હવે આગળ,
સર : બહુ સારું કામ કર્યું હો તમે બધા એ.
જનલ : thank you so much sir.
સર : thank you ના સગા ચલો બેસો હવે થી લેટ ન થવું જોઈએ ક્યારે.
જનલ : હા સર અને સોરી , ચલો બધા મારું મોઢું શું જોવો છો. સર ને સોરી બોલી જગ્યા ઉપર બેસો.
અઝાન : sorry.
રુદ્ર : sorry.
જિયા : sorry.
નૂર : sorry.
સિયા : sorry.
પ્રેમ : sorry.
સર : બાપ રે બાપ , આટલું બધું સોરી ! ઓહો , ચલો બેસો હવે જગ્યા ઉપર.
આમ ને આમ સ્કૂલ નો ટાઈમ પણ નીકળી ગયો.
હવે બધા નો કોલેજ નો ટાઈમ શરૂ થવાનો હતો.
બધા નું રીઝલ્ટ પણ બહુ સરસ આવ્યું હોય છે જેથી એડમિશન માં કોઈ પ્રોબ્લેમ આવતો નથી.
અમદાવાદ ની સારી કોલેજમાં સાત જણા ને એડમિશન સાથે મળી જાય છે.
હવે આવે છે. કોલેજમાં જવાનો પહેલો દિવસ એટલા માટે આ ગ્રુપ એ પહેલેથી જ નક્કી કરીને રાખ્યું હોય છે કે કોલેજમાં જોરદાર એન્ટ્રી પાડવાની.
જેના માટે બધા ફ્રેન્ડ્સ કોલેજમાં જવાના આગલા દિવસે બધા એક સાથે મળીને નક્કી કરે છે.
આજે હતો કોલેજનો પહેલો દિવસ.
જેથી બધા મસ્ત તૈયાર થઈને નીકળે છે.
પ્રેમ : ચાલ ઉંદરડી, કેટલી વાર? મોડું થાય છે.
જીયા : શાંતિ રાખને કેટલો બડ બડ કરે છે. થોડી પણ ધરપત નથી.
પ્રેમ આજે મસ્ત બ્લૂ જિન્સ, વાઇટ શર્ટ, વાઇટ શૂઝ પહેરીને ની નવી સ્પોર્ટ્સ બાઈક સાથે જીયા ની રાહ જોઇને બેઠો હોય છે.
અને સામે જીયા પણ સ્કાઈ બ્લૂ જિન્સ, વન સાઇડ કટ કુર્તા સાથે ઓપન હેર માં આવે છે.
જીયા : એ દેડકા, ચાલ હવે મોડું નથી થતું? ચાલ જલ્દી.
પ્રેમ : એ તારા કારણે, હું તો ક્યારનો રેડી છું.
બંને જણા નીકળે છે. અને જ્યાં બધાને મળવાનું નક્કી કર્યું હતું. ત્યાં જાય છે.
આજે બધા મસ્ત તૈયાર થઈને આવ્યા હોય છે.
સિયા વાઇટ જિન્સ, ડાર્ક બ્લુ શર્ટ, સાથે જ મેચિંગ શુઝ અને ઓપન હેર મા આવે છે.
રુદ્ર બ્લેક જીન્સ, રેડ એન્ડ બ્લેક ચેક્સ શર્ટ, વાઈટ શુઝ, વાળની જેલ થી સેટ કરીને, યેલ્લો ગોગલ્સ સાથે તેની સ્પોર્ટ બાઈક પર આવે છે.
અઝાન પણ બ્લેક જીન્સ, યેલો શર્ટ, બ્લેક શુઝ સાથે એની એક્ટીવા લઈને આવ્યો હોય છે.
નૂર પ્લાઝો પેન્ટ, બેકલેસ પિંક કલરની ટીશર્ટ, વાઈટ શુઝ, બ્લેક ગોગલ્સ અને એની એક્ટીવા સાથે આવે છે.
પ્રેમ : આ નવરો જનલ ક્યાં રહી ગયો? ઉઠ્યો પણ હશે કે હજી કુંભ કરણ બનીને પડ્યો હશે?
સિયા : હા, લાગે છે એ નમૂનો હજી સૂતો જ હશે.
એટલામાં સામેથી જનલ ને આવતો જોઈ.
નૂર : લ્યો, આ આપણો હીરો આવ્યો.
આજે આમ પણ જનલ એકદમ હીરો લાગતો હતો.
બ્લેક જીન્સ, ખાખી શર્ટ, વાઈટ શુઝ, બ્લેક અને ગોલ્ડન ફ્રેમ ના ગોગલ્સ એની આ પર્સનાલિટીને વધારે સૂટ કરતું એ નું નવું સ્પોર્ટ્સ બાઈક અને એના વાળ તો હતાજ મસ્ત જેને એ હાથ થી હંમેશા સેટ કરતો હતો.
એના આવતા જ બધા એકસાથે બોલ્યા આ હા, આહા આજે તો બાકી હીરો લાગે છે હીરો.
જનલ : કેમ? રોજ નથી લાગતો?
રુદ્ર : અરે મારા ભાઈ તું તો તો રોજ હીરો જ લાગે છે. પણ આજે તો ચમકે છે. મારો ભાઈ પ્યોર ડાયમંડ ની જેમ.
આ બધામાં એક હતું જે જનલ ને બહુ જ ધારીને જોઈ રહ્યું હતું.
કોણ હતું એ આપણે જાણીશું આગળના ભાગમાં.
કેવો હશે કોલેજનો પહેલો દિવસ?
જય શ્રી કૃષ્ણ
Thank you so much.