Eye liner - 1 in Gujarati Classic Stories by vinay mistry books and stories PDF | આઈ લાઇનર - 1

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

આઈ લાઇનર - 1

part -1

જોબથી ઘરે આવેને બેઠો અચાનક ફોન આવ્યો આજે ખૂબ લેટ થઈ ગયું હતું , ફોન ઉપાડવાની ઇચ્છાના થઇ નંબર પણ અજાણ હતો, ફોન ટેબલ પર મૂકીને હું ફ્રેશ થવા ગયો , અને ચેન્જ કરીને સોફા પર બેસી ટીવી ચાલુ કર્યો થોડી હાશની અનુભૂતિ થઈ આખો દિવસ ક્યાં ગયો , એનો ખ્યાલ આજે નહિ પણ ક્યારે પણ નથી રેહતો આ બધા વિચારો ચાલી રહ્યા હતાને ફૉનમા પાછી રીંગ વાગી હવે થયું કે જોઈ લેવું જોઈએ , અને મૈં ઊભા થઈને કોલ રીસિવ કર્યો .
હા અમિત એટલે હું પોતે....

અમિત - હેલો કોણ
- તમે કહ્યું તું ને હું ત્યાં આવે ગઈ છું નેહા થોડા સમય પહેલા વાત થઈ હતીને મારે રેન્ટ ઉપર ઘર જોવાનું હતું ! હેલો.... હેલો... નવીન ભાઈ હેલ્લો...
અમિત- માફ કરજો પણ હું નવીન ભાઈ નથી
નેહા - ઓહ શોરી મારા ખ્યાલથી એક આંકડો ખોટો લાગે ગયો હસે માફ કરજો તમને તકલીફ આપી હોય તો.. બાઈ
અમિત - એટ્સ ઓકે ...

એના અવાજ ફોન મુક્યા પછી પણ મારા કાનની આસપાસ ફરકી રહ્યો હોય એમ લાગ્યું અને ટીવી મા ચાલતા સોંગ એ મને સ્મિથ કરવા મજબૂર કર્યો , " ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના કભી અલવિદા ના કહેના ... કભી અલવિદા ના કહેના ઓ...... બસ હું પણ આ ગીત ગાતો મારા સોફા મા પડ્યો અને ટીવીનો વોલ્યુમ થોડો વધારી દેધો .... મન પાછું વંટોળે ચડ્યું યાદ આવે ગયું કે હું ને મારા પપ્પા પણ ઓલ્ડ સોંગ આવતાજ ટીવીનો વોલ્યુમ વધારી દેતા.. એક ક્ષણમા મારું ઘર યાદ આવે ગયું, પણ જોબ ના કારણે અમદાવાદ શહેર મા આવી ગયો , એકલા રેહવું પણ આપણને એક અલગ રિતી જીવન જીવતા શીખવાડી દેય છે , આ બધા વિચારો સાથે આંખ ક્યારે મીંચાઈ ગઈ તે ખ્યાલ ના રહ્યો..

સવાર ખૂબ જલ્દીથી થઇ જવાનો એહસાસ જાણે રોજની વાત હોય, ઉઠીને મારો નાસતો જલદીથી બનાવી એ પાછા આપડા રૂટિન પર એટલે કે મારી જોબ ગાંધીનગર કરતા અહ્યા ટ્રાફિક સોં ઘણો વધુ પણ મારી આદત સિગનલ પર અટક્યા એટલે જે કાર મા સોંગ વાગતા હોય તેને નજીક મારી બાઈક રોકે દેતો આ રોજનું હતું, અને એજ રતે એક કાર પાસે આવીને બાઈક રોકી દીધી સોંગ પણ સારું ચાલી રહ્યો હતો .જબ વી મેટ મૂવી " તુમ સે હૈ રાસ્તે મીલ જાતે હૈ... સિગ્નલ મા હજી 34 સેકંડ બાકી હતી અને રેડિયનો અવાજ એકદમથી બંધ થઈ ગયો અને એક છોકરીનો અવાજ આવ્યો , હેલો હા નવીન ભાઈ ...!

હું વિચાર કરું એ પેહલા રાતે આવેલા કોલમા જે છોકરીનો અવાજ હતો શું આ ! અને આ નવીન ભાઈ ! બીજી સેકેડ જ એને જોવાની ઇચ્છા થઇ હું મારું બાઈક ચાલુ કરું એ પેહલા સિગ્નલ ની લાઈટ રેડ માથી ગ્રીન થઈ ગઈ, અને પાછળ થી લગભગ બધાજ લોકો જાણે એક સાથે હોન મારવા લાગ્યા , આવેલા બધા વિચારો વાહનના નીકળેલા ધુમાડાની જેમ ધીમી ગતી એ મારા મન થી દુર થવા લાગ્યાં ને હું ઓફિસ તરફ જવા નીડક્યો , આખરે ઓફિસ તો આવે ગયો પણ ક્યાંક મારું મન પેલી કાર વાળી છોકરી મા અટવાયું હતું , શું એ નેહા હસે ,? કદાચ એ ના પણ હોય , અરે પણ અવાજ તો સેમ લાગતો હતો કાર કઈ હતી,! અરે એ જોવાનું તો રહી ગયું , શું હવે પછી મળશે કે , લગભગ ઓફિસ મા બધા વિચારો સાથે શાંજ પડી ગઈ , પણ મન મા હજી સવાર નું સોંગ ફરતું હતું , તુમ સે હૈ... બસ આજ સોંગ ને મન મા ગાતો મારા ઘર તરફ જવા નીકળ્યો , વાતાવરણ મા અચાનકથી સરો એવો બદલાવ આવે રહ્યો હતો , કૉફી યાદ આવી ગઈ અને કૉફીના નામથી જ મારી બાઈકની સ્પીડ વધી ગઈને હું આવે ગયો મારે ફેવરિટ જગ્યા ઉપર " કેફે આઇકોનિક " ખરેખર અહ્યા જેટલી શાંતિ મને ક્યાંક પણ નથી મળતી હા અને મારી ફેવરીટ જગ્યા પણ ખાલી જ હોય છે.. કદાચ મારા જીવનની જેમ હા ક્યારેક એકલતા અનુભવાય જાય છે , પણ આ જગ્યા ખૂબ શાંતિ આપે છે, અને મારી ફેવરીટ કૉફી .. હા કૉફ્રી મા સુગર ખૂબ ઓછી અને સ્ટ્રોંગ હોય છે. એ પીને જાણે જીવ મા જીવ આવે જાય , અને કૉફ્રી આવે ગયે , .

હેલો આ મારી કૉફી હોય લાગતું નથી( કારણ કે મને તેને સુગંધ થી જ ખ્યાલ આવે જતો , અમાં સુગર થોડી વધુ હતી )
એ ભાઈ પાછી લઈ ગયા અને કહ્યું હા સોરી આ તમારી નથી પેલા બેન ની છે , મૈં કહ્યો ઓકે કોને છે , એ જાવની ઇચ્છા ના થઈ હું મારા ખૂબ સારા મૂળ મા હતો , મારે બસ મારા મા રેહવું તું , એટલા મા પાછળ થી એક છોકરીનો અવાજ આવ્યો , હેલો આને થોડી સ્ટ્રોંગ કરી દેશો આઇ મિન થોડી કૉફી નાખીને આપસો , એ રેસ્ટોરન્ટ મા ચાલતા ટીવીનો અવાજ જાણી આપ મેળે ધીમો થઈ ગયો હોય એમ લાગ્યોને પાછળ થી આવેલા અવાજ મા મારું મન પરોવાઈ રહ્યું હતું, બીજા કઈ વિચાર આવે એ પેહલા મૈં પાછળ વળી ને જોઈ લીધો , બધુજ જાણી શાંત થઈ ગયું એ ટીવીનો અવાજ બીજા લોકોનો અવાજ બધું જાણે એકદમ થી દુર થઇ ગયું ને, મેં એને જોઈ ..

' પવન ના લીધી તેના વાળ હવા મા હળવી થી જાણે એનો ચેહરો છૂપાવી રહ્યા હતા , અને બસ હું એ પવન ને રોકવા માંગતો હતો આંખો જાણી ઝાકળ ની જેમ ચમકી રહી હતી બોલતા સમય તેના હોઠ એકબીજાને સ્પર્શી જે રીતે એકબીજા થી જુદા થઈ રહ્યા હતા અને તેમા તેનો મધુર અવાજ એ હોઠો ને વધુ સુંદર બનાવી રહ્યો હતો,

સર ... સર તમારી કૉફી.. અરે હા આભાર ... કેહતા જ તેનાંથી મોઢું ફેરવી લીધું મારા શ્વાસ લેવાના અવાજ પણ મને આવવા લાગ્યો ખબર નહિ પણ હજી એક વાર પાછળ વળી ને તેને જોવા નું મન થઇ રહ્યું હતું, અને એક વિચાર જે ખૂબ જોર થી મારા મન ના દરવાજા પર નૌક કરે રહ્યો હતો એ .. કે શું આજ નેહા ! અવાજ તો લગભગ એવુજ છે ને પણ ફોનમા ને રીયલ મા ફર્ક તો ? અને એટલા મા વરસાદ શરૂ થઈ ગયો. અને એક ઊંડા શ્વાસ સાથે માટીની સુગંધ જાણે આ શાંજ મા એક નવો જીવ ઉમેરી રહી હોય તેમ લાગતું હતું , થોડા સમય પછી એક અવાજ આવ્યો , હા એ એનોજ હતો સ્યોર નહતો પણ મન થી એમ થઈ ગયો હતો , આ નેહા જ છે, અને હલકા સ્મિથ સાથે મેં કૉફીની મજા માણી રહ્યો હતો , ધીમા વરસાદ સાથે આવતો ઠંડો પવન ખૂબ આનંદ આપી રહ્યો હતો, ને અચાનક ક્યાંક કઈ પડ્યો એમ અવાજ આવ્યો હા પાછળથી અવાજ આવ્યો અને મને પાછળ વળીને જોવાનું બહાનું મળી ગયું , હલકા સ્મિથ સાથે પાછળ વળીને જોયુ , નેહા નું પર્શ નીચે પડી ગયો હતો , થોડી ઘણી વસ્તુ વિખેરાઈ ગઈ હતી ને નેહા આ બધું જલ્દી થી સમેટીને પર્શ મા મુકી તેને જગ્યા પર મૂકી દીધું , એ મને જોવે એ પેહલા હું ફરી ગયો , અને ફરતાજ કઈંક મારા પગ મા આવ્યું એવો અભાશ થયો , નીચી હળવી થી જોયો તો 'આઈ લાઇનર ' હતી , હાથ માંથી કોફી નો કપ નીચે મૂક્યો, હવે શું આ હું લઈને તેને આપુ કે નહિ ! એક ઊંડો શ્વાસ લઈને નીચા નમી મૈં તે ઉઠાવી તો લીધે , હા શ્વાસ લેતા જ એક સુગંધ આવી ને મારા આંખ ના પલકારા મા હુ પાછળ વળ્યો , અને અરે ત્યાં કોઈ હતું જ નહિ પવન ખૂબ વધી ગયો હતો , મિંચાતી આંખો મા પણ મેં બહાર જોવાનો પ્રયાસ કર્યો , નેહા તેને કાર તરફ જઈ રહી હતીને મેં પાછું તેને આઇ લાઇનર તરફ જોયું , હાથ માંથી ટેબલ પર મૂકવાની ઇચ્છાના થઈ , થોડા સમય પછી એ ધીમો વરસાદ બંધ થઈ ગયોને હું , મારા ઘર તરફ જવા નીકળ્યો ,

ઘરે આવીને તરત મારા ખીશા મા હાથ ગયો , હા આઈ લાઇનર મા મન રહે ગયું હતું તેને સાંભળીને મારા રૂમના અરીસા સામે મૂકી અને ટીવી ચાલુ કર્યો , પણ વરસાદ ના લીધે સિંગલ નહતું આવી રહ્યું , એટલે રેડિયો ઓન કર્યો અને સોંગ ચાલતું હતું. મારો ફેવરીટ સિંગર આતિફ અસ્લમ નું દુરી સહી જાઈના.... અને બસ રાત પડી ગઇ જમીને મારા બેડ પર આડો પડ્યો અને સાંજ નું દ્રશ્ય મારી સામે આવી ગયું જ્યારે મૈ નેહાને પહલી વાર જોઈ હતી , મન મા સવાલ થયો કદાચ આ છેલ્લી વાર લખ્યું હસી મળવાનું પણ હું મોડો પડ્યો ! હવે ક્યારેને કેમના મળવા નું થશે , હજી તો વાત પણ નથી કરી શું વાત પણ થશે કે નહીં ! એટલા મા ફોન મા મેસેજ નો અવાજ આવ્યો હા મેઈલ આવ્યો હતો મારી ઓફીસ થી , એ વાંચ્યા પછી મારા રૂમના પંખા અવાજ પણ મને ખૂબ સારી રીતે આવવા લાગ્યો બધું સુંન થઈ ગયું એમ લાગ્યું , 3 મહિના માટે મારે મુંબઈ જવાનો ઓડર હતો, ઊંગ આવલી ઉડી ગઈ , હું પેહલાથીજ ઘર છોડી અહમદાબાદ આવ્યો હતો, ને હવે મુંબઈ ! બાઈકની ચાવે લઈને મારે ફેવરિટ જગ્યા ઉપર આવે ગયો , અને જલ્દી થી ઓડાર કર્યો કૉફી ... બસ હાલતો આજ છે મારી સાથે ઘરે કોલ કરી કઈ વાત પણ કરી સકું એમ પણ નહતું લાગતું લગભગ રાતના 2 વાગે ગયા છતાંય એમ થયું કે આ જગ્યા વગર અને આ કોફી વગર 3 મહિના જેમના નીકળશે મોઢા માંથી એક શબ્દ નીકળી નહતો રહ્યો , અને મન મા હજારો વાતો આમથી તેમ ભાગી રહે હતી , લગભગ 6 કૉફી પી ગયો હોઈશ છતાંય આજે મારું મન નહતું ભરાય રહ્યું , આ જગ્યાને મન ભરી મારી અંદર ભરી લેવાનું મન થઇ રહ્યું હતું , શ્વાસ વધુને વધુ ધીમો પડતો ગયોને મારી આંખ પણ ભારે થવા લાગે હતી , એ આવનારા આંસુ ભાર હતો પણ હું એ બહાર લાવવા નહતો માંગતો કારણ કોઈ લૂછવા વડું નહતું અને મારા ટીશર્ટની બાઈ વળી આંખ સાફ કરવા જતાં પાછળ નું ટેબલ યાદ આવી ગયું , હા અહ્યાજ તો નેહા બેસી હતી , હજી મળ્યો પણ નહતો પણ તેના માટે ખૂબ તિવ્ર લાગણી હોય એમ લાગ્યું કારણ એ એક વિચારથી મારી આંખો મા આવલા આંસુઓ નો ભાર પળ ભર મા દૂર થઈ ગયો હતો, અને મારા ચેહરા પર એક હળવું સ્મિત આવવાની કોશિશ કરી રહ્યો હતો...