હસીના - the killer
chapter 2 લિપસ્ટિક latter
આગલા ભાગમાં જોયું કે ઇન્સ્પેક્ટર જયરાજને સુનિતા નામ ની છોકરી ની લાશ મળે છે, જે કિલર છે એ હવે એના નવા શિકાર તરફ આગળ વધી રહી છે હવે આગળ,
બીજા દિવસે જયરાજ 8 વાગતા પોલીસ સ્ટેશન આવે છે અને એની ખુરશીમાં બેસે છે, ત્યાં એનું ધ્યાન એક લાલ કવર ઉપર પડે છે જેની આગળ, ઉપર ના ભાગે To જયરાજ અને નીચે from હસીના લખ્યું હોય છે, જે લિપસ્ટિક વડે લખ્યું હોય એવું લાગે છે, જયરાજ ફટાફટ એ કવર ખોલે છે તેમાં એક કાગળ મળે છે એ ખોલીને વાંચે છે,
Mr.જયરાજ
તમારા નામ નો અર્થ જો હું સાચી છું તો કંઈક આવોજ થાય છે ને ' લોર્ડ ઓફ વિક્ટરી અર્થાત જીત નો રાજા અને જે બહુજ હોંશિયાર છે એવો પરંતુ અફસોસ કે તમે મને નહિ હરાવી શકો, હું મારા આવનારા શિકાર ને આજે મારવા જઈ રહી છું જો હિંમત હોય તો મને રોકી લેજે.... ચાલો એક કલુ તો હું આપી જ શકું....
અત્યારે મેં આ કાગળમાં જે લખાણ લખ્યું છે એ એનાજ અક્ષરો છે. બરાબર....ઓહ મને લાગે છે તારા માટે આ અઘરું રહેશે ચાલ એક બીજી હિન્ટ આપી દઉં, એનું નામ 'ન' ઉપરથી
ચાલુ થાય છે તેમજ બીજી હિન્ટ તમને સુનિતા પરથી મળી જશે....
તો હવે તો મેં ઘણું સરળ કરી નાખ્યું છે તો ચાલો ચાલો બહુ ટાઈમ નથી તમારી પાસે ફક્ત 12 કલાક જ છે......
આશા રાખીશ કે તમારી સાથે મુલાકાત જલ્દી થાય, ગુડ બાય Mr. જયરાજ
from,
હસીના
કાગળ વાંચીને જયરાજ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને કોન્સ્ટેબલને બુમ મારે છે એટલામાં દિલીપ કરીને એક કોન્સ્ટેબલ આવે છે,
દિલીપ : બોલો સાહેબ, શું કરું???
જયરાજ : આ કવર મારી કેબિન માં કોણ મૂકી ગયું તું??
દિલીપ : સાહેબ મેં જ મૂક્યું છે આજે સવારે હું 7 વાગતા આવ્યો ત્યારે કોઈ દરવાજા આગળ આ કવર મૂકી ગયું તું એટલે મને એમ કે તમને જાણ કરી દઉં એટલે મેં તમારી કેબિન માં મૂકી દીધું. પરંતુ શું થયું સાહેબ?? આપ મુંજાયેલા દેખાઓ છો? !!
જયરાજ : હા દિલીપ જેણે કાલે સુનિતા નું મર્ડર કર્યું હતું એણે આ લેટર લખ્યો છે અને એમ પણ કીધું છે કે આજે એ એનો બીજો શિકાર કરવાની છે જો મારામાં દમ હોય તો હું એને રોકી લઉં !!
દિલીપ : પણ સાહેબ એ કોનું ખૂન કરશે એવું આપણને કઈ રીતે ખબર પડશે??
જયરાજ : એણે સામે થી અમુક વસ્તુ કહી દીધી છે જેના પરથી આપણે શોધવાનું છે કે કોણ હશે એ વ્યક્તિ??
ઇન્સ્પેક્ટર કિશન કયારે આવવાના છે?? તમને કઈ ખબર છે???
દિલીપ : તેઓ પરમદિવસે આવી જશે,
જયરાજ : ઠીક છે તો સાંભળો હવે મારી વાત ધ્યાનથી,, પહેલા તો પોલીસ સ્ટેશન ની બહાર દરવાજા પાસે ની સીસીટીવી ફૂટેજ ચેક કરો કે કોણ આ કવર મૂકી ગયું તું?? પછી આ કાગળ ને આપણા હેકર રાહુલ દેસાઈ ને આપી દો અને કહો કે ચેક કરે કે આવું લખાણ અમદાવાદ ના કોણ કોણ લોકો નું હોઈ શકે છે??
હું સુનિતા ના ઘેર જાઉં છું ત્યાં કદાચ મને કોઈ વસ્તુ મળી જાય...
દિલીપ : ઓકે સાહેબ બપોરે 1 વાગતા હું બધું તમારા ટેબલ ઉપર રાખી દઈશ...
જયરાજ : ગુડ તો મળીએ 1 વાગતા
આટલું કહી ને જયરાજ બીજા કોન્સ્ટેબલ સુધીર ને સાથે લઈને નીકળી પડે છે વસ્ત્રાપુર જ્યાં સુનિતા નું ઘર હોય છે,
રસ્તામાં જયરાજ સુધીર ને બધું જણાવી દે છે તેમજ સુધીર ને સુનિતા ના પોસ્ટમોટર્મ રિપોર્ટ વિશે Dr.સુજલ ને કોલ કરવા માટે કહે છે,
સુધીર કહે છે કે Dr.સુજલ એ રિપોર્ટ એમના માણસ જોડે આપણા પોલીસ સ્ટેશને મોકલાવી દીધો છે બસ આવતો હશે,,
એટલા માં સુનિતા નું ઘર આવી જાય છે,
..
સુનિતાનું ઘર જોઈને જયરાજ અનુમાન લગાવે છે કે તેઓ પૈસે ટકે સુખી છે, સુનિતા ના મમ્મી અને એમનો દીકરો બસ બેજ જણા હોય છે, એના પપ્પા ઓફિસે ગયા હોય છે, સુનિતા ના મમ્મી પાસે થી જાણવા મળે છે કે સુનિતા શેઠ આજ થી 2 વર્ષ પહેલા Miss ગુજરાતમાં રનર અપ રહી ચુકી છે એ સિવાય એ 4 વર્ષ પહેલા Miss અમદાવાદ પણ રહી ચૂકી હતી, એને ઘરે રહેવાનું નોહતું ફાવતું એના કામ ના લીધે એટલા માટે એ અલગ જ રહેતી હતી, બોડકદેવ પાસે એનો ફ્લેટ છે... આટલું કહીને એના મમ્મી રોવા લાગે છે,,
જયરાજ : શું સુનિતા ની કોઈ જોડે અંગત દુશ્મની હતી??
અને એ એકલી રહેતી હતી તો પછી એ sky હોટેલ શા માટે ગઈ હતી??
સુનિતા ના મમ્મી : સાહેબ મને આ વિશે કંઈજ જાણ નથી અને મારી દીકરી ભલે એકલી રહેતી હતી પણ એને અમારી પણ ચિંતા રહેતી હતી એટલે એ વિકેન્ડ માં ઘરે આવે ત્યારે એ મને બધુંજ જણાવતી, પણ એનું કોઈ દુશ્મન હોય એવું મને નથી લાગતું,, (તેઓ પાછા રોવા લાગે છે )
જયરાજ : તમે ચિંતા ના કરો, હું તમારી દીકરી ના કાતિલ ને પકડીને રહીશ... ! સારુ તો હું રજા લઉં,તમને કાંઈ જાણ થાય તો અમને જણાવજો...
ત્યારબાદ ત્યાંથી નીકળીને જયરાજ પોલીસ સ્ટેશન આવે છે અને દિલીપ ને પોતાની કેબિન માં બોલાવે છે,
દિલીપ : બોલો સાહેબ??
જયરાજ : રિપોર્ટ ક્યાં છે સુનિતા નો??
દિલીપ : આ મુક્યો છે એમ કહીને દિલીપ કોર્નર પાસે રાખેલા બાસ્કેટમાંથી કવર આપે છે...
જયરાજ : ઓકે હવે મને સુનિતાની કોલ ડિટેઈલ્સ છેલ્લા 5 દિવસની જોઈએ છે,,, કલાક માં લોકેશન્સ સાથે.....
દિલીપ : જી સાહેબ મળી જશે....
આટલું કહીને દિલીપ કેબિન ની બહાર જાય છે,....
જયરાજ રિપોર્ટ વાંચવા કવર ખોલે છે જે વાંચીને એને બહુજ ગુસ્સો આવે છે એમાં લખ્યું હોય છે કે "સુનિતાનું મૃત્યુ ઝેર આપવાથી થયું હોય છે ત્યારબાદ તેના ચહેરા ને કોઈ અણીદાર વસ્તુ થી સતત ઘા કરીને વીંખી નાખવામાં આવ્યો હોય છે તેમજ એના વાળ ને બાળવામાં આવ્યા હોય છે,, એનું મૃત્યુ 7-8 ની વચ્ચે થયું હોવું જોઈએ. "
12 વાગતા દિલીપ કેબિનમાં આવે છે અને કોલ ડિટેઈલ્સ જયરાજ ને આપે છે..
દિલીપના કહેવા પ્રમાણે છેલ્લો કોલ સુનિતા ને જે નંબર પરથી આયો હતો એ ડમી સીમકાર્ડ હોય છે અને સુનિતાની એક ફ્રેન્ડ પરથી જાણવા મળ્યું કે એ પૈસા માટે લોકો જોડે હોટેલ માં અવારનવાર જતી હોય છે એટલે એને કોઈ એ કોલ કરીને ત્યાં બોલાઈ હશે...
જયરાજ : મને ખબર હતી કે કાતિલ એટલો ડાહ્યો પણ ના હોય કે પોતાના નંબર પરથી ફોન કરે... કંઈ નઈ રાહુલ કયારે આવે છે?? અને મર્ડર થયું એ રૂમમાંથી ફિંગરપ્રિન્ટ કે બીજું કોઈ વસ્તુ મળી??
દિલીપ : રાહુલ હમણાં આવતો હશે અને મર્ડર રૂમમાંથી કંઈજ નહિ મળ્યું અને ફિંગરપ્રીન્ટ પણ સુનિતા, સંદીપ અને ત્યાંના કોઈ નોકર ના છે એ સિવાય કોઈજ જગ્યા એ બીજા ફિંગરપ્રિન્ટ નથી અને હા આજ સવારની મેં cctv જોઈ એમાં એક બુરખો પહેરેલી લેડી દેખાય છે એનો ચહેરો ઢાંકેલો હતો એટલે એ કોણ છે એતો ખબર નહિ.??સાહેબ આ કાતિલ તો બહુ વધારે હોંશિયાર લાગે છે !!
જયરાજ :હા કાતિલ બહુજ ચાલાક છે પણ હું એને છોડીશ નહિ....
****************
આ બાજુ એ કાતિલ એના નવા શિકાર ની તૈયારીઓ કરે છે એ એના શિકાર ની દરેક વસ્તુ પર નિગરાની રાખી રહી હોય છે.....
****************
કોણ છે હસીના?? એનો નવો શિકાર કોણ છે?? સુનિતા સાથે શું સંબંધ હોય છે એને?? શું જયરાજ પકડી શકશે કાતિલ ne??
જાણવા માટે વાંચતા રહો
હસીના - the lady killer
next પાર્ટ જલ્દી મૂકીશ....
તમારા પ્રતિભાવ મને msgbox માં મોકલી શકો છો, અને like એન્ડ comments પણ કરજો જેથી હું વધુ સારુ લખી શકું..