Hu rahi tu raah mari - 9 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 9

જમવાનું પૂરું કરી રાહી અને શિવમ બંને પોતપોતાના ઘર તરફ વળે છે. રાહી ઘરે આવે છે તો તેના મમ્મી પપ્પા રોજની માફક સાથે બેસીને વાતો કરી રહ્યા છે. રાહી પણ તેઓની સાથે જોડાય છે.
“ આજ અચાનક બહાર જમવાનો પ્રોગ્રામ કેમ બની ગયો બેટા?” વીણાબહેન.
“ મારો એક મિત્ર બહારથી રહેવા માટે આવ્યો છે. તેને ઘરે જ રસોઈ બનાવતા ફાવે છે. તો તેને જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મને મદદ માટે આવવા કહ્યું. પછી થોડું મોડુ થઈ ગયું હતું તો બહાર જ જમી લીધું.” રાહી.
“ ઓહહ.. સારી વાત છે કોઈ છોકરો જાતે જમવાનું બનાવવાનું પસંદ કરે છે.” વીણાબહેન.
પછી રાહી શિવમને કઈ રીતે મળી અને શિવમ અહી આવીને રેલ્વેની નોકરી કરવાનો છે તે બધી માહિતી આપી.
“ તે અહી એકલો જ રહેવાનો છે?” જયેશભાઇ.
“ હા અત્યારે તો એકલો જ છે.” રાહી.
“ સારું તો ક્યારેક જમવા માટે પણ લઈ આવજે તેને ઘરે.” જયેશભાઇ.
“ હા,..ઘરનું જમે તો તેને પણ આનંદ આવે ને.!!” વીણાબહેન.
“ ઓકે ..પપ્પા ..હું કહી દઇશ તેને .” રાહી.
“ તું હવે તારી રાતની દવા પી લે.” વીણાબહેન.
“ સારું ...હવે હું રૂમમાં જાઉં છું. મારૂ પ્રોજેક્ટનું થોડું કામ કરીને પછી સૂઈ જાઉં.સવારે ઓફિસે પણ જવાનું છે.” રાહી.
રાહી પોતાના રૂમમાં આવી પોતાનું લેપટોપ ખોલે છે. તે પોતાનું કામ કરતી હોય છે પણ તેને કામમાં મન લાગતું નથી. તે થોડી વાર કાનમાં હેનસેટ લગાવી ગીત સાંભળે છે. તેને વારે વારે શિવમના વિચાર આવે છે. ખબર નહીં તેને શિવમ વિષે શા માટે વિચારો આવતા હોય છે. તે પરેશાન થઈને હેનસેટને કાનમાથી હટાવી સુવાની કોશિશ કરે છે. તેને નીંદર પણ નથી આવતી. તેને શિવમ સાથે વાત કરવાની ઈચ્છા થાય છે. તે શિવમને ફોન કરવા જાય છે ફરી અટકી જાય છે. ઘણા સમય સુધી શિવમ સાથે રહી અને હવે ફરીથી તેને આટલી રાતે ફોન કરવો તે તેને યોગ્ય ન લાગ્યો. આથી તેને શિવમને ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો. રાહીએ ફરી સુવાની કોશિશ કરી પણ તેને નીંદર જ નહોતી આવી રહી.
રાતના 10:30 વાગી રહ્યા હતા. શિવમ નોકરી પર જવા માટે તૈયાર થઇ રહ્યો હતો. તે પોતાને રેલવેના યુનિફોર્મમાં જોઈ ગર્વ અનુભવી રહ્યો હતો. તે હંમેશા પોતાના બળ પર પોતાનું નામ બનાવવા ઈચ્છતો હતો. તેના પિતા પાસે ખૂબ પૈસા હોવા છતાં પણ તેને બીજા છોકરાઓની માફક પપ્પાના પૈસા પર મોજ મજા કરવાની ઈચ્છા ક્યારેય થતી નહોતી. તેને પોતાને રૂમમાં રહેલા મોટા અરિશામાં જોઈ. શિવમને તે પોતે એકદમ વિશ્વાશથી સંપૂર્ણ લાગ્યો. તેને જરા પણ તેના પ્રિય પાત્રના પોતાના જીવનમાંથી જવા બદલ દુઃખ નહોતું થઈ રહ્યું. તેના માટે તે રાહીનો આભાર માની રહ્યો હતો. તેને રાહીને આ વાત જણાવવી હતી અત્યારે જ પણ સમય જોતાં તેને થયું કે આટલી રાત્રે રાહીને ફોન કરવો યોગ્ય નહીં રહે. આથી તેને રાહીને ફોન કરવાનું માંડી વાળ્યું. પણ તેને રાહી સાથે વાત કરવાની ખૂબ જ ઈચ્છા થઇ રહી હતી. પછી શિવમે પોતાના વિચારો બંધ કરી સ્ટેશન તરફ જવા માટેની તૈયારી કરી.
રાતના 11:00 વાગી રહ્યા હતા. રાહીને ફરી ફરીને શિવમના જ વિચારો આવી રહ્યા હતા. સાથે વિતાવેલો સમય, કરેલી વાતો, શિવમનો આત્મવિશ્વાશ, તેનું વ્યક્તિત્વ,તેનું એકધારું પોતાની સામે જોવું આ બધુ રાહીને વારે વારે યાદ આવી રહ્યું હતું.
“ ના હવે આ પ્રેમ ન હોય શકે પાગલ.” રાહીએ મનોમન પોતાની જાતને કહ્યું. “ હા ચોક્કસ ઉંમરના લીધે સારા વ્યક્તિત્વ માટે ખેંચાણ હોય શકે.” રાહીને ફરી મનમાં જ વિચાર કર્યો. રાહીને થયું કોઈને નહીં પણ ખંજનને તો ફોન કરી શકું ને? રાહી જ્યારે પણ કોઈ વાતને લઈને પરેશાન હોય, કોઈ વાતનો જવાબ ન મળતો હોય કે પછી કોઈ પણ ખાસ વાત હોય તેને ફોન કરતી. રાહીએ ખંજનને ફોન લગાવ્યો.
“ હા ...બોલ..” ખંજને ઊંઘમાં જ રાહીનો ફોન ઉપાડયો.
“ સૂઈ ગયો હતો?” રાહી.
“ ના રે ના હું તો સૂર્યનસ્કાર કરતો હતો. તો સૂતો જ હોય ને પાગલ આટલી રાતે.” ખંજન.
“ સાંભળને કામ હતું તારું.” રાહી.
“ બોલોને મેડમ.” ખંજન.
“ મે તને શિવમ વિશે કહ્યું હતું. યાદ છે ?” રાહી.
“ અરે હા તે તેને ફોન કર્યો કે નહીં પછી?” ખંજન.
“ અરે હા ત્યાર પછી તો હું તેને મળી પણ..” રાહી.
“ ઓહો ..તો વાત આટલી આગળ વધી ગઈ છે.!!” ખંજને રાહીની મજાક કરતાં કહ્યું.
“ બસ હો..જો તું આમ મજાક કરવા લાગે છો આટલા માટે જ હું તને કઈ નથી કહેતી.” રાહી.
“ હવે બધી વાતતો મને કહે છે ને પછી કહે છે..કઈ નથી કહેતી..!! શું વાત છે બોલ.” ખંજન.
“ શિવમને હું આજ સાંજથી સાથે હતા. જમ્યા પણ સાથે. ઘરે આવી પણ કામમાં મન નથી લાગતું. તેના જ વિચારો આવે છે. ખબર નહીં મને શું થાય છે?” રાહી એકી શ્વાસે બોલી ગઈ.
“ લાગણી......” ખંજન.
“ લાગણી ?? મતલબ.” રાહી.
“ તને તેના માટે લાગણી જન્મી છે તે પણ મનમાં નહીં દિલમાં..” ખંજન.
“ બસ હો તેવું કઈ જ નથી. તેને મળી તેને માત્ર ૨૪ કલાક થયા અને તેને તું લાગણીનું નામ આપે છે?” રાહી.
“ હા તું ચોક્કસ જ છો તે માટે તો પછી ચિંતા શા માટે? તેના દુખના લીધે કદાચ તું વધારે વિચારતી હોઈશ.” ખંજન.
“ બની શકે...પણ આજ મને વંશ મળ્યો હતો.”રાહી.
“ તું તેનું નામ ન લે ...મહેરબાની કરીને.” ખંજન.
“અરે સાંભળ.. આજ હું અને શિવમ સાથે હતા ત્યારે વંશ મળ્યો હતો. તે અમને બંનેને સાથે જોઈને ગુસ્સે થઈ ગયો. ત્યારે શિવમે વંશ વિશે કઈ પણ ખબર ન હોવા છતાં તેને મારો પક્ષ લીધો અને તે મને હક્કથી મારો હાથ પકડી આગળ લઈ ગયો. ત્યારે તેને મારો પહેલી વખત મારો હાથ પકળ્યો. ત્યારે મને ગમ્યું..ખૂબ જ ગમ્યું..કે પહેલીવાર જીવનમાં કોઈ છોકરાએ મારા વિશે જાણ્યા વગર, કોઈ છોકરો મારા વિશે ખરાબ બોલવા છતાં તેને મારો પક્ષ લીધો. મને તેની આ વાત સ્પર્શી ગઈ.” રાહી.
“ તેમાં નવું શું છે યાર? તે તેની મદદ કરી સામે તેને તારો પક્ષ લીધો. આમ પણ તે વંશ વિશે પણ ક્યાં કઈ જાણતો હતો? તે તને તો આમ જાણતો હતો તો તેને તારો પક્ષ લઈ લીધો.” ખંજન.
“ તું કઈ પણ કહે પણ મારૂ હદય શિવમ વિશે એકદમ ચોખ્ખી વાત કહે છે.” રાહી.
“ અને તે શું છે ?” ખંજન.
“ એ જ કે શિવમ પર વિશ્વાસ કરી મે કઈ ખોટું નથી કર્યું.” રાહી.
“ હમ્મ...જોઇએ ...તે વાત તો સમય જ કહેશે પણ અત્યારે તું શિવમની આત્મકથા બંધ કર.જો આમ રાતના ૧૨ વાગવા આવ્યા. તને ભલે નીંદર ન આવે પણ મને ખૂબ જ આવે છે. હું સૂઈ જાઉં છું અને તું પણ સૂઈ જા હવે.” ખંજન.
“ સારું..ગૂડ નાઇટ.” રાહી.
ખંજન ફોન રાખી દે છે. રાહી આંખો બંધ કરે છે ત્યાં જ બહાર બારીમાંથી ઠંડો પવન રૂમમાં આવે છે. રાહીને થોડું સારું લાગે છે. તે ફોન અને હેનસેટ લઈ બાલ્કનીમાં જાય છે. ત્યાં રહેલા જુલા પર બેસી તે પોતાનું ગમતું ગીત ચાલુ કરી ફરી કાનમાં હેનસેટ લગાવી પોતાના મનમાં જન્મેલી લાગણીનું આત્મમનન કરે છે. રાહીએ ફોનમાં જોયું. બરાબર રાતના ૧૨:૦૦ વાગ્યા હતા.
૧૨:૦૦ વાગ્યે શિવમ પોતાની ડ્યૂટી પર પહોચી ગયો હતો. તેને જે ટ્રેન રાજકોટથી અમદાવાદ સુધી ચેક કરવાની હતી તે પણ આવી ગઈ હતી. તે પેસેંજર લિસ્ટ લઈ ટ્રેનમાં આવ્યો. રાજકોટથી આવેલા પેસેંજરોને ચેક કરી શિવમ આગળનું લિસ્ટ ચેક કરવા લાગ્યો.
૧૨:૪૫ થવા આવી. રાહી હજુ સુધી જાગતી હતી. તેને વિચાર આવ્યો કે શિવમ તેને કઈ વાત કહેવાનો હતો જે તેને જમવા સમયે રાત્રે કહી હતી.?? પણ બધુ વ્યર્થ હતું કેમ કે અત્યારે શિવમને ફોન કરવો યોગ્ય નહોતો.તેને નીંદર નહોતી આવતી આથી થોડી ફર્નિચરની ડિજાઇન નેટ પર જોવાનું વિચાર્યું. આથી તે એક વેબસાઇટ પર ઓનલાઇન આવી.
શિવમનું થોડું કામ પૂરું થઈ ગયું હતું. થોડીવાર માટે તે કામમાંથી ફ્રી થયો તો તેને રાહીની યાદ આવી. તે દરવાજા પાસે આવીને કાલ રાહી સાથે વિતાવેલી પળો યાદ કરવા લાગ્યો. પણ રાતનો સમય જોઈ તેને રાહીને ફોન ન કર્યો. તે થોડીવાર નેટ પર ઓનલાઇન આવ્યો. ત્યાં તેને જોયું તો રાહી પણ ઓનલાઇન હતી. તેને રાત્રે કોઈ વાત રાહીને કહેવાની બાકી હતી તે કહેવાના બહાને તરત જ રાહીને ફોન લગાવ્યો....
વાંચકમિત્રો માટે...,
તમે મારી વાર્તાને જે સારો પ્રતીભાવ આપો છો તેનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. કોઈ કારણોસર ગયા બુધવારે ભાગ ..૯ પ્રસ્તુત નહોતો થયો. તેના બદલ હું દિલગીર છું. તો ક્યારેક કોઈ કારણોસર વાર્તાનો આગળનો ભાગ પ્રસ્તુત ન થાય તો પણ વાર્તાને આમ જ માણતા રહેવા મારી નમ્ર વિનંતી..આભાર.