Premkuj - 26 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | પ્રેમકુંજ - (ભાગ-૨૬)

Featured Books
Categories
Share

પ્રેમકુંજ - (ભાગ-૨૬)

હું આમતો ઘણા સમયથી આ કામ કરૂં છું.હું આજથી દસ દિવસ પહેલા અહીં આવીયો હતો.હું તારા રૂમ પાસેથી પસાર થયો.મેં તારી આંખમાં આસું જોઈયા.
મને ખબર નથી તું શા માટે રડતી હતી.તું કોને સંભારી રડતી હતી.પણ મને તને જોઈને તારા પ્રયતે દયા આવી.હું તને અહીંથી બહાર નીકળવાની પુરે પુરી કોશિશ કરીશ.

ઓકે રિપોટર...!!કાલે સવારે ત્રણ વાગે..!

*******

લે દલિયા એ તેરે કમિશન કે પૈસે અબ ટોક ટોક મત કરના.તારી સામે જો પહેલો પોલીસે વાળો આવે છે.એ મારો પહેલો પ્રેમ છે.

એ તારી સાથે લૂખાગરી કરે અને તું એને પ્રેમ કે છો.
આજ સુધી તેણે તને એક રૂપિયો પણ આપીયો છે.
આવીને કામ પતાવી ચાલીયો જાય.અને તું એને એમ કહે છો કે એ મારો પહેલો પ્રેમ છે.

એ મારી મરજી દલિયા...!!!હું એને સાથે શું કરું એ તારે લેવા દેવા નહીં...

અરે ટપકી કટકી ને ચુવાળી મારી રિયા.તું આ ઉંમરે પણ ફટકો જ લાગે છે.આહ,શું તારી ખુશ્બૂ છે,તારી પાતળી કમર.

બસ બસ બંધ કર એ નાટક.પોલિસ બાબા એ તેરા કમરા નહીં હૈ એ મેરા કમરા હૈ 123નંબર કા.એ નંબર પર સુબાહ શામ લાઈને લગતી હૈ.ઔર મુજે તું પ્રેમ કરતા હૈ.સલ ભેંશ કી ઓલાદ.મેં તું જે પ્રેમ કરતી હું એ તેરા વેહેમ હૈ..!!!

તો તું મને પ્રેમ નથી કરતી?
નહીં..!!!તારા ઘરમાં પાણીની મોટર છે?
હા, છે ને..!!!

એ મોટર ન ચાલે તો એને ભંગાર કહેવાય.લોકો ભંગારને શું કરે ખબર છે,ફેંકી દે તેમ તું પણ મારા માટે ભંગાર છો ભંગાર..!!!

તે આજ વધારે વિચકી પીધી હોઈ એવું મને લાગે છે.

તેરી બીવી કો ફોન લગાવું ક્યાં...!!!.

એક રૂપિયા તો આપવો નથી ને ચાલો દોડયો આવે દર શનિ અને રવિ.અને સાંભળી લેજે મારા દલિયા પાસેથી પણ તે એક રુપિયા લીધો છે,તો તું ભૂલી જાજે કે હું કોણ છું.

તારી ઓકાતમાં રહે..!!!
હું મારી ઓકાતમાં જ છું,અને હું મારા બેડરૂમમાં જ છું,તું અહીં આવી દરરોજ મારી પથારી ફેરવે છો.

હું તને જોઈ લશ..!!
તારા જેવા અહીં સતર ગયાને સતર આવશે મને કઇ ફેર નથી પડતો.જે થાય એ કરી લેવું.મને કોઈનાથી ડર નથી.ચલ નીકળ...!!!!

તું ભૂલ કરે છે,પસતાવું પડશે તારે.
અલા તું જા ને અહીંથી...!!!દરરોજ દરરોજ લૂખા ગીરી કરવા આવી જાય છે.તેરે ઘર મે બીવી નહિ હૈ ક્યાં..?

હું યાદ રાખીશ તારા આ શબ્દો.અને તને જ એક દિવસ યાદ અપાવિશે.ત્રણ વાગવાને થોડીક જ વાર
હતી.રિયા તેને બહાર કાઢવા માંગતી હતી.પણ તે જઈ રહીયો ન હતો.જો તે બહાર જાય તો જ રિયા ત્યાંથી નીકળી શકે તેમ હતી.રિયા એ આજ તેને ધકા મારીને બહાર કાઢીયો.રિયાને થોડો હાશકારો થયો.

રિયાએ ઘડિયાળ પર નજર કરી તો રાત્રીના ત્રણ વાગી ગયા હતા.તે જલ્દી જલ્દી દોડીને નીચે ગઇ.ત્યાં જ સામે રાજેશ ખત્રી ગાડી લઇને ઉભો હતો.રિપોટર સાથે વાત થઈ તેમ જ રિયા ગાડીની પાછળની ડીકીમાં ધીમે રહી બેસી ગઈ.કોઈને ખબર પડે નહીં તે રીતે.
ખત્રીએ પાછળ જોઈયુ કોઈ દેખાય રહીયું ન હતું.તેણે જલ્દી ગાડી ચલાવી રેડ લાઈટ એરિયાની બહાર લીધી.આગળ જઈને ગાડી ઉભી રાખી રિયાને ડીકી માંથી બહાર કાઢી.

તું કોણ...!!!

રણછોડ..!

હું ગાડીની ડીકીમાં ગઇ ત્યારે તો ગાડીની બાજુમાં રાજેશ ખત્રી જ ઉભો તો ને તું કેમ અહીં?તું જે પણ હોઈ તે થોડીવાર પણ મને અહીં અંદર રાખી હોત તો મારા રામ રમી જાત.સારું તે જલ્દી ગાડીની ડીકી ખોલી.હવે તું મને ક્યાં લઈ જાય છે.

ખત્રીના ઘરે..!!!
ક્યાં છે ખત્રીનું ઘર ?અહીંથી કેટલું દૂર થાય?

અહીંથી ઘણું દૂર છે,મેડમ..!!

જલ્દી તારી ગાડી ભગાવ નહીં તો કોઈ જોઈ જશે.

આ સુમસાન રસ્તા પર કોણ જુવે મેડમ અહીં તો કોઈ દેખાતું પણ નથી.સામેથી કોઈ આવતું નથી ને પાછળ થી પણ કોઈ આવતું નથી.

હું તને પૂછું એ સવાલનો જવાબ આપ..!

પૂછો મેડમ?

રાજેશ ખત્રી ક્યાં છે અત્યારે?

ખત્રી સાહેબ તો ઘરે હોઈને મેડમ.મને ખ્યાલ નથી મને એટલું જ કહ્યું છે કે આ ગાડીમાં જે છોકરી છે.તે છોકરી સવાર થાય ત્યાં સુધીમાં મારી હવેલી પર આવી જાવી જોઇએ.

રિયાને થયું કઈ ખોટું તો થઈ રહીયું છે.રિપોટર સાથે પ્લાન મુજબ એ જ વાત થઈ હતી કે ખત્રી મને લેવા આવશે તો આ કોણ રણછોડ છે.જે મને ગાડીમાં
અડધી રાત્રે લઈ જાય છે.

ઓઇ રણછોડ..!!!ગાડીને ઉભી રાખ કેમ મેડમ શું થયું.તું કોઈ રિપોટરને ઓળખે છો?

નહીં મેડમ..!!મેડમ જી મેં તમને કહયું એકવાર અને બીજીવાર પણ તમને કહી દવ કે મારું કામ ફક્તને ફક્ત તમને ખત્રી સાહેબના હવેલી પર તમને મુકવા આવાનું છે.હું કોઈ રિપોટરને જાણતો નથી.

મેડમ ઉઠો ખત્રી સાહેબની હવેલી આવી ગઈ.

રિયાને થયું જે થવું હોઈ તે થાય ઈશ્વરની જે પણ ઈચ્છા હશે તે થશે પણ હું એક નરક જેવી જિંદગી માંથી તો અત્યારે બહાર નીકળી.મને ખબર નથી મારી જિંદગીમાં શું થઈ રહીયું છે,પણ હું જિંદગી સાથે હાર માનવા તૈયાર નથી.રીયાએ ગાડીમાંથી પગ નીચે મુકીયો અને ખત્રીના બંગલામાં પ્રવેશ કર્યો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)