પ્રકરણ-14
પ્રેમવાસના
વૈભવ વૈભવી અને બંન્ને માં આશ્રમ સુધી ગયાં જ નહોતાં અને સામે મહારાજશ્રીનો ખાસ સેવક મદન સામે મળી ગયો અને સદગુણાબ્હેને મહારાજશ્રીને મળવા માટે વાત કરી તો એણે કહ્યુ કે મહારાજશ્રીને એમનાં ગુરુજીનો સંદેશ આવતાં રાત્રીમાં જ હરીદ્વાર જવા માટે નીકળી ગયાં હતા. આ સાંભળીને બધાં જ હૈયા બેસી ગયાં ખૂબ નિરાશ થઇ ગયાં.
સદગુણાબ્હેન કહે હું પણ એમને ગઇકાલ બપોરથી ફોન પર વાત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી ના આશ્રમનો ફોન લાગ્યો ના ગુરુજીનો મદને કહ્યું તમારી વાત સાચી છે આશ્રમનો ફોન તો બે દિવસથી બંધ છે ખૂબ વાવાઝોડુ આવ્યું ત્યારથી બધી જ લાઇનો ઠપ્પ પડી છે અને મહારાજશ્રીનો મોબાઇલ એ ધ્યાનમાં બેસતાં ત્યારે બંધ કરતાં અને એમનો પર્સનલ મોબાઇલ તોકાયમ જ ચાલુ હોય પણ એ નંબર કોઇને પણ આપવાની આજ્ઞા નથી.
સદગુણાબ્હેને કહ્યું "પરંતુ મદનભાઇ અમે એક ખાસ કામ અંગે આવ્યા છીએ. આમતો અમારે રૂબરૂ જ મળવું ખૂબ જ જરૂરી હતું પરંતુ છેવટે તમે અમારી એમની સાથે વાત કરી શકાય એવી તો વ્યવસ્થા કરી આપો તો મહેરબાની....
મદને કહ્યું "માજી હું તમને સારી રીતે ઓળખું છું અને બે દિવસ પ્હેલાંજ વૈભવભાઇ ભાભી સાથે અહીં આવેલા અને મહારાજશ્રીનાં આશીર્વાદ લઇને એમની નિશ્રામાં રહેલાં. હમણાં તો મહારાજશ્રીને સંપર્ક શકય નથી કે મને આજ્ઞા નથી પરંતુ આપ આશ્રમમાં બેસો હું પ્રયત્ન કરું છું અને સ્વામીશ્રી વાત કરવા સંમત થશે તો તમારી વાત કરાવું છું.
સદગુણાબ્હેને કહ્યું "અમે દર્શન કરીને જ આવ્યાં છીએ અમે અહીં બેઠાં છીએ તમે ચોક્કસ જ અમારી વાત કરવો અમે ત્યાં સુધી અહીંથી પાછા ઘરે પણ નહીં જઇએ તમે વાતની ગંભીરતા સમજી શકો છો.
મદને કહ્યું "આપ વિશ્રામ કરો ત્યાં સુધી વાત થાયતો કરાવવા પ્રયત્ન કરું છું. અને એમ કહી બીજા સેવકને કહ્યું કે આ લોકો બધાં માટે જળપાન અને પ્રસાદની વ્યવસ્થા કરો એમ કહીને ચાલ્યો ગયો. સેવક દોડીને જળપાન કરાવી ગયો અને કહ્યું પ્રસાદી લેવાની ચાલુ જ છે આપ પધારો અને ચારો જણાં ભોજનશાળા જમવા માટે ગયાં. આગ્રહ હોવાથી થોડું ખાઇને પાછા આવી ગયાં.
પ્રસાદી લઇને આવ્યાં પછી બધાં મહારાજશ્રી સાથે વાત કરવા માટે અધીરીયા થઇ રહ્યાં હતાં. એટલામાં મદનસેવક ત્યાં ફોન સાથે આવી ગયો અને સદગુણાબ્હેનને કહ્યું "માં લો આ ફોન મહારાજશ્રી તમારી સાથે વાત કરે તેઓ હજી રસ્તામાં છે પણ તમારી વિનંતી અને આગ્રહને કારણે મેં ફોન લગાવ્યો છે.
સદગુણાબ્હેને તરત જ ફોન હાથમાં લીધો અને મહારાજશ્રી સાથે વાત કરવા ચાલુ કરી. "હર હર મહાદેવ મહારાજશ્રી અમે તમને મળવા રૂબરૂ બધાંજ આવી ગયાં છીએ તમારાં વિના હવે અમે અહી સાવ નોંધારા લાગીએ છીએ ગઇકાલે રાત્રે એમ કહીને જે કંઇ ઘટના ઘટી હતી વૈભવીનાં ઘરે એ સંક્ષિપ્તમાં મહારાજશ્રીને કહી અને પછી એમાંથી ડુસકુ નંખાઇ ગયું.
વૈભવની આંખો ચાર થઇ ગઇ સાંભળીને.... એનાંથી આ સત્વ હકીકત પચી નહોતી રહી એણે ડરનાં માર્યા વૈભવી અને માં સામે જોયા કર્યું ? એણે આંખના ઇશારાથી પોતાની તરફ હાથ કરતાં કહ્યું મેં ? મેં શુ કર્યુ મેં કંઇ નથી કર્યું. વૈભવીએ વૈભવને શાંત રહેવા કહ્યું વૈભવી બોલી વૈભવ હમાણાં શાંતિ રાખ માં ને વાત કરી કોઇ નિરાકરણ જાણવા દે પ્લીઝ પછી બધી જ તને વાત કરું છું.
વૈભવ કહે "તમારે લોકોએ અહીં આવતાં પહેલાં મારી સાથે વાત કરવી જોઇએ મને બધીજ વાતથી અવગત કરવાવવો જોઇએ એમ કહીને એ ગુસ્સામાં ચૂપ થઇ ગયો. એ જાણે અંદરથી ખૂબ આધાત પામેલો. પણ માં વાત કરતી હતી એટલે ચૂપ રહ્યો.
મહારાજશ્રીએ કહ્યું "મને આ વાતનો ડર હતો જ અને વૈભવ મારી પાસે આવ્યો ત્યારે મેં એને ચેતવ્યો હતો કે આવું ફરી ફરી થઇ શકે છે ખબરદાર રહેજે. મેં અહીંની માંબાબાનાં હવનની ભસ્મ પણ આપી હતી. સદગુણાબ્હેન વૈભવ માટે મને ખૂબ ચિંતા છે અને મારી જવાબદારી સમજું છું હમણાં તો મારે કામ અંગે હરીદ્વાર જવું પડે એમ જ છે હું આવું પછી આપણે કાયમી આનો ઉકેલ લાવી દઇશું. ત્યાં સુધી હું મદનને સૂચના આપું છું એ તમને કહે એ પ્રમાણે તમે કરજો માં રક્ષા કરશે. એમ કહીને એમણે ફોન મદનને આપવા કહ્યું. મદને મહારાજશ્રીની બધી સૂચના સાંભળીને પછી વૈભવ-વૈભવી તરફ જોવા લાગ્યો અને ફોન બંધ થયો એણે ક્યું તમે બેસો હું આવું છું.
મદનનાં ગયાં પછી વૈભવને માં અને વૈભવીને પ્રશ્ન કર્યો કે ગઇ રાતે શું બનેલું ? તું મહારાજશ્રીને શું કહી રહી હતી ? મેં વૈભવી સાથે શું કર્યું છે ? માં એ કહ્યુ "દીકરા શાંતિથી સાંભળ તે કંઇ જ નથી કર્યું પરંતુ તું અને વૈબવી બીયર લઇને રૂમમાં ગયાં પછી અમે લોકો ટીવી જોતાં હતાં અને થોડાં સમય પછી અંદરથી ચીસો અને રડવાનો મોટે મોટેથી અવાજ આવતો હતો.
વૈભવીએ માં ને બોલતાં અટકાવીને કહ્યું "વૈભવ છોડ એ ખૂબ યાદ ન રાખવા જેવી ભયંકર રાત્રી હતી એમાં પીડા સિવાય કંઇ જ નહોતું પ્લીઝ મારે ફરીથી યાદ નથી કરવું બધું.
વૈભવે કહ્યું વૈભુ તું કેમ ભૂલે છે ? મારાથી શું થયું મારે જાણવું જરૂરી નથી ? શું થયું હતું કંઇ પણ મારાં નશામાં ? મેં શું કર્યું કે તું આટલી ગભરાયેલી છે અને વાત કરવા તૈયાર નથી ?.
વૈભવીએ કહ્યું "વિભુ તું ચાલ મંદિરમાં માં સામે હું ત્યાં તને બધુ જ કહીશ. માં -મંમી તમે અહીં બેસો હું તમારી સામે બધુ નહીં બોલી શકું હું વિભુ ને બધું જ કહેવા માંગુ છું એનાંથી કંઇ જ અજાણ નાં હોવું જોઇએ. એમ કહીને બંન્ને જણાં માં ના મંદીર તરફ ગયાં અને વૈભવ વૈભવીને જતાં જોઇને સદગુણાબ્હેનનાં મોંઢામાંથી ઉદગાર નીકળી ગય. "માં તમારું રક્ષણ કરશે જ.
આ બાજુ વૈભવ વૈભવી મંદિર તરફ ગયાં અને મીનાક્ષીબેન ફોન પર મેસેજનો નોટીફીકેશન સાઉન્ડ બોલ્યો. એમણે તરત જ ફોનનાં મેસેજ વાંચ્યો અને તુરંત જ ફોન લગાડ્યો. એમણે કર્નલ સાથે વાત કરી. એમણે કહ્યું "અમે અહીં મંદિરમાં આવ્યા છીએ પરંતુ મહારાજશ્રીતો હરીદ્વાર જવા રાતનાં નીકળી ગયાં છે અમે થોડીવાર પછી ઘરે જ પહોચીશું.
કર્નલે કહ્યું "અરે તમે લોકો ભણેલા ગણેલા થઇને શું આવી વાત કરો છો ? આત્મા, ભૂત, પ્રેત માય ફુટ.... કઇ સદીમાં જીવો છો ? વૈભવીને કોઇ નુકશાન નથી પહોચ્યું ને ? એનો ફોન સ્વીચ ઓફ આવે છે નથી વૈભવનો લાગતો તમે આવાં સાધુઓ અને ધૂતારાઓથી દૂર રહો અને તાત્કાલિક ઘરે આવી જાવ. વૈભવને કોઇ સારાં ડોક્ટરને બતાવો એનાથી અને વૈભવીથી વધારે લેવાઇ ગયું હશે અને કોઇને કોઇ વાત પર અહમ ટકરાયો હશે અને ઠની ગઇ હશે. હું આવું બધુ માનતો નથી. વેવણને સમજાવ આવાં કશમાં ફસાય નહીં.
આઇ ડોન્ટ બીલીવ ધીશ નોનસેન્સ. મનીષાબહેને કહ્યું તમને કંઇ ખબર છે ? વાતની ગંભીરતા ? કર્નલે વચ્ચેજ અટકાવતા કયું શું હું ક્યારનો જખ મારું છું ? મને બધી સમજ છે હું ત્યાં આવવા નીકળું છું બે દિવસની લીવ મૂકીને આવું છું મારે અહીં ખૂબ જ કામ છે બોર્ડર પર ગરમા ગરમી છે રાજકારનીઓએ અને બોર્ડર પર વધારે સળગાવ્યું છે પણ મારી દીકરીનું જોવાનું મારી ફરજ છે બે દિવસ માટે હું આવું છું અત્યારે જે ફલાઇટ મળે એણાં આવી જઇશ હું રૂબરૂ જ વાત કરીશ. આમ તમને પણ કે મને નહીં સમજાય.
મનીષાબહેને કહ્યુ "હાં પ્લીઝ તમે આવી જાવ મને તો કંઇ સમજ નથી પડતી આપણી એકની એક દીકરીનાં જીવનનો પ્રશ્ન છે મારાથી તો સહેવાતું નથી. એમ કહીને ફોન મૂકર્યો.
સદગુણાબ્હેન સાંભળી રહેલાં એમણે ક્યું "શું વેવાઇ આવી રહ્યાં છે ? અને તમારી દીકરીતો છે જ હવે મારી દીકરી છે મને એની એટલી જ ચિંતા છે તમે એવું ના દાખવશો મારો વૈભવ છે એ પહ્લાં વૈભવી જ છે. એમ કહીને એમની આંખમાં આસું આવી ગયાં એણને સમજ ના પડી કે આ સમયે હું શું કહું ?
મિનાક્ષીબ્હેન કહે મારો કહેવાનો આશય બંન્ને છોકરાઓ માટે છે. હવે તો એવું નથી કે હું ફક્ત વૈભવીનું વિચારું તમે ખોટું ના લગાડશો પણ એનાં પાપા આવી ધાર્મિક વિધી વિધાનમાં નથી માનતાં તેઓની સલાહ બંન્ને જણને ડોકટરને બતાવવાની છે કંઇ નહીં તો આજે જ ફલાઇટ મળે તેમાં આવી જવાનાં છે તેઓ આવે પછી રૂબરૂમાં વાત કરી લઇશું.
***************
વૈભવ-વૈભવી બંન્ને મંદિરનાં ગર્ભગૃહનની બહાર માંબાબાની મૂર્તિ સામે બેઠાં હતાં. ફરી ફરી નમસ્કાર કરીને પછી વૈભવીએ વૈભવનો હાથ હાથમાં લઇને કહ્યું "વિભુ હું તને બધીજ અક્ષરક્ષઃ બધીજ વાત કરું છું એક શબ્દ તારાં જાણ્યાં વિનાનો નહીં જ હોય. તુંજ મારું સર્વસ્વ છે અને તને જ સમર્પિત છું.
પ્રકરણ-14 સમાપ્ત પ્રેમવાસના એક બદલો અધૂરી તૃપ્તિનો