પ્રકરણ ૫:"અંતિમ રાઝ..! "
.
દિવ્યેશના પરસેવા છૂટી ગયા હતા,
તે મનમાં વિચારી રહ્યો હતો,
"આ ગાંડો ખબર નઈ કયું ભૂત મારી પાછળથી લાવશે? "
અચાનક નિગમની પકડ ઢીલી થઈ ગઈ,
તે નાનકડી સ્માઈલ આપીને બોલ્યો,
"બેટા, જરાક આગળ આવતો...!! "
પાછળથી પોતુ કરતાં કરતાં એક સ્વિપર આગળ આવ્યો અને બોલ્યો,
"કેમ છો દિવ્યેશ સાહેબ મજામાં?? "
"દિવ્યેશ ભાઈ, આ મારો રજ્યો છે,
મારો બાળપણનો મિત્ર અને મારી આ વાર્તાનો કોઓથર...!! "
નિગમ ગર્વથી બોલ્યો..
"મતલબ? મને કંઈ સમજ ના પડી, "
મૂંઝવણમાં દિવ્યેશ બોલ્યો.
હું તને બધુ સમજાવુ,
નિગમે વાત શરૂ કર્યું,
"તને કદાચ યાદ હોવું જોઈએ કે આપણા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે જ્યારે મને મળવા આવ્યા ત્યારે એણે મારી જોડે બબાલ કરેલી કે, મારા લીધે કંપનીને નુકસાન થઈ રહ્યું છે.
સાલુ આ કંપનીને ફાયદો અપાવવા મેં દિવસ-રાત એક કરી દીધા છે, તેમ છતા મારૂ આવુ અપમાન મને ગણકાર્ય ન હતું.
બસ તે દિવસથી મેં ડિસાઈડ કરી લીધું હતું કે,
એને તો નહીં જ છોડુ..
જ્યારે મને ખ્યાલ આવ્યો કે કંપની નવો શેર માર્કેટમાં મૂકવાની છે અને પબ્લિક ચારેબાજુથી એ લેવા તૂટી પડવાની છે એટલે મેં એક સ્ટોરી બનાવી..
રોજ રાતે સાયકોલોજિસ્ટ સાથે એટલે જ વાત કરતો કે એને ખ્યાલ આવે કે મેં કોકેન મૂકી દીધું છે. અને ક્ષમા ના સોગંધ દિવ્યેશ,
કોકેન તો મેં બંધ કરી જ દીધું છે પણ,
'૨૦ દિવસથી નહીં છેલ્લા છ મહિનાથી'
છ મહિના પહેલા જ્યારે કોકેન મે છોડ્યું ત્યારે મને વિથડ્રોઅલ સિમ્પટ્મ્સ આવાના શરૂ થયા હતા,
પણ ક્ષમાનો પ્રેમ અને મારા આવનાર બાળકના પોઝિટિવ વિચાર મારી આ કોકેનની આદત પર ભારે પડ્યા,
અને મને એ આદત છૂટી ગઈ.
પણ મારા એ સિમ્પટ્મ્સનો મે મારી આ સ્ટોરીમાં ઉપયોગ કર્યો.
કોઈ ઉબર ક્યારેય હતી જ નઈ,
હું ને રજ્યો રોજ મારી કારમાં જ ગાંધીનગર પાછા આવતા,
છેલ્લા એક મહિનાથી આ વાર્તાનુ પ્લાનિંગ હું કરી રહ્યો હતો,
વનરાજ અને તેની ફેમિલી, મારા જ બનાવેલા કેરેક્ટર્સ છે,
કદાચ મારી રમતના બેસ્ટ પ્લેયર્સ.
હું ઘરે ના પહોંચ્યો એટલે ક્ષમા પોલિસ ફરિયાદ નોંધાવાની હતી, એ ચોક્કસ હતું,
અને ખેતરમાં બેઠો બેઠો હું એ પોલિસની જ રાહ જોતો હતો,
પણ પોલિસ મને શોધી ના શક્તા, કંટાળીને રજ્યા જોડે અજાણ્યા નંબરથી ફોન કરી મારી બાતમી મેં તેમના સુધી પહોંચાડી..
બસ પછી કરેલુ ભાગા દોડીનું નાટક,
અને મારી આ વાર્તાને 'હેલ્યુસિનેશન' એટલે કે " કોકેન વિથડ્રોઅલનુ સર્ટિફિકેટ મળી ગયું.. "
"પરંતુ સવારે કોકેનના ઇન્જેક્શન સાથે નશામાં તુ અમને મળેલો એનું શું.....??"
નિગમની વાતને વચ્ચેથી કાપતા દિવ્યેશે પૂછયું..
"એના માટે તને 'મેડલિન લુડવિગ' ની ફેમસ સ્ટોરી ખબર હોવી જોઈએ.
એક ફોરેનર ટીનેજર હતી મેડલિન.
કોકેનની સોલિડ એડિક્ટ..
છોકરી દેખાવે એકદમ ફટાકડી ,પણ કોકેન જ જાણે એનામાં વહેતું.
એક વખત જીંદગીથી કંટાળીને તેણે કોકેનનો હેવી ડોસ ઈન્જેક્ટ કરી લીધો.
કોકેનનું ટોલરન્સ વધારે હતુ એટલે જીવ તો બચી ગયો
પણ એને એક સ્ટ્રોંગ હાર્ટ અટેક અટેક આવ્યો..
બસ આ જ વાતને મેં પકડી લીધી,
કારણકે ૨૦ દિવસથી કોકેન છોડેલા લોકો સિમ્પટ્મ્સના લીધે આવો હેવી ડોસ લઈ લેતા હોય છે.
આ રજ્યાએજ મને ઈન્જેક્શન આપેલું,
બે સેકન્ડ માટે તો મને થયું કે આપણું ચેપ્ટર ક્લોઝ, પણ બચાવી લીધો મને ઉપરવાળાએ.
અને તરત મિડિયામા મારી કોકેન વાળી વાત રજ્યાએ લિક કરી દીધી,
હું ભાનમાં આવુ એ પહેલાં તો મારા આ કોકેને આખી કંપની ડૂબાડી દીધી,
નવો લોન્ચ કરેલો શેર અને તેના હોલ્ડર બધા એકસાથે ક્રેશ થયા... "
નિગમે બદલો પૂર્ણ થયાની ખુશી વ્યક્ત કરતા કહ્યું..
"ગજબ છે સાલા તુ,
પણ કંપની ડૂબાડવામાં તુ પણ ડૂબ્યો જ ને.
એ શેર પર તો તે તારી તમામ મૂડી લગાવેલી.. "
દિવ્યેશે પૂછયું..
નિગમે હસતાં હસતાં કહ્યું,
"શેરબજારનો હું જૂનો ખિલાડી છુ દોસ્ત.
મે મારા તમામ પૈસા એક સોફ્ટવેર બનાવતી કંપનીના શેર પર લગાવેલા.
જેમાં મને પ્રોફિટ પણ તગડો થયો છે..!! "
"સાલુ તારી બબાલમાં નુક્સાન મને થયું.. "
રડમસ અવાજે દિવ્યેશ બોલ્યો..
"તુ ટેન્શન ના લે, મારો અડધો પ્રોફિટ તારો..! "
તારૂ આ રડતુ મોઢું મને બહુ ખટકે છે..!! "
એમ કહીને નિગમ અને રજ્યો હસવા લાગ્યા.
અચાનક પાછળથી સિસ્ટરનો અવાજ આવ્યો,
"સર તમારી વાઈફને અસહ્ય લેબર પેન ઉપડ્યું છે...! "
બધા ક્ષમા પાસે દોડે છે...
થોડીક ક્ષણો પછી,
નિગમના હાથમાં એનો અને ક્ષમાનો અવતરેલો એક નાનકડો જીવ મૂક્તા ડૉક્ટર બોલે છે,
"કોન્ગ્રેચ્યુલેશન્સ,
બેબી બોય આવ્યો છે....!! "
નિગમ બચ્ચાને ખોળામાં લઈને એકીટશે તેને જોઈ રહ્યો છે,
રજ્યો નિગમના એક કાનમાં ધીમેથી બોલ્યો,
"ભાઈ, આનુ નામ શું રાખીશું..?? "
બીજા કાનમાં દિવ્યેશ ધીમેથી બોલ્યો,
"એક કામ કર,
વનરાજ નામ રાખ......!! "
ત્રણેય એકબીજાને જોઈને હસવા લાગે છે.....!!!
The end...!!
ડૉ. હેરત ઉદાવત.