Kathputli - 8 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 8

Featured Books
Categories
Share

કઠપૂતલી - 8

જગદિશ પોપટસરના બુલેટ પર પાછળ બેઠો હતો.
તેજ રફ્તારથી ખટપટિયા જમના પાર્ક સોસા. તરફ ભાગી રહ્યો હતો.
જગદિશના મનમાં ગડમથલ જામી હતી.
બે મર્ડર થયા છે.. અને બન્ને મર્ડર થયેલ વ્યક્તિઓનુ ફેમિલી ઓરિસ્સાથી બિંલોંગ કરે છે.
આ જોગાનુજોગ ન હોઈ શકે...!
મર્ડરરનુ જરુર આ લોકો સાથે કોઇ ગાઢ કનેક્શન હશે.. અને એ લીંક કઈ છે..?
એને ઉજાગર કરવા જગદિશનુ મન તલપાપડ હતુ.
બન્ને મર્ડર પરસ્પર સંલગ્ન હતા. મર્ડર વેપન બન્નેમાં અલગ અલગ વપરાયુ હતુ. 
પણ મર્ડરર એક જ હતો.
પોપટસરે પોતાની ઓળખ છૂપાવી કરણદાસનાં વાઈફને તત્કાલ સુરત પહોચવા ફોન જોડેલો.
કરણદાસનાં વાઈફ ટ્રેનમાથી બોલતાં હતાં અને મોર્નિંગમાં એ પહોંચી જશે એમ તેમનુ કહેવુ હતુ.
એટલે ખટપટિયાને કરણદાસના મર્ડરના ન્યૂઝ આપી એમની મુસાફરી બગાડવાનુ ઉચિત ન લાગ્યુ.
કદાચ એ ઓરિસ્સા હોત તો જરૂર ખટપટિયાએ આ માઠા સમાચાર આપી દીઘા હોત..
હવે એ હેમખેમ સૂરત પહોંચે એ જરૂરી હતુ.
અને એટલે જ પોપટસરને એનાં વાઇફને મળવાની તાલાવેલી હતી.
ખટપટિયા ઈસ્પે. જગદિશ સાથે એમના બંગલે પહોચ્ચો ત્યારે સોફા પર પ્રભાવી વ્યક્તિત્વ ઘરાવતી સ્ત્રીને સાવ પડી ભાગેલી હાલતમાં સોફા પર ફસડાઈ પડેલી જોઈ.
એમની પડખે બે-ચાર સ્ત્રીઓ બેઠી હતી.
જે ખટપટિયાને જોતાંજ ઉભી થઈ ગઈ. રડી રડીને એમની આંખો સૂજી ગઈ હતી. 
એમના સેંથાનુ સિંદૂર ભુસાઈ ચૂક્યુ હતુ.
એમનો રોતલ ચહેરો જ કહી આપતો હતો કે પતિના મૃત્યુના વાવડ એમને મળી ગયા છે..
અને પતિને છેલ્લી ઘડી ન મળી શકવાનો વસવસો એમની આંખોમાં વર્તાતો હતો.
પોપટ સરને જોતાં જ એમને મોંઢુ છૂપાવી હૈયાફાટ આક્રંદ કર્યુ.
ખટપટિયા એ એમની પડખે જઈ કહ્યુ.
"મેમ.. તમારી મનોસ્થિતિ સમજી શકુ છું..
અત્યારે તમારા પર શુ વીતી રહી હશે એનો અંદાજો મને છે જ.. કેમ કે મે પણ મારા એક અંગત સ્વજનને ગુમાવ્યુ છે.. 
કેટલીય રાતો સુઘી હું નિંદ લઈ શક્યો નથી. 
જીવવુ દુશ્કર થઇ ગયેલુ. 
પણ જીવવુ જ પડે છે મેમ.. પરિસ્થિતિને વશ થઈને વર્તમાનને સ્વિકારવો પડે છે.
જગદિશે જોયુ કે ખટપટિયા ખુબ ભાવવિભોર બની ગયો હતો. 
એક કઠોર અફસરમાં એક કોમળ ઈન્સાનને અનકહી યાતના ભોગવતો તરફડતો એણે જોયો.
સોરી તમે સફરમાં હતાં એટલે તમારા હસબન્ડના મર્ડરના બેડ ન્યૂઝ આપી તમને આઘાત આપવાની દુષ્ટતા હુ ન આચરી શક્યો..!
"એમની અંતિમ ક્ષણોમાં હુ એમની પડખે નહોતી સર..!"
એમનો અવાજ ગળગળો હતો. 
પતિની પડખે ન હોવાની ભારોભાર વ્યથા હતી એમાં.
ખરાબ ન લગાડો તો થોડીક માહિતી જોઈતી હતી.
આ સમય તો અનુકૂળ નથી જ પણ શુ કરૂ ડ્યૂટી છે કરવી તો પડેજ..!"
એમણે ચરબીથી ભરાવદાર લાગતા આંસુથી ખરડાયેલા ચહેરાને સાડીના પલ્લુથી લૂછ્યો.
ખટપટિયા સોફા પર એમની પડખે બેસી ગયો..
મેમ.. જેટલુ પૂછુ એના સાફ સાફ ઉત્તર આપશો તો બહેતર રહેશે..
કેમકે તમારા પતિનો ખૂની માત્ર એમનુ જ ખૂન કરીને અટક્યો નથી.. એણે જસ્ટ બીજા મર્ડરને અંજામ આપી દિઘો છે..!
અને કદાચ..
"અચ્છા, મને એ કહો તમે ઓરિસ્સા જવાના હતાં એ વાત કોણ કોણ જાણતુ હતુ.?
"સર..! મારે ક્યાંય પણ જવાનુ થાય ત્યારે એમના સિવાય કોઈને જાણ કરવાની હોતી નથી.
અને એમના ડાયમંડ યુનિટમાં પણ મારી અનુપસ્થિતિથી કોઈ ફરક પડતો નહોતો એટલે કોઈ બીજાને જાણ કરવાનો સવાલ જ ઉઠતો નથી..!
"પણ ખૂની એ હકિકતથી સુપેરે જ્ઞાત હતો.
તમારી અનુપસ્થિતિનો લાભ એણે ઉઠાવ્યો છે...!
"ઓરિસ્સા છોડ્યાને તમને કેટલો સમયગાળો થયો..?"
"લગભગ આઠેક વર્ષ થયાં..!"
જગદિશે સૂચક દ્રષ્ટી ખટપટિયા સામે નાખી.
"તમારાં મેરેજ થયેલાં..?"
નહી એગેન્જમેન્ટ થયેલાં. એ સૂરત આવ્યા પછી બીજા વર્ષે મારાં લગ્ન થયાં.
"ડાયમન્ડમાં આટલા ઓછા સમયમાં સારી પ્રગતિ કરી..?"
"હા, એમનુ નોલેજ આ ઘંઘામાં સારુ હતુ. અને અમારાં લક સારાં હશે કે મોટા વેપારી સાથે પોતાના યુનિટ માટે સપોર્ટ મળ્યો અને અમારી પ્રગતિનુ પ્રથમ સોપાન આરંભાયેલુ.
"ઓકે... મેમ.. લાશ પોષ્ટમોટમ માટે હોસ્પિટલ જરૂર મોકલી છે પણ તમે ચહેરો જોઈ લો પછી જ પોષ્ટમોટમ કરવાના મારો સખત આદેશ છે..
તમે સિવિલ પહોચો.. હું ત્યાં જ તમને મળુ..!
એટલુ જરૂર કહીશ.. મર્ડરર બદલો લઈ રહ્યો છે.. 
જેનો જરૂર કોઈ પાસ્ટ છે અને એમાં તમારા પતિનુ ઈન્વોલમેન્ટ કયાંકને ક્યાંક હોવુ જોઈએ..
એ કઈ રીતે..! હું જરુર શોઘી લઈશ..!"
કહી ખટપટિયા.. જગદિશ સાથે હોસ્પિટલ તરફ રવાના થયો.
( ક્રમશ:)