yarriyaan - 6 in Gujarati Love Stories by Dr.Krupali Meghani books and stories PDF | યારીયાં - 6

Featured Books
Categories
Share

યારીયાં - 6

રાશિ : વોટ , તું પાગલ તો નથી થઇ ગઈ ને .
પંછી રડતા રડતા રાશિ ને કેહવા લાગી ....રાશિ મારો વિશ્વાસ કર મેં આદિત્ય ને જોયો છે તે મારી સામે હસતો હતો.

બધા એ સામે નઝર ફેરવી ત્યાં કોઈ પણ ના હતું
બધાને થયું કે રાશિ એ ડ્રિન્ક કર્યું હોવાથી ગમે તેમ બોલે છે. બધાએ તેની વાત ને ટાળી નાખી અને પોતાના ટેબલ પર જઈને બેસી ગયા.

શ્રુષ્ટિ અને એનવીશા ત્યાંથી પસાર થાય છે . ધ રોયલ્સ તેમની સામે જોવાનું પણ પસંદ નથી કરતા ....પરંતુ સમર્થ પોતાની નજર એનવીશા પર થી નથી હટાવી શકતો.

સમર્થ: (મનમાં) ખબર નઈ શું છે આ છોકરી માં જે મને તેની તરફ આકર્ષિત કરે છે. હું કેમ તેના પર થી નજર નથી હટાવી શકતો કેમ તેના તરફ ખેંચાતો ચાલ્યો જાવ છું.

એનવીશા પણ સમર્થ ને જોઈ રહી હતી તેને થયું આ કેમ મને આ રીતે જોઈ રહ્યો છે. હું જાણું છું ત્યાં સુધી મારા જેવી છોકરી ની એને વાત કરવી પણ પસંદ નહિ હોય તો પછી આમ કેમ સામે જોવે છે
બંને આવું વિચારતા હતા એટલા માં રાશિ એ પણ ચીખ પાડી .

આદિત્ય........

બધા એ સામે જોયું ત્યાંથી કોઈ માણસ ધૂંધળો ધૂંધળો અંધારામાં જતો દેખાઈ રહ્યો હતો.

રાશિ : (ગભરાઈને) ફ્રેન્ડ્સ પંછી સાચું જ કેહતી હતી ...તે આદિત્ય જ હતો ...હમણાં મેં પણ તેને જોયો.

મંથન: હા,એક ના મન નો વહેમ ગણી શકીએ ..રાશિ એ પણ તેને જોયો મતલબ કે તે અહીં કહી જ છે ...તે આપણી પર નજર રાખી રહ્યો છે.

પંથ: હા ચાલો જો એ અહીંયા જ હશે તો લાંબા સમય સુધી આપણા થી છુપાઈ નઈ શકે આપણે તેંને પકડી પાડીશું .

બધા તેને ગોતવા નીકળી જાય છે ...આખી કોલેજ ફરી વળે છે છતાં કોઈ મળતું નથી .

કેન્ટીન અને લાયબ્રેરી માં પણ નજર ફેરવી લ્યે છે પણ આદિત્ય ક્યાંય દેખાતો નથી .

પંછી : ક્યાં સંતાઈને બેઠો છે કોણ જાણે ...તેની પાછળ આપણી મોજ મસ્તી એશો આરામ છીનવાઈ ગયા છે અને એ ખુલે આમ ફરે છે

બધા બહાર પાર્કિંગ માં પણ જોવા જાય છે ...ત્યાં જ પાર્કિંગ ની સામે તળાવના કિનારા પાસે કાર ની લાઈટ ચાલુ રાખીને કોઈ માણસ ઉભેલો દેખાઈ છે .

બધા એ તરફ જાય છે .

સામેથી અવાજ આવે છે.....કેમ છો મારા મિત્રો ....આમતેમ મને જ શોધી રહ્યા લાગો છો.

સમર્થ: ક્યાં છુપાઈને બેઠો હતો અત્યાર સુધી...(થોડી વાર વિચારીને) એનો મતલબ એમ કે તારા મૌત ના સમાચાર પણ ખોટા હતા રાઈટ...તે બધું અમારી સાથે બદલો લેવા માટે જ કર્યું હતું ને .

પંછી : તારા આવા કાવતરા ને લીધે અમને કોલેજ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા .તારી મૌત ની શંકા માં પોલીસ અમારી પાછળ પડી છે ....તને તો જરાય શરમ જેવું નથી.

આદિત્ય : અરે કોઈક મને પણ બોલવાનો મોકો આપો..તમે તો બધા મને જૂઠો સાબિત કરવા પર તુલ્યા છો ....પણ મારી રાશિ ને જ ખબર છે હું કેવો છું ...બરાબર ને રાશિ (લુચ્ચાઈથી)

રાશિ : તારા મોઢે થી મને મારુ નામ પણ પસંદ નથી અને જે હતું તે બધું પેલા જ પૂરું થઇ ગયું છે ....મને આજે પણ પસ્તાવો થાય છે કે હું તારા જેવા છોકરા ને પ્રેમ કરતી હતી .

આદિત્ય : તું પણ મને આ બધાની જેમ જૂઠો જ સમજે છે યાર ...તો ચાલ એમ જ માની ....તારે જાણવું છે હું કેમ બચ્યો .

તો સાંભળો મિત્રો ...બધા એ જે લાશ જોઈ એ મારી નહીં પરંતુ આપણા ક્લાસ માં પેહલો આરવ હતો..યાદ છે તેની હતી .

બિચારો મને બચાવાના ચક્કર માં પોતે જ શહિદ થઇ ગયો .

રાશિએ મને ધક્કો માર્યો એ તો તમે બધા એ જોયું પણ મને ધકકો મારવાના ચક્કર માં રાશિ નો પગ લપસ્યો અને તે પછડાઈ ને બેભાન થઇ ગઈ .

ત્યારે જ પેલો આરવ ત્યાં આવી પહોંચ્યો .
તમે બધા હજી નીચે થી ઉપર આવો ત્યાં આરવ એ મને બચવાની કોશિશ કરી....પણ સો સેડ ...મેં મારી જાન બચાવાના ચક્કર માં તેના સહારે ઉપર આવીને તેને જ ધક્કો મારી દીધો .

તે લાશ આટલે ઉપર થી નીચે પડવાને લીધે એટલી કચડાઈ ગઈ હતી કે તમને બધાને ખબર જ ના પડી કે એ લાશ હતી કોની .

રાશિ જો તે રાતે તે મને નજીક આવા દીધો હોત ...તો ના તું મને ધક્કો મારેત .....ના બિચારા આરવ ને જાન ગુમાવવી પડેત ....અને ના મને તમને બધા ને આટલા હેરાન કરવાનો મોકો મળેત ...પણ હશે ચાલો ભગવાન ની મરજી.

અરે રાશિ તને હજી એક વાત કેહતા તો ભુલાઈ જ ગઈ ....આરવ છે ને મને તારા ડ્રિન્ક માં નશા ની ગોળી મિક્સ કરતા જોઈ ગયો હતો ....અને એ બિચારો તારો એકતરફો પ્રેમી તને બચાવાના ચક્કરમાં ભગવાન ને પ્યારો થઇ ગયો .

રાશિ : (રડતા રડતા) શરમ આવે છે તારા જેવા માણસ પર ...તું મૌત નો જ હકદાર છે ...તારા લીધે બિચારા એક નિરદોષે જાન ગુમાવી .

સમર્થ : ત્યારે નહીં તો અત્યારે હિસાબ તો અમે ચૂકતો કરીને જ રહીશું . મંથન ફોન લગાવ પોલીસે ને આજે આની સચ્ચાઈ બાર પાડીને જ રહીશું .

મંથન ફોન લગાડવા જતો જ હોઈ છે ત્યાં જ આદિત્ય તેને રોકે છે

મંથન મારા ભાઈ ૧ સેકન્ડ મારી પાસે કંઈક છે તારા માટે ...તને જરૂર ગમશે .

તે પોતાનો અને રાશિ નો રાતે સાથે વિતાવેલા સમય નો વિડિઓ બતાવે છે ...જયારે પણ તે અને રાશિ એકલા સમય પસાર કરતા ત્યારે રાશિ ને ખબર ના પડે તેમ તે વિડિઓ રેકોર્ડિંગ કરતો .

મંથન વિડિઓ જોતા જ પોતાની નજર હટાવી લ્યે છે સમર્થ ફોન છીનવાની કોશિશ કરે છે ...પરંતુ આદિત્ય ફોન પાછો ખેંચી લ્યે છે .

રાશિ તે વિડિઓ ને જોઈને ગોઠણભર બેસીને રડવા લાગે છે

આદિત્ય ધ રોયલ્સ ને ધમકી આપે છે જો કાલે પોલીસે કસ્ટડી માં તમે બધા એ બધો ગુનોહ પોતાના પર ના લીધો ..તો હું આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ કરી દઈશ .

તમારા લીધે મારુ સ્ટારડમ છીનવાઈ ગયું ...તમારા બધાનું એક પછી એક પર્ફોર્મન્સ ને લીધે નામ થતું ગયું ....અને મારુ કરીઅર ડુબતું ગયું ....ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું તમારી સાથે બદલો લઈને જ રહીશ ...તમારું નામ સોહરાત ઈજ્જત સમ્માન બધું છીનવી ને રહીશ .

આટલું કહીને આદિત્ય ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો...રાશિ રડી રડી ને અડધી થઇ ગઈ હતી બધા તેને બહારથી હિમ્મત આપી રહ્યા હતા ...પરંતુ પોતે પણ બધા અંદર થી તૂટી ગયા હતા .
સમર્થ : પંછી તું રાશિને લઈને ઘરે જા ...મંથન તું અને પંથ બને સાથે જાવ ...અને બધા સાથે જ રેહજો કોઈ એકબીજાને એકલા નહીં મુકતા .

સમર્થ ને મનમાં ડર હતો ...જો કોઈ એકલું રહેશે તો કોઈ કંઈ પગલું ના ભરી લ્યે .

મંથન : પણ સમર્થ તું ?

સમર્થ : તમે બધા જાવ ...વચન આપું છું કે બધુ સરખું કરી દઈશ ..અત્યારે તમે બધા અહીંથી જાવ .

બધા જાય છે સમર્થ ત્યાં જ બેસી રહે છે અને બહાર નીકળવાનો રસ્તો ગોતે છે

(જ્યારથી ધ રોયલ્સ અને આદિત્ય ની વાત ચાલુ થાય છે ....ત્યારથી કોઈ ઝાડ પાછળ સંતાઈને તે બધી વાતો સાંભળી રહ્યું હોય છે. )
ક્રમશઃ