Prem Vasna - 13 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ વાસના - પ્રકરણ - 13

Featured Books
Categories
Share

પ્રેમ વાસના - પ્રકરણ - 13

પ્રકરણ - 13

પ્રેમ વાસના

વૈભવ કાર ચલાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહેલો ગાડી ચાલુ હતી એનજીન અવાજ કરી કામ કરતું હતું પરંતુ ગાડી એક ઇંચ આગળ વધતી નહોતી. વૈભવ ગભરાયો હતો. ત્યાં વૈભવીએ ચીસ પાડીને કહ્યું "વિભુ સામે જો કોઇ સફેદ કપડામાં આપણને હાથ કરે છે. વૈભવે જોયું એનાં હાથ સ્ટીયરીંગ ઉપર જ થીજી ગયાં જાણે શરીરમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં ડરનો પડછાયો સ્પષ્ટ જણાતો હતો એને અમંગળ વિચાર આવવા લાગ્યાં.

વૈભવની કાર એજ જગ્યાએ હતી ત્યાં વૃક્ષોના આચ્છાદીત વિસ્તારમાં એનો વાયપર એકદમ જ અવાજ સાથે ફરી ચાલુ થયાં ખટાક ખટાક અવાજ કરતાં હતા. વૈભવી ડરની મારી રડી રહી હતી. મીનાક્ષીબેન અને સદગુણાબ્હેનતો ભયનાં માર્યા સાવ ચૂપ થઇ ગયાં હતાં. જીવનમાં પહેલીવાર આવું જોઇ રહેલો અને આવો ભયાવહ અનુભવ કરી રહેલાં.

પેલો સફેદ કપડા પ્હેલો આકાર કારની નજીક અને નજીક આવી રહેલો પણ સ્પષ્ટ દેખાતો નહોતો. વૈભવી વૈભવને વળગી ગઇ વિભુ મને ખૂબ ડર લાગે છે બચાવ બચાવ, વિભુ તું ગાડી જોરથી ચલાવી દે એનાં ઉપરથી જ ચલાવી દે એને મારી નાંખ એને અટકાવ જો એ આવી રહ્યો છે માર એને બચાવ અમને. વૈભવ પણ ખૂબ ડરેલો હતો એણે ગાડીનું એક્ષીલેટર જોરથી દબાવ્યું અને ગાડી બીજા ગીયરમાં નાંખી ઉપાડવાની ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. ગાડી રેઇઝ થઇ રહી હતી પણ આગળ નહોતી જતી.

વૈભવે રીવર્સ ગીયરમાં નાંખી ફરીથી ગાડીનું અક્ષીલેટર ખૂબ દબાવ્યુ એક ઝાટકા સાથે ગાડી ઝડપથી રીવર્સ ગઇ અને થોડે જઇને અટકી... વૈભવે ફરીથી એકદમ ગીયરમાં નાખીને ફરી જોરથી એક્ષીલેટર દબાવ્યું અને જોરદાર ઝાટકા સાથે ગાડી સ્ટાર્ટ થઇ અને ખૂબ ઝડપી ચાલી અને પેલાં સફેદ કપડાનાં આકાર સાથે જાણે ભટકાઇ ઘડામ અવાજ આવ્યો પણ એણે કાર રોકી નહી ગાડીનાં ટોપ ગીયર બદલીને ખૂબ ઝડપભેર ગાડી દોડાવી મૂકી અને એક સેકન્ડમાં જાણે એકસોની ઝડપે ગાડી દોડી અને ક્યાંય દૂર નીકળી ગઇ. વૈભવી એ કહ્યુ હાશ સારુ થયું સાલો કચડાઇ ગયો ફરી નામ નહીં લે.

વૈભવનાં ચહેરા પર આટલાં ટેન્શનમાં હાસ્ય આવી ગયું ચલો કહ્યુ હાંશ ચાલો પલીતમાંથી છૂટયાં હવે આ રસ્તેથી પાછા ઘરે નહીં જઇએ. વૈભવી વૈભવને વળગી ગઇ કહ્યું "સારુ થયું વૈભવ તેં ખૂબ ઝડપી કાર ચલાવી દીધી. મનીષાબેન કહે ઠાકોરજીને હું થાળ ધરાવીશ. સદગુણાબ્હેન કહે મેં દીવા માન્યા છે અહી મોટર જઇને જ દીવા કરી દઇશ મહારાજને ખૂબ વિનંતી કરીશ આમાંથી છોડાવે આપણું માંબાબા રક્ષણ કરે.

અંદર અંદર હાંશકારાની વાતો થતી હોય છે. કાર પુર ઝડપે મંદિર તરફ જઇ રહી છે અને કારની ઉપરની બાજુમાં કોઇ મોટો અવાજ આવ્યો અને કારનાં આગળનાં કાચ પર વાઇપર ચાલુ હતાં ત્યાં લોહીની ટશરો ફૂટી અને કાચ ઉપર ચારેબાજુ લોહી લોહી થઇ ગયું. બધાં જ ખૂબ ડરી ગયાં. સદગુણાબ્હેન હનુમાન ચાલીસા બોલવાની શરૂ કરી. મનીષાબ્હેને ઠાકોરજીને પ્રાર્થના કરવા માંડી.

વૈભવી તો લોહી જોઇને મોટેથી ચીસ પાડી ઉઠી અને એણે વૈભવ તરફ જોચું વૈભવે ચીસ સાંભળીને એનાં પગ બધાં બ્રેક તરફ લાગ્યા એનાથી જોરથી બ્રેક મરાઇ ગઇ આમેય કાચ લોહી લોહી ફેલાયેલું એને કંઇ દેખાતું જ નહોતું અને ગાડી સ્કીટ થતાં માંડ બચી. વૈભવે ખૂબ સાવધાની કરી કારને કાબૂ કરવા પ્રયત્ન કર્યો.

ધીમો વરસાદ ચાલુ જ હતો. વીજળીનાં કડાકા થતાં હતાં સવારનો પ્હોર હોવા છતાં જાણે અંધારાએ ઉજાસ ઉપર કાબૂ કરેલો વૈભવ ખૂબ ડરી ગયેલો એણે વૈભવીની આંખમાં ખૂબ ડર જોયો એણે વૈભવીને પોતાની બાહોમાં લઇ લીધી. ત્યાં વરસાદને કારણે કે બીજા કારણે લોહી ધોવાઇને ધીમે ધીમે જમીન પર વહેવા માંડ્યુ. કાચ સ્વચ્છ થવા લાગ્યો. વૈભવે જોયું એણે ફરીથી ગાડીની સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો એક ધડાકે સ્ટાર્ટ થઇ ગઇ એણે ફરીથી પુર ઝડપે ચલાવા માંડી.

વૈભવીએ કહ્યુ "માં આ પિશાચ આપણો પીછો નથી છોડતો. હજી વૈભવને તો રાત્રી બનેલી ઘટનાની કંઇ ખબર જ નહોતી કોઇએ કંઇ વાત જ નહોતી કરી. વૈભવે કહ્યું "વૈભુ ? આપણી વાત અત્યારે ના કર માં -મંમી કંઇ જાણતા નથી નાહક ચિંતા કરશે. વૈભવીએ વિચાર્યું એ લોકો જાણે એટલુ તો તું પણ નથી જાણતો પરંતુ એ કંઇક વિચારીને ચૂપ રહી. વૈભવે હવે નિશ્ચય કર્યો કે કંઇ પણ થાય ગાડી અટકાવીશ નહીં એણે પુર ઝડપે કાર ચલાવવા માંડી અને દૂર મંદિરની ધજા જોઈ એટલે એણે રાહતનો દમ લીધો. વૈભવીએ પણ ખુશીઓની ચીચીયારીઓ પાડી કે માં મંદિર આવી ગયું હવે કોઇ શક્તિ આપણને કાંઇ નહીં કરી શકે હવે આજેનો ફેંસલોજ લાવી દેવો છે આ આફતનો કઇ પણ થાય ગુરુજી મહારાજનાં પગ પકડી લઇશ પણ હવે નહીં સહેવાય.

સદગુણાબ્હેન કહે "હાં મહારાજને ખૂબ વિનવીશું કે અમારો સાથ આપો સતત અમારુ રક્ષણ થાય એવું કરો નથી સહેવાતો આવી વિપત્તિ કેમ આવી પડી છે ? આનો કોઇ ઉકેલ તો હશે જ ને ? અને વાતોની વચ્ચે વૈભવે મોટો ગેટ ખૂલ્લો હોવાથી ગાડી સીધી અંદર ચોગાનમાં જ લઇ લીધી. અંદર કાર પાર્ક કરીને બધાં એકપછી એક નીચે ઉતર્યા એક અલગ પ્રકારની હાશ અને હળવાશ અનુભવી રહેલાં મંદિર આશ્રમની ધરતી પર પગ મૂકવાની સાથે બધાનાં ચહેરા પર થોડી તો થોડી અસ્થાયી શાંતિ ઝલકતી હતી.

વૈભવે જોયું તો ગાડીની ચારે તરફ ફરીને ચકાસી તો ક્યાંય કોઇ લોહીનાં નિશાન નહોતાં સાવ સ્વચ્છ હતી અને આગળ બોનેર પાસે સાવ નાનો ગોબો જોયો એ વૈભવીને બતાવ્યું કે નહીં જ પેલો પિશાચ ભટકાયો હતો ઘડામ અવાજ આવેલો પરંતુ ગોબો તો સાવ નાનો છે. ઠીક છે આપણે ફ્રેશ થઇને પહેલાં મંદિર દર્શન કરીને સીધાં મહારાજ પાસે જ પહોચીએ.

ચારે જણાં મંદિરની બહારનાં ભાગમાં આવેલા વિશ્રામ સ્થળ પર હાથપગ ધોયાં ફ્રેશ થયાં અને મંદિરમાં જઇને માં મહાકાળી અને મહાકાલેશ્વરનાં દર્શન કર્યા. ગણપતિજી અને હનુમાનજીનાં દર્શન કર્યા. મંદિરની ધજાજીનાં દર્શન કર્યા.

સદગુણાબ્હેને ખૂબ જ પ્રાર્થના કરી. એમનાં હાથ આપોઆપ જ જોડાઇ જતાં હતાં. એમની આંખમાં આંસુ આવી ગયાં માં મહાદેવ સામે આવીને કરગરી ઉઠયાં "પ્રભુ તમે બધુ મારી પાસેથી લઇ લીધું. મારો સુહાગ કેવેળા ઝૂંટવ્યો હું સહન કરી ગઇ માંડ મારાં ઘરમાં સુખે પગરવ કરીને… પાછી આવી ભયાનક ઉપાધી આવી ? શા માટે ? પ્રભુ તમારો ચરણોમાં સમર્પિત છીએ તમારાથીજ સુરક્ષિત છીએ અમારી રક્ષા કરો. તમારો જ આપેલો એકનો એક દીકરો છે અને આ દીકરી આપણાં ઘરમાં પ્રભુતાનાં મંગળ પગલાં પાડવાની છે એય એની એક છે પ્રભુ દયા કરો એમ કહીને ભગવાનની સામે ખોળો પાથર્યો તે કયું હે ભગવાન ભયમાં અમને સુરક્ષા અને સુખ આનંદ આપી દે અમને આ બલામાંથી છોડાવ એ કોણ છે કેમ છે શેનાં માટે હેરાન કરે ચે એનો બધાંજ નિકાલ કરીને અમને એમાંથી છોડાવ. મારો એકનો એક દીકરો ખૂબ પીડાય છે તમે જોચું જ હશેને ? કેટલો પ્રેમ કરે બંન્ને જણાં અને આ અદેખો આત્મા એ લોકોને હેરાન કરે છે પ્રભુ બચાવને અમને.

આમ સદગુણાબ્હેને ખૂબ આજીજી કરી ખોળો પાથરીને સંપૂર્ણ આશીર્વાદ માંગ્યાં મીનાક્ષીબ્હેને પણ પોતાની દીકરી માટે સંપૂર્ણ કવચ માંગ્યું બંન્ને જણાં લગ્નગ્રથિથી બંધાઇ ખૂબ જ સુખી થાય એવી માંગણી કરી. દર્શન કરીને ચારે જણાં જતાં હતાં અને વૈભવી પાછી માં બાબા સામે આવીને ઉભી રહી અને મનોમન પ્રાર્થના કરવા લાગી એણે કહ્યું "હે માં મહાકાળી તું નો ભૂત-પિશાચ-પ્રેત બધાને ભગાડે છે એ લોકોથી રક્ષા કરી છે નારી શક્તિ સામે એ ગંદી શક્તિઓની શું વિસાત ? તમે લોકો કહો છો એવો અમે પ્રેમ કર્યો છે અમીરી રક્ષા કર માં "હે મહાદેવ તમે અમારું રક્ષા કવચ બનો એમ પ્રાર્થના કરી સજળ આંખે બધાની સાથે મહારાજને મળવા આશ્રમ તરફ જવા લાગ્યાં.

આશ્રમ તરફ જતાં વૈભવ-વૈભવીને સામેજ મદન મળ્યો સદગુણાબ્હેન પણ તરત જ ઓળખી ગયાં તેઓએ આગળ આવીને પૂછ્યુ ભાઇ મદન કેમ છે ? જયમહાદેવ, મદને એમને ઓળખ્યાં અને આવકારીને કહ્યું "આવો બહેન જય મહાદેવ. સદગુણાબ્હેને કહ્યું ભાઇ મહારાજશ્રી ક્યાં છે એમને ખાસ મળવા આવ્યાં છીએ અને ખૂબજ અગાવવું કામ છે.

મદને ખૂબ નમ્રતા સાથે કહ્યું "પરંતુ મહારાજશ્રીતો આશ્રમમાં હાજર નથી તેઓ હરીદ્વાર ગયાં છે એમનાં ગુરુજીનું તેડુ હતું એટલે ગઇકાલે રાત્રે જ સત્વરે નીકળી ગયાં હતાં. આ સાંભળીને બધાંનાંજ મોઢાં પડી ગયાં ખૂબ નિરાશ થઇ ગયાં.

પ્રકરણ -13 સમાપ્ત

આગળ આ લોકો શું કરશે ? શું રસ્તો કાઢશે ? પ્રકરણ-14 માં વાંચો પ્રેમ વાસના એક બદલો અધૂરી તૃપ્તિનો.