Sambandho ni mithash in Gujarati Short Stories by Richa Modi books and stories PDF | સંબંધો ની મીઠાશ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સંબંધો ની મીઠાશ


"સંબંધો ની મીઠાશ "


"કામ કરી ને હું નિરાંતે બેઠો અને ઘરે પરત ફરવા તૈયારી કરવા ઊભા થયો કે અચાનક ત્યા મારા ફોન ની રિંગ વાગી અને સ્કીન પર જોયુ તો મારી મમ્મી નો હતો અને મારી ધડકન બંધ થઈ ગઈ કારણ કે મારી મમ્મી મને આમ ફોન ના કરે કંઈ કામ હોય કે પછી કોઈ મુશ્કેલી પડી જાય તો જ ફોન કરે ?"

"મે ધીમી અવાજે બોલ્યો, હેલો! હેલો! મમ્મી બોલો, કંઈ કામ હતું કેમ ફોન કર્યો "

" હા બેટા હું અને આરતી બંને બહાર જઈએ છીએ તું આવતા સુરેશમાસા ને મળી ને આવજે, તેમનો ફોન આવેલો અને તારુ કામ છે.

" પણ મમ્મી હું ઘરે પરત ફરુ છું પછી તમે જાવ અને હું પછી મળી આવા "

" સારુ બેટા "

"અને ઘરે જઈ ને હું શું જોવ છુ ,મારી પત્ની આરતી અને મમ્મી રમીલા ઝઘડો કરી રહ્યા હતા . આ બન્ને નો દરરોજ નો ઝઘડો જોઈ ને હું ખૂબ ગુસ્સા માં હતો અરે શું દરરોજ લડાઈ કોઈ ને કોઈ બહાને દરરોજ તૈયાર અને પછી એવા ભળી પણ જાય જાણે કંઇ પણ થયુ ના હોય, મારા મમ્મી છે ગામડા ની સ્ત્રી અને મારી પત્ની છે શહેર ની મોડન વહુ અને આજ બાબતે રોજ ને રોજ કંઈ થાય અને હું તો કંઈ પણ બોલવા જાવ એટલે મારી સાથે ઝઘડો કરે અને આજે પણ આજ પ્રકારે લડાઈ ચાલતી હતી અને તેનુ કારણ આરતી ના મોડન કપડાં પેન્ટ અને ટોપ અને આ મારી મમ્મી ને ના ગમ્યું અને લડાઈ ચાલુ થઇ ."

"તેવામાં તેઓ બજાર જવા નીકળ્યા "

" અમે જઈએ છીએ "

" સારુ મમ્મી જલ્દી આવજો અને ઝઘડો પુરો કરી ને આવજો "

" મમ્મી ચાલો ને પાની પુરી ખાઈએ "

" હા ચાલ આરતી મારે પણ ખાવી છે આ તારી સાથે રહી ને ટેવ પડી ગઈ છે

" એમ મમ્મી! "

" હા દિકરા અને જો મે તને પેન્ટ પહેરવાની છૂટ આપી છે પણ તુ બહાર પહેરી ને આવે તે ગમતુ નથી "

" હા સારુ મમ્મી., સોરી "

"પાની પુરી ખાઈ બજારમાં ફરે છે પણ કોઈ વાત પર પાછો ઝઘડો થયો અને ચલતા ચલતા તેઓ બજાર તરફ તો નીકળ્યા પણ તેઓ વચ્ચે ઝધડો ચાલુ જ હતો અને ચાલતા ચાલતા અચાનક તેઓ નું ધ્યાન એક માજી પર કેન્દ્રિત થયું "

"મમ્મી! મમ્મી! "

" શું છે આરતી બસ કર હવે કેટલો ઝધડો કરે છે "

" પણ મમ્મી પેલા જુઓ ચંદન માસી! "
( ચંદન માસી - રમીલા માસી ના બેન)

" કયાં છે મારા બેન! "

".પેલા જુઓ પોસ્ટ ઓફિસ ની બહાર ઊભા છે "

" હા પણ જોયા પણ શું થયું મારી બહેન ને! "

" ચાલો જોઈએ "

" અચાનક રમીલા માસી ના ફોન પર ફોન આવ્યો "

" હાલો,, "

" મમ્મી , આરતી કયાં છે? "

" આ વાત કર આરતી સાથે એ તો ફોન ઘરે જ ભુલી જાય"

" હા.....હાલો, બોલો જયેશ "

" હા આરતી તમે કયાં છો હું આવુ છું ત્યા, મારે એક વાત કહેવી છે "

" હા જલદી આવો જયેશ અમારે પણ કામ છે અને અમે જુની પોસ્ટ ઓફીસ પાસે છીએ ,અહી ચંદન માસી મળ્યા છે. "

"હાલો...... હાલો,,,,,, જોર થી બોલ સંભળાતુ નથી આરતી "

" હા જયેશ તમે અહી આવો જાવ પહેલાં "

" હા સારુ "

"મમ્મી સાંભળો જયેશ આવે છે "

" હા આરતી "

"શહેરનો સુમસામ રસ્તો અને પવનની ગતિ ઝડપી અને બપોર નો સમય હતો અને એક માજી પોસ્ટ ઓફીસ ની બહાર બેઠા હતા અને બરાબર બાજું માં એક મોબાઈલ ની દુકાન હતી ચંદન માસી બરાબર પોસ્ટ ઓફીસ બહાર માથું દીવાલ સાથે ટેકવી ને બેઠા હતા. તેઓ સવાર ના બેઠા હતા અને ત્યારે અંદર થી એક માણસ બહાર આવ્યો અને બોલ્યો માજી આ લ્યો તમારા રુપિયા પણ માજી તમારા આ પત્ર પોસ્ટ કરી શકુ નહી "

" આ બઘું દુર થી રમીલા અને આરતી જોઈ રહ્યા હતા પણ તેઓ દુર હતા "

"માજી બોલ્યા પણ કેમ આવુ કરે છે આ કાડૅ મારા દિકરા ને મોકલવા નું છે અરે બેટા કેટલાક સમયથી મારા દિકરા ને હું મળી નથી "

"પણ માજી તો ફોન કરી ને વાત કરો - પોસ્ટ ઓફીસ નો માણસ બોલ્યો "

" પણ ફોન ઊચકતો નથી મારો દિકરો "

"આ સાંભળી ને તે માણસ ની એક આંખ આંસુ થી ભીની થઇ જાય છે પણ માજી ને કહે છે કે કંઈ નહીં બેસો અહી "

"પણ બેટા તુ આ પત્ર પોસ્ટ કરી આપ ને મારા દિકરા ને "

" પણ માજી તમે સમજો છો કે નહી આ પત્ર માં સરનામું જ નથી તો હું કયા મોકલુ? "

" ચંદનબેન,,,, તુ અહી કેવી રીતે - રમીલા માસી બોલ્યા "

"હા માસી તમે અહી - આરતી બેન બોલ્યા "

" અને ચંદન માસી અચાનક રમીલા માસી ને ભેટી પડ્યા "

રમીલા માસી = બેન તમે અહી!

ચંદન બેન = હા બેન ચાંદની સાથે લડાઇ થઈ અને હું ઘર ની બહાર નીકળી ગઈ પણ મારી તબિયત લથડી ગઇ હતી અને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને હોસ આવ્યો પછી અહી ભટકુ છું "
(ચાંદની - ચંદન માસી ના છોકરા ની પત્ની)

આરતી = કેમ તમે ઘરે ના ગયા

ચંદન માસી = મને યાદ નથી બેટા ઘર

આરતી = એમ કેમ !

માસી ને ભુલવા ની બિમારી છે - પાછળ થી અવાજ આવ્યો અને જોયુ તો જયેશ હતા "
( જયેશ - રમીલા માસી નો છોકરો)

જયેશ = હા મમ્મી મારી સુરેશ મામા સાથે વાતચીત કરી તેઓ એ આજ વાત કરવા સવારે મળવા બોલાવતા હતા .અને એજ વાત તમને અહી કહેવા આવ્યો હતો અને જો ચંદન માસી મળી ગયા

આરતી = પણ કેવી રીતે થયુ!

જયેશ = હા આરતી થોડા દિવસ અગાઉ ચંદન માસી ખોવાઈ ગયા હતા અને આ વાત પણ આપણ ને ખબર નથી પણ તરત મળી ગયા હતા પણ પછી સુરેશ મામા અને શૈલેષ ભાઈ એ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા અને તેમાં તેઓ ની આ ભુલવા ની બિમારી ખબર પડી અને તેઓ ને મગજ માં ગાઠ પણ છે "
( શૈલેષ ભાઈ - ચંદન માસી નો છોકરો)

રમીલા માસી = અરે મારી બેન સાથે શું થઈ ગયુ અને કોઈ કશું કીધુ પણ નહી

જયેશ = અરે મમ્મી તારી તબિયત ખરાબ ના થાય એટલે મામા એ ના કહેવા દીધુ મને સુરેશ મામા એ બધી વાતો કીધી પણ જુઓ ને આમ અચાનક માસી ને શું થઈ ગયુ? ઘર ની લડાઈ માં તેઓ બહાર નીકળી ગયા અને શૈલેષ ભાઈ અને ચાંદની ભાભી ખૂબ જ શોધે તમને અને કદાચ અહી પણ તેઓ શૈલેષ ભાઈ શોધે છે તેઓ નું ઘર શોધે છે અને પ્રેમ શોધે છે પણ મમ્મી ચિંતા ના કરો દવા ચાલુ છે બસ થોડા દિવસ તેઓ સાથે હળી મળીને રેહવુ પડશે અને પ્રેમ થી રહે અને ઝઘડો ના કરે તો વધારે સારું "

ચંદન માસી= મારા જ શહેરમાં ખોવાઈ ગયેલો મારો દીકરા ને હું શોધુ છું

રમીલા બેન = કેવી હાલત થઈ ગઈ છે મારી બેન ની ! જોને ઘર ખબર નથી તેમ છતાં અહી આવ્યા છે.

જયેશ = ચાલો માસી ઘરે તમારુ પરિવાર તમારી રાહ જોઇ છે.

આ ઘટના બાદ આરતી રમીલા માસી પાસે જઈ ને સોરી બોલે છે અને ભેટી પડે છે આ ઘટના બાદ હવે રમીલા માસી અને આરતી એક અલગ સંબંધ હોવાનો એહસાસ થાય છે. હવે એક બીજા ના મિત્ર તરીકે રહે છે આરતી ને આ ઘટના બાદ આવો વિચાર આવે છે અમારા ઝઘડા ની અસર ઘણી જોવા મળે છે એટલે હળીમળી ને રહેવુ સારુ છે અને હવે તો રમીલા માસી પણ આરતી તરીકે રહેવા નો પ્રયત્ન કરે છે જેમ કે ફેશન અપનાવવી. અને આરતી એ રમીલા બેન ને ખુશ કરવા ના પ્રયત્ન કરે છે અને ખરેખર આ ઘટના સાસુ-વહું ના સંબંધો માં એક અલગ મીઠાસ લાવે છે અને કડવાસ દુર કરે છે . અને એક બીજા માટે સમય કાઢે છે અને આરતી પણ મમ્મી ની જેમ કાળજી રાખે છે "

Richa Modi
Heart
કાલ્પનિક લખાણ છે