Prem Angaar - 2 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 2

Featured Books
Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 2

પ્રકરણ : 2

પ્રેમ અંગાર

વિતી ગયેલા સમયમાં વિશ્વાસે જીવનમાં જાણે બધા જ રંગ જોઈ લીધા હતા. બાળપણથી યુવાની સુધી તે પછી યુવાની પણ હવે સરકી રહી હતી ત્યારે એને એવું લાગી રહ્યું હતું કે એનો જન્મ થયા પછી જાણે કોઈ અધૂરી કથા પુરી કરવાની હોય કોઈ અગોચર શક્તિ એને હાથ પકડી દોરી રહી હોય એનું સંચાલન કરી રહી હોય એવો સતત આભાસ રહેતો. સમજણ આવી ત્યારથી જ એને કોઈ અગોચર અગમનિગમ અણસાર સંકેત મળતા રહેતાં એ સમજવા પ્રયત્ન કરતો એનાં દીલમાં કોઈ વાર ખુશી આનંદ કોઈવાર શોક, ભય છવાઈ જતાં ક્યારેક અગમ્ય લાગણીની ધારા છૂટે અને એ બેબાક રહી ઉઠતો એને ના સમજાતું કે એની સાથે શું થઈ રહ્યું છે પણ એ પોતાનાં મન હોંશ ઉપર કાબૂ મેળવે એ પહેલાં જ એનાં પર કોઈ શક્તિ હાવી થતી અનુભવતો.

જીવનની આ અગમ કેડી પર ચાલતા ચાલતા આજે એ એવા સંજોગ સામે ઉભો છે કે નક્કી જ નથી કરી શકતો કે સાચું શું છે મારી દિશા કઈ છે ? ભૌતિક જગતનું વિકરાળ મોઢું એની સામે ઊભું રહે છે કોઈ પ્રચુર સુખ ભોગવવા ઈચ્છતું મન ક્યારેક પાછું પડે છે. અંદરનો પ્રગટી રહેલો અંતરઆત્મા કંઇક જુદી જ દિશા બતાવે છે સાચા સુખની પરિભાષા હજી પૂરી સમજાઈ નથી એનાં જીવનમાં આવેલો પ્રેમ કયો સાચો નિર્મળ કયો ભાવના કામના સુખથી ભરેલો ગણત્રીવાળો કંઇ જ સમજાતું નથી એ અટવાયેલો બધું છોડીને અહીં આવવા મજબૂર થયો.

*****

વિશ્વાસ જ્યારે ત્રણ જ વરસનો હતો અને એનાં વાત્સલ્ય પિતા ચંદ્રવદન ભટ્ટનું અચાનક અવસાન થયેલું હતું. વિશ્વાસનો જન્મ સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા નજીક આવેલા રાણી વાવ નામનાં ગામમાં થયેલો. એક ચૂસ્ત સંસ્કારી બ્રાહ્મણ પરિવાર પિતાવ્યવ સાયે શિક્ષક ગામની જ શાળામાં. પિતા પાસે વડીલો પાર્જીત ટૂંકી ખેતીની જમીન અને સરસ મજાનું વિશાળ ખોરડું. પિતા શિક્ષક સાથે સાથે વૈદક કામ કરતાં ગામનાં લોકોને દેશીવૈદુ, દવા કરી આપતા. સામાન્ય સુખી પરિવાર આંગણામાં બે ગાય એક ભેંશ જે એની માતા સૂર્ય પ્રભાબહેન સંભાળતા. ગામમાં ચંદ્રવદનભાઈને ભટ્ટજીનાં હુલામણા નામથી જ બોલાવતા. ઘરની આસપાસ વાડો તથા અડીને જનાની સાત વીઘા જમીન જે માતા-પિતા બન્ને એકાનજી ભાગીયો રાખેલો, સાથે રહીને ખેતી-પશુપાલન કરતા. કાનજી એની પત્નિ સવિતા સાથે વાડામાં જઓરડીમાં રહેતો ખેતી કામ તથા પશુસંભાળ- દૂધ કાઢવા ડેરીમાં આપવા સુધીનું કામ કરતો. એમને કોઈ સંતાન નહોતું.આખા આમકાન સહિત 9 વીઘાનાંવાડામાં વિશ્વાસનાં જન્મ પછી માત્ર પાંચ માણસની વસ્તી હતી.

વિશ્વાસનાં જન્મ સમયે આખા ઘરમાં ખુશહાલીનું વાતાવરણ થઈ ગયું હતું ચંદ્રવદન માસ્તર અને સૂર્યપ્રભાબેનતો ખુશીઓથી ફૂલે સમાતા નહોતા. ઈશ્વરે દેવ જેવો રૂપાળો દિકરો દીધો હતો. આખું ગામ વધાઈઓ આપતું હતું. ભટ્ટજીનું ખોરડું આજે જાણે નંદનવન બની ગયું હતું. ભટ્ટજી ખૂબ સાલસ સ્વભાવનાં હતા. ગામમાં વૈદકની દવાઓથી બિમારની સેવા કરતા શાળાએથી આવી નાનકડાં વિશ્વાસને ખોળામાં લઈ આંગણાંનાં હીંચકે બેસી રમાડતા, ભજન ગાતા, વિશ્વાસ મોટો થતો ગયો એમ એને આંગળી પકડાવીને ગામનાં મહાદેવ મંદિર, તળાવનાં કાંઠે, વાડીમાં બધે જ લઈ જતાં નાનકડો વિશ્વાસ બધા પશુપંખી, વૃક્ષો પતંગીયા, બધુ જોઈને ખૂબ ખિલ ખિલાટ હસી ઉઠતો વિશ્વાસનું નિખાલસ હાસ્ય જોઈને માતાપિતા બન્ને ખૂબ રાજી થતાં ઈશ્વરે પુત્ર રૂપે આપેલાં આશીર્વાદ માણતા આનંદમાં જીવતા. ભગવાનની આસ્થાએ મળેલો પુત્ર નામ એનું રાખ્યું વિશ્વાસ. આમ ને આમ હવે વિશ્વાસ પણ ત્રણ વરસનો થઈ ગયો.

ચંદ્રકાન્ત માસ્તર ઉર્ફે ભટ્ટજીનું એમની શાળામાં ચાલુ વર્ગે જ અવસાન થયું. ભણાવતા ભણાવતા અચાનક આંચકી આવી અને પ્રાણપંખેરું ઊડી ગયું. બાળકો ગભરાઈ દોડી આવ્યા કેટલાક આચાર્યને બોલાવવા દોડી ગયા. આચાર્ય આવી તાત્કાલિક સ્કૂલમાંથી સરકારી દવાખાનામાં ફોન કરી ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટર તુરંત આવ્યા પરંતુ માસ્તરકાકાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું શરીરમાં પ્રાણ જ નહોતો. ભટ્ટજીની આંચકી ખૂબ વસમી પડી હદય બંધ થઈ ગયું હતું.

માસ્તરનાં ખોરડે વાયુવેગે વાત પહોંચી ગઈ. સૂર્યપ્રભાબેનને ફાળ પડી નાનકા વિશ્વાસને કેડમાં નાખ્યો અને કાનજીને રાડ પાડી સ્કૂલ તરફ દોડ્યા. સ્કૂલે પહોંચ્યા બધાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. વિશ્વાસ પણ ખૂબ રડી રહ્યો હતો એને સમજ નહોતી બધાનાં આંખમાં આંસુ છે. માતા અફાટ હદયે રહી રહી છે પોતાના પિતાનો નશ્વર દેહ જોઈ રહ્યો સગાવ્હાલા અને ગામ ફળીયાનાં લોકોએ માસ્તરની સ્મશાનયાત્રા કાઢી અગ્નિદાહ દીધો. સૂર્યપ્રભાબહેનનાં જીવનમાં અને ઘર ઓરડામાં સૂનો અંધકાર શોક વ્યાપી રહ્યો.

સૂર્યપ્રભા બહેનનાં સગાવ્હાલાં પિયરથી માતાપિતા-ભાઈ બધા જ દોડી આવેલા. ખૂબ આશ્વાસન આપ્યું. ભટ્ટજીની વિદાય પછી બધી જ જવાબદારી ખેતવાડી-ઘરનો કારભાર બધું જ માથે આવી ગયેલું ધીમે ધીમે સમય જતાં કાનજી અને સવિતાની મદદથી જોઈ રહ્યા હતા. સંભાળી રહ્યાં હતા. નાનકડા વિશ્વાસનો ઉછેર સરસ રીતે થઈ રહ્યો હતો.

વિશ્વાસ મોટો થતો ગયો એમ એમ સમજણ આવતી ગઈ એને સમજ આવી ગયું બધું જ માઁ કરી રહી છે. એ એની સમજણ થકી બધી જ મદદ માઁ ને કરી રહ્યો હતો. ભણવામાં પણ ખૂબ આગળ હતો તેજ હોંશિયાર હતો. કાનજી કાકાની મદદથી ખેતીવાડી પણ સમજી રહ્યો શીખી રહ્યો હતો. પિયર પક્ષે સૂર્યપ્રભાબહેનને એક માત્ર ભાઈ હતો. શરદ એ હવે પોતાને પિતૃકધંધો છોડી મુંબઈ સેટલ થયેલો. વારે તહેવારે એ એના માતા-પિતાનાં ઘરે અંબાજી આવતો અને પોતાની એકની એક બહેન સૂર્યપ્રભા અને લાડકા ભાણીયા વિશ્વાસને પણ મળતો.

સૂર્યપ્રભાબહેનનું પિતાનું ઘર અંબાજીમાં હતું પ્રખ્યાત ધાર્મિક ધામ હતું ત્યાં મુખ્ય રસ્તા પર જ ઘર અને ઘરની આગળ જ પૂજા સામગ્રીની દુકાન હતી. યાત્રાધામ હોવાને કારણે ખૂબ યાત્રિકો આવતા-પૂજા સામગ્રી સાથે રમકડાં કટલરી હવન સામગ્રી વિગેરે ઘણું બધું રાખતાં વેચતાં સારી કમાણી રહેતી પરંતુ પિતા જટાશંકર વ્યાસ સંતોષી હતા એમનાં પત્નિ સૂર્યપ્રભાનાં માઁ એમને મદદ કરતાં. એમનો એકનો એક દિકરો શરદ અને વિશ્વાસનાં મામા-શરૂઆતમાં ઘરની દુકાને બેઠા પરંતુ એમને શહેરમાં જઈ ધંધો કરવો હતો. પિતાએ સંમતિ આપી હતી તેથી પોતાનાં ખાસ મિત્ર મનહરલાલની મદદથી પોતાની અંગત મૂડી સાથે મુંબઈ કંસારા બજારમાં ભાડા પટે નાનો ગાળો રાખીને ધંધો ચાલુ કર્યો ખાસ મિત્ર મન્હર સાથે મળી મનહરની મદદની એનાંજ બજારમાં એની દુકાનની નજીક નાની જગ્યાનો ગાળો ભાડે રાખીને કામ ચાલુ કરી દીધું મનહર પોતાનાં વેપારી મિત્રોની ઓળખાણ કરાવી તથા શરદની મહેનત ભાગ્ય બધાએ સાથ આપીને અને મુંબઈમાં સ્થિર કરી દીધો.

મનહરભાઈ અને એમની પત્નિ મનિષા તથા શરદ અને એની પત્નિ અનસુયા જાણે સગાભાઈ ભાભી ઓ હોય એમ ખૂબ સહકાર અને પ્રેમ સાથે રહી રહ્યાં હતા. એમનો કારોબાર પણ ખૂબ સારો ચાલી રહ્યો હતો. આજે મનહરભાઈ ઘણાં ખુશ છે એમનાં ઘરે પ્રથમ વખત સારા સમાચાર આજે મનિષાબેને આવ્યા છે. આમને આમ ખુશહાલીમાં સમય વિતતો ગયો મનહરભાઈનાં ઘરે જોડકી બાળકીઓનો જન્મ થયો. અને થોડાક સમય બાદ શરદનાં ઘરે પુત્ર જન્મ થયો. આમ મનહરભાઈ ની દિકરીઓ અંગિરા-ઈશ્વા અને શરદભાઈનાં પુત્રનું નામ જા બાલી રાખવામાંઆવ્યું.

જટાશંકર કાકા – ઉમાબેન ઘણાં ખુશ હતા. શરદ એમનો પુત્ર મુંબઈ ધંધાર્થે ગયો, સાહસકર્યું પરંતુ સારી રીતે સેટ થઈ ગયો હતો. અવાર નવાર અંબાજી આવતો ઘણો ખરો માલ અહીનાં બજારમાંથી પણ લઈ જતો આમ મનહરભાઈ તથા શરદ અવારનવાર એમનાં બાળકો સાથે આવતા રહીને પાછા ચાલ્યા જતાં. ક્યારેક જટાશંકરકાકા-ઉમાકાકી મુંબઈ જઈ આવતા.

ચંદ્રવદન માસ્તરનાં અવસાનનાં સમાચાર સાંભળી જટાશંકરકાકા ઉમાકાકી સાવ ભાંગી પડ્યા હતા એમણે તાત્કાલીક મુંબઈ શરદને ફોન કરી સમાચારા આપી બોલાવી લીધો હતો. શરદ, અનસુયા નાનકડો જાબાલી – મનહરભાઈ, મનિષા, અંગિરા, ઈશ્વા બધા જ તાત્કાલિક આવી ગયા હતા – બધા જ સૂર્યપ્રભાબહેનનાં પડખે જ રહ્યાં. સૂર્યપ્રભાબહેનનાં માથે આભ તૂટી પડ્યું હતું. પરંતુ શરદે ખૂબ સાંત્વના આપીને કહય્ હતું “મોટીબેન તમે ચિંતા ના કરશો હું સદાય તમારા સાથમાં જ છું. હવે આજથી વિશ્વાસની સંપૂર્ણ જવાબદારી મારી જ છે. હું એને ખૂબ સરસ ભણાવીશ. મારી સાથે મુંબઈ લઈ જઈશ.“સૂર્યપ્રભાબહેને કહ્યું “ના” ભાઈ મારા માટે હવે વિશ્વાસ જ આધાર છે મારી લાકડી બની રહેશે. અહીં જ રહી ભણશે”. બહેનની લાગણી સામે શરદ કાંઈ બોલી ના શક્યો પરંતુ કહ્યું જ “વિશ્વાસ મોટો થાય પછી આગળ ભણવા અને એની કેરીયર બનાવવા મારી પાસે જ રાખીશ. આમ ને આમ સમય વિતતો ગયો અહીં વિશ્વાસ મોટો થતો ગયો અહીં મુંબઈમાં જાબાલી અને મનહરભાઈની દિકરીઓ અંગિરા-ઈશ્વા પણ મોટી થઈ રહી હતી. વેકેશન અને રજાઓમાં બધા રાણીવાવ અને અંબાજી આવતા, એકબીજાને સાથે રમતા ભણતા મોટાં થતા ગયા.

પ્રકરણ 2 સમાપ્ત

પ્રકરણ 2 માં વાંચો રસપ્રદ પાત્રો અને વળાંકો…………