Sambandho ni aarpar - 23 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.... પેજ - ૨૩

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.... પેજ - ૨૩

અંજલિ ના બેંગ્લોર પ્રોજેક્ટ વિષે મહેતા સાહેબ અને અંજલિ વચ્ચે ફોન પર વાત પતાવીને અંજલિ.....અનુરાગ સર ...જેમણે કેટલા લોકો ને મદદ કરી હતી તેનાં વિચારો માં ખોવાઈ ગઈ છે...અને મનોમન તેની કોઈ જુની....અનકહી.... વાતો ના વિચારો માં અટવાઈ જાય છે.

********* હવે આગળ ***** પેેેજ -૨૩ ********

આજે સન્ડે હતો , સવારના બરાબર ૫ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને્ બેંગ્લોર જવા માટે તૈયાર થતા હતા. ૭ વાગ્યા ની ફ્લાઈટ હતી.
વિશાલ તેના રૂમમાં જ સુતો હતો, પણ આગલી રાત્રે જ તેણે અંજલિ ને ભૂમિ પૂજન માટે વિસ કરી દીધું હતું.

અંજલિ અને પ્રયાગ બન્ને તૈયાર હતા, તેમની બેગ અને બાકીનો સામાન તેની કાર માં ગોઠવાઈ ગયો હતો. બરાબર ૫.૩૦ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર આવી પહોંચ્યા. પ્રયાગ તરતજ અંજલિ ને પગે લાગ્યો અને પછી થી તેનાં ઘર મંદિર માં અંબાજી માતાજીને પગે લાગ્યો.

આજે પણ પ્રયાગ ની પર્સનાલિટી એક મોટા બીઝનેસ મેન ને શોભે એવી જ હતી.
બરાબર ૫.૪૫ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને નાસ્તો પતાવીને ઘર નાં પોર્ચ માં રેડી થઇ ને ઉભેલી તેમની કારમાં બેસી ને એરપોર્ટ જવા રવાના થયા. ડ્રાઈવરે કાર શરુ કરતા પહેલા ફરીથી બેગ ને ચેક કરી લીધી.

કાર....હવે પ્રયાગ બંગલો માંથી નીકળી ને એરપોર્ટ ના રસ્તે આગળ વધી રહી હતી. સવાર સવારમાં....છાપા વાળા, દુધવાળા અને મોર્નીંગ વોક કરનારા ની છૂટક અવરજવર જણાતી હતી.

અંજલિ ની કાર માં સવાર ના પ્રભાતિયા વાગી રહ્યા હતા, અંજલિ નું ધ્યાન આજે ભજન માં નહોતું લાગતું, પરંતુ મનોમન એને એવું થયું કે આજે નક્કી કંઈક સારૂં થવાનું છે.

બરાબર ૬ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને એરપોર્ટ પર હાજર હતાં.
અંજલિ અને પ્રયાગ બન્ને ઈન્ડીગો ના કાઉન્ટર પર બોર્ડિંગ પાસ લેવા માટે ક્યુ માં પહોંચ્યા...જ્યાં લાઈન ન્હોતી...ફ્કત એક વ્યક્તિ આગળ હતા....અને તે હતા...અનુરાગસર....પોતેજ.

બ્લેક બ્લેઝર અને પીચ કલર ના લીનન ના શર્ટ અને બ્લ્યુ ડેનીમ માં સજ્જ અનુરાગ સર કાર્ટીયર નાં ગ્લાસમાં જબરજસ્ત લાગતા હતા. સેઈમ ટોમફોર્ડ ની ઉદ ની ફ્રેગરન્સ માં આગળ અનુરાગ સર અને તેમની પાછળ પ્રયાગ અને તેની પાછળ અંજલિ ઝવેરી.

અનુરાગ નું ધ્યાન તેનાં બોર્ડિંગ પાસ ઈસ્યુ કરતા હતા તેમાં નહોતું. અનુરાગ નાં મનમાં આભાસ થઈ ગયો હતો કે અંજુ આટલા માં જ છે.

પ્રયાગ ને પરફ્યુમ નો જબરજસ્ત શોખ તો હતો જ, સાથે સાથે તેને સુગંધ ની પણ એટલીજ ઓળખ પણ હતી. અનુરાગ અને પ્રયાગ બન્ને ના સરખી સુગંધ વાળા પરફયુમ ના લીધે પ્રયાગ ને તેની આગળ ઉભેલી વ્યક્તિ ને જોવાની ઈચ્છા થઈ ગઈ.

અનુરાગ તે વખતે તેના બોર્ડિંગ પાસ માટે કાઉન્ટર પર વાત કરી રહ્યો હતો એટલે તે તેમાં જ વ્યસ્ત હતો.

અંજલિ ને કોણ જાણે ગેટ માં થી એન્ટર થતા જ અહેસાસ થઈ ગયો હતો કે અનુરાગ સર અંહીયા જ છે, અને આગળ ઉભા છે તે બીજુ કોઇ નહીં પણ તેનાં...પોતાનાં અનુરાગ સર જ છે.

પ્રયાગ સહેજ આગળ જોઈ ને એકદમ સ્તબ્ધ થઈ ગયો.

ઓહહ...સર...આપ...અંહિ....અત્યારે....આમ....પ્રયાગ ને કોઈ શબ્દો જ નહોતા મળતા... સર...આપ પણ....બેંગ્લોર....????
પ્રયાગ ને શુ બોલવું અને શુ કહેવુ તે પણ સમજાતું નહોતું, જાણે અનુરાગ ને જોઈ ને આભો બની ગયો હતો પ્રયાગ.

અનુરાગે પાછળ જોયા વિના જ કહ્યું...
હેય...પ્રયાગ માય સન...હાઉ આર યુ ?? બેટા....!! કહી ને અનુરાગે પોતાની પીઠ ફેરવીને જોયુ..

અનુરાગ....ફરી અંજલિ સામે જોઈને બોલ્યા....ગુડ મોર્નિંગ અંજુ....કેમ છે તુ ??

અંજલિ....ને પણ આમ અચાનક અનુરાગ ને જોઈ ને શુ કહેવું એ પણ ના સૂઝ્યું.

સર......ગુડ મોર્નિંગ....આપ...બોલતા બોલતા અંજુ ની આંખો ભરાઈ ગઈ,ગળા માં રીતસર નો ડૂમો ભરાઈ ગયો. તરતજ અંજલિ ને યાદ આવ્યું કે પ્રયાગ પણ સાથેજ છે,એટલે આંસુઓ ને તરતજ પ્રયાગ નુ ધ્યાન પડે તે પહેલાં જ તેની સાડી નાં પાલવ વડે લૂછી નાંખ્યા.

પ્રયાગ ત્યારે પણ અનુરાગ ને જ જોઈ રહ્યો હતો,એટલે તેની મમ્મી અંજલિ તરફ તેનું ધ્યાન જ નહોતું. ફરીથી પ્રયાગ બોલ્યો...
સર....શુ આપ પણ....બેંગ્લોર જઈ રહ્યા છો ???

હા....બેટા....એક અગત્યની મીટીંગ છે આજે ,એટલે...બેંગ્લોર જ જઈ રહ્યો છું.

અંજલિ ને એકદમ યાદ આવ્યું કે આજે આટલો શુભ પ્રસંગ છે અને એના થી પણ સારો મોકો છે...અનુરાગ સર પણ જોગાનુજોગ બેંગ્લોર જઈ જ રહ્યા છે...તો તે પણ સાથે ભુમિ પુજન માં આવે તો સોનામાં સુગંધ ભળી જાય.

આ મોકા નો લાભ લેવાનું અંજલિ ચૂકી નહીં. તરતજ અંજલિ બોલી...સર આજે આપણા બેંગ્લોર પ્લાન્ટ નું ભૂમિ પૂજન છે, અને મારી ખુશનસીબી કે આપ પણ બેંગ્લોર જ જઈ રહ્યા છો, જો આપની મીટીંગ ના સમય ને ડીસ્ટર્બ નાં થતું હોય તો પ્લીઝ તમે પણ આ પૂજા માં સાથે રહો એવી મારી ઈચ્છા છે.

વેલ...અંજુ...કેટલા વાગ્યા નું મુહુર્ત છે ??

સર..હમણાં ૧૦.૦૦ વાગ્યા નું જ છે...મુહુર્ત.

પ્રયાગ પણ સાથેસાથે બોલ્યો....
હા મમ્મી...સર આવે તો કેટલું સારું ને ??
સર...આપ પણ આવો ને...પ્લીઝ..

બેટા....અંજુ નો પ્રસંગ હોય તે મારો જ પ્રસંગ કહેવાય. અંજુ હું ચોક્કસ આવીશ ચલો... આપણે ત્રણેય સાથેજ જઈશુ. એમ પણ મારી મીટીંગ ૧.૦૦ વાગે છે, હું મેનેજર ને ઈન્ફોર્મ કરી દઉ છું કે મને ઓફીસ માં પહોંચવામાં થોડુંક લેટ થશે.

અંજલિ ની ખુશી ની તો કોઈ સીમાં જ નહોતી...સર...બોલતા બોલતા ફરીથી તેની આંખો ભરાઈ ગઇ.
પ્રયાગ નું ધ્યાન હવે અંજલિ ની આંખો પર પડી...તરતજ અંજલિ પાસે ગયો અને ભેટી પડ્યો તેની વ્હાલી મમ્મી ને.

અંજલિ એ પણ તરતજ પરિસ્થિતિ પામી ને...તેની આંખોમાં થી વહેતાં ઝરણાં ને રોકી લીધું.

આ ત્રણેયનો સંગમ આવા શુભ પ્રસંગે થયો તે કદાચ કુદરતે જ ગોઠવેલી વ્યવસ્થા હશે.
અનુરાગે અંજલિ ની નજર માં તેની નજર મિલાવી ને તેને સમજાવી દીધુ કે એકદમ સ્વસ્થ થઈ જાય.

અંજલિ તરતજ સ્વસ્થ થઈ ગઈ.

અનુરાગે પ્રયાગ નાં હાથ માં થી તેમની ટીકીટ લઈને કાઉન્ટર પર બોર્ડિંગ કરાવા એરલાઈન્સ ના ગ્રાઉન્ડ સ્ટાફ ને આપી અને સમજાવી દીધું કે ત્રણેય જણા ની સીટ સાથેજ આપે.

સામે...કાઉન્ટર પર રહેલી મહિલા એ પણ આ કુદરતી રીતે જ સાથે થઈ ગયેલા ત્રણ વ્યક્તિ ઓ ને જોતા જ મન થી તે પણ ખુશ થઈ ગઈ હતી. એટલે અનુરાગ નાં વગર કીધે પણ તેણે ત્રણેય ની સીટ સાથેજ આપવાની તૈયારી કરી લીધી હતી. વિન્ડો સીટ પર અંજલિ,વચ્ચે પ્રયાગ અને સાઇડ ની સીટ પર અનુરાગ...!!
આજે પહેલીવાર આ રીતે અનાયાસે જ અંજલિ અને પ્રયાગ સાથે અનુરાગ સર ટ્રાવેલ કરી રહ્યા હતા. અંજુ ની ખુશીનો કોઈ પાર નહોતો આજે.
અનુરાગ પણ આજે મન થી ખુબ જ ખુશ હતા. મનોમન તેમણે પણ ઈશ્વર નો આભાર વ્યક્ત કર્યો આજ ની આ અવિસ્મરણીય ઘટનાં માટે.
પ્રયાગ,અંજલિ અને અનુરાગ ત્રણેય જણા વાતો કરતા કરતા હવાઈ માર્ગે બેંગ્લોર ના રસ્તે ...જીવન નાં અનમોલ રસ્તા ની સાથે સાથે જીવન નાં ઉત્તમ અને યાદગાર સમય ને પસાર કરી રહ્યા હતા.

ફ્લાઈટ તેનાં નિર્ધારીત સમયે બેંગ્લોર પહોંચી ગઈ. અંજુ ,અનુરાગ અને પ્રયાગ જાણે એકજ પરિવાર ના સભ્યો હોય તેવુ જ લાગતું હતું. અનુરાગ ફક્ત તેની હેન્ડબેગ સાથે લઈને આવેલા હતાં જ્યારે અંજલિ અને પ્રયાગ ને તેમની બેગ અને થોડો સામાન લઈ ને આવ્યા હતા.

એરપોર્ટ પર પ્રયાગ ગ્રુપ અને અનુરાગ ગ્રુપ બન્ને ની કાર તેમના માલિક ને લેવા માટે આવી પહોંચી હતી.

એરપોર્ટ થી બહાર નીકળી ને તરતજ પહેલી અંજલિ ની કાર સામે આવી ગઈ. એને જોતાં જ અંજલિ બોલી...
સર...આપણી એક કાર આવી ગઈ છે, આપણે આજ કાર માં જઈ એ...તમે તમારા વાળી કાર ને કહીદો કે....આપણી પાછળ આવી જાય.
ઓ.કે. ફાઈન અંજુ...કહી ને અનુરાગ સર અંજલિ ની કાર માં આગળ ની સીટ પર બેઠા...અને પાછળ ની સીટ પર અંજલિ તથા પ્રયાગ બેઠા. અને તરતજ અનુરાગે તેની કાર ને અંજલિ ની કાર ને ફોલો કરવા જણાવ્યું.
આજે મનોમન અંજલિ અને અનુરાગ બન્ને બહુજ ખુશ હતા. જ્યારે પ્રયાગ પણ આજે ખુશ હતો.

એકજ કાર માં ફરી થી આ ત્રણ વ્યક્તિ ક્યારેય બેસસે કે નહિં બેસે...તેતો ફક્ત વિધાતા ને જ ખબર હશે. પણ આજ નો દિવસ અંજલિ નાં જીવન નો સૌથી મહત્વની ઘટનાં વાળો હતો તે નક્કી હતુ.

કાર એકદમ સમયસર પ્રયાગ ઇન્ટરનેશનલ ની સાઈટ પર પહોંચી ગઈ
જ્યાં મહેતા સાહેબ અને અન્ય સ્ટાફ અંજલિ અને પ્રયાગ ની રાહ જોતાં જ ઊભા હતા. દુર થી આવી રહેલી કાર ને જોતા જ મહેતા સાહેબ અંજલિ ને રીસીવ કરવા માટે કાર પાસે આવી ગયા...પણ આ શુ ???

આગળ ની સીટ પર અનુરાગ સર ને જોતા જ મહેતા સાહેબ પણ ચોંકી ગયા.

સર...આપ...???
અંહિ...???
આજે ....???

અમારું તો નસીબ જ ઉઘડી ગયું સર.. આપ આજે અંહિ પધાર્યા ..વેલકમ સર ટુ પ્રયાગ ગ્રુપ...
મેડમજી વેલકમ....પ્રયાગ સર વેલકમ...કહી ને મહેતા સાહેબે બધાય ને આવકાર્યા.

અંજલિ,અનુરાગ અને પ્રયાગ...એક જ માળા નાં મણકા જેવા લાગતાં હતાં.
અનુરાગે કાર માંથી ઉતરીને તરતજ મહેતા સાહેબ ને હેન્ડ શેક કર્યું. પછી એક જ નજર માં આખી જગ્યા પર નજર નાંખી લીધી.

અંજુ...જગ્યા સરસ છે...હોંકે..અને તુ ચોક્કસ સક્સેસ જ જઈશ.મારી શુભ કામનાઓ તારી સાથેજ છે.

અંજલિ...અનુરાગ ની સામે જોઈને....કશુ બોલવાની કોશિશ કરી રહી હતી..પણ બોલાયું નહીં.
થેન્ક યુ.....સર....બોલતા બોલતા અંજુ ની આંખો માં થી રીતસર આંસુ આવી ગયાં....અને ફરીથી એનાં ગળા માં ડૂમો ભરાઈ ગયો. એટલે તરત જ અંજુ એ ઉંધા ફરી ને તેનાં હાથ રૂમાલ થી આંખો લૂછવા નો પ્રયત્ન કરવા લાગી.

અરે...અરે..અંજુ....આમ ઢીલા નહીં પડી જવાનું. જો હજુ તો....આપણે પ્રયાગ ને પણ આ વિરાસત ને સોંપવાની છે અને હજુ તો તારે પણ કેટલા બધા કામ કરવા નાં છે. એમ ઢીલા પડીશ તો કેમ કરીને આગળ વધશુ ?? અનુરાગ એકદમ ધૈર્ય અને સંયમ થી અંજલિ ને સમજાવી રહ્યા હતા.

પ્રયાગ...સાથે જ હતો અને સતત તેની મમ્મી અંજલિ ને જોઈ રહ્યો હતો. તેને એક વાત નાં સમજાઈ કે મમ્મી તો ક્યારની આમ ઉંધા ફરી ને ઊભી છે...તો અનુરાગ સર ને કેવીરીતે ખબર પડી હશે કે મમ્મી આમ રડી રહી છે ???
શુ .....અનુરાગ સર પણ મમ્મી ને મારી જેમજ એકદમ નજીકથી ઓળખતા હશે ?? કશુ સમજી ના શક્યો પ્રયાગ બસ બેવ જણા ને જોતો રહ્યો.

હમમમ...નાં બસ...કંઈ નહી સર...આતો બહુ સમયે તમે આમ સાથે છો એટલે મન ભરાઈ ગયું એકદમ. અંજુ ભારે અવાજે બોલી.

હમમમ...પણ જો....અંજુ એવુ નહીં રાખવાનું..હું પ્રત્યક્શ ભલે તારી સાથે નાં હોઉ ,પણ હું તારા થી દુર તો ક્યારેય ગયો છુ જ ક્યાં ???

જો...હવે તો પ્રયાગ પણ મોટો થઈ ગયો છે, અને બધુંજ સરસ રીતે સેટ થઈ ગયુ છે. અને આજે તો એમ પણ આનંદ અને ખુશી નો દિવસ છે.

પ્રયાગ આ બધુંજ સાંભળી રહ્યો હતો, મોટો થઈ ગયો હતો હવે...પણ હજુયે અનુરાગ ને સમજી શકે એટલો મોટો નહોતો જ થયો કદાચ.

એટલા માં જ મહેતા સાહેબ આવ્યા અને અંજલિ અને પ્રયાગ ને પુજા માં બેસવાની તૈયારી કરવા જણાવ્યું.

અંજલિ ના આવતા પહેલા જ દરેક વસ્તુ ઓ પુજા ના મંડપ થી માંડીને જમવાનું મેનું અને નાની નાની દરેક વસ્તુ ઓ પ્રયાગ ગ્રુપ ને છાજે તેવી જ સજાવવા માં આવી હતી. ખુબ નજીક નાં વ્યક્તિ ઓ ને જ આમંત્રણ અપાયું હતું જેમા અનુરાગ ગ્રુપ ના હેડ રાવ સાહેબ તથા રોય સાહેબ ને પણ મહેતા સાહેબે વિશેષ રૂપે અંજલિ મેડમ આવવાનાં હતા એટલે આમંત્રણ આપ્યું હતું.

પંડિતજીએ શ્લોકો ના ઉચ્ચાર શરૂ કરી દીધા હતી...હવનકુંડ માં અગ્નિ પ્રગટાવી દીધો હતો. જ્યારે અંજલિ અને પ્રયાગ ત્યાં સાઈટ પર જ બનાવેલા બે ડ્રેસીંગ રૂમમાં તૈયાર થવા ગયા હતા. થોડીકવાર માં જ અંજલિ પ્યોર સીલ્ક નાં રાણી અને રામા ગ્રીન કલર નાં પટોડા માં સજ્જ થઈને આવી જાયછે. ખુબજ જાજરમાન વ્યક્તિ અને એનાથી વધારે વ્યક્તિત્વ માં અંજલિ ખૂબજ સુંદર લાગતી હતી.

તરતજ બીજા રૂમમાં થી પ્રયાગ પણ તૈયાર થઈ ને આવી જાય છે, તે મરૂન કલર ના ખાદી સિલ્ક નાં કુર્તા નીચે ગોલ્ડન કલર ની બોર્ડર વાળી ધોતી માં સજ્જ હોયછે ..આજે પ્રયાગ પણ ખુબજ સોહામણો લાગતો હતો.

અંજલિ અને પ્રયાગ બન્ને માટે પુજા કરવા આસન પથરાઈ ગયેલા હતા. સામે ખુરશીમાં અનુરાગ સર બેઠેલા હતા. અંજુ નાં મન માં જબરજસ્ત ઈચ્છા થઈ ગઈ હતી કે....કાશ....અનુરાગ સર પણ સાથે પુજા વિધિ કરવા માટે બેસે....પરંતુ તે બોલી શકે તેમ ન્હોતી.

અચાનક પ્રયાગ બોલ્યો....મમ્મી....!

હમમ..બોલ ને બેટા...અંજુ એ જવાબ આપ્યો.

મમ્મી...અનુરાગ સર તો આપણાં પોતાનાં જ છે ને તો...એમને કહેને કે તે પણ આપણી સાથે પુજા વિધિ કરવા માટે બેસે..!!

અંજલિ ની આંખો માં એકદમ ચમક આવી ગઈ. પ્રયાગ ને શુ જવાબ આપવો તે એકવાર તો વિચાર માં પડી ગઈ.
હમમમ....તારી વાત એકદમ સાચી છે બેટા...એક કામ કર તુ જ અનુરાગ સર ને કહે, તે તારી વાત ને ચોક્કસ માનશેજ.

ઓ.કે.મમ્મી કહી ને પ્રયાગ તરતજ ઉભો થયો અને સીધો અનુરાગ સર પાસે ગયો...
અનુરાગ ને પગે લાગ્યો...પ્રયાગ...પછી બોલ્યો..

સર...મારી તથા મમ્મી ની ખુબ ઈચ્છા છે કે આપ પણ અમારી સાથે પૂજા વિધિ માં બેસો. સર...પ્લીઝ આપ આવો ને...કહેતો પ્રયાગ એક નાનાં બાળક ની માફક અનુરાગ ની સામે ઉભો રહી ગયો.

અનુરાગ ને પણ શુ જવાબ આપવો તે ના સમજાયું..એટલે દુર થી જ અંજલિ ની સામે જોયું અને તેનું મન વાંચી લીધું.

બેટા..આમ તો તુ અને અંજુ બન્ને કરો તો પણ સરખુજ છેને...પણ છતાં તમારી બન્નેવ ની એવી જ ઈચ્છા છે તો....કહી ને અનુરાગ સર પણ સાથે પુજા વિધિ કરવા માટે જોડાયા.

પંડિતજીએ હવે બે ને બદલે ત્રણ આસનો તૈયાર કર્યા.

અનુરાગ મન માં જ બોલ્યો....કોને ક્યાં જવાનું હતુ...અને ક્યાં અને કેવાં શુભ કાર્ય કરવા બેઠા ?? કુદરત પણ કેવા મેળ અને સંજોગો ગોઠવી દેછે કશું જ સમજાતુ નથી.

અંજલિ પણ મન માં જ બે હાથ જોડી ને અંબે માં ને કહી રહી હતી...હે ..માં અંબા...તારો ખુબ ખુબ આભાર...તારો મહિમા અપરંપાર છે.

હાજર રહેલા દરેક મહેમાનો તથા સ્ટાફ આ નઝારો જોઈ ને રાજી રાજી થઈ ગયા.
પ્રયાગ પણ મનમાં ને મનમાં ખુબ રાજી અને ઉત્સાહી થઈ ગયો. તેની સાથે આજે અનુરાગ સર પણ પુજા માટે બેઠા છે તે... જાણે કોઈ સ્વપ્ન ને જીવતુ થતા જોઈ રહ્યો હતો.

સૌથી પહેલા અનુરાગ સર...એમના પછી વચ્ચે પ્રયાગ અને પછી અંજલિ.....આમ ત્રણેય જણા હવે પુજા વિધિ કરી રહ્યા હતા.

મંડપમાં પંડિતજીએ હવન શરૂ કરી દીધો..કુમકુમ અને અક્ષત ત્રણેવ નાં કપાળમાં શોભાયમાન થતા હતા. પંડિતજી ત્રણેવ ને જમણાં હાથે નાડાછડી બાંધે છે. શાસ્ત્રોક્ત પદ્ધતિ થી શ્લોક બોલાઈ રહ્યા હતા.
હવનકુંડ માં અગ્નિ ની જ્વાળાઓ પ્રગટી રહી હતી.

કંઈક કેટલાય વર્ષો નાં ત્યાગ અને તપસ્યા પછી અંજલિ આજે મનથી જબરજસ્ત ખુશીનો અનુભવ કરી રહી હતી. આજે હવન માં તેનો વર્ષો નો ત્યાગ ...અગ્નિ ની જ્વાળાઓ માં...ભસ્મીભૂત થઈ ને એક સુખદ આશ્ચર્ય જનક પરિણામ સ્વરૂપે પ્રગટી રહ્યો હતો.

પ્રયાગ,અંજલિ અને અનુરાગ ત્રણેય નાં ચહેરા પર ખુશી છલકતી હતી. હવન મંડપમાં દૈવિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતાં.
ઓમ....ઓમ ના ભ્રમનાદ માં ભુમિ પુજન આજે સાચા અર્થમાં યથાર્થ થઈ રહ્યું હતું.

જેટલી વખત ...પંડિતજી ત્રણેય ને હવનમાં હોમ કહી ને આહુતિ અપાવતાં હતા તેટલી વખત...બે પુન્ય આત્મા ઓ તૃપ્ત થઈ રહી હતી. કંઈક કેટલાય વર્ષો નુ દિવ્ય સ્વપ્ન જાણે કે આજે સિધ્ધ થઈ રહ્યું હતુ.
વાતાવરણ એકદમ પવિત્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ હતુ. ત્રણ દિવ્ય આત્મા ઓ આજે એકજ મંડપમાં બીરાજમાન હતી, અને અંજલિ ના કુળ દેવી અંબાજી માતાજીને સાક્ષી એ પુજા સંપન્ન થઈ રહી હતી.

હવન ના હોમ ની સાથે સાથે ...ધૂપ અને ઘી ની દિવ્ય સુગંધ માં ત્રણેય જણા ને અલૌકિક તૃપ્તિ મળી રહી હતી. ઈશ્વરે પણ આજે પ્રસન્ન હતો અને એટલેજ આજે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો.
ભગવાન ત્રણેવ પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા હતા.

બરાબર ૧૧.૩૦ વાગે પુજા વિધિ સમાપ્ત થાય છે. અનુરાગ ને ૧.૦૦ વાગ્યા ની મીટીંગ હતી.
પ્રયાગ પુજા સંપન્ન થતા જ ઊભા થઈ ને સૌથી પહેલાં અંજલિ ને પગે લાગ્યો. અને આજે તો સાથે પિતા સમાન અનુરાગસર પણ સાથે બેઠા હતા એટલે અંજલિ ને પગે લાગીને પ્રયાગ અનુરાગસર ને પગે લાગ્યો.
અંજલિ એ તેની બેગ માં થી કોઈ ગિફ્ટ કાઢી પ્રયાગ ને આપવા માટે..પણ તેનાં પહેલાં તેને આશીર્વાદ આપ્યા...અને પછી તેના હાથ માં ગીફટ આપી.

અનુરાગ ને તો જાણે આજનો આખો દિવસ જ એક પ્રસંગ બની ગયો હતો...પણ એક એવો પ્રસંગ જેની કોઈ આગોતરી જાણ નહોતી, એટલે અનુરાગસર કોઈ ગીફટ નહોતાં લાવ્યા.

પ્રયાગ અનુરાગ ને પગે લાગ્યો એટલે...અનુરાગ નાં બન્ને હાથ અને સાથેજ તેનું હૈયું...પણ પ્રયાગ નાં માથા પર મુકાઇ ગયુ.

હંમેશા દરેક ક્ષેત્ર માં તારી પ્રગતિ થાય બેટા અને...ખૂબ મહાન બનજે...અનુરાગસર ની આંખો માં આજે વર્ષો પછી થી....
ઝડ ઝડીયા આવી ગયા. તેમની આંખો માં થી આજે પ્રયાગ માટે સ્નેહ વરસી રહ્યો હતો. વગર ચોમાસા એ તેમની આંખો માં ચોમાસું બેસી ગયુ. કાર્ટીયર નાં ગ્લાસમાં અનુરાગસર ની આંખો માં થી નીકળેલા પવિત્ર અશ્રુઓ બિંદુ ઓ બની ને ઝામી જાય છે.

કાર્ટીયર નાં ગ્લાસ પણ આજે અનુરાગ નાં આંસુઓ થી ધોવાઈ ને ચોખ્ખા અને પવિત્ર બની જાય છે.

નીચે નમી ને અનુરાગસર ને પગે લાગી રહેલા પ્રયાગે તેની નજર ઉઠાવીને જોયું તો....આસુ ????

અનુરાગસર પણ આજે ??

કંઈ જ સમજાતું નહોતું પ્રયાગ ને....અથવા તો તે સમજી સકે તેવી સ્થિતિ માં નહોતો...આજે.

અનુરાગસર ખુબજ ગમગીન હતા. કેમ આજે અનુરાગસર ની આંખો માં આંસુ આવી ગયા હશે ? કશુ સમજાતું નહોતું પ્રયાગ ને.

એટલા મા જ અનુરાગસરે વર્ષો થી તેમના ગળા માં જે સોનાની જાડી ચેઈન પહેરતાં હતા તે ....તેમનાં ગળા માં થી કાઢી અને પ્રયાગ ને પહેરાવી દીધી.

બેટા.....લે આ આશીર્વાદ મારા તરફથી....શક્ય હોય તો આજીવન તેને તારી સાથેજ રાખજે....
આટલું બોલતા બોલતા અનુરાગ ની આંખો ભરાઈ આવી.

પ્રયાગ ચૂપ હતો......સ્તબ્ધ હતો....શાંત હતો...શૂન્યતા અનુભવી રહ્યો હતો....આ બધુ શુ ચાલી રહ્યું છે, તેનાં જીવન માં અત્યારે શુ બની રહ્યું છે....તે કશુંજ સમજાતું નહોતું તેને......!!!


*****************( ક્રમશ:)******************