પાછળના ભાગમાં આપણે જોયું કે સ્વર્ગસ્થ શંકરની આત્માને શાંતિ આપવા માટે ગામમાં એકદિવસીય શોક જાહેર કરાયા બાદ નક્કી થાય છે કે ૨ દિવસ પછી સભા કરવામાં આવશે,
હવે આગળ...
વારસાગત પ્રેમ ( ભાગ ૯)
બે દિવસને અંતે આજે સભા ભરાઈ છે,
તમામ ઘટના એટલી વિચિત્ર બની હતી કે ગામના જીવી દાદી તો એમ કહેતા કે,
આવું તો મારા આટલા વર્ષોમાં પણ નથી બન્યું.ગામને કોની નજર લાગી ગઈ?
હા ઠીક.....
કોની નજર??
શુ હશે? આ બધું થવા પાછળનું કારણ?
તમામ પ્રશ્નનોના નિકાલ માટે ખૂબ મોટા લોકટોળા સાથે સભા એકઠી થઈ નાના મોટા વૃદ્ધ ડોસા ડોસીઓ,
તમામ આવીને બેઠા.બીજા ગામના બે આગેવાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા,
આવા શોકમય વાતાવરણમાં પંચાયત એ મોટો નિર્ણય લેવાનો હતો. જે ચુકાદો આટલા સમયમાં ન પત્યો તેનું નિવારણ એક દિવસમાં !
થોડું ભારે કામ હતું પણ નંદિની અને ગામની લાજનો સવાલ હતો.
ઇશ્વરદાસ અને રૂપસિંહ કે જે બાજુના ગામના આગેવાનો હતા,સાથે લક્ષ્મણ અને રામજીકાકા અને લાખા ભરવાડ.
થોડું પણ મોડું ન કરતા સભા ભરવામાં આવી.
જય સિકોતર....
ગોમવાસીઓ ગોમમાં બનેલો બનાવ ખૂબ જ દયનીય અને નીંદાને લાયક સે, શંકરની આત્માને શાંતિ આપે મારો વાલો. હવે જે થયું સે એ પૂરુતું કરી શકાય એમ નથી અને ચુકાદો લેવો એ પણ અમાર માટે લોઢા સમોન સે પણ અમારી ફરજમાં આવતું હન્ધુય અમે કરવા તૈયાર સીએ,
નંદિનીને પણ ન્યાય મળશે અને શશીકાંત જોડે પણ ખોટું નઈ થાય",
આટલું કહીને લાખા ભરવાડ રામજી કાકા ને ઈશારો કરે છે કે પંચાયત દ્વારા નક્કી થયેલ ચુકાદો વાંચી સાંભળવામાં આવે અને તમામની મંજૂરી લેવામાં આવે.
રામજીકાકા ઉભા થાય છે નમસ્કાર કરીને હાથમાં એક કાગળ લઈ વાંચન ચાલુ કરે છે,
" ગામવાસીઓને જણાવવાનું કે,અષાઢ નોમ દશકના રોજ આજે ગામના લોકોની હાજરી અને અન્ય ગામના આમંત્રિત આગેવાનોની હાજરીમાં પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવે છે, જે બનાવ બન્યો તે પૂર્ણપણે ગંભીર છે અને તેની તપાસ કરવામાં આવશે. પંરતુ ત્યાં સુધી ગામની એક દીકરીની જિંદગી બગડે ના એ હેતુથી નંદિની અને શશીકાંતની મંજૂરી હેઠે આ પંચાયત તે બન્નેને જીવનમાં નવી મીટ માંડી ઘર સંસાર વસાવવા મંજૂરી આપે છે અને શશીકાંતની ભલામણને માન્ય રાખીને તેને બીજા ગામમાં વસવાટ માટે પણ પરવાનગી આપવામાં આવે છે તથા આવનાર દિવસોમાં શંકરના મૃત્યુની તપાસ કરવામાં આવશે અને જે તે ચુકાદો આપવામાં આવશે.
સૌને ચુકાદો માન્ય રાખવો.
પંચાયતના આ નિર્ણયને ગામવાસીઓ દ્વારા માન્ય રાખવામાં આવ્યો અને નંદિની શશીકાંતના લગ્ન માટે સૌ કોઈએ હામી ભરી.
****
ખરેખર કુદરત આગળ માનવી ભૂંડો છે.
સાચું છે ઇચ્છીએ તે મળતું નથી મળી જાય તો રહેતું નથી અને જો રહે તો પરિસ્થિતિ જીવન જીવવા દેતી નથી, જીવી લઈએ તો સમાજ સુખેથી જોતું નથી.
ખેર
મુશ્કેલીઓનું નામ જ જીવન છે.
જે સ્ત્રી પોતાનું બધું જ છોડીને એક અજાણ્યા માણસ સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું તેની સાથે પાછળના જીવનમાં થયેલી મુશ્કેલીઓને ભુલાવીને આખરે પંચાયતના નક્કી કર્યા પ્રમાણે શશીકાંત જોડે નવા જીવનની સફર શરૂ કરી.
ધીરે ધીરે સમય વીતતો ગયો, નદીની અને શશીકાંત પોતાના ભૂતકાળના ગામની યાદો છોડીને નવી દિશા અને નવા વાતાવરણમા ઘર વસાવ્યુ. થોડા વર્ષો બાદ નંદિનીના ઘરે એક સુંદર બાળકનો જન્મ થયો.
જેનું નામ રાખવામાં આવ્યું "જગ્ગુ" જગદીશ...
નંદીની સાથે લગ્ન કરીને શશીકાંતની તો જાણે જિંદગી જ બદલાઈ ગઈ,
દિન રાત એક કરીને સફળતા મેળવી પોતાની આગવી ઓળખ ઉભી કરી.ગામમાં તો ઠીક આજુબાજુના ગામોમાં ફક્ત હાર્ડવેરનો એક જ સારી દુકાન તરીકે નામના થઈ ગઈ.પૈસા ટકે સુખી હોવાને કારણે સમાજમાં પણ પોતાનું એક ઉચ્ચ સ્થાન મેળવી લીધું,
નંદિનીની મુશ્કેલીઓ અને દુઃખો ભરી જિંદગીનો દોર હવે ખતમ થઈ ગયો હોય એમ જણાતું હતું.
ભગવાનનો દીધેલો એકનો એક દીકરો અને શશીકાંત એ પણ સારા પતિ તરીકે અને પિતા તરીકે ફરજ નિભાવી રહ્યો હતો બધું હેમ ખેમ ચાલી રહ્યું હતું.
પરંતુ?????
કહેવાય છે ને કે કુદરતના ચોપડે પાઈ પાઈનો હિસાબ લખાયેલો છે ઠીક એમ જ.......
ક્રમશ :