Hasina - the lady killer - 5 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 5

Featured Books
Categories
Share

હસીના - the lady killer - 5

હસીના - the lady killer

Chapter 5 - ગુનેગાર રાહુલ

આગળનાં ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકાની લાશ જોડેથી એક લેટર મોકલાવે છે જે લોહીથી લખેલો હોય છે, ત્યારબાદ જયરાજ ફોન પર વાત કરે છે અને હેકર રાહુલ ને પકડી લાવવાનું કહે છે.... હવે આગળ,

જયરાજ ફોન લગાવે છે ......
દિલીપ : બોલો સાહેબ....
જયરાજ - સાહેબની માં આટલી બધી વાર કેમ લાગી??? રાહુલ મળ્યો કે નહિ???
દિલીપ : સાહેબ રાહુલ એના ઘેર નથી અને આજે એ એની ઓફિસે પણ નથી ગયો પણ સાહેબ અમે એના એક મિત્ર નો કોન્ટેક્ટ કર્યો છે હમણાં રાહુલ એને મળવા માટે આવવાનો છે એટલે અમે એને પકડવા એના મિત્રનાં ઘર ની બહાર જ ઉભા છીએ, એ આવે એટલે એને તમારી સામે લાવું છું....
જયરાજ - ઠીક છે જલ્દી કરો...
(ફોન કાપી નાખે છે )
થોડીવારમાં જયરાજનાં કાને રાહુલ નો અવાજ આવે છે...
રાહુલ : સાહેબ આ બધું શું છે??? મને કેમ અહીંયા લાવવામાં આવ્યો છે???
જયરાજ - અરે અરે રાહુલ મને લાગે છે તને શોર્ટ ટાઈમ મેમરી લોસ નો પ્રોબ્લેમ થયો લાગે છે....
રાહુલ : હું સમજ્યો નહિ તમે શું કહેવા માંગો છો??
જયરાજ : હમણાં સમજાવી દઉં રાહુલ સોરી ઉર્ફ હસીના (ગાળ દે છે )
સાલા શાહુકાર ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે...
રાહુલ - હસીના?? કોણ હસીના??? હું કોઈ હસીનાને નથી ઓળખતો,, તમારી ભૂલ થાય છે સાહેબ....
જયરાજ - અચ્છા તો તું હવે એમ કહે કે તું નિશિકાને પણ નથી જાણતો !!બોલ બોલ
રાહુલ મોં નીચું કરીને ચૂપ રહે છે.
જયરાજ રાહુલ ને એક જોરથી લાફો મારે છે.... બોલ હરામખોર નથી ઓળખતો તું હસીનાને???
રાહુલ : હા હું ઓળખું છું પણ નિશિકાને, હસીનાને નહિ??
જયરાજ : જો રાહુલ તે જે પણ કર્યું એ બધું મને સાચે સાચું કહી દે નહિ તો સાચું ઉગલાવતાં મને બહુ સારી રીતે આવડે છે, તને તો ખબર જ હશે.....
રાહુલ : સાહેબ હું સાચું કહું છું હું નિશિકાને ઓળખું છું, એ મારી બહુ સારી મિત્ર છે, હું એને પ્રેમ પણ બહુ કરતો હતો પણ એને પૈસા અને મોડેલિંગ જ વ્હાલું હતું જે મને નોહતું ગમતું....
જયરાજ : એટલે તે એનું મર્ડર કરી નાખ્યું....
રાહુલ : નાં સાહેબ મેં એનું મર્ડર નથી કર્યું, હું તો એને સાચો પ્રેમ કરતો હતો એના માટે થઈને હું નોકરી પણ શોધતો હતો... હું એને શું કામ મારું???
જયરાજ : તો તું સુનિતાની ફેસબુક ફ્રેન્ડ્સ વિશે shu કામ ખોટું બોલ્યો??
રાહુલ : હું તમને બધુંજ કહું છું સાહેબ, જયારે મેં સુનિતા નાં ફેસબુક ફ્રેન્ડ્સમાં નિશિકાનું નામ જોયું અને એ લોકો ની ચેટ જોઈ જેમાં એ લોકો પૈસા માટે સુવાની ડીલ કરતા હતા એટલે હું ચોંકી ગયો અને તરત નિશિકા ને કોલ કરીને જણાવ્યું તો એણે મને એ ચેટ ડીલીટ કરવાનું કીધું અને એમ પણ કીધું કે આ વાત હું કોઈને નાં કરું કેમકે એના ઘેર ખબર પડી જાય તો એનું મોડેલિંગ બંધ થઇ જાય, એટલે હું એને રોતી જોઈને ચૂપ થઇ ગયો, અને મેં એને સાવચેત રહેવા માટે પણ કહી દીધું તેમજ બીજા દિવસે અમે લોકો મળવાના પણ હતા.... પણ મને શું ખબર હતી કે એ અમારી છેલ્લી વાતચીત રહેશે.... (રોવા લાગે છે )
જયરાજ : બહુ સરસ કહાની તો તે એકદમ જોરદાર સંભળાવી, દિલીપ શું કહેવું છે આને તો ઇનામ આપવું જોઈએ, નહીં??
દિલીપ : (હસતા હસતા ) હા સાહેબ જોરદાર વાર્તા કીધી...
રાહુલ : સાહેબ હું સાચું કહું છું બધું, મને સવારે જયારે ખબર પડી તો હું ડરી ગયો હતો કેમકે હું જાણતો હતો કે હું શંકામાં આવી જઈશ એટલે મારા ફ્રેન્ડનાં ઘેર જવા માટે જતો હતો....
જયરાજ : તું કહે છે કે તમે બીજા દિવસે મળવાના હતા તો પછી એ ગઈકાલે જખમારવા ગયો હતો નિશિકાંને મળવા?? બોલ...
રાહુલ : ના સાહેબ હું ગઈકાલે મળ્યો જ નથી એને, હું સાચું કહું છું....
જયરાજ લેપટોપ માં એક ફૂટેજ બતાવે છે જેમાં નિશિકા ની કારમાં રાહુલ બેસતો હોય એવું દેખાય છે.
જયરાજ : બોલ હવે, આ તું છે કે તારું ભૂત??
રાહુલ : ના સાહેબ આ હું નથી... આ જુઓ 8 વાગ્યાં નો ટાઈમ છે ત્યારે તો હું હતોજ નહીં અહીંયા!!!
જયરાજ : અચ્છા તો ક્યાં હતો??
રાહુલ : સાહેબ મને નિશિકા વિશે ખબર પડી આવી તો હું બહુ દુઃખી થઇ ગયેલો એટલે હું અહીંથી નીકળીને લિકર શોપ માં ગયો ત્યાંથી દારૂની બોટલ લઈને હું લગભગ 12-1 વાગ્યાં સુધી રાજપથ ક્લબના પાછળના રોડે મારી કાર માંજ હતો....
જયરાજ : અચ્છા હા માની લો કે તે દારૂ લીધો હશે અને પછી પીધો પણ પછી તે નિશિકાને બોલાવી અને ગુસ્સામાં તે એનું મર્ડર કરી નાખ્યું અને પછી એની લાશને વૈષ્ણોદેવી સર્કલ પાસે ફેંકી આવ્યો.... પાછો તો લેટર પણ રાખ્યો મારા માટે.... well played રાહુલ,, હવે સીધી રીતે તારો ગુનો કબૂલી લે અને કહી દે કે નિશિકાનું ખૂન તે તારા માટેની એની બેવફાઈ ના લીધે કર્યું પણ સુનિતાનું ખૂન કેમ કર્યું??
રાહુલ : તમારે મને પકડવો હોય તો પકડી લો પણ હું સાચુંજ બોલું છું મેં કોઈનું ખૂન નથી કર્યું... મને દોષી ઠેરવવા કરતા સાચા કાતિલને પકડો નહીં તો બીજું એક ખૂન થતા વાર નહીં લાગે....
જયરાજ : તો હવે તું મને સમજાઇશ કે મારે શું કરવું??
તને ફાંસીની સજા ના અપાવું તો હું સાચો દરબાર નહીં...
દિલીપ આને લોકઅપ માં નાખ....
દિલીપ : જી સાહેબ...

*********************
બીજા દિવસે
જયરાજ : દિલીપ નિશિકાનો પોસ્ટમોટર્મ રિપોર્ટ આવી ગયો??
દિલીપ : હા સાહેબ આવી ગયો છે.... આપું તમને...
એટલામાં સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આવે છે.
જયરાજ : અરે કિશન આવ આવ....
કિશન : હું 4 દિવસ બહાર શું ગયો અમદવાદમાં 2 છોકરીના ઉપરા ઉપરી મર્ડર થઇ ગયા?? !!!!
જયરાજ : અને કાતિલ પણ પકડાઈ ગયો...
કિશન : અચ્છા કોણ છે કાતિલ??
જયરાજ : આપણો હેકર રાહુલ બોઝ
કિશન : ના હોય અલ્યા... એ એક માખી નથી મારી શકતો એ આવી રીતે મર્ડર કરી દે એ વાત મને હજમ નથી થતી...
જયરાજ બધું જણાવે છે.....
કિશન : એક વાત કહું જયરાજ જો તું ખોટું ના લગાડે તો...???
જયરાજ : હા બોલ તું ભલે સબ ઇન્સ્પેક્ટર હોય પણ પહેલા તો તું મારો મિત્ર છે... બોલ શું કહેવું છે??
કિશન : મને એવું લાગે છે કે રાહુલને પકડીને તે ભૂલ કરી છે, કાતિલ કોઈ બીજું જ છે....
જયરાજ : અચ્છા તો તું જ કહી દે કોણ છે??
કિશન : મને ખબર હોત તો એજ ના હોત જેલમાં... કદાચ કાતિલે આપણને ગુમરાહ કરવા રાહુલ ને ફસાવ્યો હોઈ શકે !!!
જયરાજ : હા બની શકે છે... મારે આ કેસમાં ઉલટું પાસું પણ વિચારવું જોઈએ....

*******************

આ બાજુ કાતિલ એના નવા શિકારને એના ઘેર લેપટોપમાં જોઈ રહ્યો હોય છે.... next ટાર્ગેટ રેડી છે બસ હવે સમય ને માન આપવાનું છે....
અને પછી ગીત ગણગણવા લાગે છે.....
માત પિતા તુમ મેરે
શરણ ગહું મેં કિસકી...
કલ તો તુજે મેરી શરણમેં આના હે .. Get ready Miss આસ્થા પંડ્યા...

કોણ છે કાતિલ?? આસ્થા કોણ છે?? કાતિલ સાથે એને શું સંબંધ છે?? શું જયરાજ અને કિશન અસલી કાતિલને પકડી શકશે?? શું રાહુલ છૂટી જશે?? શું આસ્થાને બચાવી શકશે પોલીસ ??
જાણવા માટે વાંચતા રહો.... હસીના - the lady killer 6