Maut ni Safar - 19 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 19

The Author
Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

મોત ની સફર - 19

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 19

અધૂરી ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના શોધવા માઈકલ સાથે જવાં સાહિલ અને એનાં મિત્રો તૈયાર થઈ જાય છે. આખરે ફ્લાઈટ દરમિયાન આવેલી રહસ્યમય કુદરતી વિપદાને પાર કરી સાહિલ અને એનાં ત્રણ મિત્રો માઈકલની સાથે ઈજીપ્તનાં કૈરો શહેરમાં આવી પહોંચ્યાં હતાં. કૈરો નાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને એ લોકો નાઈલ નદીનાં રસ્તે અલ અરમાના શહેર આવી ગયાં.. અલ અરમાના થી રકીલા આવી પહોંચ્યા બાદ બીજાં દિવસે ઊંટ પર બેસી એ આઠેય લોકોએ હબીબી ખંડેર સુધીની સફર શરૂ કરી દીધી.

કાસમ નું ઉંટ સૌથી આગળ આગળ ચાલી રહ્યું હતું.. જોહારી અને કાસમમાંથી કાસમ શારીરિક રીતે અને બુદ્ધિક્ષમતામાં બંને રીતે ચડિયાતો હોય એવું લાગી રહ્યું હતું. એ લોકોએ પાણી ની મશકો મોટી માત્રામાં પોતાની સાથે રાખી હતી કેમકે રણમાં હવે પાણી મળવાની કોઈ સંભાવના નહોતી.

"હું આ રસ્તે છ મહિના પહેલાં એક ઑસ્ટ્રેલિયન યુગલ સાથે આવ્યો હતો.. પણ અડધાં રસ્તે પણ નહોતાં પહોંચ્યાં ને એ યુગલમાં જે સ્ત્રી હતી એને લુ લાગી ગઈ અને એ જોરદાર તાવમાં પટકાઈ.. એટલે અમારે ના છૂટકે પાછા ફરવું પડ્યું.. "એ લોકો થોડે આગળ વધ્યા હશે ત્યાં કાસમ બધાં ને સંભળાય એ રીતે બોલ્યો.

"પણ ભાઈ હજુ તો ગરમી નથી લાગતી.. "કાસમ ની વાત સાંભળી ગુરુ એ કહ્યું.. ગુરુ અને ડેની એ બધાં લોકોની વાતો હવે થોડી ઘણી તો સમજી જ શકતાં હતાં.

"અરે ભાઈ.. હજુ તો સવાર નાં આઠ વાગ્યાં છે.. એટલે જ મેં તમને વહેલાં ઉઠાડી દીધાં.. કેમકે આગળ ની સફર જેમ બને એમ જલ્દી કાપવી હોય તો સવારમાં જ નીકળવું પડે.. કેમકે પછી બપોરે તો વધુ ગતિમાં આગળ નહીં વધી શકાય.. "કાસમ બોલ્યો.

"બપોરે વળી ધૂળ ની ડમરીઓ પણ ઘણીવાર આવતી હોય છે તો બપોરે આગળ વધવાની ગતિમાં ઘટાડો આવી જાય.. 'જોહારી કાસમની વાત પૂરી થતાં જ બોલી પડ્યો.

"કાસમ, તું અથવા તો જોહારી કોઈ ખજાના ની શોધમાં ક્યાંક ગયાં છો..? "હવે સમય તો પસાર કરવો જ રહ્યો એ ઉદ્દેશથી સાહિલે પૂછ્યું.

સાહિલ ની વાત સાંભળી કાસમે પોતાની અને જોહારી ની ખજાનો શોધવાની એક વાત કહેવાનું શરૂ કર્યું.

"એ વખતે હું અને જોહારી માંડ વિસ વર્ષનાં હોઈશું.. એ અમારી પ્રથમ બોટ હતી જે અમે પોતાનાં પૈસે ખરીદી હતી.. અમે નાઈલ નદીમાં ખેપ મારવાનું શરૂ કરે માંડ દસ દિવસ થયાં હતાં ત્યાં એક અમેરિકન ખોજી ટીમ અમારી જોડે આવી અને અમને લકઝર સુધી બોટમાં લઈ જવાં માટે જણાવ્યું.. અમે તો રેગ્યુલર ભાડામાં એમની જોડે જવાં તૈયાર હતાં પણ એ લોકો અમને રેગ્યુલર ભાડાં કરતાં દસ ગણું ભાડું ચૂકવવા તૈયાર હતાં.. એ માટે એમની એક શરત હતી કે અમે એમની સાથે લકઝર ની જમીનમાં છુપાયેલો કિંગ મોઝામ્બિ નો ખજાનો શોધવામાં એમની મદદ કરીએ.. "

"અમારાં માટે જો એ લોકો દસ ગણું ભાડું આપે તો બોટ નાં લોનનાં પૈસા ઘણાં ખરાં અંશે ચૂકવાઈ જાય એમ હતું.. એટલે મેં અને જોહારી એ એમની વાત સ્વીકારી લીધી અને એ છ લોકોની ખોજી ટીમ સાથે અમે કિંગ મોઝામ્બિ નો ખજાનો શોધવા નીકળી પડ્યાં.. નાઈલ નદીમાં બોટ મારફતે અમે લકઝર આવી પહોંચ્યાં. મેં અને જોહારી એ અમારાં લોકલ વ્યક્તિ હોવાનો લાભ લઈને એ લોકોને ઘણી ખરી મદદ કરી.. "

"કિંગ મોઝામ્બિ એક ક્રૂર તાનાશાહ હતો જેને સોનાનો ખૂબ જ મોહ હોવાથી એની મોત બાદ એનાં મમી ની સાથે કરોડો રૂપિયાની કિંમતનો ખજાનો પણ દફનાવવામાં આવ્યો હતો.. દસ દિવસ સુધી રઝળપાટ કર્યાં બાદ અમે એ મકબરો શોધી કાઢ્યો જેની નીચે કિંગ મોઝામ્બિ ની મમી રાખવામાં આવી હતી.. મકબરા ને ખસેડી એ છ લોકો અંદર પ્રવેશ્યાં પણ હું અને જોહારી બહાર જ ઉભાં રહ્યાં.. "

"એ લોકોએ અમને એડવાન્સ ભાડું પણ ચૂકવી દીધું હતું.. એ છ લોકોની ખોજી ટીમને વિશ્વાસ હતો કે જરૂરથી એ લોકો કરોડોનો ખજાનો શોધી કાઢશે.. હું અને જોહારી એ લોકોનાં પાછાં આવવાની રાહ જોઈ મકબરાની જોડે જ બેસી રહયાં.. પણ બે દિવસ સુધી એ લોકો પાછા ના આવતાં મને અને જોહારી ને એ લોકોની ચિંતા થઈ.. અમે લોકો એ બધાં સાથે શું થયું એ શોધવા મકબરા માં જવાનું વિચારતાં હતાં ત્યાં મકબરા ની અંદરથી બે વ્યક્તિ દોડીને બહાર આવી.. "

"એ બંને ખોજી ટીમનાં જ માણસો હતાં.. એ લોકો ની હાલત જોઈ એવું લાગતું હતું કે એ લોકો માંડ માંડ બચીને આવ્યાં હતાં.. એમનાં ચહેરા અને શરીર પર ઘણી બધી ઈજાઓ હતી અને એમનાં કપડાં પણ અહીં તહીં થી ફાટી ગયાં હતાં.. એ બંને એ જણાવ્યું કે એમની ખોજી ટુકડીનાં બાકીનાં સભ્યો જમીનમાં ધરબાઈ ગયાં છે અને એ બંને પણ ભૂગર્ભમાં મોજુદ વિચિત્ર પ્રકારનાં જીવોથી પોતાનો જીવ બચાવીને આવ્યાં છે.. "

"એ લોકોનાં ચહેરા પર મોજુદ ડર જોઈને અમે અંદર જવાનો વિચાર માંડી વાળ્યો અને એ બંને અમેરિકન ને લઈને કૈરો આવી પહોંચ્યાં.. ખરેખર એ બંને એ મકબરા ની અંદર નું જે વર્ણન કર્યું એ હાડ ધ્રુજાવી દે એવું હતું.. અમે અંદર ના ગયાં એ બાબતની અમને ખુશી થઈ રહી હતી."

"આ હતી અમારી પહેલી ખજાનો શોધવાની સફર જેમાં ચાર અમેરિકન નાગરિકો પોતાનો જીવ ખોઈ બેઠાં હતાં અને એમની લાશ પણ હવે મળવાની નહોતી.. "

આટલું કહી કાસમે પોતાની વાત ને પૂર્ણ કરી.. ખરેખર એક ખજાનો શોધવામાં જીવ ગુમાવવાની નોબત આવી શકે છે એ સાંભળ્યાં બાદ સાહિલ અને એનાં બધાં મિત્રો ને આંચકો જરૂર લાગ્યો હતો.. પણ પોતાની પ્રથમ ખજાનો શોધવાની સફરમાં મળેલી સફળતાનાં લીધે એ લોકો હજુ વિશ્વાસથી ભરેલાં હતાં.

આમ ને આમ વાતો કરતાં કરતાં એ લોકો આગળ વધી રહયાં હતાં.. સૂરજ પણ હવે બરાબરનો માથે ચડી પોતાનો કોપ વરસાવી રહ્યો હતો.. રણ ની રેતી પણ હવે ધગધગતી થઈને તાપમાનમાં વધારો કરી રહી હતી.. બપોરનાં બે વાગતાં એ લોકો એ એક ખડક ની પાછળ ઊંટ ને ઉભાં રાખ્યાં અને થોડો ઘણો નાસ્તો કર્યો.એ બધાં તરસ હોય એનાં કરતાં ઓછું પાણી પીતાં હતાં જેથી આગળ જતાં પાણી ની માત્રા એ લોકો જોડે જળવાઈ રહે.

લગભગ દોઢેક કલાક સુધી એ લોકો ખડકની આડશમાં બેસી રહ્યાં.. આ દરમિયાન ઊંટો એ પણ ખડકની આજુબાજુ જે થોડું ઘણું સૂકું ઘાસ હતું એ ખાઈ લીધું.બધાં ને પૂરતો આરામ થઈ ગયો હોય એવું લાગતાં અબુ એ બધાં ને પુનઃ ઊંટ પર સવાર થઈ આગળ વધવા કહ્યું.. પ્રથમ દિવસની જ સફરમાં બાકીનાં બધાં તો એ હદે થાકી ગયાં હતાં કે ત્યાંથી ઉઠવાનું પણ કોઈને મન નહોતું.

મને કમને બધાં પુનઃ ઊંટ પર ગોઠવાઈ ગયાં અને નાઈલ નાં પૂર્વ તરફનાં રણમાં હબીબી ખંડેર સુધી પહોંચવાની એ લોકોની સફર પાછી શરૂ થઈ ગઈ.

"માઈકલ, તને લાગે છે કે ડેવિલ બાઈબલ નાં બાકીનાં પન્ના ત્યાં જ હશે..? "પોતાનાં ઊંટ ને થોડું ધીમું કરી માઈકલ નાં ઊંટ ની સમીપ લાવીને અબુ બોલ્યો.

"ભાઈ.. મને વિશ્વાસ છે કે ત્યાં એ રહસ્યમય પુસ્તક નાં બાકીનાં પન્ના જરૂર મળશે.. અને સાથે મળશે અલતન્સ નો મબલખ ખજાનો.. "માઈકલે અબુનાં પુછાયેલાં સવાલનાં પ્રતિભાવમાં કહ્યું.

ખજાના નો ઉલ્લેખ થતાં જ અબુ, કાસમ અને જોહારી ની આંખોમાં લાલચ પથરાઈ ગઈ.. એ લોકો ને માઈકલે ખજાનામાં ભાગ આપવાની શરતે પોતાની સાથે લીધાં હતાં.. બાકી આવી વિસમ પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠી એમનેમ તો કોઈ એમનો સાથ આપવાં તૈયાર ના થાય એ વાત દુનિયાદારી ની સમજ ધરાવતો માઈકલ સારી પેઠે જાણતો હતો.

રણમાં સૌથી વધારે ચિંતા લુ લાગવાની અને પરસેવા નાં લીધે શરીરમાંથી ગ્લુકોઝ ઘટી જવાની હોય છે.. આ કારણથી જ એ લોકો જોડે ખાસ પ્રકારની ચોકલેટ હતી જેનો ઉપયોગ રણમાં મુસાફરી કરતાં સાહસિકો ગ્લુકોઝ ની પ્રાપ્તિ માટે કરતાં.. આ ચોકલેટ ને મોંઢામાં મમરાવતાં એ લોકો રકીલા ગામથી ત્રીસેક કિલોમીટર દૂર સુધી આવી પહોંચ્યા હતાં.. હવે મોબાઈલનું નેટવર્ક પણ આ વિસ્તારમાં કામ નહોતું કરી રહ્યું.

સાંજ નાં છ વાગવામાં પંદર મિનિટ જેટલી વાર હતી ત્યાં બધાં જ ઊંટ જોર જોરથી અવાજ કરવાં લાગ્યાં.. બધાં ઊંટ એટલું બધું જોર કરી રહ્યાં હતાં જાણે ત્યાંથી ભાગી જવાં મથતાં હોય.એવું બધું ઊંટ કેમ કરી રહ્યાં હતાં એ શરૂઆતમાં તો કોઈને સમજાયું નહીં.. જોહારી નાં કહેવાથી બધાં એ પોતપોતાનાં ઊંટ ની લગામ મજબૂતાઈથી પકડી.. જોહારી તો પોતાનાં અને જોડે ચાલતાં વધારાનાં ઊંટ ની લગામ કસકસાવીને પકડી ને બેઠો હતો.

"અબુ.. આ બધાં ઊંટ અચાનક આવું વર્તન કેમ કરી રહ્યાં છે..? વિરાજે અબુ ને ઉદ્દેશીને કહ્યું.

"આ રણનું પ્રાણી આવું વર્તન ત્યારે જ કરે જ્યારે નજીકમાં કોઈ મુસીબત આવવાની હોય.. આમ પણ પક્ષીઓ અને પ્રાણીઓ ની છઠ્ઠી ઇન્દ્રિય એમને પહેલાં જ ચેતવી દે છે કે થોડાં સમયમાં સંકટ નાં વાદળો ઘેરાવા નાં છે.. "અબુ વિરાજ નાં પ્રશ્ન નો જવાબ આપતાં બોલ્યો.

"પણ કેવું સંકટ.. મને તો અહીં કોઈ જાત નું સંકટ નથી દેખાતું.. "આજુબાજુ નજર કરતાં સાહિલ બોલ્યો.

આ દરમિયાન કાસમ આંખો બંધ કરીને જાણે કંઈક મહેસુસ કરતો હોય એવો ભવ એનાં ચહેરા પરથી તરવરી રહ્યો હતો.. થોડી ક્ષણો પોતાનો બધી જ ઇન્દ્રિય સક્રિય કર્યાં બાદ કાસમ મોટેથી બોલ્યો.

"આંધી.. ભયંકર ધૂળની આંધી આવી રહી છે ઉત્તર દિશામાંથી.. "

કાસમની વાત સાંભળી બધાંનાં ચહેરા નો રંગ ઉડી ગયો.. રણમાં છાશવારે આવી ધૂળની આંધીઓ આવતી હોય છે અને થોડાં જ સમયમાં એ બધું નેસતાનાબુદ કરી મુકતી હોય છે.. હજારો લોકો અને ગામનાં ગામ આવી ધૂળની આંધીમાં સમાપ્ત થઈ ગયાં હોવાનું બધાં કહે છે.. એટલે જ કાસમ ની વાત બાકીનાં બધાં માટે આંચકાજનક સાબિત થઈ હતી.!!

★★★

વધુ નવાં ભાગમાં.

એ લોકો આંધીમાંથી બચી શકશે કે નહીં..? ઈજીપ્ત ની સફરમાં ઉપયોગી વસ્તુઓ વિરાજનાં રૂમમાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ સાચેમાં ઈજીપ્ત આવી પહોંચ્યો હતો.? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

***