હાલની પરિસ્થિતિમાં પૃથ્વી પર જીવોનો તાકાત વિશે ઘણો દબદબો ચાલી રહ્યો હતો. એક સમયની વાત છે જંગલમાં ખુશીનો માહોલ હતો બધા પ્રાણી તથા મનુષ્ય પાર્ટીનો આંનદ માણી રહ્યા હતા. બધા ખુશ થઇ બિયરની બોટલ ફોડતા હતા. સિંહભાઈ દબંગના ચશ્મા ચડાવી ડાન્સ કરી રહ્યા હતા.
તમને લોકોને નવાઈ લાગશે કે આ બધા કેમ આટલા ઉત્સાહમાં છે પણ ઘણા સમય પછી હરણભાઈ ના ઘરે પુત્રનો જન્મ થયો. નાનું હરણ દેખાવે તાકાત વાળું હોઈ તેવું લાગતું હતું કારણ કે તે હાથીભાઈની દાઢી ખેંચી રહ્યું હતું.
ધીરે ધીરે તે હરણ મોટુ થવા લાગ્યું અને બધાને પ્રિય થવા લાગ્યું કારણ કે દેખાવે એકદમ સુંદર હતું અને તાકાતમાં તો વાત જ શું કરવી કોઈ પણ શહેરમાં કુસ્તી અથવા તો લડાઈ હોઈ તેમાં વિજેતા તો આપણા હરણભાઈ જ હોઈ. હરણભાઈના સિક્સ પેક અને તેની મસલથી તો શહેરની છોકરીઓ તેના પર ફિદા હતી. બધી તેની ગર્લફ્રેન્ડ બનવા આતુર હતી.
અલગ અલગ સ્પર્ધામાં હરણભાઈના ડરથી જ અમુક છોકરાઓ અને પ્રાણીઓ ભાગ લેતા નહિ. પણ હરણભાઈ લંબાઈમાં ટૂંકા હતા. બધા ગામના છોકરા અને અમુક પ્રાણીઓ તેને જોઈ ઈર્ષા અનુભવતા હતા તેથી તેને સબક શીખવવાનું નક્કી કર્યું.
પરંતુ હરણભાઈનું મન બદલતા વાર ન લાગી, જયારે તે શહેરમાં ખરીદી કરવા જતા ત્યારે રસ્તા પર તે નીકળતા હોઈ ત્યારે છોકરીઓ તેને જોઈ જ રહેતી જેથી તેને અભિમાન આવી ગયું કે મારાં જેવું કોઈ તાકાત વાળું નહિ.
એક સમય હતો, અમુક છોકરાઓ, સિંહ, વરુ, હાથી બધા મિત્રો વડ નીચે ઓટલા પર બેઠા હતા. એટલી વારમાં હરણભાઈ ત્યાંથી પસાર થતા હતા અને સિંહને હરણને સબક શીખવવાનું યાદ આવ્યું અને બધા ને મોટેથી કહેવા લાગ્યા કે હિમાલયમાં એક પાનસો વર્ષ જુના યોદ્ધા છે જેને અત્યાર સુધી કોઈ ન હરાવી શકે. આ સાંભળી હાથીભાઈએ વાત આગળ વધારી અને કહેવા લાગ્યા કે તે ભલે ગમે એટલા તે તાકાત વાળા હોઈ પણ આપણા હરણભાઈ સામે તેનું કશું ન આવે. સિંહે વાત આગળ વધારતા કહ્યું કે તે માં હરણભાઈ નું કામ નહિ.
આ સાંભળી હરણભાઈ ગુસ્સો આવ્યો અને તે યોદ્ધાને હરાવવાનું નક્કી કર્યું. એક દિવસ હરણભાઈ એ હિમાલય જવા વિમાન બંધાવ્યુ અને રીંછભાઈ વિમાન જંગલમાં લેન્ડ કર્યું અને હરણભાઈ નીકળી પડ્યા. રીંછભાઈ એ વિમાન યોદ્ધાની ગુફામાં ઉતાર્યું. પેલો યોદ્ધા જાડી પાછળ સમાધિમાં બેઠો હતો. હરણભાઈ તેને લલકાર્યો અને પેલાની સમાધિમાં ભંગ થયો ગુસ્સામાં આવી પેલો વિશાળ માણસ ઉભો થયો અને પગના પ્રહાર વડે પથ્થરમાં ફેંક્યો અને તેના હાડકા ખોખરા કરી નાખ્યા.
હરણભાઈની હાલત ખરાબ થઇ ગઈ હતી અને પેલા માણસે શ્રાપ આપ્યો કે તને તારી તાકાતનું અભિમાન છેને, જા પૃથ્વી પર જેમ જેમ સમય વીતતો જશે તેમ મનુષ્યનું કદ ઘટતું જશે અને તેની તાકાત ઘટતી જશે...
હવે પ્રશ્નએ છે કે ભૂલ તો હરણભાઈએ કરી હતી તો શ્રાપ મનુષ્યને કેમ આપ્યો???
તારણ:-
આ વાત એવુ કહેવા માંગે છે કે જેમ જેમ સમય જતો જશે તેમ મનુષ્યની તાકાત ઘટતી જશે અને હાલના સમયે કોઈ પણ વ્યક્તિ વધારે વજન વાળી કોઈ પણ વસ્તુ ઉંચકી શકતો નથી અને હાલમાં તો જે જન્મે છે તેની ઉંચાઈમાં પણ ફર્ક જોવા મળે છે. આ વાતથી પરથી એવુ જાણવા મળે કે ધીમે ધીમે સમય જતો જશે તેમ એક સમય એવો આવશે કે કોઈ પણ માણસ દસ કિલ્લોનો વજન પણ નહિ ઉંચકી શકે.
આ વાર્તા એવુ કહેવા માંગે છે કે જે પહેલાના સમયના વ્યક્તિ હતા તે અત્યારના વ્યક્તિ કરતા તાકાતમાં અને ઊંચાઈમાં વધારે હતા.
તો મિત્રો, મહાભારત સમયે જો આટલા બધી શક્તિશાળી અને ઉંચાઈ વાળા વ્યક્તિ હતા તો મિત્રો વિચારો કે ગીઝાના પીરામીડ તો મહાભારતથી તો કેટલાય વર્ષો જુના છે તો મિત્રો એ સમયના વ્યક્તિની ઉંચાઈ કેટલી હશે અને તે કેટલાય તાકાત વાળા હશે.
આ બધા વિચારો પરથી મને એવુ લાગ્યું કે ગીઝાના પીરામીડ બનતા સમયે, ત્યાર સમયના લોકો હું માનું છું કે તે એટલા તો સક્ષમ હશે કે, તે સમયે તે પથ્થરનો વજન ઉંચકી શકે અને મને લાગે છે કે તેની ઉંચાઈ પણ તે સમયે જોરદાર હશે. આ બધી વાતો મને પહેલાની વાતો અને અત્યારની સ્થિતિનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું. મને એવુ લાગ્યું કે તેમાં કોઈ ખાસ વાત નથી પણ મિત્રો આ પીરામીડ શક્તિનું પ્રદર્શન કરે છે તેવું મને લાગે છે.