તારે જાણવું જ હોય તો સાંભળ..." રોહન ગુસ્સામાં લાલ થઈ ને બોલ્યો.
" મારો એક ભાઈ હતો. જે તારી બહેનનાં ક્લાસમાં હતો. સ્કુલ સમયથી જ તે બંન્ને એક જ સાથો ભણતાં આવ્યાં છે. જ્યારે સ્કુલ પુરી થવાં આવી તો તેને લાગ્યું હવે કદાચ તે અને સાક્ષી જુદા પડી જશે. પણ કોને ખબર હતી કે જે કૉલેજમાં મારાં ભાઈએ એડમિશન લીધું ત્યાં જ સાક્ષી પણ આવવાની હતી ભણવા. બંન્ને એકસાથે ફરી ત્રણ વર્ષ માટે સાથે રહેવાનાં હતાં. સ્કુલમાં તો નહીં પણ કૉલેજમાં બંને સારાં મિત્રો થવાં લાગ્યાં હતાં. મારાં ભાઈને મેં કોઈ દિવસ ચોપડીની બહારની વાતો કરતા નથી જોયો પણ જ્યારથી સાક્ષી સાથે તેની મિત્રતા બંધાઈ હતી ત્યારથી તે થોડો વધારે જ ખુશ રહેવા લાગ્યો હતો. હસતાં રમતાં જાણે શીખવી દીધું હતું સાક્ષીએ. અને મને આ દરેક વાત ઘણી પસંદ આવતી. જ્યારે કૉલેજનો છેલ્લો દિવસ હતો તો મારાં ભાઈએ સાક્ષીને પ્રપોઝ કર્યું. તેને જણાવ્યુ કે તે સાક્ષીને પસંદ કરવા લાગ્યો છે. તદ્દન નિસ્વાર્થ ભાવના હતી તેની. પણ......"
"પણ શું નિયતિ એ પુછ્યું.
" પણ તારી બહેને મારાં ભાઈનું દિલ એમ તોડ્યું જાણે કોઈ રમકડું હોય. પહેલાં તો વાત સાંભળી ને સાક્ષીએ તેને લાફો મારી દીધો જાણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ . છતાં મારો ભાઈ તેને સમજાવવાની કોશિશ કરવાં લાગ્યો તો તેણે કહ્યું કે તે મારાં ભાઈને ક્યારેય પ્યાર નહીં કરી શકે. મારો ભાઈ તેનાં માટે perfect match નથી. અને સાક્ષી માટે આવું વિચારવાનો મારાં ભાઈને કોઈ અધિકાર નથી. અને ખબર નહીં બીજું શું શું...! આ દરેક વાતનો મારાં ભાઈ પર એટલો ઉંડો અસર થયો કે કેટલાય દિવસ સુધી તે પોતાનાં મોં માથી એક પણ શબ્દ બોલવાની હાલતમાં ના રહ્યો અને ખાવાં પીવાનું પણ ધીમે ધીમે છોડી દીધું. તેનાં કારણે તેની હાલત લથડતી ગઈ અને આખરે તે....." રોહન બોલતાં બોલતાં અટકી ગયો અને આંખો છલકાઇ ગઇ.
રોહનનાં ચહેરાં પર પીડાના નિશાન સાફ દેખાતાં હતાં. નિયતિની આંખમાંથી પણ રોહનની હાલત જોઈ દુઃખના આંસુ આવવાં લાગ્યાં.
નિયતિ રોહનને ચુપ કરાવવા તેનાં ખભે હાથ મૂકવા હાથ લંબાવ્યો ત્યાં તો રોહને ફરી બોલવાનું શરું કર્યું
".... અને એટલે જ મેં પહેલાં તો તારી બહેનની પુરી જાણકારી કાઢી અને પછી તારી. મને જાણ થઈ કે સાક્ષી જેને સૌથી વધારે પ્રેમ કરે છે તો એ તું છે. એટલે જો મારે સાક્ષીને ક્ષતી પહોંચાડવી હશે તો મારે તારાં પર વાર કરવો પડશે. એટલે મારી નજર તારી તરફ વળી. તારી દરેક વાતો અને હરકતો પર મારી નજર હતી. છ મહિના તારી પાછળ બધી માહિતી મેળવ્યા પછી મને જાણ થઈ કે તારી નજીક આવવું હશે તો મારે બાઈક નો ટેકો લેવો પડશે. તારાં માટે..ફક્ત તારાં માટે મેં તારી કૉલેજ માં એડમિશન લીધું અને એક બાઈક પણ. જાણી જોઈને મેં પોતાનું બાઈક એ જગ્યા પાર્ક કરવા લાગ્યું જ્યાં તારી નજર પડે. અને પછી તો તને ખબર જ છે કે શું થયું...."
નિયતિને ધીમે ધીમે એકેએક વાત સમજ આવવાં લાગી. દરેક વાતનો સંપર્ક હવે સાફ થવાં લાગ્યો હતો.
નિયતિને છતાં હજું ગુંચવણ હતી " તો તેં સાક્ષી આગળ આજે મને કેમ ઓળખી નહીં? તારી જોડે તો સારી તક હતી દીદીને દુઃખી કરવાની..!"
રોહન એક સ્મિત સાથે બોલ્યો " સાચું કહ્યું તેં... મારી જોડે પુરેપુરી તક હતી. પણ જ્યારે મેં તારાં મુખ પર એક તડપ એક આશ્ચર્ય જોયું . અને જ્યારે તને અવગણી ત્યારે તારાં ચહેરાં પરનું દુઃખ જોયું ત્યારે મને ભાન થયું કે જો તારી જોડે થોડો સમય વિતાવીને તને આટલી દુઃખી કરી શકું છું તો તારી બહેનને પણ કરી શકું છું. આખરે જેટલું દુખ મારાં ભાઈને થયું હતું તેનાથી વધારે દુખ તારી બહેનને ભોગવવું પડશે. એટલે હવે હું સાક્ષી સાથે સંબંધ વધારીશ અને પછી......... "
"પછી શું? " નિયતિ ગભરાઈ ગઈ.
પછી તો તને ખબર જ છે ને dear..." રોહનનાં રાક્ષસી વિચારો તેની બોલીમાં દેખાતાં હતાં નિયતિને.
"બસ રોહન બસ... પોતાની જાતને કેટલી નીચ સાબિત કરીશ? આટલું કર્યા પછી પણ તને સંતોષ નથી?... ક્યાં સુધી તારાં મનમાં તું આટવી દરીદ્રતા ભરી રાખીશ? તને ભાન પણ છે તું કયાં રસ્તે ચાલી રહ્યો છે?...." નિયતિએ રોહનને સમજાવવાની કોશિશ કરી.
" હું ભલે જે રસ્તાથી ચાલું... તને તેનાંથી કોઈ મતલબ ના હોવું જોઈએ. અને સંતોષ તો મારાં ભાઈને મળશે સાક્ષીની આંખોના આંસુને જોઈને...."
"રોહન..." નિયતિ એ જોરથી બૂમ પાડી.
ગુસ્સામાં ભરાયેલી નિયતિ " બસ બહું થયું હવે. તારી આ અભદ્ર રમતને હું વધારે દૂર નહીં જવાં દઉં. હમણાં જ તારી દરેક વાતને ખુલ્લી પાડું છું દીદી આગળ. "
રોહન જોરથી હસ્યો. " તું દીદીને કહીશ અને તે માની જશે?... ના મારી જાન ના.... સાક્ષીની આંખો પર મારી પટ્ટી છે. એટલી જલદી તે કશું નહીં માને. અને હું વિશ્વાસ કરવા પણ નહીં દઉ. "
નિયતિ કંઈક વિચાર કરવા લાગી અને પછી બોલી..." સાચું કહ્યું રોહન... થેન્કસ હાં... મેં તો આના વિશે વિચાર્યું નહતું. હવે હું દીદીને નહીં કહું..... હવે હું મારાં પપ્પા ને કહીશ. તારી દરેક રમતનો પોલ બહાર પાડીશ તું જો હવે...." નિયતિની બોલીમાં ચમક હતી અને આટલું બોલી નિયતિ ફટાફટ ત્યાંથી દોડી નીકળી.
રોહન ગભરાયો અને નિયતિને પકડવા તેની પાછળ દોડ્યો. રોહનનાં મનમાં ફક્ત એક વાત ચાલતી હતી કે નિયતિ તેનાં ઘેર પોહચી તો રોહનની બધી રમત બગડી જશે. અને નિયતિનાં મનમાં ફક્ત એક વાત ચાલતી હતી કે જો તે ઘેર ના પહોચી તો સાક્ષીની જિંદગી બરબાદ થઈ જશે.
નિયતિ તેની પુરી તાકાત લગાવી દોડી રહી હતી. અને રોહન તેને પકડવા તેની પાછળ પાછળ.....
શું રોહન નિયતિને પકડી શકશે કે નિયતિ રોહન વિશે બધાને જણાવી શકશે?......
ક્રમશઃ