The ring - 12 in Gujarati Detective stories by Jatin.R.patel books and stories PDF | ધ રીંગ - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ રીંગ - 12

The ring

( 12 )

હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એની મદદ કરવાં આવેલાં ઇન્સ્પેક્ટર ગોપાલ ઠાકરે ની સ્કોર્પિયો સાથે થાય છે.. ગંભીર હાલતમાં ઘવાયેલી આલિયા ને ગોપાલ હોસ્પિટલમાં લાવે છે.. જ્યાં આલિયા ને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી ઉપલબ્ધ નહીં હોવાની વાત ગોપાલ સાંભળી જતાં પોતાનું લોહી આપી આલિયા ને બચાવવામાં મદદ કરે છે.. પોતે જ આલિયા ની હત્યા માટે હનીફને મોકલ્યો હતો એ વાત આલિયા સમજી ગઈ હોવાની વાત હનીફ દ્વારા ખબર પડ્યાં બાદ અપૂર્વ એક યુવતીને પોતે બનાવેલાં પ્લાનમાં સામેલ કરે છે.

અપૂર્વ પોતે શું યોજના બનાવી હતી એ વિશે પોતાની પ્રેમિકા ને વિગતે વાત કરતાં બોલ્યો.

"મને હનીફે માહિતી આપી છે એ અમન વિશે પૂછતાજ કરતી એ યુવતી ઘાયલ હાલતમાં સીટી કેર હોસ્પિટલમાં એડમિટ છે.. એ યુવતીને હજુ ભાન નથી આવ્યું એવું હનીફે જણાવ્યું છે.. પણ જો એ યુવતી ભાનમાં આવી જશે તો એ મારું નામ ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે ને જણાવશે એ નક્કી છે.. અને આ ગોપાલ છે ને જમીન ખોદીને પણ સોય જેટલો સબુત શોધવામાં માહેર છે.. "

"તું ગભરાઈશ નહીં જાન.. તું ખાલી બોલ કરવાનું શું છે..? . હું તારી સાથે કદમથી કદમ મિલાવવા તૈયાર છું.. "સામે વાત કરતી યુવતીનાં અવાજમાં અપૂર્વ તરફની લાગણી અને લગાવ મહેસુસ થતો હતો.

"સ્વીટહાર્ટ અત્યારે સાડા સાત થયાં છે.. હું તને એકજેક્ટ આઠ વાગે તારાં ઘરેથી પીક કરી લઈશ.. પછી આપણે સીટી કેર હોસ્પિટલ તરફ જવાં નિકળીશું જ્યાં આલિયા એડમિટ છે.. રસ્તામાં ક્યાંકથી આપણે નર્સ નાં કપડાં અને માસ્ક લઈ લઈશું.. હોસ્પિટલમાં માં રાતે ડ્યુટી ઉપર ઓછો સ્ટાફ કાર્યરત હશે ત્યારે ચુપકેથી તું નર્સ નાં વેશમાં આલિયા એડમિટ છે એ રૂમમાં જઈને એને સાયનાઈડ નું ઈન્જેકશન આપી દેજે.. અમુક સેકંડો માં આલિયા નો ખેલ પણ ખતમ થઈ જશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કંઈ નહીં આવે.. "પોતાની બનાવેલી યોજના પોતાની પ્રિયતમા સમક્ષ રજુ કરતાં અપૂર્વ બોલ્યો.

અપૂર્વ કેટલો ડરપોક હતો એ એને બનાવેલી યોજના ઉપરથી પુરવાર થતું હતું.. આખી યોજનામાં અપૂર્વ એ પોતે તો કોઈ રિસ્ક ઉઠાવવાની નોબત આવવાની જ નહોતી.. આ યોજનામાં ફક્ત પોતાની ઉપર જોખમ છે એ જાણતી હોવાં છતાં અપૂર્વ ની એ કહેવાતી પ્રેમિકા સહજ ભાવ સાથે અપૂર્વ ની વાત માનતાં બોલી.

"તારો પ્લાન તો પરફેક્ટ છે.. તું આવ મારાં ઘરે હું તારો રાહ જોવું છું.. પણ સાયનાઈડ ક્યાંથી લાવીશ..? "

"લાગે છે તું ભૂલી ગઈ કે તારાં આ સ્વીટહાર્ટ ની પહોંચ ઘણે દૂર સુધી છે.... "અપૂર્વ ડંફાસ મારતાં બોલ્યો.

"હા યાર, યાદ આવી ગયું કે તારી પહોંચ બહુ દૂર સુધી છે... તો તો પછી તું અહીં મારાં ઘરે આવ એટલે નીકળીએ.. "આટલું કહી એ યુવતીએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

કોલ પૂર્ણ થયાં બાદ અપૂર્વનાં ચહેરા પર ગજબનું સુકુન છવાઈ ગયું હતું.. એને હવે એ બાબતનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે એની આ યોજના કારગર નીવડશે અને આલિયા ની સાથે-સાથે પોતાનાં વિરુદ્ધ મોજુદ બધાં પુરવાનો નાશ થઈ જશે.. ઓફિસથી નીકળી અપૂર્વ સીધો પોતાનાં મોબાઈલનાં વોલપેપર માં મોજુદ યુવતીનાં ઘરે જઈ પહોંચ્યો.

અપૂર્વ જ્યારે એ યુવતીનાં ઘરે પહોંચ્યો ત્યારે એ બહાર ઉભી રહી અપૂર્વનાં આવવાની જ રાહ જોઈ રહી હતી.. આછા ગુલાબી રંગનાં કુર્તા અને ગુલાબી લેગીન્સ માં છવ્વીસ-સત્તાવીસ વર્ષની ઉંમર ધરાવતી એ યુવતી ખુબજ મનમોહક લાગી રહી હતી.. કોઈપણ જાતનાં શણગાર વગર પણ એ કોઈ કવિની કલ્પનાથી પણ અધિક સુંદર લાગી રહી હતી.

અપૂર્વ એ પોતાની કારમાંથી નીચે ઉતરી એ યુવતીને ગળે લગાવી અને પછી એને કારમાં બેસવા કહ્યું.. અપૂર્વની વાત સાંભળી એ યુવતી અપૂર્વની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ.. પોતે કોઈકનો જીવ લેવાં જઈ રહી હોવાની વાત જાણતી હોવાં છતાં એ યુવતીની આંખો કે ચહેરા પર ભય કે ચિંતાની આછેરી ઝલક પણ નહોતી દેખાઈ રહી.

શિયાળાની મોસમ ચાલુ હોવાં છતાં ટ્રાફિક ને વીંધીને સીટી કેર હોસ્પિટલ પહોંચવામાં એ લોકોને સહેજે કલાક નીકળી જાય એમ હતું.. અપૂર્વ ને કકડીને ભૂખ લાગી હતી એટલે નર્સ પહેરે એવો યુનિફોર્મ ખરીદ્યા બાદ અપૂર્વ એ પોતાની કાર એક બોમ્બે ચાટ ની લારી આગળ રોકી.. સેવ-પુરી અને બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ નો નાસ્તો કર્યાં બાદ અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે સીટી કેર હોસ્પિટલ જઇ પહોંચ્યો.

***

આલિયા ની સુરક્ષામાં અત્યારે ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે સ્વયં મોજુદ છે એ વાત થી બેખબર અપૂર્વ અને આલિયા સીટી કેર હોસ્પિટલનાં પાર્કિંગમાં આવી પહોંચ્યાં હતાં. જો અપૂર્વ ને ગોપાલ હોસ્પિટલમાં હાજર છે એવી ખબર હોત તો શાયદ એ પોતાની યોજનાને અમલમાં મુકવાનો વિચાર સુધ્ધાં ના કરત.

અહીં પાર્કિંગમાં કોઈ સીસીટીવી કેમેરા નથી એ વાતની ખરાઈ કર્યાં બાદ અપૂર્વએ ફટાફટ પોતાની સાથે આવેલી યુવતીને નર્સનાં યુનિફોર્મમાં સજ્જ થઈ જવાનું કહ્યું.. એ યુવતી અપૂર્વની વાત માની સીટી કેર હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફનાં પહેરવેશમાં આવી ચૂકી હતી.. ઉપરથી મોં ઉપર લીલાં રંગનું માસ્ક પહેરવાનાં લીધે એનો ચહેરો જોવો અશક્ય હતો.

"તું સાચવીને આલિયા ની કેબિનમાં રૂટિન ચેક અપનાં બહાને જજે.. અને આ સિરિન્જમાં રહેલું સાયનાઈડ આલિયાની બોડીમાં દાખલ કર્યાં બાદ ત્યાંથી ચુપકેથી નીકળી જજે.. હું હોસ્પિટલનાં ગેટથી ડાબી તરફ નાં રસ્તે તારી રાહ જોઈશ.. "એ યુવતીને એક સિરિન્જ આપ્યાં બાદ એને ગળે લગાવીને અપૂર્વ બોલ્યો.

"તું ચિંતા ના કર.. મને કંઈપણ નહીં થાય.. "અપૂર્વ નાં હાથમાં પોતાનો હાથ મૂકી એ યુવતી બોલી.

આંખોનાં ઇશારામાં જ અપૂર્વ જોડે ત્યાંથી જવાની પરવાનગી માંગી એ યુવતી હોસ્પિટલનાં એન્ટ્રી ગેટ તરફ ચાલતી થઈ.. નર્સ નાં પહેરવેશમાં હોવાથી કોઈએ પણ એની તરફ ધ્યાન આપ્યું નહીં.. છતાં પોતાને કોઈ ઓળખી જશે તો અપૂર્વની યોજનાં પુરી નહીં થઈ શકે એમ વિચારી એ યુવતી નીચાં મોંઢે ઉતાવળાં ડગલે પ્રથમ માળ તરફ જતાં દાદરા તરફ ચાલી.

દાદરો ચડીને એ યુવતી પ્રથમ માળે આવી પહોંચી. એ યુવતી ને અપૂર્વ એ જણાવ્યું હતું કે આલિયા ને રૂમ નંબર 107 માં એડમિટ કરેલી છે.. હવે ડાબી તરફ રૂમની બહાર દરવાજાની ઉપર રૂમ નંબર 107 લખેલો જોઈને એ યુવતી નાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.. અનાયાસે જ એનો હાથ ખિસ્સામાં રહેલી સાયનાઈડ ની સિરિન્જ પર જઈ પહોંચ્યો અને પગ રૂમ નંબર 107 ની તરફ.

રૂમની અંદર ગોપાલ ઠાકરે બેઠો છે એ વાતથી અજાણ એ યુવતી રૂમ નો દરવાજો ખોલી અંદર પ્રવેશી.. અહીં પોલીસ યુનિફોર્મમાં બેસેલાં પોલીસકર્મીને જોઈ એ યુવતીને જોરદાર નવાઈ લાગી કેમકે આ વિશે તો એને અપૂર્વ એ કહ્યું જ નહોતું.. અને એમાં પણ જ્યારે ગોપાલે ઉભાં થઈ નર્સનાં વેશમાં આવેલી અપૂર્વની પ્રેમિકા ને ત્યાં આવવાનું કારણ પૂછ્યું ત્યાં તો એનાં મોતીય જ મરી ગયાં.. સૌથી વધુ આંચકો એ યુવતીને ત્યારે લાગ્યો જ્યારે ગોપાલ નાં યુનિફોર્મમાં લાગેલાં ટેગમાં એને ગોપાલ ઠાકરે લખેલું જોયું.

જેનાં નામથી મોટાં મોટાં ગુંડાઓ કાંપતા હતાં એ ગોપાલ ઠાકરે અત્યારે ત્યાં હતો એ જોઈ એ યુવતીને ડર લાગવો વ્યાજબી હતો.. છતાં પોતાનાં પ્રેમી એવાં અપૂર્વ માટે કંઈપણ કરી છૂટવાની ખેવના ધરાવતી એ યુવતી ડર પર કાબુ મેળવી ગોપાલને ઉદ્દેશીને બોલી.

"ઓફિસર, આ રૂટિન ચેક અપ છે.. તો પ્લીઝ થોડો સમય તમે બહાર બેસો.. "

પોતાની સામે અત્યારે કોઈ નર્સ નહીં પણ આલિયા નાં જાન ની દુશ્મન ઉભી છે એ બાબતથી અજાણ ગોપાલ વધુ કંઈ પૂછપરછ કર્યાં વગર રૂમની બહાર નીકળ્યો અને બહાર જઈને બેન્ચ ઉપર બેસી ગયો.

ગોપાલનાં બહાર જતાં જ અપૂર્વ ની પ્રેમિકા નાં જીવમાં જીવ આવ્યો.. હવે વધુ સમય બગાડવામાં જોખમ રહેલું છે એ જાણતી એ યુવતીએ ફટાફટ પોતાનાં ખિસ્સામાંથી સાયનાઈડ ભરેલી સિરિન્જ નીકાળી.

આ તરફ અપૂર્વ જેવો બહાર બેન્ચ પર જઈને બેઠો એવી એની નજર ફરજ નિભાવતી એક અન્ય નર્સ પર પડી.. એમાં પણ ગોપાલનું ધ્યાન સીધું એ નર્સ નાં પગરખાં ઉપર ગયું.. એ નર્સે સફેદ રંગના શૂઝ પહેર્યાં હતાં.. અપૂર્વને યાદ આવ્યું કે સીટી કેર હોસ્પિટલની બધી જ નર્સ આ પ્રકારનાં જ શૂઝ પહેરતી હતી.. પણ હમણાં આલિયાનાં રૂટિન ચેકઅપ માટે આવેલી નર્સે તો ઊંચી હિલનાં સેન્ડલ પહેર્યા હતાં.. આ યાદ આવતાં જ ગોપાલની છઠ્ઠી ઇન્દ્રિય એ એને સંકેત આપ્યાં કે કંઈક ખોટું થવાનું છે.

ગોપાલ ફટાફટ બેન્ચ ઉપરથી ઉભો થયો અને એક ઝાટકે આલિયા એડમિટ હતી એ રૂમનો દરવાજો ખોલી અંદર જઈ પહોંચ્યો.. ગોપાલ અંદર આવ્યો એ સમયે નર્સ નાં પહેરવેશમાં આવેલી અપૂર્વની પ્રેમિકા આલિયાનાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરવાની તૈયારી કરી ચુકી હતી.

"એ ઉભી રે.. કોણ છે તું.. "ગોપાલની જોરદાર ઊંચા અવાજનાં લીધે એ યુવતીનાં હાથમાંથી સાયનાઈડ ભરેલી ઈન્જેકશન છટકી ગયું અને નીચે રૂમનાં ફર્શ ઉપર પડ્યું.

પી. એસ. આઈ ગોપાલ ઠાકરે નાં અચાનક ત્યાં આવી ચડતાં અપૂર્વની યોજના તો અધૂરી રહી જ ગઈ હતી... સાથે-સાથે એ યુવતી ની સામે અડગ ચટ્ટાન ની માફક ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે ઉભો હતો.

આટલી વિકટ પરિસ્થિતિ હોવાં છતાં એ યુવતી અચાનક એક ગીત ગુનગુનાવા લાગી.

"જબ કોઈ બાત બીગડ જાયે..

જબ કોઈ મુશ્કિલ પડ જાયે..

તુમ દેના સાથ મેરા.. ઓ હમનવાબ..

તુમ દેના સાથ મેરા.. ઓ હમનવાબ.. "

★★★

વધુ આવતાં ભાગમાં.

એ યુવતી કોણ હતી? શું ગોપાલની પકડમાંથી એ યુવતી છટકવામાં સફળ રહેશે..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***