Apradh ni Atmakatha in Gujarati Moral Stories by Ridhsy Dharod books and stories PDF | અપરાધ ની આત્મકથા

Featured Books
Categories
Share

અપરાધ ની આત્મકથા

તારીખ ૧૪ ફેબ ૨૦૧૯ નો દિવસ, ગુરુવાર અને સમય સવારનો અંદાજેક ૭.૩૦ વાગ્યા નો હતો. એ સમયે હું સુપ્રસિદ્ધ RJ બની ચુક્યો હતો.અને મારી કારકિર્દી ની કતાર લાંબી થતી જઈ રહી હતી. એક વેબ series માટે હું લીડ રોલ કરી રહ્યો હતો. જેનું શૂટિંગ એ સમયે ચાલી રહ્યું હતું.

લોકેશન અમદાવાદ નું River Front હતું. હું લોકેશન પર પહોંચ્યો.પણ શૂટિંગ હજી ચાલુ થઇ નહોતી. એટલા માં સ્પોટ બોય એ આવીને મને જણાવ્યું કે River Front ની એ બેન્ચ પર એક છોકરી બેઠી છે. જેને અમે બે થી ત્રણ વાર ત્યાંથી જવાની વિંનતી કરી પણ એને જણાવ્યું કે આ Public Place છે અહીં બેસવાનો બધાને સમાન હક છે. પેલી છોકરી શોટ ની વચ્ચે ના આવે એ માટે હું એને ત્યાંથી હટાડવા માટે ગયો.

છોકરી River Front ની એ બેન્ચ ઉપર ઉંધી બેઠી હતી. ઉમર અંદાજેક ૨૫ વર્ષ ની લાગી રહી હતી. એના હાથ માં એક પેન અને ખોળા માં ડાયરી હતી.અને એ સતત નદી ના વહેણ ને નિહાળી રહી હતી. એની આંખો ની સુંદરતા એ મને આકર્ષી. ના જાણે નદી કિનારે એ કયા વિચાર ના સાગર માં ગોથા ખાઈ રહી હતી. એના મુખ પર એક અતુલીત હાસ્ય વેરાયેલું હતું. એના કરલી વાળ ધીમી હવા માં ઝીણું ઝીણું ઉડી રહ્યા હતા.એની સુંદરતા એ મને બે ઘડી માટે મૌન કરી દીધી. સમજાઈ નહોતું રહ્યું કે એની આંખો પ્રકૃતિ ની સુંદરતા મ્હાણી રહી છે કે પ્રકૃતિ એની આંખો ની સુંદરતા માણી રહી છે. અને એ પણ valentine નો એ પ્રેમ દિવસ જ્યાં પ્રેમ ના Perfume નો સુવાસ સવાર ની મસ્તી ને પણ મોહિત કરી રહ્યું હતું. એવામાં મારો મોહ ક્યાં કાબુ માં રહેવાનો?

મારા મોહ ને મનમોહિત કરવા મેં છોકરી ને સંબોધિત કર્યું," Hey Miss ".

અને મન માં તદ્દન ખાતરી હતી કે એ મને જોઈને ઉછળી જ પડશે. Afterall હું આ City નો Most Wanted handsome bachelor જો હતો.

અને એને વળતો સવાલ પૂછ્યો," કોણ? એના અવાજ માં મીઠાસ હતી. પણ એને પાછળ જોવાની તસ્દી પણ ના લીધી. પોતાના જ વિચારો માં એ મસ્તમગન હતી. અને એક ખુબસુરત કન્યા જયારે તમને સીધો ભાવ ના આપે ત્યારે એના પ્રત્યે નું આકર્ષણ by default વધી જ જતું હોય છે.

“હું RJ હર્ષ ગાંધી”, મેં એને જવાબ આપ્યો.

મારુ નામ સાંભળતા એના ચહેરા પરનું હાસ્ય હરક માં પરીવર્તીત થયું. અને એને થોડુંક પાછળ મૂડી ને જોયું. મેં પણ એની સુંદરતા ને હજી વધારે તાકવા બેન્ચ પર બેઠો.

શું સાચે જ તમે RJ હર્ષ છો? કહેતા એને પોતાનો હાથ મારી તરફ લંબાવવાની કોશિશ કરી.

અને મેં પણ આ તક ને ઝડપી. એના સુકોમળ હાથ ને સ્પર્શ કરવા તરત જ એનો હાથ મેં ઝાલ્યો.

મારા મન માં એના પ્રત્યે નો આકર્ષણ ધીમે ધીમે વધવા લાગ્યો. એને સ્પર્શ કરતા એના કોમળ હાથ મારા મન ને હવે કોરવી રહ્યા હતા. પણ હજુયે એ મારી સામે જોઈ નહોતી રહી. અને મારા મન માં એવી તીવ્ર ઈચ્છા જાગી કે એની આ સુંદર આંખો મારી આંખ માં પોરવાય. કદાચ એ શરમાય છે એવું મેં ધાર્યું.

કે તરત જ ત્યાં એક અંદાજેક ૫૫ વર્ષ ના ભાઈ અને એક હોસ્પિટલ નો વોર્ડ બોય દોડતો આવ્યો. વોર્ડ બોય ની ઉંમર ૩૦ સેક વર્ષ ની પ્રતીત થઇ રહી હતી.આવતા ની વેંત એને છોકરી ને કહ્યું,

“I am Sorry Mam”.

અને એના આ વાક્ય થી મારા આંખ મિલાપ માં ખલેલ પહોંચી. જેથી મને એ વોર્ડ બોય પર ગુસ્સો પણ આવ્યો. પણ એનો હાથ હજી મારા હાથ માં જ હતો એની ખુશી થઇ રહી હતી.

"જાની, સોરી શું કામ બોલે છે? અને જાની જો તો આ વ્યક્તિ કહી રહ્યા છે કે એ RJ હર્ષ છે. શું એ RJ હર્ષ છે?" એને હરક થી વોર્ડ બોય ને સવાલ કર્યો.

આ સવાલ સાંભળતા મારા મન ને ખટકો લાગ્યો. મારી પ્રસિદ્ધિ ખુબ હતી. શું એ મને ઓળખતી નથી?

કે ભાઈ એ ઉત્તર આપ્યો," હા મારી ઢીંગલી આ તારા મોસ્ટ ફેવ RJ હર્ષ જ છે." કહી એમને મારી સામે હાથ જોડ્યા. અને છોકરી નો હાથ મારા હાથ માંથી લઇ કે હું એમ કહું છીનવી એમને પોતે પકડ્યો. એના ખોળા માંથી ડાયરી અને પેન લીધી. અને વોર્ડ બોય એ તરત જ વોલ્કર એમની સામે રાખ્યું. એમને છોકરી ને વોલ્કર પર હાથ રાખવી ને ઉભા થવામાં મદત કરી. અને હું આ બધું જોતા દંગ રહી ગયો. અને બેન્ચ પરથી ઉભો થયો.

એ અપાહીજ હતી. ચક્ષુ વિહીન હતી.અને હું, હું સમજી રહ્યો હતો કે એ શરમાયી રહી હતી. માણસ ક્યારેક કેટલો ભ્રમ માં જીવતો હોય છે. એની આ સુંદર આંખો થી એ બિચારી કશુય નીરખી શકે એમ નહોતી.

એને વોલ્કર ની મદત વડે પોતાના દેહ ને બેલેન્સ થી ઉભી કરી. એને સરસ મજા નું સ્કર્ટ પહેર્યું હતું. હવે એ મારી એકદમ સામે ઉભી હતી. એની ખુબસુરતી હું ખાસી રીતે જોઈ શકી રહ્યો હતો.એના મુખના હાવ ભાવ હાશ્યકિંત હતા.આ ભાવ ના કારણે એ સુકોમળ કળી જેવી લાગી રહી હતી.

એને ફરી એક વાર ભાઈ ને પ્રશ્ન કર્યો, એ ભાઈ ને નાનું કહી સંબોધિત કરી રહી હતી જે સાંભળવા માં મીઠા ગોળ જેવું લાગી રહ્યું હતું.

"નાનું, આ RJ હર્ષ છે? OMG મને વિશ્વાસ નથી થઇ રહ્યો. કાશ હું એમને જોઈ શકત. હું તમારી મોટી ફેન છું."

એને પોતાને મારી FAN જણાવી એ વાત ની મને ખુશી થઇ. પણ એની આ અપાહીજતા હવે મને ખટકવા લાગી. હું મૌન જ ઉભો રહી ગયો. શું કહું? શું બોલું? એ મને સમજાઈ નહોતું રહ્યું.બસ એને નીરખી રહ્યો હતો. અને એ પણ ક્યાંક મને પોતાની ચક્ષુ વિહીન આંખ થી શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. એને તો એ પણ નહોતી ખબર પડી રહી કે હું એની બરોબર સામે જ ઉભો હતો એના આંખો માં જોઈ રહ્યો હતો. કે એમ કહી શકાય હવે હું ગોથા મારી રહ્યો હતો.

મેં એના નાનું ને જ પ્રશ્ન કર્યો,

"આમની આવી હાલત?"

નાનું એ ઉત્તર આપ્યો,

"એક જાનવરે એને પોતાની જીપ થી ઉડાડી દીધી, અને મારી ઢીંગલી ની આ હાલત થઇ અને…..”

એ હજી પોતાની વાત આગળ વધારે એ પેલા જ છોકરી એ એમને આગળ વાત કહેતા અટકાવી દીધો.

“Just chiil નાનું, એ તો મેજ ભગવાન ને પ્રાર્થના કરી હતી કે મારી દ્રિષ્ટિ પેલા ને આપે."

એટલે વોર્ડ બોય એ પ્રશ્ન કર્યો," આ શું બોલી રહ્યા છો તમે?"

એ મસ્તી માં વોર્ડ બોય ને જાની સંબોધિત કરી રહી હતી. જેનાથી એના મસ્તી ભર્યા સ્વભાવ ની ઝલક અંકાઈ રહી હતી.

"હા સ્તો જાની, મને એવું લાગ્યું કે મારી દ્રિષ્ટિ ની જરૂરત મારા કરતા એને વધારે છે. એટલે મેજ ભગવાન ને પ્રાર્થના કરી કે મારી દ્રિષ્ટિ પેલા ને આપે. Don’t Mind ho but I had wonderful vision, મારાથી એક કીડી પણ ના કચરાય. એ પણ જો મારી આસપાસ ફરતી હોય તો દેખાઈ જાય.પેલા બિચારા ભાઈ થી ૫ ફૂટ ની માનવી કચરાઈ ગઈ છતાંય એને દેખાઈ નહિ. તો બોલ સારી દ્રિષ્ટિ ની જરૂર મને વધારે કે એને?"

કહી એ ખડખડાટ હસવા લાગી. એના હાસ્ય માં એનું મોટાપણું છલકાઈ રહ્યું હતું. એના વિશાલ હૃદય નું પરિચય કરાવી રહ્યું હતું. જેણે એની આ હાલત કરી એને એણે કેટલી સહજતા થી માફ કરી દીધો છે એનું ખ્યાલ આવી રહ્યો હતો. અને આવી હાલત માં પણ એના મુખ નું હાસ્ય અને એ ખુશી પ્રેરણા રૂપ હતી.

હવે વોર્ડ બોય એ થોડોક ઠપકો આપતા છોકરી ને કહ્યું,"તમારા જેવી ઉદારતા અમારી હોસ્પિટલ ના દાક્તરો માં નથી mam, તો તમે please અહીં થી હવે ચાલસો? નહીંતર મારી નોકરી ગઈ સમજો."

છોકરી એ પણ હવે વિદાય લીધી અને મને કહ્યું," મને તમારા થી ફરી એકવાર મળવાની ઈચ્છા છે, હું તમને જોવા માંગુ છું."

હું નિઃશબ્દહ જ ઉભો રહ્યો.અને એ ત્યાંથી ધીરે ધીરે કર્ણાવતી હોસ્પિટલ તરફ ચાલવા લાગી. અને વોર્ડ બોય સાથે મસ્તી કરવા લાગી.

"જાની તું શું કામ ટેન્શન લે છે હમ હે ના કાયકો ડરતા તુમ ઇતના."

નાનું એ કદાચ મારા મુખ પર થી સમજી ગયા હતા કે મારે એના વિષે વાત કરવી છે એટલે એ ઘડીક ત્યાંજ ઉભા રહ્યા.

છોકરી ની આ માસુમિયત હવે મને મોહિત કરવા લાગી.

મેં નાનું ને સવાલ કર્યો," આ બધું શું છે?"

નાનું એ મને વિગત થી જણાવ્યું,"આ મારી ઢીંગલી અનાથ છે. હું વસ્ત્રાપુર માં આવેલા અનાથ આશ્રમ નો manager છું.મેં જ આ ઢીંગલી ને ઉછેરી છે. વાત ૩૧ ડિસેમ્બર ના રાત ની છે.આમ તો શિયાળા ની શરૂઆત હતી પણ આ વખતે ઠંડી એ જોર પકડી હતી.કડકડતી ઠંડી ની એ રાત માં અમારા ત્યાં કુતરા ઓ અને ગલૂડિયાં ઓ કરકરી રહ્યા હતા. જેમનો આ નાદ સાંભળી મારી ઢીંગલી થી રહેવાયું નહીં. સખત કાળા અંધારા માં એ કુતરા ઓને શી થી બચાવવા ગૌણીઓ ઉઢાળવા નીકળી પડી.અંધારું એટલું હતું કે તમારો પડછાયો પણ તમને ના દેખાય.પણ એનું મન તો પેલા નાદ થી અસ્વસ્થ થઇ ગયું હતું.એ રસ્તા પર કુતરા ઓ પણ ગોણિયો નાખતી જઈ રહી હતી કે અચાનક એક જીપ અતિશય વેગ થી આવી અને મારી ઢીંગલી ને ઠોકી દીધી. જીપ એટલી વેગ માં હતી કે એકાદી ક્ષણ માં જ આ બધું બની ગયું અને કોઈ ને અંદાજો પણ ના આવે. નિર્દયતા એટલી કે આ ઘટના પછી એ ઉભો પણ ના રહ્યો અને સડસડાટ ત્યાંથી નાસી છૂટ્યો. કદાચ એણે ભાન પણ નહિ થયું હશે કે કોઈ ઠોકાઈ ગયું છે. અને એજ એક ક્ષણ માંથી કોઈને કશુંય એ ખબર ના પડી.જીપ ની ઠોકર લાગતા મારી દીકરી પેલા હવા માં ઉછળી અને પછી જમીન પર પગની જોરે પછડાયી. આ અથડામણ ના કારણે જીપ ચલાવનાર ના હાથ માં દારૂ ની કાંચ ની બોટ્ટલે પણ મારી ઢીંગલી ને પાસે જઈને પડી અને તૂટી.જેમનો કાંચ ઉડી ને એની આંખો ને વીંધી નાખ્યો. અને પેલા નશા માં ધૂત એ નાલાયક ને ખબર પણ ના પડી કે એણે કોઈનું જીવન વીંધી નાખ્યું. એના પગ માં તો અત્યારે Multiple Fracture છે. જે સમય રેહ્તે ક્યારેક તો ઠીક થઇ જ જશે. પણ એની નજર ક્યારેય પાછી નહિ આવે. ડોક્ટરે જણાવ્યું જો કદાચ Accident ના થોડાજ સમય માં એણે અસ્પતાલ લઇ જવામાં આવી હોત તો કદાચ એની નજર બચાવી શક્યા હોત. પણ રાત ના એ સમયે ત્યાં બીજું કોઈ નહોતું જેને આ ઘટના ની જાણ થાય અને મદત કરે. એ તો હું ઘણો સમય પસાર થયા ને, એણે પાછી વળતા ના જોઈ એણે શોધવા નીકળ્યો ત્યારે મને એ લહુ લુહીયાળ હાલત માં રસ્તા પર બેભાન મળી.પણ ત્યાં સુધી તો સવાર થઇ ચુકી હતી. અને ઘણો વખત પસાર થઇ ચુક્યો હતો. લોહી પણ ઘણું વહી ચૂક્યું હતું. ડૉક્ટર ની સારવાર થી આજે તો એ ઘણી સ્વસ્થ થઇ છે હવે. પણ એ રાત નો અંધકાર હવે એના જીવન ભર નો અંધકાર બની ગયો છે."

"તમે પોલીસ ને ફરિયાદ ના કરી?" મેં એમને સવાલ કર્યો.

અને એમનો ઉત્તર સાંભળી ને હું અચંબિત રહી ગયો.

"આમ તો અસ્પતાલ માં procedure મુજબ પોલીસ કોમ્પ્લેઇન્ટ તો થઇ. પણ ખુબજ દુઃખ ની વાત એ છે કે આજ કલ Drink & Drive અને Hit & Run એ સામાન્ય ભૂલ થઇ ગઈ છે. જેને અકસ્માત નું નામ આપી ને પોતાની આત્મા ને Justify કરી દેવાય છે. એક અકસ્માતી અપરાધ.અને મારી ઢીંગલી નો સ્વભાવ ખુબ જ અલગ છે. એનું અંતર ખુબ જ દયાળુ અને ઉદાર છે. એણે વિચાર્યું કે જીપ વાળા ને સજા આપવાથી મારો અંધકાર થોડી ના પ્રકાશ માં ફેરવાઈ જશે? પરંતુ એનું જીવન જૈલ ના અંધકાર માં નષ્ટ થઇ જશે.૩૧ ડિસેમ્બર ની એ રાત હતી એટલે અનુમાન મુજબ કોઈ જુવાન જ એ જીપ ચલાવી રહ્યો હશે અને અમીર હશે. એ જુવાન નું જીવન જૈલ ના અંધકાર માં આથમી જાય એ મારી દીકરી ને માન્ય નહોતું. એ ઘટના થી એ તો અંધકાર માં ધકેલાઈ ગઈ જ હતી, બીજા ને એ ધકેલવા માંગતી નહોતી. અને બીજા ને અંધારા માં ધકેલવાથી પોતે થોડી ઉજાગર થવાના? એવી એની ઉંચ્ચ સોચ. કદાચ એ અકસ્માત માં મરી ગયી હોત તો વધારે સારું હોત. અંધકાર નું જીવન કેટલું કઠિન હોય છે. એ આતંકી હોય છે." એમના આ જવાબ માં ગર્વ અને જીપ વાળા ઉપર નીશાશા દેખાઈ રહ્યા હતા.

અને આ સાંભળતા સાંભળતા હું છોકરી ને ધીમે જતા જતા બસ નિહાળી રહ્યો હતો.મારુ મન ક્યાંક ને ક્યાંક એના નાનું નું એ રુદન જે એમના શબ્દો ની પાછળ છુપાઈ ગયું હતું એ સાંભળી રહ્યું હતું. આટલું બધું વીત્યા પછી પણ એના મુખ પર આ માસુમ હાસ્ય જઈ જ નહોતું રહ્યું. નફરત ના બદલે ફકત અને ફકત પ્રેમ. આજે મને પેલું વાક્ય એ છોકરી માં દેખાઈ રહ્યું હતું. જેનું મન સાફ હોય એના મુખે ફકત હાસ્ય જ હોય. કોઈ પણ વિકટ પરિસ્થિતિ એની ખુશી ના છીનવી શકે. પણ એ લોકો ને જીવતા શિખડાવી જતા હોય છે. ધીરે ધીરે હવે એ મારા નજરો થી ઓઝલ થતી ગઈ અને એની આરખની મારા આંખો માં અકબંદ. હું અવાચક બની ને ફકત અને ફકત ત્યાં ઉભો રહી એણે જોતો જ રહ્યો.

એ નજરો ની સામે થી અદ્રિશ્ય થઇ ગઈ એનું ભાન પણ મને ના રહ્યું.

સ્પોટ બોય એ કદાચિત મને બે ત્રણ વાર બોલાવ્યા. પણ મારી અવાચક્તા ના કારણે હું એને સમજી ના શક્યો. એટલે છેવટે એને મારા ખભા પર થાપી આપી અને હું હોશ માં આવ્યો.

"સર તમને શું થયું? શોટ રેડ્ડી છે. બધા તમારી રાહ જોવે છે."

એમ કહેતા એ ત્યાંથી ગયો. અને મેં ફરી એક વાર સામે નજર કરી, જ્યાં કોઈ દેખાઈ નહતું રહ્યું. ના છોકરી, ના એના નાનું, ના વોર્ડ બોય. એનું નામ? મેં એનું નામ પણ ના પૂછ્યું.

એનું એ હાસ્ય મારા ખ્યાલ માંથી જઈ જ નહોતું રહ્યું. હવે હું અસ્વસ્થ થયો. મારુ અંતર આતંક મચાવા લાગ્યો.મારુ મગજ સુન થઇ ગયું.અને હું શૂટ છોડી ને ઘરે જવા રવાના થઇ ગયો.

હું મારા બેડરૂમ માં પ્રવેશ્યો. અને AC નું Temprature ૧૬ પર મૂક્યું. મને એની આ મુલાકાત માયાવી લાગવા લાગી હતી. એ મુલાકાત ના હર એક પળ ના ચિત્રો મારી નજરો ની સામે નાચી રહ્યા હતા. એની એ સુંદર આંખો જયારે નદી ના વહેણ ને નિહાળી રહી હતી. કેટલી નિખાલસતા હતી. એક બાજુ આ સુંદર છોકરી અને બીજી બાજુ વહેતી નદી. બંનેવ નિખાલસ, પ્રેમાળ અને એમનું મસ્તી ભર્યું વહેણ.અને સુંદરતા તો વર્ણવી મુશ્કિલ જ લાગી રહી હતી. એ આજે અંધકાર માં જીવે છે. એની એ માસુમિયત mara મન ને મારી રહી હતી.

શું ભૂલ હતી એ અનાથ ની? કુતરા ઓને હૂંફ આપવા જ તો નીકળી હતી એ અંધકાર માં. કુતરા ઓનું કરગરવું એને અંધકાર ભુલાવી મદત ની દોટ મુકવા પર દોરી ગયો હતો. અને એ અંધકારે!, એ અંધકારે એને એવો ભડથો લીધો? અબોલ પ્રાણી ઓને પ્રેમ કરવાની સજા? આટલી મોટી ભૂલ? ભૂલ, નહિ અપરાધ. આટલો મોટો અપરાધ. એમ કહેતા મેં મારો હાથ મારા wardrobe પર રહેલા કાંચ પર પટકાર્યો.અને હાથ ને લહુ લુહાણ કરી નાખ્યો. મેં મારુ leather જેકેટ ઉતાર્યું. ૧૬ ડિગ્રી પર AC ચાલ્યા હોવા છતાંય મને પરસેવો આવી રહ્યો હતો.

આ પરસેવો ગરમી ના કારણે નહોતો. આ તો આ તો મેં કરેલા અપરાધ ના આત્મ બૌદ્ધ નો પરસેવો હતો. પશ્ચાતાપ નો પરસેવો

હા હું, હું છું એ અપરાધી, આ અપરાદ્ધ કરનાર હું જ હતો. જેની આંખો ની સુંદરતા થી મારી આજે આંખો અંજાયી હતી એને અંધકાર આપનાર હું જ છું.

મને મારા પર હવે ધિક્કાર થવા લાગ્યો. એને તો મને જાણ્યા વગર, ઓળખ્યા વગર જ માફ કરી દીધો.પણ હવે હું પોતાની જાત ને માફ? સે વાત ની માફી? અપરાધ ની માફી ના હોય. મારો ક્રોધ હવે વધવા લાગ્યો.મારુ મન જોર જોર થી રડવા લાગ્યું. એ રાત, એ રાત સ્મરણ થવા લાગી જેને મેં ભુલાવી દીધી હતી.

૩૧ ડિસેમ્બર ની એ સાંજે,પેલા મેં મારા પિતા ને નીચો દેખાડવા ડોલ ભરીને દારૂ પીધો હતો. અને પછી જીપ માં પવન ને ચીરતો અતિશય આવેગ થી પોતાના આવેશ ને મ્હાણી રહ્યો હતો. વસ્ત્રાપુર ના એ એરિયા માં અંધકાર રસ્તા પર ઓચ્છુ અને મારા અંદર વધારે હતું. નશા માં ચકચૂર હું શું ખબર કોને શું સાબિત કરી રહ્યો હતો? અને શું મ્હાણી રહ્યો હતો? એ રાતે મેં અશ્લીલતા ની સારી હદો પાર કરી દીધી હતી. જીપ માં મારા જોડે રહેલી કોલ ગર્લ ને એ વેગ થી કિસ કરવાનો આનંદ લઇ રહ્યો હતો અને આ અથડામણ થઇ હતી.સાચે જ સાચે જ, મને સારી દ્રિષ્ટિ ની જરૂર હતી. ભગવાન ની હયાતી આજે મને મહેસૂસ થાય છે. એ છોકરી ની પ્રાર્થના આજે ખરા અર્થ માં અસ્તિત્વ માં આવી એની આ માસુમ આંખે મારી ઉઘડતી આંખ ને પણ અંધકાર માંથી પ્રકાશ માં લાવી.

એ વખતે મારી હસ્તી ને આંચ ના આવે એટલે હું ત્યાંથી નાસી છૂટ્યો. પણ હવે, હવે મને મારી હસ્તી એના નિખાલસ અને માસુમ હાસ્ય ના સામે ફિક્કી લાગી રહી હતી.હું બસ હવે પોતાની જાત ને અંગારા માં ઓગાળી દેવાનો વિચાર કરી રહ્યો હતો.

પણ એનાથી શું ફાયદો થાય? મારા એક જ ક્ષણ ના અપરાધે એના જીવન ને અંધકારમય બનાવી દીધો હતો. અને હું બેશુદ્ધ થઇ ને બસ એમજ બેસી રહ્યો. એની સાથે ના આ બે પળ ની મુલાકાત ને ફરી ફરી યાદ કરતો રહ્યો. એ હરેક ક્ષણ એ કહેલી વાતો મારી ચારે ઓર ગુંજી રહી હતી. અને એનું એ ચહેરો સતત મને દેખાઈ રહ્યો હતો. મારા આંશુ માં એની આંખો ની સુંદરતા ની પીડા મને લહાવા ની જેમ મહેસુસ થઇ રહી હતી.

સવાર પડી, હું આખી રાત એમજ મારા અપરાધ નો અફસોસ કરતો રહ્યો.સવાર ની એ કિરણ મારા માટે એક અનોખું પ્રકાશ લઇ ને આવી હતી. મેં એક નિર્યણ લીધો. અને એક પત્ર લખ્યો.

નામ તો મને ખબર નહોતી એટલે મેં એને નાનું ની ઢીંગલી કહી સંબોધિત કરી.

વ્હાલી નાનું ની ઢીંગલી,

તમારી પ્રાર્થના આજે સફળ થઇ. તમારી દ્રિષ્ટિ મારી પાસે છે. જે હું તમને પરત કરું છું. કારણ એની જરૂરત કદાચ મને વધારે તો છે પણ મારી ઔકાત નથી. હું તમારો દ્રિષ્ટિ કોણ મારા અપરાધ ના ઇનામ રૂપે મારી પાસે રાખું છું. બસ

તમારો માફ કરી દીધેલો અપરાધી.
નીચે મેં મારુ નામ ના લખ્યું એ ડર થી કે મારી આ ફેન કદાચ મને નફરત કરશે એ હવે હું સહન નહિ કરી શકું. આ પત્ર સાથે મેં કર્ણાવતી હોસ્પિટલ માં એ છોકરી ને મેં ચક્ષુ દાન કર્યું.

આ મારી અપરાધ ની આત્મકથા, લોકો પોતાના જીવન ની આત્મકથા લખતા હોય છે તેથી લોકો ને શીખ મળે. પણ મારા જેવા અપરાધી શું કોઈ ને શીખવવાના? ના તો મને મારા ચક્ષુ દાન પર ગર્વ છે અને ના આ મારા અપરાધ ની સજા નો અંત.

It takes only few seconds

To HIT & RUN

But its Destroy Someone’s life SUN