The Accident - 8 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 8

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 8










પ્રિષાના મગજમાં એ સવાલ ઘર કરી જાય છે કે એ મેડિસીન્સ શેની છે. એને ધ્રુવની ચિંતા થાય છે કે એને કંઈ થયું તો નહિ હોય ને કે પછી એ ડ્રગ્સ લેતો હશે.

સાંજે ધ્રુવ પ્રિષા ને મૉલ માં શોપિંગ કરવા માટે લઈ જાય છે. પણ ત્યાં પણ એનું મન નથી લાગતું. એના મગજ માં બસ એ જ ચાલતું હોય છે કે મેડીસીન્સ શેની છે.

આમ જ એક વિક પસાર થઈ જાય છે. પ્રિષા ધ્રુવને પૂછવા માંગતી હોય છે પણ એ પૂછી નથી શકતી.

એક રાત્રે ધ્રુવ પ્રિષા ને ડીનર માટે બહાર લઈ જાય છે.

" બોલ પ્રિષા , શું લઈશ ? "

" ધ્રુવ ... તને ખબર છે મારો આન્સર શું હશે .. "

" હા.. તારે જે ઓર્ડર કરવું હોય એ કરી શકે છે... મને કંઈ જ ખબર નથી પડતી.."

" યસ... તો પૂછે છે કેમ ? "

" જસ્ટ એમ જ .. પછી તને એમ ના થાય કે મેં તને પૂછયું નહિ.. "

" આપણા વચ્ચે આવી ફોર્મલિટી ની જરૂર કયારથી પડવા લાગી ? "

" હવે તું ચાલુ ના કર હો ... હાથ જોડું તારા ... "

" ??.. "

" હા હવે ડાહી ... "

પ્રિષા હવે વિચારે છે કે અત્યારે જ તક છે , ધ્રુવને મેડિસીન્સ વિશે પૂછવાની. તે હિંમત કરીને ટ્રાય કરે છે.

" ધ્રુવ... "

" શું ..? "

" કંઈ નહિ ... "

" બોલ .. "

" અરે કંઈ નહિ ... "

" કહ્યું ને એકવાર બોલ તો બોલ "

" હા.. ઓકે... ફાઇન... મારે તને કંઇક પૂછવું છે ? "

" હા તો પૂછ ને એમાં શું ? "

" હા.. મારે પૂછવું હતું કે... તું ... "

પ્રિષા આગળ હજી કંઈ બોલે તે પહેલાં જ ધ્રુવ ના ફોન રીંગ થાય છે.

" પ્રિશું ...જસ્ટ 1 મિનિટ ... એક કોલ છે ... હું વાત કરી લઉં .. "

" હા ઓકે .. "

થોડી વાર રહીને ધ્રુવ પાછો આવે છે .

" હા બોલ ડિયર.. શું કહેતી હતી તું ? "

" અરે કંઈ નહિ જસ્ટ એમ પૂછતી હતી કે અત્યારે આપણે વોક પર જઈ શકીએ ? "

" અરે એમાં આટલું બધું શું વિચારવાનું ... તારે તો જસ્ટ ઓર્ડર જ કરવાનો ... "

" ? .. "

ધ્રુવ અને પ્રિષા વોક પર જાય છે. ચાલતાં ચાલતાં બંને ના હાથ એકબીજા સાથે ટકરાય છે. બંને એકબીજા સામે જોઇને સ્માઈલ કરે છે.

ત્યાં જ અચાનક સ્નો ફોલ ચાલુ થઇ ગયો. પ્રિષા તો એકદમ ખુશ થઈ ગઈ. તે એના બંને હાથ ખુલ્લા કરી આનંદ ઉઠાવા લાગી અને નાના છોકરાઓની જેમ મસ્તી કરવા લાગી. ધ્રુવ તો એને જોઈ જ રહ્યો. અચાનક એને કંઇક યાદ આવ્યું હોય એમ એણે તરત જ પોતાના ફોનથી પ્રિષા ના ફોટોઝ ક્લિક કરવા લાગ્યો. ધ્રુવ ને આજે એક અલગ જ પ્રિષા ના દર્શન થઈ રહ્યા હતા.

પ્રિષાનો માસૂમિયત ભરેલો ચહેરો, એની શરારતો , એનું મનમોહક સ્મિત કોઈને પણ લુભાવા માટે કાફી હતું તો પછી ધ્રુવ નું તો કહેવું જ શું ... એ બસ મન ભરીને પ્રિષાને જોઈ રહ્યો હતો.

ત્યાં જ ધ્રુવ ને ભાન થયું કે એમને બહુ જ લેટ થઈ ગયું છે. એણે પ્રિષાને નીકળવા માટે કહ્યું પણ પ્રિષાને તો મજા આવી રહી હતી. એ ના પાડી રહી હતી. છેલ્લે ધ્રુવ એ એનું લાસ્ટ વેપન યુઝ કરતાં કહ્યું , " હવે તો તને ઉપાડીને જ લઈ જવી પડશે ... "

પણ જેવો ધ્રુવ પ્રિષાને ઊઠાવા ગયો ત્યાં જ પ્રિષા ફટાફટ એની આગળ ચાલવા લાગી. ધ્રુવ ને મનોમન જ થયું, હવે આવ્યા મેડમ લાઈન પર.

બંને ઘરે પહોંચે છે. બંને પોતાના રૂમ પર જાય છે. ધ્રુવ પ્રિષાના ફોટોઝ જોઈ રહ્યો હોય છે જ્યારે પ્રિષા ને તો ફરી એ જ સવાલ હેરાન કરવા લાગ્યો.

થોડા દિવસ એમ જ વીતી જાય છે. એક રાત્રે પ્રિષા ધ્રુવ ના રૂમ માં જતી હોય છે તેને બોલાવા પણ એ જેવી દરવાજો નોક કરે છે ત્યાં જ એને ધ્રુવ નો અવાજ સંભળાય છે , એ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો હોય છે એટલે પ્રિષા ત્યાં જ અટકી જાય છે.

ધ્રુવ કહે છે કે ,

" ડોક્ટર, મેં પ્રિષાને બ્લડ ના આપ્યું એ વાત પ્રીષા ને કહેવી છે પણ નથી કહી શકતો. "

પ્રિષા બસ આટલું સાંભળે છે અને એને બહુ મોટો આઘાત લાગે છે. એ તરત જ પોતાના રૂમ માં દોડી જાય છે અને જોરજોરથી રડવા લાગે છે. એને થાય છે કે પહેલીવાર કોઈ પર પોતાના કરતાં પણ વધુ ટ્રસ્ટ કર્યો અને એણે આવું કર્યું મારી સાથે ... મારી શું ભૂલ હતી એ એક જ ને કે એની પર વિશ્વાસ કર્યો .. એ રાત્રે પ્રિષા સૂઈ શકતી નથી . આખી રાત બસ રડ્યા જ કરે છે .

બીજા દિવસે સવારે ભાવનાબેન પ્રિષાને બ્રેક ફાસ્ટ માટે બૂમ પાડે છે પણ પ્રિષા કોઈ જ જવાબ આપતી નથી. આથી તેઓ ધ્રુવ ને પ્રિષા ને બોલાવી આવવા કહે છે.

ધ્રુવ પ્રિષાના રૂમ ને નોક કરે છે તો પણ પ્રિષા કોઈ જ જવાબ નથી આપતી.


to be continued........

પ્રિષા કેમ દરવાજો નથી ખોલતી ?
શું પ્રિષા એ આત્મહત્યા કરી હશે ?

તમારો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતિ ....

? thanks for the reading ?

- Dhruv Patel