Sacha Premni jeet - 2 in Gujarati Love Stories by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” books and stories PDF | સાચા પ્રેમની જીત - ભાગ - ૨

Featured Books
  • जर ती असती - 1

    असं म्हणतात की, मनुष्य जेव्हा जन्माला येतो तेव्हाच हे ठरून ज...

  • नियती - भाग 33

    भाग 33इकडे मायरा अश्रू गाळत... डाव्या हातात ओढणी घेऊन डोळे प...

  • वाटमार्गी

    वाटमार्गी       शिदु देवधराच्या तांबोळातल्या कलमाना आगप फूट...

  • परीवर्तन

    परिवर्तन राजा चंडप्रताप नखशिखांत रक्‍ताने भरत्ला होता. शत्रू...

  • स्कायलॅब पडली

    स्कायलॅब पडली                           त्यावर्षी ११ जुनला श...

Categories
Share

સાચા પ્રેમની જીત - ભાગ - ૨

સાચા પ્રેમની જીત (ભાગ-૨)

લેખક:- મનીષ ચુડાસમા
બીજા દિવસે ચિરાગ સૂરજને પૂછે છે કે શ્વેતાનો શુ જવાબ આયો ? ત્યારે સુરજ ગઈ કાલના બનાવ વિશે બધુ ચિરાગને કહે છે, આ સાંભળીને ચિરાગને પણ દુખ લાગે છે અને સૂરજને કહે છે કે સુરજ શ્વેતા તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે તેને તારાથી આ વાત છૂપી ના રાખવી જોઈએ શ્વેતાએ બહુ ખોટું કર્યું છે તારી સાથે તેને આવુ નહોતુ કરવું જોઈતુ, સુરજ ચિરાગને કહે છે કે તારી વાત બિલકુલ સાચી છે દોસ્ત પણ એને એની ભૂલનો પસ્તાવો પણ છે એટલે મે એને માફ કરી દીધી, ચિરાગ સૂરજને સમજાવતા કહે છે કે હવે ખાલી દોસ્તી રાખ અને તારા કરિયર પર ધ્યાન આપ દોસ્ત, અને જો શ્વેતા તારા નસીબમાં હશે ને તો આવશે જ, સુરજ કે તારી વાત સાચી છે પણ હું શ્વેતાને દિલ થી પ્રેમ કરુ છુ અને આખી જિંદગી કરતો રહીશ ભલે તે મને પ્રેમ કરે કે ના કરે અને મારા નસીબ માં ના હોય કે ના હોય, આટલી વાત પછી બંને જણા ક્લાસમાં જાય છે, ને આમ ને આમ કોલેજના દિવસો પૂરા થઈ જાય છે, હવે તો સુરજ અને શ્વેતાને મળવાનું પણ ઓછું બને છે જો કે બંને વચ્ચે ફોન અને મેસેજ દ્વારા વાતચીત ચાલુ રહે છે.
એક દિવસ સુરજ પર શ્વેતાનો ફોન આવે છે અને શ્વેતા તેના અને પ્રકાશના મેરેજ વિશે જણાવતા કહે છે કે સુરજ આવતા સોમવારે અમારા મેરેજ છે અમે કોર્ટ મેરેજ કરવાના છીએ કારણ કે આ લગ્ન માટે મારા પપ્પા રાજી નથી એટલે, આ સાંભળી સૂરજનું દિલ એક ધબકાર ચૂકી જાય છે, શ્વેતા હેલો.....હેલો..... સુરજ ક્યાં ખોવાઈ ગયો ? સુરજ હા બોલ શ્વેતા અને શ્વેતા કહે છે કે તે દિવસે સાંજે આપણે બધા સાથે હોટલમાં જમવા જવાનું છે તો તારે અને ચિરાગને આવવાનું છે હું ચિરાગને પણ ફોન કરીને કહી દઇશ ઓકે, અને બીજી થોડી વાતો કરીને બંને ફોન મૂકી દે છે, તે દિવસે રાતે સુરજ સુવે તો છે પણ તેને ઊંઘ નથી આવતી અને ખૂબ જ રડે છે.

શ્વેતાના મેરેજનો દિવસ આવી જાય છે અને તે દિવસે સાંજે સુરજ અને ચિરાગ બંને હોટલ માં જવા નીકળે છે, સુરજના ચહેરા પર ઉદાસી હોય છે જે ચિરાગને ખબર પડી જાય છે એટલે ચિરાગ ગાડી સાઇડ પર ઊભી કરી દે છે અને સૂરજને કહે છે દોસ્ત હું સમજુ છું તારા દિલ પર અત્યારે શુ વીતે છે, અને સુરજ ની આંખમાથી આંસુઓ પડવા લાગે છે વધારે તો તને નથી કહેતો પણ એક વાત જરૂર કહીશ કે તારે તારી જાતને સંભાળવી જ પડશે દોસ્ત કેમ કે તારા મા-બાપ નો તુ જ એક આધાર છે, તારા સિવાય એમનુ આ દુનિયામાં કોઈ નથી, એમની ખુશી, એમની દુનિયા જ તુ છે માટે હવે એમની ખુશી માટે થઈને જિંદગી મા આગળ વધ અને બાકી બધુ કુદરત પર છોડી દે, ત્યાં જ શ્વેતા નો ફોન સુરજ પર આવે છે, હા બોલ શ્વેતા, સુરજ કેટલે પહોચ્યા તમે ? અહિયાં અમે લોકો બધા તમારી રાહ જોઈને બહાર ઊભા છીએ, સુરજ બસ અમે લોકો રસ્તમાં જ છીએ પાંચ મિનિટમા જ આવ્યા અને ફોન મૂકે છે, ચિરાગ સુરજ ને મો ધોવાનુ કહે છે, મો ધોઈને ફ્રેશ થઈને બંને હોટલ જવા રવાના થાય છે, હોટલ પહોચતા જ શ્વેતા-પ્રકાશ, પ્રકાશના ભાઈ-ભાભી અને બહેન-બનેવી બધા રાહ જોઈને ઊભા હોય છે, સુરજ શ્વેતા ને જોતો જ રહે છે તે આજે સફેદ કલરના અનારકલી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે, શ્વેતા સૂરજને હાય કહે છે ત્યારે સુરજ હોશમાં આવે છે અને ઓહહ...હલ્લો શ્વેતા કોંગ્રેચ્યુલેસન્સ અને પ્રકાશને પણ વિશ કરે છે, ચિરાગ પણ બંનેને વિશ કરે છે, શ્વેતા પ્રકાશ સાથે બંનેનો પરિચય કરાવતા કહે છે કે સુરજ અને ચિરાગ બંને મારા કોલેજના મિત્રો છે અને સૌ અંદર જમવા જાય છે, અને જમ્યા બાદ બહાર સૌ બેઠા બેઠા ગપ્પા મારતા હોય છે ત્યાંજ સૂરજની નજર શ્વેતા પર પડે છે તે રડતી હોય છે શ્વેતા ને રડતા જોઈને સુરજ પણ દુખી થાય છે, થોડીવાર માં સૌ ઘરે જાય છે, આજે રાત્રે સૂરજને ઊંઘ નથી આવતી તે શ્વેતાના જ વિચારોમાં ખોવાયેલો હોય છે કે શ્વેતા કેમ રડતી હશે ? શું પ્રકાશે કોઈ તકલીફ આપી હશે ? ના ના પ્રકાશ તો શ્વેતાને પ્રેમ કરે છે તો પછી શું થયું હશે ? પણ સુરજ એમ માનીને મનને મનાવી લે છે કે કદાચ તેના પરિવાર થી દૂર થવાના લીધે રડતી હશે અને પોતાની જાત સાથે જ વાત કરતાં કહે છે કે કુદરત પણ કેવા ખેલ ખેલે છે જેને દિલથી પ્રેમ કરતા હોય તેને જ આપણાં થી દૂર કેમ કરી દે છે પણ ત્યાં જ ચિરાગના કીધેલા શબ્દો યાદ આવે છે અને પોતાની જાતને સંભાળતા કહે છે કે ચિરાગની વાત સાચી છે હવે મારે મારી જિંદગીમાં આગળ વધવુ જોઈએ અને ક્યારે સવાર પડે છે ખબર જ નથી પડતી, સવારે ઊઠીને નહી ધોઈને ફ્રેશ થઈને સુરજ ઘરના ગાર્ડનમાં હીંચકે બેઠો હોય છે ત્યાં શ્વેતાનો ફોન આવે છે, શ્વેતા સૂરજને કહે છે કે સુરજ હું અને પ્રકાશ થોડા સમય માટે ગામડે જઈએ છીએ કેમ કે પપ્પા તરફથી કોઈ પ્રોબ્લમ ના થાય માટે અને ટાઇમ મળે એટલે હું ફોન કરીશ ઓકે અને બીજી થોડી વાત કરી ફોન મુકે છે.

આમને આમ ચારેક મહિના વીતી જાય છે શ્વેતા તેનો રેગ્યુલર મોબાઇલ નંબર બંદ કરી દે છે સુરજ ઘણીવાર ટ્રાય કરે છે પણ ફોન સ્વિચ ઓફ હોય છે, એક દિવસ બપોરના સમયમાં સુરજ બાઇક લઈને બહાર જતો હોય છે અને સૂરજના મોબાઇલમા કોઈ અનનોન નંબર થી ફોન આવે છે, સુરજ બાઇક સાઇડમાં ઊભી રાખીને ફોન રિસીવ કરે છે, હેલ્લો કોણ.....? સામે છેડે શ્વેતા કહે છે કે શુ કરોછો સાહેબ ? સુરજ શ્વેતાનો અવાજ ઓળખી જાય છે અરે શ્વેતા તુ.... ક્યાં છે તું ? તારો ફોન પણ બંધ આવે છે મે કેટલી વખત ટ્રાય કર્યો, બધુ ઠીક તો છે ને ? શ્વેતા સૂરજને બોલતો અટકાઇને અરે સુરજ મને બોલવા તો દે અહી ગામડે આયા પછી પ્રકાશે મારો મોબાઇલ નંબર બંધ કરાવી દીધો હતો જેથી મારા પપ્પા તરફ થી કોઈ પ્રોબ્લમ ના થાય અને હજી આજે જ મે નવો નંબર લીધો છે હવે આ જ મારો રેગ્યુલર નંબર છે તુ સેવ કરી લેજે, આ નંબર મારી પાસે જ રહેશે ઓકે, અને હવે બોલ તુ કેમ છે ? ઘરે બધા કેમ છે ? બસ શ્વેતા અહિયાં ઘરે બધા મજામાં છે પણ મને તારા વગર નથી ગમતુ, તુ ક્યારે આવવાની છે ? મારે તને મળવુ છે જલ્દી આઈજા પાછી, અરે હા સાહેબ અમે આવતા અઠવાડિયે જ આવી જઈશુ કદાચ કેમ કે ત્યા મકાન ભાડે રાખવાનુ છે, કાલે જીજાજી જવાના છે મકાનનું ફાઇનલ કરવા જેવુ ફાઇનલ થઈ જાય એટલે અમે આવતા અઠવાડિયે આવી જઈશું હું તને ફોન કરીશ આવીશ એટલે ઓકે, ચલ હવે હું ફોન મૂકુ છુ અહી ગામડે બધા હોય એટલે બહુ વાત ના થાય બાય, પાંચેક દિવસ પછી શ્વેતાનો ફોન આવે છે અને સૂરજને કહે છે કે કાલે અમે આવીએ છીએ અમદાવાદ, આ સાંભળી સૂરજની ખૂશીનો કોઈ પાર નથી હોતો તે તો બસ શ્વેતાને મળવા માગતો હોય છે, શ્વેતા સૂરજને કહે છે કે કાલે બપોરના અમે પહોચશુ એટલે સામાન ગોઠવવામાં જ આખો દિવસ નીકળી જશે, એક રૂમ જ છે પણ તોય આખો દિવસ થશે એટલે સામાન ગોઠવાઈ જાય એટલે તુ આવજે ઘરે હું તને ઘરનુ સરનામુ આપીશ ઓકે, સારુ શ્વેતા અને બંને ફોન મુકી દે છે, બીજા દિવસે શ્વેતા અને પ્રકાશ અમદાવાદ આવી જાય છે અને આખો દિવસ સામાન ગોઠવવામાં અને બીજા પરચુરણ કામમા જતો રહે છે અને શ્વેતા અને પ્રકાશ બંને ખુબજ થાક્યા હોવાથી સૂઈ જાય છે બીજે દિવસે સવારે શ્વેતા સૂરજને ફોન કરીને ઘરનું સરનામું આપે છે અને ઘરે મળવા આવવાનું કહે છે, સુરજ તો રાહ જોઈને જ બેઠો હોય છે શ્વેતાને મળવા, સુરજ કે સારૂ હું રાત્રે આવીશ એમ કહીને ફોન મૂકે છે, સુરજ શ્વેતાને મળવા રાત્રે તેના ઘરે જાય છે શ્વેતાને જોઈને સુરજ ખૂબ જ ખુશ થઈ જાય છે, સુરજ, શ્વેતા અને પ્રકાશ ત્રણેય જણા રાત્રે મોડે સુધી ઘણી બધી વાતો કરે છે અને મોડી રાત્રે સુરજ પોતાના ઘરે જાય છે આમને આમ એક વર્ષ થઈ જાય છે, સૂરજનું શ્વેતાના ઘરે આવવા જવાનુ ચાલુ જ રહે છે અને પ્રકાશ પણ સૂરજનો ખાસ મિત્ર બની જાય છે, હવે તો ક્યાય બહાર ફરવા જવાનુ હોય તો પણ ત્રણેય સાથે જ જતા હોય છે.........ક્રમશ: