adhuru premprkaran - 8 in Gujarati Fiction Stories by PARESH MAKWANA books and stories PDF | અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ

એના મોઢે રામપુર શબ્દ સાંભળતા જ મને એ ઘટના યાદ આવી ગઈ..આજ થી બે વર્ષ પહેલા મેં નવી આર્મી જોઈન કરી હતી.. જીપ લઈને હું મારા ગામ જઇ રહ્યો હતો.. ને ત્યાં જ રસ્તો ભટકી ગયો ને રામપુર આવી પોહચ્યો..ડીઝલ પણ પતી ગયું ને મારે એ રાત રામપુરમાં જ રોકાવું પડ્યું. ત્યાં ના એક મંદિરના ઓટલે બેઠો હતો. ત્યાં મને કોઈની ચીસ સંભળાઈ.. હું અવાજ ની દિશા તરફ દોડ્યો.. અચાનક સામે થી દોડતી ગભરાયેલી યુવતી મારી સાથે ટકરાઈ.. એની પાછળ બંદૂકો લઈને કેટલાક માણસો પડ્યા હતા.. એ યુવતી મારી મદદ માંગવા લાગી - પ્લીઝ મને બચાવી લો આ લોકો મને મારી નાખશે..
ચિંતા ના કર હું છું ને અહીંયા..
એ માણસોમાં થી એકે મારી સામે બંદૂક ટાંકી - જ્યાં થી આવ્યો છે ત્યાં જ ચાલ્યો જજે ઓફિસર..આ અમારો શિકાર છે..
ધમકી અને એ પણ અમનસિંહ રાઠોરને ધીસ ઇસ નોટ ફેર..
એક જ જાટકે એના હાથમાં થી બંદૂક ખેંચી..એક પછી એક ને ધૂળ ચાટતા કરી દીધા..ઉભા થઈ એક પછી એક..- તું જે કોઈ પણ હોય જોઈ લેશું તને..
એ અજાણી યુવતીને પૂછ્યું- કોણ હતા આ લોકો અને તારી પાછળ કેમ પડ્યા હતા.. એણે આખા ગામની કુંડળી મારી સામે રાખી દીધી..
એ સરપંચશા ના માણસો હતા.. સરપંચ જોરાવરસિંહ ઠાકુરનો આ ગામમાં પાંચ વર્ષ થી ખૂબ જ આતંક છે.. એમના માણસો અમારા ઘર લૂંટે છે.. ખુલે આમ ગમે તેની હત્યા કરે છે..રોજ રાતે ગામની એક છોકરીની આબરૂ લૂંટાય છે..અને સવાર થતા જ એને મારીને ક્યાંક ફેંકી દેવામાં આવે છે..આજે તમે દેવતા બની ના આવ્યા હોત તો હું પણ.. આગળનું વાક્ય એના ગળામાં રૂંધાઇ ગયું.. અને એ રડવા લાગી..મેં એને આશ્વાસન આપ્યું એના આંસુ લૂછયા - તું ચિંતા ના કર બહેન..તારો આ ભાઈ આ ગામની કુંડળી સુધારી જ નાખશે..

આ સમાચાર સરપંચને મળ્યા કે મેં એના માણસોને માર્યા છે.. એણે સવારે જ પંચાયતને ઓટલે ગામ ભેગું કર્યું..- ગામવવાળાઓ કોણ હતો એ જેણે મારા માણસો પર હાથ ઉપડ્યો.. નામ બતાવો એ ઓફિસરનું.. આજે તો એ મર્યો જ સમજો.. તરત જ હું ભીડ ને ચીરતો અંદર આવ્યો.. અને સરપંચ નો કોલર પકડી બે ચડાવી દીધી અવળા હાથની..
હૈ..ઓફિસર તે મારા પર હાથ ઉપાડ્યો.. તું ઓળખતો નથી કે હું કોણ છું..
તું નથી ઓળખતો કે હું કોણ છું... જા પૂછ તારા માણસોને કે હું કોણ છું.. ડરી લીધું બધાએ.. જેટલું તે ડરાવ્યું એટલું લોકોએ ડરી લીધું પણ હવે ડરવાનો વારો તારો છે.આજે આ લોકો એક એક સ્ત્રીની ચીખનો હિસાબ લે છે તારી પાસે થી..
સરપંચ ડરનો માર્યો.. ભાગ્યો... ત્યાં જ લોકોએ એને પકડી પડ્યો.. આજ સુધીનો તમામ રોષ ઉતારી લોકો એના પર તૂટી પડ્યા.. આજે એ તમામ સ્ત્રીઓ ની આત્માને શાંતિ મળી.. જે સરપંચ હેવાનીયત ની શિકાર બની હતી.

હું રામપુર ગામની યાદોમાં થી વર્તમાનમાં ફર્યો..
તમારી દુશ્મની મારી સાથે છે.. હું તમારી સાથે ચાલવા તૈયાર છું પણ મારી એક શરત છે.. આ સ્ત્રી અને એની દીકરીને સહીસલામત આગળના સ્ટેશન પર ઉતારી દો..
ગુંડાનો સરદાર મારી વાત સાથે સહમત થયો..આગળનું સ્ટેશન આવ્યું મેં જાતે જઈને એ માં દીકરીને ઉતારી દીધા..એ પછી જેવી ટ્રેન ચાલુ થઈ મેં મારી મારધાડ શરૂ કરી દીધી..ધીરે ધીરે બધાને બરોબરનો મેથી પાક ચખાડી હું મારી જગ્યા પર બેસવા જતો હતો ત્યાં કોઈએ પાછળ થી મારા માથામાં વાર કર્યો અને હું બેહોશ થઈ ગયો.

એ પછી મને શહેર થી દૂર એક મોટા શેડમાં સાંકળ થી બાંધી રાખવામાં આવ્યો. મને ભાનમાં લાવવા કોઈએ મારા શરીર પર ગરમા ગરમ તેલ રેડયું.. હું ચિલ્લાઈ ઉઠ્યો.. ત્યાં જ કોઈનો અટહાસ્ય સાંભળાણું - હા..હા. હહ.. અમનસિંહ રાઠોર.. મારા વાળ પકડી એણે મારી આંખોમાં જોયું.. હું હસ્યો - ઠાકુર પાછળ થી વાર કરી પોતાની જાતને મર્દ સમજે છે.. હિંમત છે તો મારા હાથ ખોલ એકવાર.. એ ગુસ્સામાં ચિલ્લાઈ ઉઠ્યો તારે લીધે મારી સતા.., મારો પાવર મારી તાકાત.. મારુ અભિમાન બધું જ ધૂળમાં મળી ગયું.. બહુ જ શોખ છે ને તને બધાને બચાવવાના હવે હું પણ જોવ છું કે તને કોણ બચાવવા આવે છે. હું ફરી હસ્યો. - ઠાકુર તારા જેવા માણસો મારો વાળ પણ વાંકો ના કરી શકે. ઠાકુર ગુસ્સામાં લાલપીળો થઈ ગયો - મારો સાલા ને.. પણ યાદ રાખજો મરવો ના જોઈ.. એ પછી તો ચાર પાંચ લોકો લોખંડના પાઇપ વડે શરીર પર પ્રહાર કરવા લાગ્યા..અને હું મારી જાનવીની યાદોમાં ખોવાઈ ગયો.. એ લોકો મારતા મારતા થાકી ગયા પણ હું માર ખાતા ના થાક્યો.. એ પછી તો રોજ ઠાકુર સામે ખુરશી નાખી મને માર ખાતા જોઈ ખુશ થતો.. કહેતો - તને જીવવા પણ નહીં દવ.. અને ચેન થી મરવા પણ નહીં દવ..તને આમ જ રોજ તડપાવીશ.. મેં એની કેદમાં થી છૂટવાના બે ચાર પ્રયત્નો કર્યા પણ એમાં હું સફળ ના થયો.
આખરે ત્રણ મહિના પછી મારો એક ફોજીમિત્ર જતીન ને ખબર મળી કે હું જીવતો છું તો એ એની ટિમ લઈ મને બચાવવા આવી ગયો..સરપંચ અને એના માણસોને ખતમ કરી એ મને દિલ્હી લઈ આવ્યો..એક જ મહિનામાં હું પહેલા જેવો જ સ્વસ્થ થઈ ગયો.. એટલે મેં રાજકોટ મારી જાનવી પાસે મારા પરિવાર પાસે જવાનું વિચાર્યું.. પણ જતીને મને રોક્યો - અમન તું રાજકોટ ના જઈશ એમાં જ સારું છે.
પણ કેમ જતીન.. યાર ચારે ક મહિનાથી હું મારી જાનવી થી મારા પરિવાર થી દૂર છું.. મારે રાજકોટ જવું જ પડશે.. નહિતર મારા વિના મારી જાનવી મરી જશે..
અમન તારા પરિવાર માટે તારી જાનવી માટે તું ક્યારનો મરી ચુક્યો છે.. હમણાં બે મહિના પહેલા જ જાનવી ના બીજા લગ્ન થયા છે. અને હવે તું ત્યાં જઈશ તો... એણે મને બધી જ વાત વિસ્તાર થી જણાવી.
થોડા મહિના પહેલા એક ટ્રેન અકસ્માતમાં અમને તારી લાશ મળેલી. એની. એની સાથે તારું બેગ તારી આઇડેન્ટિ પણ હતી.. તું જે દિવસે ઘરે જવાનો હતો એ જ દિવસે તારી લાશ ઘરમાં પોહચી. અને થોડા મહિનામાં જ જાનવીના પણ બીજા લગ્ન થઈ ગયા.. તારા પરિવારની જેમ અમે લોકો પણ તને મરી ચુકેલો જ માનતા હતા. પણ પાછળ મને ખબર મળી કે ટ્રેનમાં જે વ્યક્તિની લાશ મળી એ તું નહીં પણ રાજેશ હતો.
મેં પણ વિચારી લીધું કે હું રાજકોટ નહીં જાવ..અને જાનવીને ક્યારેય નહીં મળું.. એ પછી મેં ફરી મારી આર્મી જોઈન કરી લીધી એ જ તો મારી જિંદગી હતી..અને પંદર વર્ષ સુધી દેશ માટે લડી..પંદર વર્ષ પછી રીટાયર થયો..
આટલા વર્ષ પછી ફરી સાહિત્યની શેરમાં અહીં દિલ્હીની જ એક સાહિત્ય પરિષદમાં અવાર નવાર જવા લાગ્યો.. અને આજે મેં અહીંયા જાનવી ને જોઈ.. થયું કે આટલા વર્ષ પછી એને એકવાર મળી લવ પણ એ અજાણ્યાની જેમ જ બાજુ માં થી જ પસાર થઈ જતી રહી.. અને એને દૂર દરવાજે થી ઓઝલ થતા જોઈ આંખ સામે ભૂતકાળની આખી રીલ ફરી વળી..
સમાપ્ત
તો ફ્રેન્ડ્સ, તમને મારી આ નવલકથા કેવી લાગી મને તમારા પ્રતિભાવમાં જરૂર જણાવશો..
આ સિવાય મારી અન્ય નવલકથાઓ તમે ટૂંક સમયમાં જ માતૃભારતી પર વાંચી શકશો..
મો.૭૩૮૩૧૫૫૯૩૬