love and marriage in Gujarati Motivational Stories by Vanraj books and stories PDF | પ્રેમ અને લગ્ન ( LOVE AND MARRIAGE )

The Author
Featured Books
Categories
Share

પ્રેમ અને લગ્ન ( LOVE AND MARRIAGE )


પ્રેમ અને લગ્ન
____________________________

પ્રેમ અને લગ્ન ... અઢી અક્ષરોના બનેલા આ બે શબ્દો ખુદ અધુરા હોવા છતાં બે અધુરી વ્યક્તિઓ ને પૂર્ણ કરે છે .

પ્રેમ અને લગ્ન કેટલા સરસ શબ્દો છે.. નઈ !! પણ આ શબ્દોને સમજવા પણ એટલા જ જરૂરી છે . જ્યાં સુધી આ પવિત્ર શબ્દોનું આપણા જીવનમાં મહત્ત્વ શું છે તે ન સમજાય ને ત્યાં સુધી આ શબ્દોમાં બંધાવું પણ ન જ જોઈએ .

પ્રેમ એક અદ્ભત અહેસાસ છે,,, પણ અત્યારના સમયમાં પ્રેમ શું છે એ કોઈ સમજી જ શક્યું નથી . આકર્ષણને પ્રેમ સમજી બેસીને સંબંધ અને એક બીજાની લાગણીઓ સાથે રમે છે . પ્રેમ એક અનંત લાગણી છે . આ જમાનામાં સ્વાર્થ વગરનો પ્રેમ તો કોઈને થઈ શકે એમ છે જ નહીં. પ્રેમ એવી વ્યક્તિ સાથે કરાય છે ,,જે આપણને દરેક પરિસ્થિતિમાં અને દરેક ગુણ - અવગુણ સાથે સ્વીકારવા તૈયાર થઈ જાય,, જે તમારા હસતા મુખ પાછળનું દુ : ખ વાંચી શકે , જે તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે .

સ્કૂલ અને કોલેજના છોકરાઓ અને છોકરીઓ માટે પ્રેમ એટલે ઘરેથી મમ્મી - પપ્પાને ફ્રેન્ડનાં ઘરે જવાનુંઅથવા બર્થડેમાં જવાનું બહાનું બતાવીને કેફેમાં જઈને બેસવાનું , મૂવી જોવા માટે જવાનું , એકબીજાને ચોકલેટ આપવાની , સ્કૂલ કે . ક્લાસીસ અથવા કોલેજ માંથી વહેલા ઘરે જવા મળે ત્યારે ઘરે કહ્યા વગર છૂપાઈ છૂપાઈને કોઈને જાણ ન થાય તે માટે ! ચહેરા પર ચુંદડી અને રૂમાલ બાંધીને ફરવાનું , એકબીજાને મળવાનું , મમ્મીપપ્પાને એક ખોટા ભ્રમમાં રાખવાનું કે તેમનો દિકરો કે દિકરી તેમના થી કંઈ પણ છુપાવતા નથી . જે માબાપે તેમને કેટલા વર્ષોથી સાચવતા હોય તેમને તેઓ થોડા દિવસો પહેલા મળેલી વ્યક્તિ માટે છેતરે છે .

આપણે એમ કહીએ છીએ કે આપણે આપણા માતા પિતાને પ્રેમ કરીએ છીએ અથવા આપણા માતા પિતા આપણને પ્રેમ કરે છે પણ તમે એક વખત વિચાર કરો કે તમે જેને પ્રેમ કરો છો તેના ઉપર હાથ ઊઠાવી શકો છો , તેની પસંદ ગમે તેવી ખરાબ હોય તેને નકારી શકો છો . આપણે જેને માતા પિતા નો પ્રેમ કહીએ છીએ એ પ્રેમ નથી પણ કાળજી છે . આ દુનિયામાં સાચો પ્રેમ કોઈ નસીબદારને જ મળે છે પણ એ સમયે તે પણ સાચા પ્રેમને ઓળખી શકતા નથી અને એ પ્રેમને ગુમાવી બેસે છે . જેમ માતા પિતા પોતાની બાળક પ્રત્યેની કાળજીને પ્રેમ સમજે છે . તેમ અત્યાર ના યુવાન છોકરા - છોકરીઓ પણ આકષર્ણને પ્રેમ સમજી બેસીને પછી દુઃખી થાય છે .

હા , પ્રેમનું પહેલું પગથિયું આકષર્ણ છે પરંતુ આકષર્ણ બાહ્ય નહીં આંતરીક હોવું જોઈએ . વ્યક્તિના સ્વભાવ અને
વિચારોનું આકષર્ણ હોવું જોઇએ , અત્યારે તો ચહેરાનું જ આકષર્ણ જોવા મળે છે . નવો ચહેરો પસંદ પડે એટલે બીજાને અલવિદા કહી દેવાનું .

પ્રેમ તેને જ કરાય જેની સાથે લગ્ન કરીને જીવન જીવવું હોય . પ્રેમ અને સાથની ખોટી વાતો કરનારા તો જીવન વિતાવવાની જ વાતો કરે છે પરંતુ કોમામાં પડેલો માણસ અને એકલતામાં સડેલો માણસ , આ બંને પ્રકાના લોકો પણ જીવન વિતાવતા જ હોય . પણ આપણે તો જીવન જીવવું છે.

સમાજ માટે પ્રેમ કરવો,,એ એક ગુનો કહેવાય ,એ તો ઠીક પણ ઈજ્જતનો કચરો કરવા માટે નો એક સારો ઉપાય પણ ગણાય છે . લગ્ન માતા પિતાની પસંદની વ્યક્તિ સાથે કરી ને પાંચ - છ વર્ષ પછી પતિ - પત્નીનાં મન ન મળે એટલે ઝઘડો કરી છુટાછેડા લઈ લેવાના . છુટાછેડા તો અત્યારનો ન્યુ ટ્રેન્ડ છે . એક સામાન્ય વસ્તુ છે . તેમાં ઈજ્જતનો ક્યાં કચરો થાય છે,,, નઈ..!

લગ્નએ આપણા જીવનના મહત્વના સોળ સંસ્કાર માંથી એક ધાર્મિક સંસ્કાર છે , લગ્ન જેવા પવિત્ર અને ધાર્મિક સંસ્કારમાં બંધાઈ ને પણ લોકોને છુટાછેડા લેવાનો અને ભગવાનની સાક્ષીએ બંધાયેલા સંબંધોને સામાન્ય કાગળોના આધારે તોડવનો વિચાર જ કઈ રીતે આવે છે તે સમજવું ઘણું અઘરું છે .

પહેલાના સમયમાં બે વ્યક્તિ જાણે એક બીજા ને જોયા નથી કે સમજ્યા નથી તે આ પવિત્ર સંબંધમાં બંધાઈ જતાં અને લગ્ન પછી પણ જો એક - બીજાની કોઈ આદત પસંદ ન પડે તો પણ તેને સ્વિકારી લેતાં . એ સમયે ન સામેના પાત્રના સ્વભાવની ખબર હોય કે ન તો તેના રૂપની છતાં જીવન ભર તેમાં બંધાઈને રહેતા .

જ્યારે અત્યારના સમયમાં તો પોતાના જીવનસાથી . તરીકે સારા પાત્રને પસંદ કરવાનો , તેને જાણવાનો , તેના ગુણ - અવગુણ પારખવા નો અવસર મળે છે છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી અને લગ્ન પછી અણબન , ઝઘડા અને છેલ્લે છૂટાછેડા .

અત્યારના સમયમાં જ્યારે કોઈ છોકરો છોકરી જોવા માટે જાય ત્યારે બંનેને એક - બીજાને કંઈક પૂછવા માટે તેમના પરિવાર તરફથી થોડો સમય આપવામાં આવે છે અને આ સમયે 10 મિનિટ તો બંને ખબર નહીં કોઈની આત્માની શાંતિ માટે મૌન પાળતા હોય એમ ચૂપ બેસી રહે અને પછી એક - બીજાનું નામ પૂછે , ઘરેથી કહેલું હોય , બાયોડેટામાં જોયું હોય છતાં મનની શાંતિ માટે નામ પૂછી લેય , અને બંને તરફથી હા પાડવામાં આવે તો થોડા દિવસોમાં સગાઈ કરી નાખે અને સગાઈના છ સાત મહિના પછી લો થઈ 8ાય અને લગ્ન ન થયા હોય ત્યાં સુધી જે સમય મળે મળયા માટે તે સમયે જો કોઈ ખરાબ આદત કે અવગુણ જોવા મળે ત્યારે સમાજમાં ઈજ્જત જવા ના ડરથી ચલાવી લેવાનું વિચારે અથવા સગાઈ તોડી નાખે , જ્યારે પરીવાર બંનેને એક - બીજા ને સમજવા માટે સમય આપે ત્યારે તેની પસંદ - નાપસંદને સમજે પણ એક - બીજાના સ્વભાવ અને વિચારોને સમજી શકતા નથી . અને લગ્ન પછી માંડ પાંચ - છ વર્ષ સાથે રહીને છૂટા પડી જાય છે . સિંદુર અને મંગળસૂત્ર જે એક સ્ત્રી માટે દુનિયાની સૌથી અમુલ્ય વસ્તુ છે . તેને એક સ્ત્રી જ અમુક સામાન્ય કાગળોને આધારે પોતાના જીવન સાથે જોડાયેલી અસામાન્ય , પવિત્ર અને ધાર્મિક વસ્તુને પોતાના થી દુર કરે છે .

જ્યારે કોઈના પ્રેમલગ્ન કરવાની વાત થાય ત્યારે સમાજ શું કહેશે તેની વિચાર આવે છે પણ જ્યારે ભગવાનની સાક્ષીએ રચાયેલા બંધન અને સંબંધને તોડી નાખીએ છીએ ત્યારે ઈજ્જત ખોવાઈ જવાનો વિચાર નથી આવતો . લગ્નસંબંધ માં બંધાયેલ બંને વ્યક્તિ વચ્ચે પ્રેમ અને સમજણ હોવી જોઇએ અને બંનેના મન મળવા જોઈએ . જો લગ્ન પછી બંનેના મન ન મળે તો એ બંને છેલ્લે કોર્ટમાં છુટાછેડા માટે જ મળે .

મેં ક્યાંક વાંચ્યું હતું કે " વેલેન્ટાઈન ડે થી વેન્ટિલેટર પર આવો ત્યાં સુધી પ્રેમ કરવાની તાકાત હોય તો જ પ્રેમ કરજો . . . સાહેબ .



,,,,હું માફી માંગુ છુ ....કેમ કે આ ખૂબસૂરત સોચ અને ઊંડા વિચારો એક ખૂબસરત વ્યક્તિના છે ,,,,જે મને મારા કરતાં પણ વધારે પ્રિય છે......??? pagal


(((((((((((((((((((--VANRAJ--)))))))))))))))))))))