"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"
- - - - - - - - - - -
?હોબ્સ એન્ડ શૉ, કહાની સે ભી બડે ચહેરે હૈ...!!?
હોલીવુડની ફિલ્મી સિરિઝો લોકો બહુ પસંદ કરતાં હોય છે. હમણાં જ એવેન્જર્સ: ઍન્ડગેમ રિલીઝ થયું અને લોકોએ એવેન્જર્સને થેંક્યું કહ્યું. પરંતુ આ કોઈ સીરીઝનો પાર્ટ નથી. લાગે એવું કે ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસનો ભાગ હશે પણ એવું છે નહિ. એ સીરીઝનો આગળનો ભાગ 2020માં રિલીઝ થવાનો છે.
હોબ્સ એન્ડ શૉ, દર્શકોને ખબર જ હશે કે આ બન્ને હોબ્સ અને શૉ એકબીજાના "પ્રસંશક" એટલે ક્યારેય સાથે કામ કરે નહિ. જાની દુશ્મન. પરંતુ આ ફિલ્મમાં સાથીદાર બન્યા, સાથે મળી વિલનનો સફાયો કરવા બન્ને મરી પડે છે.
ડાયરેકટર ડેવિડ લિચ. એમના ફિલ્મો ધૂમ મચાવે છે. જો એમના જ અન્યો ફિલ્મો સાથે હોબ્સ એન્ડ શૉ ને સરખાવીએ તો, મીઠાશ થોડી કડવી લાગે. સ્ટોરી થોડી સામાન્ય લાગે. પણ ફિલ્મ સાવ ફેંકી દેવા જેવું તો નથી જ. હોલીવુડની સીનેગ્રાફી જોવાનો પણ લ્હાવો હોય.
વાર્તાની શરૂઆત થ્રિલર સીનથી થાય છે. હોબ્સ અને શૉ બન્ને વિરોધીઓ હોય છે. MI6ની એજન્ટ બ્રિક્સ્ટન(ઇડરિસ એલબા) નો સામનો કરવા બન્ને સાથે કામ કરવા તૈયાર થાય છે. અને શૉની બેન હૈટી(વેનેસા કિર્બી) પણ એ ટીમમાં જોડાય જાય છે. અને આખું ફિલ્મ એક્શનમાં વીંટાઈ છે.
ફિલ્મમાં એક્શન એટલી છે કે સ્ક્રીનમાંથી બહાર આવી આંખે ચોંટે એવી. અને ક્લાઈમેક્સમાં તો હદ પાર થઈ જાય. મોટર હવામાં ઉડાવે એતો સામાન્ય પણ અહીં તો બધા હવામાં ઉડતા હોય, માણસ હોય કે વાહન... સબ ઉડેગા, સબ કો આકાશ મિલેગા...!!
હવે હોલિવુડમાં પણ સ્ટોરીમાં ઇમોશનલ ટચ વધુ બતાવાય છે. ઍન્ડગેમ એમનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. આ ફિલ્મમાં પણ મમ્મીનો પ્રેમ અને પરિવારનો પ્યાર સારી રીતે દર્શાવાયો છે. રોમેન્ટિક સીન થોડી ખલેલ પહોંચાડે એવા છે, કારણ કે માહોલ ફાઇટિંગનો હોય અને વચ્ચે આવી જાય રોમાન્સ. યે કૈસે હુઆ.. ઇતના જરૂરી કૈસે હુઆ...
હોબ્સ અને શૉની થોડી કોમેડી ફિલ્મને હળવું બનાવે છે. અને વચ્ચે મોબાઈલનો લોક ખોલી કારણવિના પણ મોબાઈલ યુઝ કરવો પડે એવો થોડો કંટાળો પણ ખરો. પણ એક્શનમાં બેકાબુ બનેલી ફિલ્મ જોવા જેવી ખરી.
નવી ટેકનોલોજી અને નવા આઈડિયા હોલીવુડ વાળાની પહેચાન રહી છે. એમનું થીંકીંગ લેવલ આઉટ ઓફ બોક્સ જ હોય છે. વચ્ચે ધ રોકનો કેમિયો પણ છે. અને અભિનયમાં બધા સ્ટાર જ છે. બધા સુપર હીરો જ છે એટલે "કહાની સે ભી કિરદાર બડે..."
હોલીવુડ ફિલ્મો જોવાનો રોમાંચ જ અલગ હોય નહીં!! ગીત ન હોય પણ સ્ટોરી નીરસ ન લાગે, કોઈ એવા ભારી ભરખમ એક્ટિંગના આંસુ ન હોય તો પણ આંખો સ્ક્રીનમાં ચોંટાવી રાખે, એક્શન સીનમાં પોણા ભાગનું ફિલ્મ પૂરું થઈ જાય તો પણ આપણે ધરાયે નહિ, એક આખી કાલ્પનિક દુનિયા જોવાનો ઘૂઘવતો નજારો હોય.. અને આપણે એમાં ભીંજાતા જ જઈએ... એક પછી એક સિરીઝ આવતી રહે અને... આપણે દીવાના થતા જઈએ..
હોબ્સ એન્ડ શૉ ફિલ્મ આમ સામાન્ય, સાધારણ લાગે જો એમની જ હોલીવુડની જ ફિલ્મો સાથે ત્રાજવામાં મૂકીએ તો, બાકી ફિલ્મમાં મસાલો છે જ. અને શફાદાની ખાનદાનીમાં બાદશાહની એક્ટિંગ જોવી એના કરતા તો હોબ્સ એન્ડ શૉ જોવું હિતાવહ છે. શફાદાની ખાનદાની ફિલ્મ તો... ખેર જવા દો... આપણે વાત હોબ્સ એન્ડ શૉની કરતાં હતાં. બાકી વાંચકો સમજદાર જ છે..
જો હોલિવુડના શોખીન હોય અને હોબ્સ અને શૉના ફેન હોય તો એક્શન માણતા આવો. અને જો ઘર બેઠા વરસાદ માણવો હોય તો નેટ પર જોઈ લો.... બાકી ફિલ્મ ફિલ્મ હોય છે, જોવા વાળી આંખો અલગ, વિચારો અલગ, રીવ્યુ અલગ અને ચાહત પણ અલગ જ ને..
- જયદેવ પુરોહિત
????????