Chapti sindur - 12 in Gujarati Motivational Stories by Neel books and stories PDF | ચપટી સિંદુર - ભાગ - ૧૨

The Author
Featured Books
Categories
Share

ચપટી સિંદુર - ભાગ - ૧૨

(ભાગ-૧૧ માં.. એક દિવસ નિકેશના ઓફીસ જવા બાદ અને રાશી પણ બજાર ગયેલી હોવાથી નવ્યા ઘર પર એકલી હોય છે. નવ્યા પોતે જોબ કરતી હોવાથી પોતાના એકાઉન્ટમાં રકમ પણ હોય છે અને તે રકમના આશરે હું કાંઈપણ કરી શકીશ પણ હવે મારે બોજ બનીને નથી રહેવું તેમ વિચારીને પોતે એકલી છે અને આ જ સમય અહીં થી નીકળી જવાનો બરોબર હોવાનું વિચારીને અને તે પરિસ્થિતિનો લાભ લઇ નવ્યા એક પત્ર નિકેશને ઉદેશીને લખે છે અને તે પણ તેના ઓફીસના એડ્રેસ પર મોકલે છે અને નિકેશ અને રાશીના ઘરમાંથી વિદાય લઇ નીકળી જાય છે. )

રાશી બજારથી ઘરે આવે છે અને સીધી કીચન તરફ જાઇને ખરીદીનું સામાન રાખે છે અને કીચનમાં કામમાં લાગી જાય છે. દરમ્‍યાન તે નવ્યા માટે જ્યુસ બનાવવાનું ભુલી ગઇ હોવાનું યાદ આવતાં નવ્યા માટે જ્યુસ તૈયાર કરે છે અને નવ્યાના રૂમ તરફ જાય છે.

પરંતુ નવ્યા રૂમમાં નહીં દેખાતા તે નવ્યાને આવાજ આપે છે. નવ્યા..... નવ્યા..... અરે ક્યાં છો.... પણ કોઇ જ ઉતર નહીં આવતાં તે બાથરૂમ તરફ જઇ ત્યાં આવાજ લગાવે છે. નવ્યા ..... નવ્યા... પણ કોઇ જ પ્રત્‍યુતર નહીં મળતાં તે બાથરૂમનો દરવાજો ખોલે છે જે બંધ ન હતો.

રાશીનું મન આશંકીત થાય છે તે આખા ઘરમાં જોઇ આવે છે પરંતુ નવ્યા આખા ઘરમાં ન મળી અને મળે પણ કેમ તે હોવી પણ જોઇએ ને.....

રાશી એકદમ ચિંતિત થઇને તરત જ નિકેશને કોલ લગાવે છે...હેલ્‍લો નિકેશ... નવ્યા.... નવ્યા... એમ બે વાર ચિંતા ભર્યા સ્‍વરમાં કહે છે ત્યાં નિકેશ બોલી ઉઠે છે... રાશી... કેમ આટલી હળબળાટીમાં છો... શું થયું....

નિકેશ નવ્યા ઘરમાં નથી... ક્યાંય નથી.... મેં આખા ઘરમાં શોધી લીધું... તમે જલ્‍દી આવી જાઓ પ્લીઝ...

શું કહે છે તું .... તારી કાંઇ ભુલ થતી હશે.... તું જો ત્યાં ઘરમાં જ હશે... એ થોડીને નાની બેબી છે કે આમ તેમ ચાલી જાશે..

હા નિકેશ હું એ જ કહું છું તે નાની નથી... પણ એ ઘરમાં પણ નથી.... તમે આવી જાઓ બસ... કહીને રાશી કોલ કટ કરે છે.

નિકેશ ઓફીસ પરથી જલ્‍દી થી ઘેર જવા નીકળે છે. ત્યાં પહોંચીને તે પણ નવ્યાને શોધે છે પણ હાથમાં અસફળતા જ આવે છે.

નિકેશ રમણકાકાને કોલ કરે છે.... હેલ્‍લો કાકા... હાં નિકેશ બોલ.... કાકા નવ્યા ત્યાં આવી છે ? નિકેશ પુછે છે.

ના બેટા તે તો અહીં નથી આવી... કેમ શું થયું.... કાંઇ નહીં કાકા તે કોઇને કહ્યા વિના ક્યાંક ચાલી ગઇ છે... મને એમ કે અમે ઘેર નહીં હોઇએ તો કદાચ ત્યાં આવી હશે... ના બેટા તે અહીં નથી આવી.

નિકેશની ચિંતા વધતી જાય છે. નવ્યા ક્યાંય જાઇ શકે તેવી કોઇ જગ્યા છે જ ક્યાં ? અને તે જાય તો પણ કાકાને ઘેર જાય... પણ કીધા વિના તો નહીં જ.... જરા ઠીક શું થઇ એ પણ ..... મનમાં જ નિકેશ બળબળ કરે છે.

આમને આમ બે કલાક જેટલો સમય થઇ જાય છે.... નિકેશ ફરીને રમણકાકાને કોલ લગાવે છે.... હેલ્‍લો કાકા નવ્યા આવી છે ત્યાં.... ના બેટા એ નથી આવી હજી... નિકેશ શું થયું...

કાકા નવ્યા ત્યાં નથી આવી અને હજી ઘરે પણ નથી આવી.... શું કહે છે તું .... હું આવું છું ત્યાં... એ જાય તો જાય પણ ક્યાં... રમણકાકા એટલું કહીને નિકેશના ઘેર જવા નીકળે છે.

આમને આમ અડધો દિવસ નીકળી જાય છે અને નવ્યાની કોઇ જ ભાળ નહીં મળતાં નિકેશ અને રમણકાકા પોલીસ ફરીયાદ કરવાનું વિચારે છે અને તેઓ બન્‍ને પોલીસ સ્‍ટેશન પર ફરીયાદ નોંધાવવા નીકળી જાય છે.

પોલીસ સ્‍ટેશન પર નિકેશ સબ-ઇન્‍સપેકટર રાકેશને મળે છે કે જેઓ પ્રજ્ઞેશના મીત્ર થતાં હોય છે અને તે રીતે નિકેશથી પણ પરિચયમાં હોય છે.

અરે નિકેશભાઇ... તમે અહીં... ‍શું થયું આટલા ચિંતિત કેમ છો? ઇન્‍સપેકટર રાકેશ પુછે છે.

સર... નવ્યા ઘર પર નથી સવારથી શોધીએ છીએ પણ .... એટલું કહીને નવ્યાનો ફોટો આપે છે. સર... બન્ને પગ પેરેલાઇઝડ છે... પણ હાલી ચાલી શકે છે અને પોતાનું કામ કરી શકે છે.

મારા અને કાકા સિવાય અહીં બીજું કોઇ ઘર જ નથી કે તે ત્યાં જાય... કોઇ મીત્ર પણ નથી. હમમમ... ઇન્‍સપેકટર એટલો જ પ્રતિસાદ આપે છે.

નિકેશ નવ્યા ના બીજા કોઇ રીલેટીવ.... ઇન્‍સપેકટર પુછે છે.

હા... તેના કાકા છે... પણ... તેઓ તો શીવાલા રહે છે... અહીં નથી... અને ત્યાં જાવું હોય તો અડતાલીસ કલાક થી પણ વિશેષ સમય લાગે અને ત્યાં જવા માટે અમારી ગેરહાજરીની કોઇ જરૂર ના રહે... સર... ત્યાં જવું હોય તો તે અમને કહીને જઇ શકતી હતી. નિકેશ કહે છે....

હા... એ પણ છે... ઇન્‍સપેકટર પ્રત્‍યુતર આપે છે.

નિકેશ પુરી ફરીયાદ નોંધાવે છે અને ફોર્મલ ઇન્‍કવાયરી માં નવ્યા ગુમ થઇ હોય તેવું પ્રાથમિક દષ્ટી એ જણાતું નથી અને તે સ્‍વૈચ્‍છાએ ચાલી ગયેલ હોવાનું જણાય છે.

જુઓ નિકેશ આમ તો ફરીયાદ જેવું જણાતું નથી પણ અમે ગુમ નોંધ તરીકે નોંધી ને તપાસ કરીએ છીએ. આપ રીલેકસ થાઓ અને કોઇ કોલ આવે કે સમાચાર મળે તો અમને કહેજો અને અમને પણ કોઇ સમાચાર મળશે તો જણાવશું.

ઇન્‍સપેકટર રાકેશ તેટલું કહી ને વાત પુરી કરે છે અને ત્યાંથી નિકેશ અને રમણકાકા પરત આવે છે.

ઘેર પરત ફરતાં... રાશી પુછી બેસે છે ... શું થયું ?..... નિકેશ..

કાંઇ જ નહીં ફરીયાદ નોંધી છે.... પોલીસને પ્રાથમિક રીતે કાંઇ જ જણાતું નથી અને તે સ્‍વૈચ્‍છાએ જ ચાલી ગયી હોય તેવું તેમને લાગે છે. કહે છે કે તમારી વાત પરતી કોઇ સર્કમ્‍સ્‍ટેન્‍સ ગુમ થવાના જણાતા નથી અમે તપાસ કરીશું અને તમે પણ શોધો. નિકેશ એટલું કહીને નિશાશો નાંખીને ત્યાં જ જમીન પર બેસી જાય છે.

નિકેશ તપાસ કરે તો પણ કરે ક્યાં ... નિકેશને કાંઇ જ સમજાતું નથી... અને તેમની પાસે રાહ જોવા સિવાય કાંઇ છે જ નહીં.

આમને આમ ચાર-પાંચ દિવસ નીકળી જાય છે. નિકેશ હતાશ થઇને પોતાના કામ પર લાગી જાય છે. મનમાં અનેક પ્રશ્નો અને દુવિધા ભરી પડી છે. આખરે નવ્યા ગયી ક્યાં... એવું શું થયું કે એણે કાંઇ કીધા વગર જવું પડ્યું.... અનેક સવાલો જેના કોઇ જ ઉતર નિકેશ પાસે નથી....

ઓફીસ પહોંચીને તે તેની ચેમ્‍બરમાં જઇને બેસે છે.... અને તરત જ બેલ વગાડે છે... પ્યુન આવે છે.... જી સાહેબ....

અરે રાજુ... એક કોફી લાવ જલ્દી થી... નિકેશ કહે છે.... જી સાહેબ હમણાં જ લાવ્‍યો કહીને પ્યુન ચાલ્યો જાય છે અને નિકેશ કામ માટેની ફાઇલ ઉપાડીને પોતાને બીઝી કરવા માટે મથી રહ્યો છે....

થોડીવારમાં પ્યુન કોફી લાવે છે અને મેઝ પર રાખે છે અને સાથે સાથે એક પત્ર પણ રાખે છે ....

અરે રાજુ આ લેટર.... જી સાહેબ ... હમણાં જ કુરીયર આવ્‍યું આપના નામથી છે માટે આપને આપ્યું... પણ આતો દેહરાદુન થી છે... મારું કોઇ દહેરાદુનમાં...તો નથી... નિકેશ વિચારમાં પડી જાય છે.

ક્રમશઃ