medium of all mighty in Gujarati Motivational Stories by anand trivedi books and stories PDF | ઈશ્વર નું માધ્યમ - પ્રભુની કૃપા

Featured Books
Categories
Share

ઈશ્વર નું માધ્યમ - પ્રભુની કૃપા

રાત ના ૧૧ વાગે અચાનક મને એલર્જી ની તકલીફ થઈ ને ઘર પર તેની દવા ના હતી ...નહોતું આ સમયે કોઈ મારા સિવાય બીજું ઘર માં. શ્રીમતીજી મારા બાળક ભણાવવા ને માટે રાજકોટ ..

હા કાર નો ડ્રાઇવર હતો પણ તેને પણ ઘરે મોકલી દીધો હતો અને બહાર શ્રાવણ મહિના ની હળવો વરસાદ પડી રહ્યો હતો . આમ તો હતો હું જનરલ ડોક્ટર દવા ની દુકાન ઘર થી વધુ દૂર નહતી પગપાળા જઇ શકતો હતો પણ વરસાદ ને કારણે મને રિક્ષા લેવા નું ઠીક લાગ્યું .
બાજુ માં શિવ મંદિર બની રહ્યું હતું મે જોયું ત્યાં રિક્ષા પડી છે ને રિક્ષાવાળો ભગવાન નાં દર્શન કરી રહ્યો છે .. મે તેને પૂછ્યું "ચાલશો"?, તો એને હકાર માં મસ્તક હલાવ્યું અમે રિક્ષા માં બેસી ગયા!
રિક્ષાવાળો ઘણો અશક્ત ને બીમાર જણાયો તેની આંખ માં જળજળીયા પણ દેખાયા! મે પૂછ્યુ,
શું થયું ભાઈ! રડો છો શું કામ તબિયત ઠીક નથી લાગી રહી !
એણે જણાવ્યું વરસાદ ને લીધે બે ત્રણ દીવસ થી સવારી નથી મળી રહી અને ભૂખ ને વરસાદ માં પલળીને શરીર પણ દુખે છે.
અત્યારે ભગવાન ને આ માટે જ પ્રાર્થના કરી રહ્યો હતો કે આજે તો મને ભોજન અપાવો ને રિક્ષા ની સવારી અપાવો....


મ મેં કહી પણ બોલ્યા વગર રિક્ષા રોકાવી દવા ની દુકાન પર જતો રહ્યો!
દુકાનવાળા ને દવા નું કહી વિચાર માં પડી ગયો....
ક્યાંક આની મદદ કરવા જ ભગવાને મને નહિ ને મોકલ્યો?




કારણ કે જો મને એલર્જી ની તકલીફ અડધા કલાક પહેલા થઈ હોત તો કદાચ ડ્રાઇવર પાસે દવા મંગાવત,રાત ના બહાર નીકળવા ની મને કોઈ જરૂર પણ ના હતીએને વરસાદ ના હોત તો રિક્ષા ની પણ જરૂર ન હતી ..
હું મનમાં ને મનમાં ભગવાન ને યાદ કરવા લાગ્યો અને પૂછયું ક્યાંક તમારી ઈચ્છા થી જ આની મદદ કરવા મને મોકલ્યો છે? બતાવો મને!. મનમાં જવાબ મળ્યો ..... "હા"... મે ભગવાન નો આભાર માન્યો ને મારી દવા સાથે રિક્ષાવાળા માટે પણ દવા લઈ લીધી..

બાજુ માં જ એક રેસ્ટોરાં માંથી છોલે ભટુરે પણ બંધાવ્યા ને રિક્ષા માં આવી બેઠો!

જે મંદિર પાસે થી રિક્ષા લીધી હતી ત્યાં રિક્ષા લેવડાવી અને રોકવા કહયું!..
એના હાથમાં રિક્ષા ભાડું આપ્યું ને સાથે ગરમ છોલે ભાતુરે નું બોક્સ આપ્યું ને કહ્યુ આ લો છોલે ભતુરે છે ખાઈ લેશોને આ દવા ત્યાર બાદ લઈ લેજો .. અત્યારે ,સવાર સાંજ એક એક વખત .. રિક્ષા વાળા.ની આંખ માં પાણી આવી ગયાં બોલ્યો "મે તો ભગવાન પસેબે રોટી માંગી હતી પણ એ કેવો દયાળું છે એમને તો મને છોલે ભાટુરે અપાવ્યાં!.. જેની કેટલા.મહિના થી ખાવા ની મારી ઈચ્છા થઈ હતી..આજ ભગવાને મારી પ્રાર્થનાં સાંભળી એના દૂત ને આપના સ્વરૂપ માં મોકલી આપ્યા ...
પછી ઘણીવાર સુધી તે બોલતો રહ્યો અને હું સ્તબ્ધ બની તેને સાંભળતો રહ્યો..
ઘરે આવી રેસ્ટોરાં માં ઘણી ચીજો હતી શા માટે મને છોલે ભાટૂરે લેવા ની જ ઈચ્છા થઈ બીજું પણ લઈ શક્યો હોત!





શું સાચે જ ભગવાને માને રાતે તેના ભક્ત ની મદદ કરવા જ મોકલ્યો હશે?

એ રાતે મને ખૂબ સરસ ઊંઘ આવી ....
જ્યારે આપણે કોઈ ની મદદ સાચા સમયે કરીએ છીએ તેનો અર્થ એ છે કે ત્યારે તેમની પ્રાર્થનાં ભગવાને સાંભળી લીધી છે નેતમને તેમના પ્રતિનિધિ તરીકે જ મોકલ્યા છે ......


હવે તમારે શું કરવું જોઈએ એ તમારે જ વિચારવું રહ્યું !!!.. તમે બદલો તમારી આસપાસ ની દુનિયા બદલી જશે.... આપ નો જ "આનંદ"