આપણે આગળ ના ભાગ માં જોયું કે ચાર ભાઈઓ એ એકઠા થઈ ને અંગદ ને મારવાની શપથ લીધી છે ,એટ્લે સલિલ ,મારુત અને વ્યોમ ત્યાં આવી પહોચે છે પોતાની સેના સાથે.પરંતુ એટલામાં પૃથ્વી ને સંપૂર્ણ સત્ય ની જાણ થઈ જાય છે ,પૃથ્વી પોતાના વિવાહ ની અંતિમ વિધિ અધૂરી છોડી ને મનસા અને અવિનાશ ની મદદ થી નઝરગઢ ના દ્વાર પુનઃ ખોલી ને નઝરગઢ માં પ્રવેશ કરે છે અને પાવક ને મૃત્યુ બક્ષે છે , પરંતુ થોડીક ક્ષણો પાવક પુનર્જીવિત થઈ જાય છે ....
ક્રમશ : .......
પાવક નું શીશ પોતાના ધડ પર લાગી ગયું અને થોડીક આગ ની ચિનગારી થઈ, અને પાવક ફરીથી ઊભો થઈ ગયો.
પૃથ્વી ને પોતાની આંખે જોયેલા દ્રશ્ય પર વિશ્વાસ નહતો , પાવક જેનું શીશ થોડાક સમય પહેલા જ પોતાના ધડ થી અલગ હતું એ અત્યારે તલવાર લઈને પૃથ્વી ના સામે જોઈ ને હસી રહ્યો છે .
પાવક : શું થયું પૃથ્વી ? તું આટલો કમજોર છે મને નહોતી ખબર ...... મને લાગ્યું કે તે મને મારી નાખ્યો ....
એટલું બોલી એ જોર જોર થી હસવા લાગ્યો.
આ જોઈ વિશ્વા ક્રોધે ભરાઈ અને એક ક્ષણ કરતાં પણ ઓછા સમય માં સલિલ પાસે ગઈ અને એની ગરદન મરોડી ને એનો અંત કરી નાખ્યો અને પોતાની જગ્યા પર પરત આવી ગઈ.
થોડી વાર માટે સન્નાટો થયો ....વિશ્વા એ ગર્વ થી સ્મિત કર્યું .... પણ જે લાંબુ ટક્યું નહીં.... થોડીક ક્ષણો માં પાણી નો ખલ ખલ આવાજ આવ્યો અને પાણી ના ફૂવ્વારા સાથે સલિલ પણ બેઠો થઈ ગયો.....
અને બધા ભાઈઓ ફરીથી હસવા લાગ્યા.
હવે આ જે કઈ પણ થઈ રહ્યું હતું એ બધુ પૃથ્વી ના સમજ અને વિચારશક્તિ ની બહાર હતું ...
અવિનાશ એ ધીમેક થી પૃથ્વી ને કહ્યું
અવિનાશ : પૃથ્વી .... નક્કી આ લોકો ની કોઈ માયાજાળ છે .... પહેલા આ લોકો નું રહસ્ય જાણવું ખૂબ જરૂરી છે ,અન્યથા આપણે એમને કોઈ દિવસ હરાવી નહીં શકીએ .
પૃથ્વી એ થોડુક વિચાર્યું અને વીરસિંઘ સામે જોયું , વીરસિંઘ એ હા માં માથું હલાવ્યું.
ત્યાં સામે થી સલિલ બોલ્યો .
સલિલ : શું થયું ..... લોહી ચૂસતા કીડાઓ .....સમજ માં નથી આવી રહ્યું ..
કે અમે ભાઈ ઓ અમર છીએ ..... તમારા આ રમતિયાળ હત્કંડાઓ અમારું કશુય બગડી શકે એમ નથી ....
તમે નસીબદાર હતા કે પિતા જી સાથે યુદ્ધ વખતે અમે ત્યાં નહતા,અન્યથા અત્યાર સુધી ફક્ત તમે , લોકો ની લોકકથા માં જ જીવિત હોત હકીકત માં નહીં ....પરંતુ પિતાજી નું અધૂરું કામ અમે પૂર્ણ કરીશું ....આજે તારા આખા પરિવાર ને મોત ને ઘાટ ઉતારી ને અને અંગદ ને પણ .
બધા ભાઈ ઓ એ એકસાથે એમના પર આક્રમણ કરવા ધસી ગયા.
પૃથ્વી એ તુરંત અવિનાશ ને ઈશારો કર્યો .ત્યાં એકદમ સફેદ ધુમાડા થઈ ગયા અને કશુજ દેખાતું ન હતું.
ચાર ભાઈઓ પૃથ્વી સુધી પહોચે એ પહેલા જ આખો જ પરિવાર વાતાવરણ માં હવા ની જેમ અદ્રશ્ય થઈ ગયો .
સલિલ અને વ્યોમ વેગ થી નીચે ઢળી પડ્યા .....
ક્રોધ માં બધા બબડ્યા
પાવક : અસંભવ.... એ લોકો આવી માયા નો ઉપયોગ કઈ રીતે કરી શકે છે ? ક્યાં અદ્રશ્ય થઈ ગયા એ લોકો ....
મારુત : ..... પણ આ એમનું કામ નથી ... એમના સાથે માયાપૂર ના અમુક લોકો સંડોવાયેલા છે .એમના પરિવાર ના અમુક સભ્યો પણ ત્યાં ના જ નાગરિકો છે.અન્યથા એ રક્તચૂશક કીડા આવા જાદુ મંત્ર નો ઉપયોગ ના કરી શકે...
સલિલ ક્રોધે ભરાયો
સલિલ : તો હવે એમને ક્યાં શોધીશું ? હજુ કેટલો ઇંતેઝર કરવો પડશે ?
હું એમનું રક્ત પીને જ જંપીશ.
મારુત : ભાઈ સલિલ .... એ લોકો એ જાદુ નો સહારો લીધો છે ..... અને આ ડરપોક પ્રજા ફક્ત એક જ જગ્યાએ જઇ શકે એમ છે ....
સલિલ : ક્યાં ?
મારુત : માયાપૂર ........
વ્યોમ : માયાપૂર .... ? witches અને warlock ની દુનિયા ?
મારુત : હા ... આ દુનિયા આપણી દુનિયા માં જ છે પણ ,બધા થી છુપાયેલી અને અદ્રશ્ય છે .... એના અમુક ગુપ્ત દરવાજા છે જેમાં થી witches એમની દુનિયા માં થી આપની દુનિયા માં આવજાવ કરે છે.
પાવક : તો રાહ શેની જોવો છો ભાઈ ....ખોલો એ દરવાજો અને આપણે આખા માયાપૂર ને તબાહ કરી નાખીશું ....
મારુત : મૂર્ખ .... આ એટલૂ આસાન નથી ... તું હમેશા પોતાની જડ બુધ્ધિ નો ઉપયોગ ના કરીશ ...
સલિલ : તો આપણે માયાપુર કેવી રીતે પહોચીશું ?.
મારુત : witches ની અમુક શક્તિઓ તો આપણાં માં પણ છે પરંતુ આ છુપાયેલા દરવાજા કોઈ વિશેષ મંત્ર બોલ્યા બાદ પ્રકટ થાય છે.... અને એ લોકો અહી થી જ ગાયબ થયા છે એટ્લે મતલબ એમ કે એક ગુપ્ત દરવાજો અહી જ મોજૂદ છે .... આપણે જરૂર છે તો ફક્ત એક witch ની જે આ દુનિયા માં હાજર હોય ,એ જ આપણાં માટે એ દરવાજો ખોલી શકશે.
પાવક એ પોતાના સેનાપતિ ને આદેશ આપ્યો કે સેના માં witch ની જાણકારી વિષે પૂછતાછ કરે.
થોડીક વાર પૂછતાછ કર્યા બાદ સેનાપતિ એક wolf સૈનિક ને પાવક સામે લઈ આવ્યો .
સેનાપતિ : મહારાજ .... આ સૈનિક એક witch ને જાણે છે ...
પાવક એ ઊંચા અવાજ માં પુછ્યું
પાવક : તો બતાવ ... ક્યાં છે એ witch ?
સૈનિક ઘભરાઈ ગયો હતો ...
મારુત એ પાવક ને ધક્કો મારી ને દૂર હટાવ્યો ...
અને એ સૈનિક પાસે જઈને બોલ્યો
મારુત : મિત્ર જો તું એ witch ને જાણે છે તો અમને જણાવ .... જો તું અમને એ witch સુધી પહોચાડીશ તો તને મોઢે માંગેલું ઈનામ મળશે.,
સૈનિક : મહારાજ નઝરગઢ ના પશ્ચિમ દિશા માં તળેટી પાસે એક નાની વસ્તી છે ... એમાં એક ડોશી છે ... એ નાના મોટા ઈલાજ કરે છે પણ એ એક witch છે હું જાણું છું ....
મારુત : તને વિશ્વાસ છે ... કે એક witch છે ?
સૈનિક : હા મહારાજ ..
મારુત : ઠીક છે ... વ્યોમ ... તું સેના ની એક ટુકડી લઈ ને આ સૈનિક સાથે જા ...અને એ witch ને સમ્માન સાથે સુરક્ષિત અહી લઈ આવ ....
યાદ રહે ...સુરક્ષિત ....
વ્યોમ : હા ભાઈ ....
વ્યોમ એ સૈનિક સાથે રવાના થયો.
સલિલ : આ પૃથ્વી કોઈ સામાન્ય vampire નથી મારુત ... એ ખૂબ જ શક્તિશાળી અને ચાલાક છે ..
મારુત : કોઈ કેટલૂ પણ શક્તિશાળી અને ચાલાક કેમ ન હોય ,એની કોઈક કમજોરી તો અવશ્ય હશે ..
બસ એ કમજોરી હાથ લાગી જાય ત્યારબાદ આપણી જીત નિશ્ચિત છે .
પાવક : એ ગમે એટલો શક્તિશાળી જ કેમ ના હોય .... આપણે અમર છીએ ... એ કોઈ દિવસ આપણ ને નહીં મારી શકે ...
મારુત : ભલે આપણે અમર હોઈએ ... ભૂલીશ નહીં .... એ એજ લોકો છે જે આપના મહાશક્તિશાળી પિતા વિદ્યુત ને હરાવી ચૂક્યા છે .આપના દુશ્મન ને કોઈ દિવસ કમજોર સમજવો ના જોઈએ .
પાવક : પરંતુ એ વખતે એની પાસે તો એ શુધ્ધ ખૂન પણ હતું ...
મારુત : એક ક્ષણ ...પાવક ..... શુદ્ધ ખૂન..એ જ ને . જે કોઈ સ્ત્રી છે .....
મારુત એ સલિલ ની સામે જોયું ...
મારુત : સલિલ ... એ સ્ત્રી ...જેને પૃથ્વી પ્રેમ કરે છે .... એ શુદ્ધ ખૂન પૃથ્વી ની કમજોરી છે ....
અને તાકાત પણ ...
સલિલ : મતલબ કે ...પૃથ્વી ને હરાવવો હોય તો શુદ્ધ ખૂન નો અંત કરવો પડશે,
મારુત : અને શુદ્ધ ખૂન નો અંત એ શુદ્ધ ખૂન નું ગ્રહણ કરી ને કરીશું ..
પાવક : મતલબ ?
મારુત : મતલબ ...ભૂલી ગયો કે આ દુનિયા માં શુદ્ધ ખૂન થી શક્તિશાળી કઈ જ નથી ..એ પીધા બાદ આપણે સદૈવ અજેય થઈ જઈશું.
સલિલ : ઠીક છે તો આપણે પહેલા એનો અંત કરીશું.
પાવક : એ લોકો એ અંગદ ને ક્યાં ગાયબ કરી દીધો ?
મારુત : એ પણ એમની સાથે જ છે ... અધમૂઓ અંગદ તો એમ પણ નહીં બચી શકે ...
અહી આ બાજુ ....
અવિનાશ ,પૃથ્વી સહિત બધા ને માયાપૂર પાછો લઈ આવ્યો.અને તુરંત માયાપૂર ના દરવાજા ફરીથી બંદ કરી દીધા.
પૃથ્વી : અંગદ ક્યાં છે ? એ ઠીક તો છે ને ?
અરુણરૂપા : તું ત્યાં પહોચ્યો એવો જ વિશ્વા એ અંગદ ને ત્યાંથી ઉઠાવી ને માયાપૂર ના દ્વાર પાસે પહોચાડી દીધો.અને ત્યાં થી અમે લોકો એને માયાપૂર ના ચિકિત્સા કેન્દ્ર માં લઈ આવ્યા.
નંદિની : વિશ્વા ની ગતિ એટલી હતી કે એ લોકો સમજી જ ના શક્યા કે શું થયું અને અંગદ ક્યાં ગયો ?
પૃથ્વી : ઉત્તમ કામ કર્યું વિશ્વા .... મારે અંગદ પાસે જવું છે ...
અરુણરૂપા : અંગદ ખૂબ જ ઘાયલ છે.. એના શરીર માં રક્ત જ બચ્યું નથી પૃથ્વી.,..... મને ભય છે કે એ જીવિત નહીં....
પૃથ્વી : નહીં .... આગળ કઈ ના બોલતા.... હું અંગદ ને કઈ નહીં થવા દવ.
સ્વરલેખા : એનો ઉપચાર ચાલુ જ છે ...માયાપૂર ના અત્યંત કુશળ વૈદ્ય એની દેખભાળ રાખી રહયા છે ,અત્યારે આપની સામે ખૂબ મોટી વિકટ પરિસ્થિતી છે .... એ ભાઈ ઓ નું રહસ્ય જાણવું પણ એટલું જ જરૂરી છે.
પૃથ્વી : મને બસ એક વાર અંગદ પાસે જવા દો ..
સ્વરલેખા પૃથ્વી ને અંગદ પાસે લઈ ગયા ...
અંગદ બેજાન, પલંગ પર લોહી થી લથપથ પડ્યો હતો ..અને બધા એનો ઉપચાર કરી રહ્યા હતા.
એની આ હાલત જોઈ પૃથ્વી ગળગળો થઈ ગયો , એ અંગદ પાસે નીચે બેઠો અને અંગદ નો હાથ એના હાથ માં લીધો
પૃથ્વી : અંગદ .... તે જે આ કર્યું એના માટે હું તને કોઈ દિવસ ક્ષમા નહીં કરું , તે મને અસત્ય જણાવ્યુ કે બધુ કુશળ છે અને અમને છેતરી ને અહી મોકલી દીધા અને પોતે એકલો લડતો રહ્યો, દૂ:ખ સહન કરતો રહ્યો.
નંદિની પણ આવી ને પૃથ્વી પાસે બેઠી ..
નંદની : આપણે અહી વિવાહ માં આનંદ માં હતા અને અંગદ આપણાં માટે .... ત્યાં તલવાર ના ઘા ઝીલી રહ્યો હતો.
પૃથ્વી : હું તને વચન આપું છું અંગદ ... જે તારા ભાઈઓ એ તારી આ હાલત કરી છે .... હું એમનો સર્વનાશ કરી નાખીશ ...
પૃથ્વી ની આંખો રક્ત અને ક્રોધ થી લાલ થઈ ગઈ ... એટલું બોલી એ બહાર નીકળી ગયો ....
પૃથ્વી ના આંખો માં થી રક્તરંજિત આંસુ નીકળી રહ્યા હતા ....
પૃથ્વી : એ ભાઈઓ ની કમજોરી શોધીને હું એમનો અંત કરી નાખીશ.
વીરસિંઘ : અમે બધા પણ એ જ ઈચ્છીએ છીએ પૃથ્વી .... તું શાંત થઈ જા ...
સ્વરલેખા : હા આપણે મળી ને અવશ્ય કઈક ઉપાય શોધીશું.
અવિનાશ ; કદાચ અંગદ આના રહસ્ય વિષે કઈ જાણતો હોય ....
વિશ્વા : મને નથી લાગતું ... જો એ જાણતો હોત તો અવશ્ય આપણ ને જાણ કરી હોત ,જેથી આપણે એ લોકો ને હરાવી શકીએ.
અવિનાશ : આ દુનિયા માં અમર કોઈ નથી .... જે પેદા થયું છે એનો અંત તો નિશ્ચિત છે ...તો આ ભાઈ ઓ ની પણ કોઈ કમજોરી અવશ્ય હોય શકે....
નંદિની : એવું પણ તો બની શકે કે એ લોકો એ મંત્ર નો ઉપયોગ કરીને પોતાને અમર કરી દીધા હોય ... એમ પણ વિદ્યુત મંત્ર વિદ્યા જાણતો હતો.
સ્વરલેખા : કોઈ પણ મંત્ર ,કોઈ ને અમર ના બનાવી શકે ... જો એમ જ હોત તો વિદ્યુત પણ અમર જ હોત ... પરંતુ નંદિની નું રક્ત જ વિદ્યુત ને હરાવી શકે એમ હતું ... એ રીતે આ ભાઈ ઓ ની કોઈ કમજોરી તો અવશ્ય હશે...
પૃથ્વી : પરંતુ શું ?
બધા ગૂઢ વિચાર માં પડી ગયા.
મનસા થોડુક વિચાર્યા બાદ બોલી .... “એમના નામ” ....
મનસા : કોઈ મને એ ચારેય ના નામ પુનઃ કહેશે.
અવિનાશ : એક તો પાવક છે , સલિલ , વ્યોમ , અને મારુત .
પરંતુ કોઈ ના નામ કઈ રીતે કમજોરી હોઇ શકે ?
મનસા મનમાં વિચારી પછી ખુશ થઈ ને ઊભી થઈ ગઈ...
મનસા : જે રહસ્ય છે ... એમના નામ માં જ છે.
પૃથ્વી : કઈ રીતે ?
મનસા : પાવક એટ્લે અગ્નિ , સલિલ એટ્લે જળ , વ્યોમ એટ્લે આકાશ ... , મારુત એટ્લે વાયુ ...
એમના નામ પ્રાચીન સંસ્કૃત ભાષા પ્રમાણે રાખેલા છે ....એમના આ ચાર નામ હકીકત માં નામ નહીં જગત નિર્માણ ના ચાર તત્વ છે .....જે એમની શક્તિ દર્શાવે છે .
અવિનાશ : મનસા તો તું એમ કહેવા માંગે છે કે .. આ ચાર ભાઈ .... એ ચાર તત્વ ના બનેલા છે જે આકાશ ,વાયુ ,અગ્નિ અને જળ છે ...
મનસા : હા ... જ્યારે પાવક જીવિત થયો ત્યારે કોઈ વિશિષ્ટ ઘટના થઈ હતી જે અસમાન્ય હોય ?...
થોડુક વિચાર્યા બાદ પૃથ્વી : હા ... પાવક ની ગરદન જ્યારે જોડાઈ રહી હતી ... ત્યારે અગ્નિ ની જેમ ચિનગારી ઓ થઈ રહી હતી ....
મનસા : અને સલિલ વખતે ....?
વિશ્વા : ત્યારે પાણી ના ફૂવ્વારા ઊડ્યાં હતા ...
મનસા : હવે તમે લોકો સમજી જ ગયા હશો ... કે તમારા લોકો ના ઘાતક વાર પછી પણ એ લોકો ઊભા કેમ થયા ...?
સ્વરલેખા : મનસા સત્ય કહે છે .... નક્કી .. વિદ્યુત એ માયાવી મંત્ર નો ઉપયોગ કરીને .... સંસાર ના ચાર તત્વ ની શક્તિ આ ચાર ભાઈઓ માં નાખી દીધી છે ...જેથી કોઈ હથિયાર થી એ લોકો મરી શકે નહીં ....પરંતુ દરેક તત્વ ની કોઈ કમજોરી હોય છે.એટ્લે અવિનાશ નું કથન સત્ય છે કોઈ અમર નથી.
નંદિની : જ્યાં સુધી મને ખ્યાલ છે .... ત્યાં સુધી આ સંસાર કુલ પાંચ તત્વ થી બનેલો છે ....
મનસા : હા અને પાંચમું અને સૌથી અંતિમ તત્વ છે .... “પૃથ્વી”.
ક્રમશ: .....
હવે આવનાર ભાગ 41 પૃથ્વી નવલકથા નો season finale એટ્લે આ નવલકથા ની season નો અંતિમ ભાગ હશે , જે આવતા અઠવાડિયે પ્રકાશિત થશે ...
આપ સૌ વાચક મિત્રો ના અભિપ્રાયો અને સૂચનો ખૂબ પ્રેરણા દાયક અને સુંદર છે ...
અપેક્ષા છે કે આ ભાગ 39 વાંચ્યા બાદ આપના અમૂલ્ય પ્રતીભાવ અવશ્ય આપશો.
જોડાયેલા રહો નવલકથા “પૃથ્વી: એક પ્રેમ કથા” સાથે
આભાર .....