Be Pagal - 8 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૮

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૮


બે પાગલ ભાગ ૮

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
સોમવારે સવારે. નાસ્તા માટેનો બ્રેક પડવાથી દરેક વિદ્યાર્થીઓ કોલેજના કેન્ટીનમા બેઠા હતાં. જીજ્ઞા અને પુર્વી પણ ત્યા એક ટેબલ પર બેઠા બેઠા સુકો નાસ્તો કરી રહ્યા હતા. રુહાન, રવી અને મહાવીર પણ કોલેજના કેન્ટીનમા પ્રવેશ થાય છે. જીજ્ઞાની લખેલી બુકો રુહાનના હાથમાં હતી. રુહાન બુકો લાવીને જીજ્ઞાને આપે છે.
કામ થઈ ગયુ છે. તારી બે જે મને તે મુખ્ય વાર્તા બતાવી હતી એના મે ફોટા પાડી PDF બનાવી ઈ-મેઇલ કરી દિધા છે. ફુલ બે લેક્ચર આ જ ધંધો કર્યો છે થાકી ગયો છુ એટલે આજના નાસ્તાનુ બીલ તારે દેવાનુ...રુહાને કહ્યું.
ઓકે બાબા નાસ્તો મારા તરફથી પણ મારૂ કામ થઈ જશે ને...જીજ્ઞાએ કહ્યું.
કામ થઈ જશે તારી વાર્તાઓ એમને પસંદ આવે એટલે એ આપણને મળવા બોલાવી લેશે ઠિક છે...રુહાને કહ્યું.
બસ એકવાર મારા પર ઓફિસીયલ લેખકનો થપ્પો લાગી જાય એટલે દુનિયાને અને મારા પિતા બંનેને બતાવી દેવુ છે કે છોકરીઓ પણ કંઈ પણ કરી શકે છે...રુહાને કહ્યું.
જો જીજ્ઞા તુ કોઈને બતાવવા માટે આ કામ કરતી હોય તો હુ તારી સાથે નથી. બાકી તુ તારા માટે આ બધુ કરતી હોય તો હુ તારી સાથે છું...રુહાને કહ્યું.
હુ મારા માટે જ આ બધુ કરૂ છું. પરંતુ જે એવા લોકો છે જે હજુ જુના રીત રિવાજના કારણે છોકરીઓની જીંદગી બરબાદ કરે છે એવા લોકોને દેખાડવુ જરૂરી છે...જીજ્ઞાએ કહ્યું.
વેફર્સ ખાતા ખાતા મહાવીરે કહ્યું...સાચી વાત જીજ્ઞા હુ તારી વાત સમજી ગયો. હુ તારક મહેતા જોવુ છુ હુ સમજી ગયો.
કેવો બકવાસ જોક્સ છે જાડ્યા તારો...રવીએ કહ્યું.
બાય ધ વે આ ખુબ સુરત પ્રેમ વાર્તાઓ લખો છો તો કોઈ સાથે પ્રેમ થયેલો ખરો...રુહાને કહ્યું.
આ આ છે ને અમારે ત્યાંનો ગબ્બર છે પ્રેમ અને આને કોઈજ લેવા દેવા નથી. અને હા તુ કદાચ એવા વહેમમાં હોય જીજ્ઞા સાથેના પ્રેમના તો એ વહેમને છોડી દેજે...પુર્વીએ કહ્યું.
તુ તો ગબ્બર નથી ને ...લાઈન મારતા રવીએ કહ્યું.
ના હુ ગબ્બર નથી પરંતુ ઠાકુર જરૂર છુ એટલે તુ પણ આ બધુ છોડી દેજે...પુર્વીએ કહ્યું.
છોડો એ બધુ અને ચાલો હવે બધા બોગસ લેક્ચર ચાલુ થાય છે...જીજ્ઞાએ કહ્યું.
એ તારા માટે અમારા માટે નહીં...પુર્વીએ કહ્યું...તો આમ બધાની મસ્તી સાથે કેન્ટીન સમય પુર્ણ થયો અને કોલેજના લેક્ચર શરૂ થયા.

.............................................


ત્રણ દિવસ પછી રાતે. જીજ્ઞા અને પુર્વી બંને પોત-પોતાના ફોનમાં વ્યસ્ત હતા. જીજ્ઞાના ફોનમાં રુહાનનો કોલ આવે છે. જીજ્ઞા કોલ અટેન્ડ કરે છે.
હેલ્લો હા કોણ...જીજ્ઞાએ જાણી જોઈને અજાણી બનતા કહ્યું.
સોરી રોંગ નંબર કોલ કટ કરૂ છું...રુહાને પણ સામે મસ્તી કરતા કહ્યું.
ના ના હુ મસ્તી કરૂ છું રુહાન. કેમ રાતના 10:30 સે ફોન કર્યો જો હુ આજે કોઈજ પાર્ટીમાં નથી આવવાની...જીજ્ઞાએ કહ્યું.
આજે કોઈજ પાર્ટી નથી પરંતુ સમાચાર એવા છે કે તારે પાર્ટી તો દેવીજ પડશે...રુહાને કહ્યું.
મતલબ હુ કઈ સમજી નહીં...જીજ્ઞાએ કહ્યું.
મતલબ એ કે તારી વાર્તાઓ મનીષભાઈ ડાયરેક્ટરે વાચી લીધી છે અને અેમને આપણને મળવા જવા માટે બોલાવ્યા છે.
અરે વાહ આતો ખરેખર ગુડ ન્યૂઝ છે...જીજ્ઞાએ કહ્યુ.
પણ એક પ્રોબ્લેમ છે...રુહાને કહ્યુ.
આમા પ્રોબ્લેમ જેવુ શુ છે...જીજ્ઞાએ કહ્યું.
પ્રોબ્લેમ એ છે કે એમને આપણને બંનેને અત્યારે જ મળવા માટે બોલાવ્યા છે...રુહાને કહ્યું.
નક્કી તુ જુઠુ બોલી રહ્યો છે અને મને બહાર લઇ જવા મારી સાથે મજાક કરી રહ્યો છે...જીજ્ઞાએ કહ્યું.
મા કસમ હુ મજાક નથી કરતો. મનીષભાઈ આજે રાતે ૨:૦૦ વાગ્યે પોતાની ફેમીલી સાથે ફોરેન જઈ રહ્યા છે જો આજે મળવા નહીં ગયા તો આપણે એમને મળવા માટે એક મહિના સુધી રાહ જોવી પડશે...રુહાને કહ્યું.
ના ના સાચેજ એવુ હોય તો હુ આવુ છું. તુ ખાલી મને લેવા માટે અહીં આવી જાને પ્લીઝ...જીજ્ઞાએ કહ્યું.
બહાર જવાની વાત સાંભળતા જ ફોનમાં વ્યસ્ત એવી પુર્વી એકાએક પોતાની જગ્યાએ ઉભી થઇ જાય છે.
જો જીજ્ઞા હવે હુ ઈલીગલી બહાર ક્યાય નથી આવવાની...પુર્વીએ કહ્યું.
ના આવ તો કોઈ વાંધો નહીં બસ તુ મને ખાલી અહીથી બહાર નીકળવામા અને અંદર આવવામાં મદદ કરજે પ્લીસ...જીજ્ઞાએ કહ્યું.
ઓકે પણ જવુ છે ક્યા...પુર્વીએ કહ્યું.
સ્વપ્ન બોલાવી રહ્યુ છે તુ આટલામાં સમજવાની કોશિશ કર બાકી હુ તને આવીને સમજાવુ...જીજ્ઞાએ કહ્યું.
જીજ્ઞા આગળ જે રીતે હોસ્ટેલ બહાર નિકળી હતી એ જ રીતે પુર્વીની મદદથી બહાર નિકળે છે. જીજ્ઞા હોસ્ટેલ બહાર થોડોક સમય રુહાનની રાહ જુએ છે. રુહાન પોતાનુ એક્ટિવા લઈને પહોચે છે અને જીજ્ઞા તેની પાછળ બેસે છે અને બંને મનીષભાઈના ઘરે પહોચે છે.

મનીષભાઈના ઘરે. જીજ્ઞા અને રુહાન સોફા પર બેઠા હતા. મનીષભાઈનો પ્રવેશ થાય છે. મનીષભાઈ જીજ્ઞા અને રુહાનની સામે વાળા સોફા પર બેસતા બેસતા બોલ્યા...
કેમ છે રુહાન...મનીષભાઈ એ સોફા પર બેસતા બેસતા કહ્યું.
બસ જલસા છે તમે બોલો અંકલ...રુહાને કહ્યું.
દયા છે તારા પિતા જેવા મિત્રોની...મનીષભાઈએ કહ્યું.
કાકા આ જીજ્ઞા છે જેની લખેલી સ્ટોરીઓ તમે વાચી હતી ...જીજ્ઞાનો પરિચય આપતા રુહાને મનીષભાઈને કહ્યું.
હેલ્લો જીજ્ઞા...મનીષભાઈએ કહ્યું.
હેલ્લો સર...જીજ્ઞાએ સામે જવાબ આપતા કહ્યું.
તમે બંન્ને શુ લેશો ચા નાસ્તો કે ડાયરેક્ટ જમશો...મનીષભાઈએ કહ્યું.
ના ના અંકલ અમે જમીને જ આવ્યા છીએ...બંન્ને એક સાથે બોલ્યા.
વાહ બંનેની ટ્યુનીંગ સારી છે...મનીષભાઈએ કહ્યું.
સર સ્ટોરી કેવી લાગી...જીજ્ઞાએ મનીષભાઈને સવાલ કર્યો.
હા મે વાચી તમારી સ્ટોરી. મને ખુબ જ પસંદ આવી પરંતું તમારી સ્ટોરીઓ શોર્ટ છે એટલે કા તો એની શોર્ટ ફિલ્મ બની શકે અથવા તો કોઈ નાનકડી બુક આપણે છાપી શકીએ. હુ તમને એ કામમા મદદ પણ કરી શકુ પરંતુ મારૂ તમને એમ કહેવુ છે કે આટલો સરસ કન્ટેન્ટ છે તમારી આ સ્ટોરી "પપ્પાની પરીનો" એટલે હુ નથી ઈચ્છતો કે આટલો સરસ કન્ટેન્ટ કોઈ શોર્ટ ફિલ્મ કે બુક બનીને સીમિત રહી જાય અને આમેય આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલા સારા અને ફ્રેશ કન્ટેન્ટ બહુ ઓછા જોવા મળે છે. જો જીજ્ઞા તુ આ કન્ટેન્ટ ને હજુ વિસ્તારથી અને મજેદાર ટ્વીસ્ટ સાથે લખ અને જો મને એ કન્ટેન્ટ પસંદ આવે તો હુ તને ખાતરી આપુ છુ કે આપણે તારી આ સ્ટોરીને તારા નામે રજીસ્ટર કરાવીશુ અને પછી એના ઉપર ફિલ્મ બનાવીશુ. અને હા એનુ તને પેમેન્ટ પણ મળશે...મનીષભાઈએ સરસ રીતે જીજ્ઞાને સમજાવતા કહ્યું.
જીજ્ઞા આ વાત સાંભળીને ખુબ જ ખુશ હતી. જીજ્ઞાની ખુશીનો આજે પાર નહોતો.
જરૂર સર હુ આને ખુબ જ વિસ્તારપુર્વક અને રહસ્યમય અને રસપ્રદ ટ્વિસ્ટ સાથે લખીને તમને આપીશ અને હુ ખાતરી આપુ છુ કે તમને જરૂર પસંદ આવશે. અને હા સર તમારો ખુબ ખુબ આભાર તમને નથી ખબર કે તમે મારા જીવનમાં કેટલી માટી ખુશી લઈને આવ્યા છો...જીજ્ઞાએ ભાવુક થતા કહ્યું.
અરે ના ના આ આભારનો રૂણી તો આ તમારો મિત્ર રુહાન છે. કેમકે લોકોને અહીં સુધી પહોચવામાં ધણા વર્ષો વિતી જતા હોય છે અને જો તમને સાચુ કહુ તો અત્યારે ડાયરેક્ટર પાસે કોઈની પણ સ્ટોરી વાચવાનો સમય જ નથી હોતો. આ તો મારા જીગરી મીત્રનો છોકરો એટલે કે રુહાન મારી પાછળ પડી ગયો હતો કે સર આ કામ તમારે કરવાનુ જ છે. ઈનશોર્ટ તમને આટલા ઝડપી આ મુકામ પર રુહાનના કારણે જ પહોચ્યા છો બાકી અમારી પાસે રોજની કેટલીય સ્ટોરીઓ આવતી હોય છે...મનીષભાઈએ કહ્યું.
હા એ તો છે જ થેન્ક યુ રુહાન...જીજ્ઞાએ કહ્યું.
અરે એની અત્યારે કોઈ જ જરૂર નથી જ્યારે તારૂ આ સ્વપ્ન આકાર લઈલે ત્યારે મને થેન્ક યુ કહેજે...રુહાને કહ્યું.
ઓકે તો તમારે જમવુ હોય તો ચાલો. મારે આજે રાતે ફ્લાઈટ પકડવાની છે તો થોડુક મોડુ થઈ રહ્યું છે ...
મનીષભાઈએ કહ્યું.
ના ના અમારે જમવુ નથી અમે હવે નિકળીએ...રુહાને કહ્યું.
ત્રણેય એક સાથે ઉભા થાય. જીજ્ઞા અને રુહાન મનીષભાઈ સાથે હાથ મિલાવીને દરવાજા તરફ ચાલતા થાય છે. જીજ્ઞા દરવાજો ખોલીને બહાર નિકળે છે અને જેવો જ રુહાન દરવાજા બહાર નિકળવા જાય છે ત્યારે પાછળથી સાદ પાડતા મનીષભાઈએ કહ્યું...રુહાન.
રુહાને પાછળ ફરી મનીષભાઈ તરફ જોયુ.
છોકરી સારી છે રુહાન. કેમ કે હંમેશા માણસના વિચારો જ તેની કહાનીમા ઉતરતા હોય છે. આ છોકરીના વિચારો અને સંસ્કારો બંને ખુબ જ સારા છે બને તો આને ક્યારેય છોડતો નહીં...મનીષભાઈએ કહ્યું.
રુહાન મનીષભાઈ સામે મંદ સ્માઈલ આપીને જતો રહે છે. જીજ્ઞા અને રુહાન બંને રુહાનની એક્ટિવા પાસે પહોચે છે. રુહાન એક્ટિવા ચાલુ કરવાની ટ્રાય કરે છે પરંતુ એક્ટિવા સ્ટાર્ટ નથી થતુ.
સોરી જીજ્ઞા પણ આપણે ચાલીને જવુ પડશે...રુહાને કહ્યું.
ઓકે કોઈ વાંધો નહીં આઈ લાઈક વોકિંગ...જીજ્ઞાએ સહજતા સાથે કહ્યું.
બંને મનીષભાઈના ગેટની બહાર નીકળે છે. એક્ટિવા દારીને ચાલતા રુહાન અને જીજ્ઞા વચ્ચે વોકિંગ સાથે સાથે સંવાદની પણ શરૂઆત થાય છે.
આજે હુ એટલી ખુશ છું કે એનો કોઈ અંદાજો જ નથી. અને આ બધુ ફક્ત ને ફક્ત તારા કારણે જ તો ફરી એક વાર ખુબ ખુબ આભાર નવાબ સાહેબ...જીજ્ઞાએ કહ્યું.
ઈટ્સ ઓકે તે મને કેટલી વાર થેન્ક યુ કહ્યું...રુહાને કહ્યું.
બધુ ઠિક છે પરંતુ તે કામ જ એટલુ મોટુ કર્યુ છે કે ખાલી ધન્યવાદ તો ઓછુ પડે. ચાલ મારા તરફથી તને એક ભેટ આ કામના બદલામાં. ભવિષ્યમાં તારી મારા પ્રત્યે કરેલી કોઈપણ એક મોટામાં મોટી ભુલ હુ માફ કરી દઈશ...જીજ્ઞાએ કહ્યું.
રુહાન અને જીજ્ઞા ચાલતા ચાલતા જતા હતા જીજ્ઞાની આ વાત બાદ રુહાન થોડીવાર એકદમ શાંત હતો. રુહાનના મનમાં જીજ્ઞા વિષે કોઈ ગહેરા વિચારો ચાલી રહ્યા હતા.
જીજ્ઞા કદાચ મારે એક ભુલ અત્યારે જ કરવી હોય તો ચાલે ખરૂ...રુહાને થોડુક અચકાતા કહ્યું.
ઓકે પણ હા એક જ ભુલ બીજી ભુલ માફ નહીં થાય...જીજ્ઞાએ કહ્યું.
મારા તરફથી તો આ ભુલ નથી પરંતુ તારા તરફથી મને ખબર નહીં.
ચાલતા ચાલતા રુહાન ઉભો રહી જાય છે અને જીજ્ઞા પણ. રુહાન પોતાની એક્ટિવાનુ સ્ટેન્ડ લગાવીને જીજ્ઞાને એક્ટિવા પર બેસાડે છે. ચારેય તરફ સડકો સુમસાન છે. વાતાવરણ એકદમ શાંત છે.
શુ કરે છે રુહાન...જીજ્ઞાએ એક્ટિવા પર બેસતા કહ્યું.
તુ બેસ તો ખરી...રુહાને જીજ્ઞાને એક્ટિવા પર બેસાડતા કહ્યું.
રુહાન પોતાના ઘુટણ પર પ્રપોઝ સ્ટાઈલમાં બેસે છે. રુહાનની બેસવાની રીત જોઈ જીજ્ઞાને પણ ખ્યાલ આવી જ ગયો હતો કે રુહાન તેને પ્રપોઝ કરવાનો છે પરંતુ જીજ્ઞાની અંદર આ વાતને લઈને ખુબ જ મુંઝવણ હતી.
જીજ્ઞા હુ જે કઈ પણ અત્યારે કહેવા જઈ રહ્યો છું એ તને ગમે તો કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ જો ન ગમે તો પ્લીઝ તુ આપણા સબંધમા કોઈ કચાસ ન લાવતી તુ મને પ્રોમીસ કર કે હુ અત્યારે જે કઈ પણ કહેવાનો છુ જો એ તને ના ગમે તો તુ આ પાચ મિનિટ ભુલી જઈશ પરંતુ આપણા સબંધને નહીં...રુહાને એકદમ શાંતીથી કહ્યું.
ઓકે...સિવાય અંદરથી ભાવુક થઇ ગયેલી જીજ્ઞાથી બીજુ કઈ પણ બોલાયુ નહીં.
મમ્મીના ગયા પછી હુ મોબાઈલનુ એક એવુ એપ્લિકેશન બની ગયો છું કે જે મોબાઈલ સ્ક્રીન પર ઈનસ્ટોલ તો છે પરંતુ તેને ચાલુ કરવા માટે જે ડેટા જરૂરી છે એ મારા જીવનરૂપી સ્ટોરેજમાથી ઉડી ગયા છે. પ્લીઝ જીજ્ઞા તુ મારા એ ડેટા બનીને મને ચાલુ કરી શકે પ્લીઝ. i love you...રુહાને જીજ્ઞાને પ્રપોઝ કરતા કહ્યું.
રુહાનનુ આ યુનીક પ્રપોઝલ સાંભળી જીજ્ઞા ખુશ થવાને ને બદલે ખુબજ ભાવુક હતી અને પ્રશ્નોના માયાજાળમા ગુચવાઈ ગઈ હતી. પિતા ? , ધર્મ ?, સમાજ ?, સ્વપ્ન ?, વગેરે પ્રશ્નોના લીધે જીજ્ઞા કોઈ જ પ્રકારનો નિર્ણય નહોતી લઇ શક્તિ.
રુહાન મને માફ કરી દેજે પરંતુ પ્લીસ આઈ એમ સોરી પરંતુ તુ આ પાચ મિનીટ ભુલી જજે...જીજ્ઞાએ રુહાનના પ્રપોઝનો ભાવુકતાથી જવાબ આપતા કહ્યું.
જવાબ આપ્યા બાદ જીજ્ઞા રુહાનની એક્ટિવા પરથી ઉભી થઈને આગળ ચાલવા માંડે છે અને જીજ્ઞાના જવાબથી થોડોક નારાજ એવો રુહાન પોતાની એક્ટિવા સાથે જીજ્ઞાની પાછળ પાછળ ચાલવા લાગે છે. બંને વચ્ચે ચાલતા ચાલતા કોઈ જ પ્રકારનો સંવાદ નહોતો થઈ રહ્યો.
આગળ ચાલતી જીજ્ઞાની આખોમાં આસુની શરૂઆત થઈ ચૂકી હતી. જીજ્ઞાની આખોના આસુનુ કારણ માત્ર એટલુ જ હતુ કે તે તેના સ્વપ્નાઓ, કેરિયર, ભણતર, વગેરે નિર્ણયોની જેમ જ તેની પાસે પોતાના માટે પ્રેમનો પણ નિર્ણય લેવાનો અધિકાર નહોતો. ગીરધનભાઈ પ્રત્યેના આદરભાવને કારણે જીજ્ઞાની જીંદગીના દરેક નિર્ણયો ગીરધનભાઈના પગ નિચે દબાઈ ગયા હતા.
રસ્તામાં એક ગેરાજ આવતા જ રુહાન ત્યા પોતાની એક્ટિવા ઠિક કરાવી લે છે અને પછી જીજ્ઞાને રુહાન સહીસલામત એક્ટિવામાં કોઈ પણ જાતના સંવાદ વગર હોસ્ટેલ છોડી દે છે.
આમ જીજ્ઞા અને રુહાન બંનેની જીંદગી અત્યારે અસ્ત વ્યસ્ત થઈ ગઈ હતી. જોવુ રહ્યુ કે કિસ્મત બંનેના જીવનના છેડા ફાડે છે કે પછી સાંધે છે.
બંનેના જીવનમાં હર એક દિવસે નવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો. દરેક પ્રશ્નોને કેવી રીતે સુલઝાવશે જીજ્ઞા અને રુહાન બંનેની લવસ્ટોરી પુરી થશે કે પછી હિન્દી ફિલ્મોની જેમ અધુરી...? જાણવા માટે વાચતા રહો બે પાગલ ના આવનારા નવા ભાગો.
કોઈ પણ જાતની ભુલ થઈ હોય તો માફ કરશો જી. તમારા સહકાર અને પ્રેમ બદલ તમારો ખુબ ખુબ આભાર.
। જય શ્રી કૃષ્ણ। । કષ્ટભંજન દાદા સત્ય છે ।

NEXT PART IS PUBLISHED ON NEXT WEEK
BY:- VARUN SHAHNTILAL PATEL