સમીર : હા ભાઈ હવે ઉડાવો મારી મજાક. પણ સાચું કહું તો મને સાચ્ચે જ નથી ગમતું આમ એકલા બેસવું.
મિહીકા : don't worry Sameer... આપણે બપોરે મળવાના જ છે તો થોડું સબર રાખ. અને એવું કહેવાય છે ને કે ' સબર ના ફળ મીઠા '... અને બધાં ખડખડાટ હસે છે.
બધાં લેક્ચર પૂરાં થતા તેઓ આદિત્યના ઘરે જવા માટે નીકળે છે. સમીર ધરાને ફોન કરે છે અને આદિત્યના ઘરનું લોકેશન તેને સેન્ડ કરે છે.
બધાં આદિત્યના ધરે પહુચે છે. આદિત્યનું ઘર એકદમ આલીશાન હોય છે. એકદમ મોટા ગેટમાં પ્રવેશતાં જ એકદમ વિશાળ ગાર્ડન આવે છે. જેમાં જાત જાતનાં ફૂલો ઉગેલા હોય છે. કેટલાક ફૂલો તો એમણે પેહલી વાર જ જોયા હતાં.
મિહીકા : awesome Aditya... કેટલું સરસ ગાર્ડન છે. અને આ ફૂલો તો મે પેહલી જ વાર જોયા છે.
આદિત્ય : હા મારા પોપ્સીને ફૂલો ખૂબ ગમે છે. ઘણાબધા ફૂલો એમણે ફોરેનથી મંગાવ્યા છે.
મિહીકા : મને પણ ફૂલો ખૂબ ગમે છે. મારું જો ચાલે તો હું આ ફૂલો વચ્ચે જ રહું.
તો કોણ રોકે છે તને બેટા, જ્યાં સુધી મન નઈ ભરાઈ ત્યાં સુધી આ ફૂલોની ખૂશ્બુ માણી લે. પાછળથી એક ભારે રુઆબદાર અવાજ સંભળાય છે. મિહીકા પાછળ ફરીને જુએ છે તો એક એની પપ્પાના ઉંમરના વ્યક્તિ આવતા હોય છે. આદિત્ય એમની પાસે જાય છે અને miss u ded કહીને hug કરે છે. એ આદિત્યના પપ્પા હોય છે. આદિત્ય એના ફ્રેન્ડ સાથે એમનો પરિચય કરાવે છે. મિહીકા એમને બે હાથ જોડીને નમસ્તે કહે છે. જેનાંથી એના પપ્પા ખૂબ પ્રભાવિત થાય છે. એના પપ્પા કહે છે. આ લોકોને તો પહેલા નથી જોયા ! અને આદિત્ય એમને એના પ્રોજેક્ટ વિશે કહે છે જે સાંભળી તેઓ ખૂશ થાય છે અને કહે છે, ચાલો દિકરાઓ અંદર જઈને વાત કરીએ.
જયેશભાઈ : (આદિત્યના પિતા) અત્યાર સુધી મે તારા જેટલા પણ ફ્રેન્ડને મળ્યો છું એ બધાં જ તારા ખોટા શોખને જ પ્રોત્સાહિત કરતા હતા. આજે પહેલીવાર તારા આ દોસ્તોને મળ્યો જે તને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે. બેટા બસ આવી જ રીતે તમારી સંગતમાં એને રાખજો. જેથી મારો દિકરો પણ એની જીંદગીમાં કંઈક બને અને બાઈકથી એનો પીછો છૂટે.
આદિત્ય : શું પોપ્સી તમે પણ જ્યારે હોય ત્યારે મારી બાઈકની બુરાઈ કર્યા કરો છો.
મિહીકા : ના અંકલ આદિત્ય પણ ટેલેન્ટેડ છે પણ એ એનો યોગ્ય જગ્યા પર યુઝ નથી કરતો.
સમીર : હા અંકલ આદિત્ય ખૂબ સારો ફ્રેન્ડ છે. એને એના પૈસાનો કે સ્ટેટસનો કોઈ અભિમાન નથી. અમે લકી છે કે એ અમારો ફ્રેન્ડ છે.
જયેશભાઈ : હા મારો દિકરો છે જ એવો, બધાંને પોતાના બનાવી લે છે. બસ એ એની લાઈફને યોગ્ય દિશામાં લે તો હું મારી જાતને સૌથી ખુશનસીબ પિતા ગણીશ. આ આટલો મોટુ એમ્પાયર ઊભું કર્યું તે કોના માટે ? આદિત્યની મમ્મીના ગયા પછી એ જ એક મારો સહારો છે. અને એ એક જીદ લઈને બેઠો છે કે એણે બાઈક રેસ જીતવી છે.
મિહીકા : તમે બિલકુલ ચિંતા ના કરો અંકલ, આદિત્ય જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે
ધરા : હા અને નહી કરશે તો અમે કરાવીશું.
અને બધાં હસવા લાગે છે.
જયેશભાઈ : ચાલો છોકરાંઓ તમે તમારું કામ કરો હું હરિને કહી દવ છું કે તમને નાસ્તો અને ચા - કૉફી પહોંચાડી દે.
આદિત્ય બધાંને એના રૂમમાં લઈ જાય છે. આદિત્યનો રૂમ જોઈને બધાં ખૂબ ખુશ થાય છે. મિહીકા ધરાને ફટાફટ એનું લખાણ સારા અક્ષરમા લખવાનું કહે છે. અને આદિત્ય ને સમીરને એનું કામ કરવાનું કહે છે. પ્રોજેક્ટનું લખવાનું કામ પૂરું થાય છે અને તેવામાં જ હરિ બધાં માટે ચા - કૉફી અને નાસ્તો આપી જાય છે.
સમીર : હાશ.. નાસ્તો આવી ગયો, યાર બહુ ભૂખ લાગી છે. ચાલો બીજુ કામ પછી કરીએ પહેલા નાસ્તો કરી લઈએ.
ધરા : હા, મને પણ બહુ ભૂખ લાગી છે. અરે મિહીકા તુ તો કૉફી જ પી છે ને !
આદિત્ય : હા મને ખબર છે એટલે જ મે એના માટે પણ કૉફી બનાવવાનું કહ્યું હતું.
મિહીકા : થેન્કસ આદિત્ય
અને બધાં નાસ્તો કરવા લાગે છે.
મિહીકા : guy's આપણો પ્રોજેક્ટ ઓલ મોસ્ટ પૂરો જ થઈ ગયો છે. તો ફટાફટ એને પૂરો કરીએ તો કાલે સબમીટ કરી શકાય..
આદિત્ય અને સમીરે કવર પર ખૂબ જ સરસ ડ્રોઈંગ કર્યું. આખરે બધાંના સહયોગથી એમનો પ્રોજેક્ટ પૂરો થાય છે. આદિત્ય મિહીકાને પ્રોજેક્ટ એની સાથે લઈ જવાનું કહે છે. સમીર અને ધરા પણ એની સાથે એગ્રી થાય છે. મિહીકા, ધરા અને સમીર એમના ઘરે જવા નિકળે છે.
મિહીકા : આદિત્ય અંકલ ક્યાં છે ? એમને પણ બાય કેહતા જઈએ.
આદિત્ય : હા ચાલો તમને પોપ્સીના રૂમમાં લઈ જાઉં.
આદિત્ય એમને જયેશભાઈના રૂમમાં લઈ જાય છે.
આદિત્ય : પોપ્સી મારા ફ્રેન્ડ જાય છે તો તમને મળવા આવ્યાં છે.
જયેશભાઈ : અરે છોકરાંઓ તમે લોકો જાવ છો. રોકાઈ જાવને ડીનર કરીને જજો..
મિહીકા : ના અંકલ ધરે મમ્મી રાહ જોતી હશે. બીજીવાર જરૂર ડીનર કરીશુ.
જયેશભાઈ : સારુ આજે તો જવા દવ છું પણ બીજીવાર કોઈની વાત માનીશ નહી.
હા, પ્રોમિસ.... બધાં એક બોલે છે.
મિહીકા : litsen Aditya ખાલી પ્રોજેક્ટ પૂરતું જ કૉલેજ નથી આવવાનું. પ્રોજેક્ટ પછી પણ રેગ્યુલર કોલેજ આવવાનું છે
આદિત્ય : હા
મિહીકા : ખાલી હા નહી મને પ્રોમિસ આપ કે તુ રેગ્યુલર કૉલેજ આવશે. અને સ્ટડીમાં પણ ધ્યાન આપશે.
આદિત્ય : હા મારી મા પ્રોમિસ આપુ છુ બસ..
અને બધાં હસવા લાગે છે.
બીજા દિવસે એ લોકો પ્રોજેક્ટ સબમીટ કરે છે. અને કૉલેજ પછી તેઓ મુવી જોવા જાય છે.
બીજા દિવસે મિહીકા કૉલેજથી આવે છે તો એના ઘરે જયેશભાઈને જુએ છે.
મિહીકા : અરે અંકલ તમે !! કેમ છો ?
જયેશભાઈ : બસ મજામાં બેટા તુ કેમ છે.
મિહીકા : હું તો એકદમ મજામાં છું તમે બેસો મે તમારા માટે સરસ મસાલાવાળી ચા બનાવી લાવું.
જયેશભાઈ : હા બેટા આજે તો તારા હાથની ચા પીવી છે.
થોડીવારમાં મિહીકા ચા લઈને આવે છે. જયેશભાઈ એક ઘૂંટ ભરે છે. અને એમની આંખોમાં એક ચમક આવી જાય છે. ચા પીને તેઓ ઘરે જવાની રજા લે છે. જયેશભાઈના જતાં જ મનિષાબેન મિહીકાના કપાળને પ્રેમથી ચૂમે છે અને કહે છે, કેટલું સારૂ નસીબ લખાવીને લાવી છે તુ.
મિહીકા : ( આશ્ચર્યથી એની મમ્મી તરફ જુએ છે ) મમ્મી તુ શું કેહવા માંગે છે !!
મનિષાબેન : અરે મારી દિકરી જયેશભાઈએ એમના આદિત્ય માટે તારો હાથ માંગ્યો છે. એ તારા અને આદિત્યના મેરેજ થાય એમ ઈચ્છે છે.
આટલું સાંભળતા જ મિહીકા તો જાણે એકદમ સુનન થઈ ગઈ. એને તો કંઈ સમજ જ નથી પડતી. થોડીવાર પછી એને હોશ આવે છે અને એ આદિત્યને ફોન કરે છે.
** ** **
વધું આગળ ના ભાગ માં
આ ભાગ પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.