jyare dil tutyu Tara premma - 21 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 21

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 21

આખી રાતના ખુબસુરત સપના સાથે તેની સવાર થઈ , તેને મોબાઈલમાં જોયું તો હજી સવારના છ જ વાગ્યાં હતા. નિંદર તો હવે આવવાથી રહી. તે બહાર બાલકનિમાં ગઈ. લોકોની ચહલપહલ ધીમે ધીમે શરૂ થઈ રહી હતી. રવિન્દને પહોંચવામાં હજી એક કલાકની વાર હતી. કાલનો દિવસ તેના આખ સામે તરવરતો હતો ને તે રવિન્દની યાદમાં ખોવાઇ ગઈ. સમય રવિન્દની યાદમાં ભાગતો હતો ને તે વારંવાર મોબાઈલ ચેક કરતી હતી કે રવિન્દનો કોલ હમણાં આવશે કે તે પહોંચી ગયો. પણ, ના તેનો કોઈ ફોન હતો ના મેસેજ

કાલથી જ ઉલજન ફરી તેની જિંદગી આજે વધારે ઉલજાવતી હતી. બપોરના બે વાગતા જ રવિન્દનો ફોન આવ્યો.

"સોરી, યાર તને ફોન કરતા હું ભુલી ગયો."

"ભુલી ગયો, મતલબ આટલી જલદી તમને હું ભુલાઈ ગઈ..!!!" તેનો ગુસ્સો વધતો જતો હતો ને રવિન્દને તે જોવામાં મજા આવી રહી હતી. ગોળ ગોળ ઘુમતી તેમની વાતો સહી રસ્તા પર આવી.

"હું તને ભુલુ એ પોસિબલ નથી ને તું મને ભુલે તે હું થવા નહીં દવ"

" ડાયલોગ પુરો થયો હોય તો બીજી વાતો શરૂ કરે?? "

"હા, હું તને એક વસ્તું પુછતા જ ભુલી ગયો કે તું શું બનવા માગે છે?? રીતલ જે હોય તે સાફ સાફ બતાવજે મારે તેમા તારી મદદ કરવી છે. "

"મારુ સપનું તમારા સપનાથી બહું જ નાનું છે તે હું જાતે પુરુ કરી શકું છું"

"હા ખબર છે કે તું કાબિલ છો. પણ, તારુ સપનું શું છે તે તો મને બતાવ..?? "

" ચિત્રકાર બનવું. તેમાં પણ એક એવી તસ્વીર બનાવી કે પૂરી દુનિયા જોતી રહે ને તે તસ્વીર હું હંમેશા મારી પાસે રાખીશ. "

" તારુ લોજીક સમજાણું નહીં મને !!!!!"

" રહેવા દો તમને નહીં સમજાય કેમકે બિઝનેસ મેન હંમેશા બિઝનેસ જોઈ શકે બીજુ કંઈ નહીં. છોડો, તે બધી વાતો ને એ કહો કે રસ્તામાં કોઈ પ્રોબ્લેમ..??"

"તારો તે એક શબ્દ મારા આખા રસ્તાને આચાન બનાવી ગયો. ખરેખર રીતલ કાલે હું બહું જ ખુશ હતો. જે દિવસે મે તને પ્રપોઝ કરેલી તે દિવસે મારુ મન ડરતું હતું કે મે કોઈ ખોટું તો નથી કર્યું ને તે વાત મને કયા સુધી ખચતી રહી. પણ જયારે તે કાલે મને પ્રપોઝ કરી તો હું મારા મનને રોકી ના શકયો. રીતલ હવે વધારે દુર તારાથી નહીં રહી શકું. આ ચાર વર્ષ ઘણો લાબો રસ્તો છે."

"તમને શું લાગે કે મને અહીં તમારા વગર ગમતું હશે!!મારા માટે પણ મુશકેલ છે આ બધું. પહેલાં મને આ વાત નો ફરક નહોતો પડતો પણ હવે પડેે છે. તમારા એક ફોનની રાહ જોવા મારે કલોકો સુધી રાહ જોવી પડે ને જયારે તમારો ફોન ન આવે ત્યારે દિલ કેટલુ વિચારી લેતું હોય છે."

બંનેની વાતો લાંબી થતી જતી હતી ને સમય ભાગતો હતો. હવે વાત કરવા વિચારવું નથી પડતું. કંઈક સમજવા કે કંઈક કેવા શબ્દો એમ ગોઠવાતા હતાં. દસ -બાર દિવસ પછી રીતલની કોલેજ શરૂ થવાની હતી ને બે દિવસ પછી રવિન્દની. રાત ભર ચાલતી વાતોને હવે વિરામ મળવાનો હતો. દિલ લાંબી વાત પછી પણ થાકતું ન હતું.

"રીતુ, ચલે...??" નેહલને આવતા જ રીતલે ફોન મુકયો ને તે તેની સાથે બહાર નિકળી આજે ધણા દિવસ પછી બંનેને સાથે જવાનો મોકો મળ્યો હતો.

પોતાનું કામ પતાવી તે સાંજ થતા જ ઘરે આવી ગયું. સાંજની રસોઈ બનાવી બંને ટીવી સામે બેઠી. એક મહિનામાં કેટલું બધું બદલાઈ ગયું હતું. ના ટીવી જોવાનો સમય મળતો હતો, ના પરિવાર સાથે બેસી વાતો થતી. આખી દુનિયા બસ બે જ વ્યક્તિમાં પુરી થતી હોય તેમ સવાર સાંજ તેની પરવા રહે. તેને શું કર્યું, તેને આજે શું ખાધું, તેનો આખો દિવસ આજે કેવો હતો, શું તે મારી આ વાતથી નારાજ તો નહીં થાઈ ને..!!ને થશે તો હું તેને કેવી રીતે મનાવી. જાણે આજ જિંદગી, ને આજ દુનિયા હોય..!! શું ફરક છે આ ટીવીની દુનિયાને તેની પોતાની લાઈફમાં..!! વિચારોએ ફરી એક દિશા પકડી લીધી હતી. બે મિનિટ બેસીને ટીવી જોવી પણ હવે તેના માટે મુશકેલ હતી. જે કલાકો સુધી ટીવીની દુનિયામાં ખોવાઈ રહેતી તે હવે વિચારોની દુનિયામાંથી બહાર જ નહોતી આવતી. તે ભલે એમ કહેતી હોય કે કોઈના આવવાથી જિંદગી બદલાય નથી જતી પણ આ હકીકત છે કે એકની જિંદગીમાં બીજાના આવવાથી ઘણું બદલાઈ જાય છે.

ટેબલ પર ખાવાનું તૈયાર હતું ને આખો પરિવાર સાથે બેસી જમી રહ્યો હતો. વાતોનો દોર શરૂ થતા જ દિલીપભાઈ બોલ્યાં, " રીતલ હવે આગળ શું કરવાનો વિચાર છે. તારુ વેકેશન તો એમ જ પુરુ થઈ ગયું."

"કંઈ નહીં જે ચાલે છે એ જ અત્યારે પુરુ કરવાનું છે પછી આગળ વિચારીએ કે પિન્ટીગ કલાસની શરૂઆત કયારથી કરવી. "

"હમમમ, તારી વાત બરાબર છે. પણ રવિન્દ નો કોલ આવેલો આજે કે તારો કલાસ કાલથી જ શરૂ કરવાનો છે. તેને તારી કોલેજની બાજુમાં જ તારુ એડમિશન કરવી દીધું."

" પણ, પપ્પા એક સાથે બે કામ પોસિબલ કેવી રીતે થાય..!! મારે પહેલાં કોલેજ પુરૂ કરવાનું છે. આ વાત તમે જાણો છો ને. હું તે કલાસ વેકેશનમાં જ કરી શકું તે પછી નહીં"

"જો બેટા એવું જરૂરી નથી કે એક સાથે બે કામ ન થાય. તારે સવારે કોલેજ જવાનું ને ત્યાથી સીધું જ કલાસ પર, આ માટે તો રવિન્દે ત્યાં એડમિશન કરાવ્યું."

"પપ્પા તે કલાસની ફી તમને ખબર છે..!!! એક વર્ષ ની એક લાખ રૂપિયા છે શું આપણી પરિસ્થિતિ છે. લાખ રૂપિયા ભરવાની???"

" એ તારે કયાં જોવાનું છે. તું ખાલી ભણવામાં ધ્યાન આપ."
બંને બાપ- બેટીની વાત કાપતા પિયુષ બોલ્યો.

"ભાઈ તમને લાગે કે બધું થઈ જાય પણ ના થાય. એક લાખ તો મે ફી બતાવી. બાકી વધારાનો ખર્ચની કોઈ લિમિટ ના હોય. રવિન્દે તેના હિસાબે કલાસ બતાવ્યો એનો એ મતલબ નથી આપણે તે કલાસમાં ભણવું. બીજા પણ ધણા કલાસ છે જે અડધી ફી માં ભણાવે છે. હું થોડાક સમયમાં કોઈ એકઝેસ કરી લેવા."

"ના બેટા રવિન્દને હવે ના ન કહેવાય તેને તારા માટે કર્યું તે બરાબર છે. તું કાલથી ત્યાં જવાનું શરૂ કરી દેજે"

"પપ્પા, તેને જે વિચાર્યુ તે બરાબર છે. પણ, મારુ સપનું કોઈ પણ બોજ હેઠળ લાબું નહીં ચાલી શકે. મારુ આ સપનું મારુ પોતાનું છે તેની લડત મારે એકલા જ લડવાની છે. " તેના શબ્દો અંદર જ ગુગળાઈ ગયાં ને તે વધારે કોઈની સાથે દલીલ ના કરી શકી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ફરી એકવાર તેનું સપનું બીજાની રાહ પર શરૂ થયું ત્યારે રીતલ શું તેની રાહ ને બદલી શકશે? શું તેના સપનાની મંજીલ આટલી આચાન હશે? બધા જ ફેસલા તે પોતે કરતી હતી ત્યારે અચાનક જ આજે તેનો ફેસલો રવિન્દે કર્યા તો શું તેની આઝાદી ખોવાઈ જશે?? કેવી હશે તેની આઝાદ જિંદગીની સફર રવિન્દ સાથે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ:)